આધુનિક હિંદી ભાષાના મહત્વપૂર્ણ કવિઓમાં મૈથિલીશરણ ગુપ્ત (હિંદી:मैथिलीशरण गुप्त) (૩ ઓગસ્ટ ૧૮૮૬ – ૧૯૬૪) નું નામ મોખરે ગણાય છે. વ્રજભાષામાં લખવાનું ચલણ જ્યારે ટોચ પર હતું, ત્યારે તેઓની ખડીબોલીમાં લખાયેલી કવિતાઓએ વાચકોના હૃદયમાં સ્થાન મેળવ્યું. આઝાદી બાદ તેઓએ રાજ્યસભામાં સ્થાન મેળવ્યું અને તેમના વિચારો તેઓ કવિતા દ્વારા તેમની ખાસ શૈલીમાં રજુ કરતા. તેમની કવિતાની સુંદરતાની આભા નીચેની પંક્તિ દ્વારા મેળવી શકાય છે.

મૈથિલીશરણ ગુપ્ત
જન્મ(1886-08-03)3 August 1886
ચિરગાંવ, ઉત્તર-પશ્ચિમી પ્રાંત, બ્રિટીશ ભારત
મૃત્યુ12 December 1964(1964-12-12) (ઉંમર 78)
ભારત
વ્યવસાયકવિ, રાજનેતા, અનુવાદક, મંચ કલાકાર
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોપદ્મભૂષણ (૧૯૫૪)
જીવનસાથીશ્રીમતી સરજુ દેવી
સંતાનોઉર્મિલચરણ ગુપ્ત
સંબંધીઓસિયારમશરણ ગુપ્ત
રાજ્ય સભાના સભ્ય
(Nominated)
પદ પર
૩ એપ્રિલ ૧૯૫૨ – ૨ એપ્રિલ ૧૯૬૪
प्राण न पागल हो तुम यों, पृथ्वी पर वह प्रेम कहाँ..
मोहमयी छलना भर है, भटको न अहो अब और यहाँ..
ऊपर को निरखो अब तो बस मिलता है चिरमेल वहाँ..
स्वर्ग वहीं, अपवर्ग वहीं, सुखसर्ग वहीं, निजवर्ग जहाँ..

મૈથિલીશરણનો જન્મ ઝાંસીના ચિરગાંવ નામના ગામમાં ગાહોઇ કુટુમ્બમાં થયો હતો. તેમના પિતાનું નામ શેઠ રામચરણ ગુપ્ત હતું. બાળપણમાં તેમને શાળા શિક્ષણ પ્રત્યે ખુબ અરુચિ હોવાથી તેમના પિતાએ ભણવાની વ્યવસ્થા ઘરે જ કરી હતી. બાળપણમાં તેઓ સંસ્કૃત, અંગ્રેજી અને બંગાળી ભાષાઓ મહાવીર પ્રસાદ દ્વિવેદી પાસેથી શીખ્યા હતા.

સાહિત્યક્ષેત્રે પ્રદાન

ફેરફાર કરો

મૈથિલીશરણનો હિન્દી સાહિત્યમાં પ્રવેશ "સરસ્વતી" સામાયિકમાં કવિતાઓ લખવા સાથે થયો. ઇ. સ. ૧૯૧૦માં તેમની આઝાદી માટેની કવિતા "રંગ મેં ભંગ", સ્વાતંત્ર્ય સેનાનીઓમાં ખુબ પ્રસંશા પામી હતી. તેમની કવિતાઓમાં મુખ્યત્વે રામાયણ, મહાભારત અને બુદ્ધની કથાઓ અથવા આધ્યાત્મિક વ્યક્તિઓના જીવનનો પ્રભાવ જોવા મળે છે. તેમની ખૂબ જ પ્રચલીત કવિતા 'સાકેત'માં 'લક્ષ્મણ પત્ની ઉર્મિલા' તથા 'યશોધરા' નામની કવિતામાં ભગવાન બુદ્ધની પત્ની યશોધરાનું આલેખન છે.

તેઓએ ઓમર ખય્યામનું "રુબિયત" તથા 'સ્વપ્નવાસવદત્ત' નામના સંસ્કૃત નાટકનો હિન્દીમાં અનુવાદ કર્યો હતો.

મુખ્ય ગ્રંથો

ફેરફાર કરો
  • કાવ્ય: રંગ મેં ભંગ, ભારત-ભારતી, જયદ્રથ વધ, વિકટ ભટ, પ્લાસી કા યુદ્ધ, ગુરુકુળ, કીસાન, પંચવટી, સિદ્ધરાજ, સાકેત, યશોધરા, અર્જન-વિસર્જન, કાબા-કરબલા, જય ભારત, દ્વાપર, જાહુશ, વૈતલીક, કુણાલ, રશ્મિ રથી, વિગેરે.
  • નાટક: તિલોત્તમા, ચન્દ્રહાસ
  • 301 Shreshtha Hindi Nibandha by Shree Sharan and Rastogi.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો