મુમતાઝ મહેલ ([mumˈt̪aːz mɛˈɦɛl]; શબ્દશઃ અર્થ "મહેલના સર્વપ્રિય અલંકાર"; જન્મનું નામ અર્જુમંદ બાનો) (27 એપ્રિલ 1593 – 17 જૂન 1631)[૧] શાહજહાંના મુખ્ય પત્ની હતા અને આ રીતે 19 જાન્યુઆરી 1628થી 17 જૂન 1631 સુધી મુઘલ સામ્રાજ્યના મલિકા હતા. આગ્રામાં આવેલી તેમની અંતિમ આરામગાહ તેમના પતિ દ્વારા બંધાયેલો તાજ મહેલ સામાન્ય રીતે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ અને વિશ્વની અજાયબીઓમાંના એક ગણવામાં આવે છે.[૨][૩]

મુમતાઝ મહેલ
પાદશાહ બેગમ
Mumtaz Mahal.jpg
મુમતાઝ મહેલનું કથિત ચિત્ર
મુઘલ સામ્રાજ્યની મલિકા
Tenure19 જન્યુઆરી 1628 – 17 જૂન 1631
જન્મઅર્જુમંદ બાનો
27 એપ્રિલ 1593
આગ્રા, હિંદુસ્તાન
અવસાન17 June 1631(1631-06-17) (ઉંમર 38)
બુરહાનપુર, હિંદુસ્તાન
અંતિમ સંસ્કાર
તાજ મહેલ, આગ્રા
Spouseશહાજહાં
વંશજહૂરુન્નીસા બેગમ
જહાંઆરા બેગમ
દારા શિકોહ
શાહશુજા
રોશનારા બેગમ
ઔરંગઝેબ
અહમદ બક્ષ
સુરૈયા બાનો બેગમ
અજાણ્યા નામનો દીકરો
મુરાદ બક્ષ
લુત્ફુલ્લાહ
દૌલત અફઝલ
હુસનારા બેગમ
ગૌહરારા બેગમ
Houseતૈમૂરી (લગ્ન દ્વારા)
પિતાઅબુલ હસન અસાફ ખાન
માતાદીવાનજી બેગમ
ધર્મશીયા ઇસ્લામ

મુમતાઝ મહેલનો જન્મ આગ્રામાં, એક પર્શિયન ખાનદાનમાં થયો હતો. તેઓ અબુલ હસન અસાફ ખાન, એક અમીર પર્શિયન હોદ્દેદારના દીકરી અને મલિકા નૂરજહાંના ભત્રીજી હતા. 19 સાલની ઉંમરમાં, 30 એપ્રિલ 1612ના રોજ શહેઝાદા ખુર્રમ સાથે તેમના લગ્ન થયા હતા,[૪] જે બાદશાહ બન્યા પછી શાહજહાં નામે જાણીતા હતા. શાહજહાંએ અર્જુમંદ બાનો માટે "મુમતાઝ મહેલ"નું શીર્ષક આપ્યું. મુમતાઝ બેગમની ચૌદ ઓલાદ હતી, જેમાં જહાંઆરા બેગમ (શાહજહાંના સર્વપ્રિય દીકરી), મુઘલ સામ્રાજ્યના વારસ દારા શિકોહ અને ઔરંગઝેબ, જેમણે સિંહાસન માટેના યુદ્ધમાં પોતાના ભાઈ દારા શિકોહને વધ કરીને શાહજહાં પછી મુઘલ સામ્રાજ્યના આગામી બાદશાહ બન્યા.

1631માં, બુરહાનપુર, દક્કન પ્રાંતમાં મુમતાઝ મહેલનું અવસાન થયું, તેમની ચૌદમી અને અંતિમ ઓલાદ, ગૌહરારા બેગમના જન્મ દરમ્યાન તેમની મોત થઈ. તેમના પતિ દ્વારા નિર્મિત તાજમહેલ "અમર પ્રેમ"ની યાદગીરી કહેવાય છે.[૫]

સંદર્ભોફેરફાર કરો

  1. "Islamic Culture" (અંગ્રેજી માં). 49. Islamic Culture Board. 1 January 1975: 196. Retrieved 13 April 2017. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. Taj Mahal. London: Profile Books. 2008. p. 11. ISBN 9781847652478. Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |date= (મદદ)
  3. Tourism, Planning, and Community Development Community Development – Current Issues Series. Routledge. 2013. p. 128. ISBN 9781135711887. Unknown parameter |editor૨-first= ignored (મદદ); Unknown parameter |editor૧-first= ignored (મદદ); Unknown parameter |editor૧-last= ignored (મદદ); Unknown parameter |editor૨-last= ignored (મદદ); Check date values in: |date= (મદદ)
  4. Nur Jahan, empress of Mughal India. New York: Oxford University Press. 1993. p. 39. ISBN 9780195360608. Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |date= (મદદ)
  5. Begley, Wayne E. "The Myth of the Taj Mahal and a New Theory of Its Symbolic Meaning" (PDF). The Art Bulletin. 61.