મેરાયો નૃત્ય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં ભજવાતું લોકનૃત્ય છે.[] તેમાં સામાન્યતઃ ઠાકોર સમુદાયના લોકો ભાગ લેતા હોય છે.[]

સરઘડ અથવા ઝૂંઝાળી નામના ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાં ગૂંથીને આ મેરાયો બનાવાય છે; જેમાં ઝૂમખૂં 'નાગલી' તરીકે ઓળખાય છે.[] આવાં ઘણાં બધાં "ઝૂમખાંને એક લાકડીની આસપાસ, એક ચોરસ પાટિયાને આધારે લટકાવવામાં આવે છે."[] તેની "ઉપર ચાર છેડે મોર-પોપટ બેસાડવામાં આવે છે" અને આ "બધાં ઝૂમખાંની વચ્ચે દીવડો હોય તેવી વ્યવસ્થા હોય છે."[] આ વ્યવસ્થાને મેરાયો કહેવામાં આવે છે.

તેને હજુ સુશોભિત કરવા માટે તેના પર 'રોમાલ' બાંધવામાં આવે છે; જ્યારે કોઈક માણસ, પોતાની કમર પર, ભેટમાં નાળિયેરની કાછલી બાંધે છે જ્યાં મેરાયાને ઠેરવવાનો હોય છે. ત્યારબાદ, "તેના મોર-પોપટ ફરવા માંડે છે" અને "અંધારી રાતમાં દીવડો ઝબકારા વેરે છે."[]

મેરાયો રમવાની શરૂઆત વાવ તાલુકાના દૈયપ ગામના ઠાકોરોએ થરાદ તાલુકામાં મુસ્લિમ શાસન સમયે લોકજાગૃતિ માટે કરી હતી. આ નૃત્ય ત્રણ દિવસ - દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ - રમવામાં આવતું હતું, પણ સમય જતાં તેને ભાઈબીજના દિવસે જ રમાવા લાગ્યું.[] વીટીવી ગુજરાતીના રીપોર્ટ અનુસાર, આ નૃત્યની "લુપ્ત થવાની શરૂઆત થઇ ગઇ છે" અને "વર્ષો પહેલાં દરેક મેળામાં ચાર-પાંચ મેરાયાં આવતાં હતાં પરંતુ હાલમાં બે-ત્રણ જ આવે છે."[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ Census of India, 2001: District census handbook. A & B. Village & town directory; Village panchayat & townwise primary census abstract v.1-25 in 28 v. [1]. Ahmadabad (2 pts.) (અંગ્રેજીમાં). Controller of Publications. 2004.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ વ્યાસ, રજની (૧૯૯૮). ગુજરાતની અસ્મિતા. અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃ: ૨૫૭.
  3. ૩.૦ ૩.૧ "થરાદના લોકમેળાઓમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા અકબંધ લોકનૃત્ય 'મેરાયો' રમાયુ". VTV Gujarati (અંગ્રેજીમાં). મેળવેલ 2020-11-17.