મે ૭
તારીખ
૭ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૫૫૮ – કોન્સ્ટેન્ટીનોપલમાં હેગિયા સોફિયાનો ગુંબજ તેના નિર્માણના વીસ વર્ષ પછી તૂટી પડ્યો.
- ૧૮૯૫ – સેન્ટ પીટર્સબર્ગમાં રશિયન વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર સ્ટેપાનોવિચ પોપોવે રશિયન ફિઝિકલ એન્ડ કેમિકલ સોસાયટીને તેમની શોધ પોપોવ લાઇટનિંગ ડિટેક્ટર - એક આદિમ રેડિયો રિસીવર પ્રદર્શિત કરી. ભૂતપૂર્વ સોવિયેત યુનિયનના કેટલાક ભાગોમાં આ દિવસની વર્ષગાંઠને રેડિયો ડે તરીકે ઉજવવામાં આવે છે.
- ૧૯૪૬ – 'ટોક્યો ટેલિકોમ્યુનિકેશન એન્જીનિયરીંગ' (જે પછીથી સોની (જાપાન) (Sony) થી ઓળખાઇ)ની ૨૦ કર્મચારીઓ સાથે સ્થાપના થઇ.
- ૧૯૫૨ – ઇન્ટીગ્રેટેડ સર્કિટ (Integrated circuit)નો વિચાર, તમામ આધુનીક કોમ્પ્યુટરની મુખ્ય જરૂરીયાત, પ્રથમ વખત 'જ્યોફ્રી ડમ્મેરે'(Geoffrey W.A. Dummer) પ્રકાશિત કર્યો.
- ૧૯૯૨ – અવકાશ યાન 'એન્ડોવર'નું પ્રક્ષેપણ કરાયું (STS-49).
- ૨૦૦૦ – વ્લાદિમીર પુતિન રશિયાના રાષ્ટ્રપતિ બન્યા.
- ૨૦૦૭ – મહાન હેરોદ (Herod the Great)ની કબર શોધી કાઢવામાં આવી.
જન્મ
ફેરફાર કરો- ૧૮૧૨ – રોબર્ટ બ્રાઉનિંગ, અંગ્રેજી કવિ અને નાટ્યકાર (અ. ૧૮૮૯)
- ૧૮૬૧ – રવિન્દ્રનાથ ટાગોર, લેખક,કવિ, નોબૅલ પારિતોષિક વિજેતા (અ. ૧૯૪૧)
- ૧૮૮૦ – પાંડુરંગ વામન કાણે, સંસ્કૃત વિદ્વાન અને પ્રાચ્યવિદ્યાવિશારદ, ભારત રત્ન પુરસ્કાર વિજેતા (અ. ૧૯૭૨)
- ૧૯૧૨ – પન્નાલાલ પટેલ, લેખક (અ. ૧૯૮૯)
અવસાન
ફેરફાર કરો- ૧૫૩૯ – ગુરુનાનક, શીખ ધર્મના સ્થાપક (જ. ૧૪૬૯)
- ૧૯૨૪ – અલ્લૂરિ સીતારામ રાજુ, ભારતીય ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની. (અ. ૧૮૯૭/૧૮૯૮)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- રેડિયો દિવસ – રશિયા.