મે ૧૨
તારીખ
૧૨ મે'નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૯૨૬ – ઇટાલિયન બનાવટનું ‘નોર્જ’ ઉત્તર ધ્રુવ પર ઉડાન ભરનાર પ્રથમ હવાઈજહાજ બન્યું.
- ૧૯૬૫ – સોવિયેત અવકાશયાન "લુના ૫" ચંદ્ર પર ટુટી પડ્યું.
- ૨૦૦૨ – અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટર ફિડેલ કાસ્ટ્રો સાથે પાંચ દિવસની મુલાકાત માટે ક્યુબા પહોંચ્યા હતા, તેઓ કાસ્ટ્રોની ૧૯૫૯ની ક્રાંતિ પછી ટાપુની મુલાકાત લેનારા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા.
જન્મ
ફેરફાર કરો- ૧૮૨૦ – ફ્લોરેન્સ નાઇટિંગલ (Florence Nightingale), બ્રિટિશ પરીચારિકા (અ. ૧૯૧૦)
- ૧૮૬૩ – ઉપેન્દ્રકિશોર રાય ચૌધરી, (en:Upendrakishore Ray Chowdhury) બંગાળી લેખક અને ચિત્રકાર. (અ. ૧૯૧૫)
- ૧૮૯૨ – રમણલાલ વસંતલાલ દેસાઈ, ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, કવિ. (અ. ૧૯૫૪)
અવસાન
ફેરફાર કરો- ૧૮૯૯ – ચાફેકર બંધુઓ પૈકીના બાલકૃષ્ણ હરી ચાફેકર. (જ. ૧૮૭૩)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- આંતરરાષ્ટ્રિય પરીચારિકા દિવસ (International Nurses Day), ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિવસની યાદમાં મનાવાય છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૭-૦૫-૨૭ ના રોજ વેબેક મશિન