યુનિફોર્મ રિસોર્સ લોકેટર
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
કમ્પ્યુટિંગ (પરિકલન)માં યુનિફોર્મ રિસોર્સ લોકેટર (યુઆરએલ (URL))ને યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર (યુઆરઆઇ (URI)) તરીકે ઓળખવામાં આવે છે જે નિશ્ચિત કરે છે કે ઓળખવામાં આવેલું રિસોર્સ કઇ જગ્યાએ છે અને તેને પાછું મેળવવાની પદ્ધતિ શી છે. લોકપ્રિય ઉપયોગમાં અને ઘણા ટેકનિકલ દસ્તાવેજોમાં અને મૌખિક ચર્ચામાં તેનો ઉલ્લેખ ઘણી વાર ખોટી રીતે યુઆરઆઇ (URI)ના સમાનાર્થી તરીકે પણ કરવામાં આવે છે.[૧]
યુઆરએલ (URL)ના સૌથી જાણીતા ઉદાહરણમાં વર્લ્ડ વાઇડ વેબ પર વેબપૃષ્ઠોના એડ્રેસ માટે ઉપયોગનો સમાવેશ થાય છે જેમ કે http://www.example.com/
.
ઇતિહાસ
ફેરફાર કરોયુનિફોર્મ રિસોર્સ લોકેટરનું સર્જન 1994માં[૨] ટીમ બર્નેસ-લી અને ઇન્ટરનેટ એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સના યુઆરઆઇ (URI) વર્કીંગ ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું હતું.[૩] આ ફોર્મેટ યુનિક્સ ફાઇલ પાથ સિન્ટેક્સ પર આધારિત છે જેમાં ડિરેક્ટરી અથવા ફોલ્ડર અને ફાઇલ અથવા રિસોર્સ નામને અલગ કરવા માટે ફોરવર્ડ સ્લેશનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇલ પાથ પૂર્ણ કરવા માટે સર્વરના નામ પ્રિપેન્ડ કરી શકાતા ન હતા ત્યાં કન્વેન્શન પહેલેથી અસ્તિત્વ ધરાવતા હતા જેની આગળ ડબલ સ્લેશ (//)આવતા હતા.[૪]
અંતિમ ડોટ સફિક્સનો ઉપયોગ કરીને ફાઇલ ફોર્મેટ નિશ્ચિત કરી શકાય છે જેથી ફાઇલ.એચટીએમએલ
(file.html) અથવા ફાઇલ.ટીએક્સટી
(file.txt)ની વિનંતી સીધી રીતે સર્વ કરી શકાય છે જ્યારે ફાઇલ.પીએચપી
(file.php) માટે પીએચપી (PHP) પ્રિ-પ્રોસેસરને મોકલવામાં આવે છે ત્યાર બાદ અંતિમ યુઝરને પ્રોસેસ થયેલું પરિણામ રજૂ કરવામાં આવે છે. પબ્લિક યુઆરએલ (URL)માં આવી અમલીકરણ આધારિત માહિતી ઓછું સામાન્ય બની રહ્યું છે.[૫] આવશ્યક માહિતી અગાઉ એમઆઇએમઇ (MIME) ટાઇપ તરીકે ઓળખાતા ઇન્ટરનેટ મિડિયા ટાઇપ આઇડેન્ટિફાયર્સનો ઉપયોગ કરીને વધુ ચોક્કસ કરી શકાય છે અને અદલાબદલી કરી શકાય છે.
બર્નર્સ-લીને ત્યાર બાદ ડોમેઇન નેમના ભાગોને યુઆરઆઇ (URI) દ્વારા અલગ પાડવા માટે ડોટનો ઉપયોગ કરવા બદલ ખેદ થયો હતો. તેમને લાગ્યું હતું કે સ્લેશનો જ ઉપયોગ થયો હોત તો સારું હતું.[૪] ઉદાહરણ તરીકે, http://www.example.com/path/to/nameને http:com/example/www/path/to/name તરીકે લખી શકાયું હોત. બર્નર્સ-લીએ એમ પણ કહ્યું હતું કે યુઆરઆઇ (URI) સ્કીમમાં કોલોન હોવાથી ડોમેઇન નેમ આગળ બે ફોરવર્ડ સ્લેશ પણ બિનજરૂરી હતા.[૬]
સિન્ટેક્સ
ફેરફાર કરોદરેક યુઆરએલ (URL)માં આ પૈકીનું કેટલુંક હોય છેઃ સ્કીમનું નામ (સામાન્ય રીતે પ્રોટોકોલ તરીકે ઓળખાય), ત્યાર પછી કોલોન, ત્યાર બાદ સ્કીમ પર આધારિત ડોમેઇન નામ (વૈકલ્પિક રીતે આઇપી (IP) એડ્રેસ), એક પોર્ટ નંબર, જ્યાંથી સ્રોત લાવવાનો છે અથવા જેને ચલાવવાનો છે તે પ્રોગ્રામ, ત્યાર બાદ કોમન ગેટવે ઇન્ટરફેસ (સીજીઆઇ (CGI)) સ્ક્રિપ્સ જેવા પ્રોગ્રામ્સ માટે ક્વેરી સ્ટ્રીંગ[૭][૮] અને એક વૈકલ્પિક ફ્રેગમેન્ટ આઇડેન્ટિફાયર.[૯]
સિન્ટેક્સ આ પ્રમાણે છે
scheme://domain:port/path?query_string#fragment_id
- સ્કીમનું નામ યુઆરએલ (URL)ના બાકીના ભાગોના નેમસ્પેસ, હેતુ અને સિન્ટેક્સને વ્યાખ્યાયિત કરે છે. સોફ્ટવેર પોતાની સ્કીમ અને સંદર્ભ પ્રમાણે યુઆરએલ (URL)ને પ્રોસેસ કરશે. ઉદાહરણ તરીકે વેબ બ્રાઉઝર સામાન્ય રીતે યુઆરએલ (URL) http://example.org:80 ને ડિરેફરન્સ કરશે જેમાં હોસ્ટ પર example.org ખાતે પોર્ટ નંબર 80નો ઉપયોગ કરીને એચટીટીપી (HTTP) રિક્વેસ્ટ કરવામાં આવશે. યુઆરએલ (URL) mailto:bob@example.com દ્વારા ફિલ્ડમાં bob@example.com એડ્રેસનો ઉપયોગ કરીને ઇમેઇલ કમ્પોઝર શરૂ કરી શકાય છે.
સ્કીમ નેમના અન્ય ઉદાહરણોમાં સામેલ છે https:, gopher:, wais:, ftp:. સ્કીમ તરીકે એચટીટીપી ધરાવતા યુઆરએલ (URL) (જેમકે https://example.com/) માટે રિક્વેસ્ટ અને પ્રતિભાવ એક સુરક્ષિત વેબસાઇટ પરથી બનાવવામાં આવે તે જરૂરી છે. પ્રમાણભૂતતાની જરૂર પડે તેવી કેટલીક સ્કીમ્સમાં યુઝરનેમ, અને કદાચ એક પાસવર્ડ પણ યુઆરએલ (URL)માં સમાવિષ્ટ કરી શકાય છે, ઉદાહરણ તરીકે ftp://asmith@ftp.example.org. આ રીતે સાંકળવામાં આવેલા પાસવર્ડ્સ સુરક્ષિત કામગીરી માટે અનુકુળ નથી, પરંતુ સંપૂર્ણ સિન્ટેક્સ આ પ્રમાણે છે
scheme://username:password@domain:port/path?query_string#fragment_id
- ડોમેઇન નેમ અથવા આઇપી (IP) એડ્રેસ યુઆરએલ (URL) માટે અંતિમ સ્થળનું લોકેશન આપે છે. ડોમેઇન 72.14.207.99 અથવા તેના આઇપી (IP) એડ્રેસ ગૂગલની વેબસાઇટનું સરનામું છે.
- યુઆરએલ (URL)નો ડોમેઇન નેમ હિસ્સો કેસ સંવેદી નથી કારણ કે ડીએનએસ (DNS) કેસની અવગણના કરે છેઃ http://en.example.org/ અને HTTP://EN.EXAMPLE.ORG/ બંને એક સરખા પેજ ખોલે છે.
- પોર્ટ નંબર વૈકલ્પિક છે, જો તેને પડતો મૂકવામાં આવે તો સ્કીમ માટે ડિફોલ્ટનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે http://vnc.example.com:5800 દ્વારા vnc.example.comના પોર્ટ 5800 સાથે જોડવામાં આવે છે જે વીએનસી (VNC) રિમોટ કન્ટ્રોલ સેશન માટે યોગ્ય હોઇ શકે છે. પોર્ટ નંબર જો http: URL માટે બાકાત રાખવામાં આવે તો બ્રાઉઝર પોર્ટ 80 સાથે જોડાશે જે ડિફોલ્ટ એચટીટીપી (HTTP) પોર્ટ છે. http: રિક્વેસ્ટ માટે ડિફોલ્ટ પોર્ટ 443 છે.
- પાથનો ઉપયોગ વિનંતી હેઠળના સ્રોતને નિશ્ચિત કરવા અને શોધવા માટે થાય છે. તે કેસ સંવેદી છે જો કે તેને કેટલાક સર્વર દ્વારા કેસ સંવેદી તરીકે ગણી શકાય છે. ખાસ કરીને જેઓ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ પર આધારિત હોય. સર્વર જો કેસ સંવેદી હોય અને http://en.example.org/wiki/URL is correct, http://en.example.org/WIKI/URL/ અથવા http://en.example.org/wiki/url/ એક એચટીટીપી (HTTP) 404 એરર પેજ દર્શાવે, સિવાય કે આ યુઆરએલ (URL) પોતાની રીતે માન્યતા પ્રાપ્ત સ્રોત તરફ દર્શાવે.
- ક્વેરી સ્ટ્રીંગમાં ડેટા હોય છે જે સર્વર પર ચાલતા સોફ્ટવેર પર મોકલવામાં આવે છે. તેમાં નામ/વેલ્યુ પેર હોઇ શકે છે જેને એમ્પરસેન્ડ્સ દ્વારા અલગ કરવામાં આવ્યા હોઇ શકે, ઉદાહરણ તરીકે ?first_name=John&last_name=Doe.
- ફ્રેગમેન્ટ આઇડેન્ટિફાયર જો હાજર હોય તો સમગ્ર સ્રોત અથવા દસ્તાવેજમાં એક ભાગ અથવા સ્થિતિને નિશ્ચિત કરે છે. એચટીટીપી (HTTP) સાથે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તે એક પેજમાં ચોક્કસ વિભાગ કે સ્થળને નિશ્ચિત કરે છે અને બ્રાઉઝર પેજના તે ભાગને રજૂ કરવા માટે સ્ક્રોલ કરી શકે છે.
નિરપેક્ષ વિ. સાપેક્ષમાં યુઆરએલ (URL)
ફેરફાર કરો1994માં યુઆરએલ (URL)ને વ્યાખ્યાયિત કરનારા આરએફસી (RFC) 1738 પ્રમાણે જ્યારે સ્રોતમાં બીજા સ્રોતનો ઉલ્લેખ હોય ત્યારે તેનો ઉપયોગ બીજા સ્રોતનું લોકેશન વ્યાખ્યાયિત કરવા માટે સાપેક્ષ લિંકનો ઉપયોગ કરી શકે છે". તેને એમ કહી શકાય છે, “અહીં આપેલા સાપેક્ષ પાથ સિવાયની જગ્યાને બાદ કરતા આ જ જગ્યાએ.” તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આવા સાપેક્ષ યુઆરએલ (URL) અસલી યુઆરએલ (URL) પર આધારિત છે જેમાં આયોજનબદ્ધ માળખું હોય છે જેની સાથે સાપેક્ષ કડી જોડવામાં આવે છે અને ftp
, http
અને file
યુઆરએલ (URL) સ્કીમ્સ હાઇઆર્કીયલનું ઉદાહરણ છે જેમાં હાઇઆર્કીના હિસ્સાને "/" દ્વારા અલગ કરવામાં આવેલ છે.[૧૦]
લોકેટર્સ તરીકે યુઆરએલ (URL)
ફેરફાર કરોયુઆરએલ (URL) એ યુઆરઆઇ (URI) છે જે “રિસોર્સને ઓળખવા ઉપરાંત સ્રોતને શોધવાનો રસ્તો પૂરો પાડે છે જેમાં પ્રાઇમરી એક્સેસ મિકેનિઝમનું વર્ણન કરવામાં આવે છે (જેમ કે તેનું નેટવર્ક લોકેશન)” .[૧૧][૧૨]
ઇન્ટરનેટ હોસ્ટનેમ્સ
ફેરફાર કરોઇન્ટરનેટ પર હોસ્ટનેમ એ એક ડોમેઇન નેમ છે જે યજમાન (હોસ્ટ) કમ્પ્યુટરને આપવામાં આવ્યું હોય છે. સામાન્ય રીતે તે હોસ્ટના સ્થાનિક નામ સાથે તેના પેરેન્ટ ડોમેઇન નામનું સંયોજન હોય છે. ઉદાહરણ તરીકે en.example.orgમાં તેનું લોકલ હોસ્ટનેમ (en ) અને ડોમેઇન નેમ example.org છે. હોસ્ટનેમને સ્થાનિક હોસ્ટ ફાઇલ દ્વારા અથવા ડોમેઇન નેમ સિસ્ટમ (DNS) રિઝોલ્વર મારફત આઇપી (IP) એડ્રેસમાં રૂપાંતરિત કરવામાં આવે છે. સિંગલ હોસ્ટ કમ્પ્યુટર માટે વિવિધ હોસ્ટનેમ હોય તે શક્ય છે. પરંતુ સામાન્ય રીતે હોસ્ટની ઓપરેટિંગ સિસ્ટમ એક હોસ્ટનેમ પસંદ કરે છે જેનો ઉપયોગ હોસ્ટ પોતાના માટે કરે છે.
નીચે આપવામાં આવેલી મર્યાદાનું પાલન થાય ત્યાં સુધી કોઇ પણ ડોમેઇન નેમ હોસ્ટનેમ પણ હોઇ શકે છે. ઉદાહરણ તરીકે "en.example.org" અને "example.org" હોસ્ટનેમ હોઇ શકે છે જો તેમને આપવામાં આવેલા આઇપી (IP) એડ્રેસ ધરાવતા હોય. "xyz.example.org" ડોમેઇન નેમ કદાચ હોસ્ટનેમ ન હોઇ શકે જો તે આઇપી (IP) એડ્રેસ ધરાવતું ન હોય, પરંતુ "aa.xyz.example.org" હોસ્ટનેમ હોઇ શકે છે. દરેક હોસ્ટનેમ ડોમેઇન નેમ હોય છે, પરંતુ તમામ ડોમેઇન નેમ હોસ્ટનેમ હોતા નથી.
આ પણ જુઓ
ફેરફાર કરો- ક્યુરી (CURIE) (કોમ્પેક્ટ યુઆરઆઇ (URI))
- એક્સ્ટેન્સિબલ રિસોર્સ આઇડેન્ટિફાયર (એક્સઆરઆઇ (XRI))
- ઇન્ટરનેશનલાઇઝ્ડ રિસોર્સ આઇડેન્ટિફાયર (આઇઆરઆઇ (IRI))
- યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર (યુઆરઆઇ (URI))
- યુઆરએલ (URL) નોર્મલાઇઝેશન
- યુઆરઆઇ (URI) સ્કીમ
સંદર્ભો
ફેરફાર કરો- ↑ આરએફસી (RFC) 3305 "યુઆરઆઇ (URI) પાર્ટિશનિંગ: યુઆરઆઇ (URI)ના પાર્ટિશનિંગ સ્પેસ અંગે વેબ સમુદાયમાં કેટલીક ગુંચવણ પ્રવર્તે છે ખાસ કરીને યુઆરએલ (URL), યુઆરએન (URN) અને યુઆરઆઇ (URI) અંગે. આ ગુંચવણ યુઆરઆઇ પાર્ટિશનિંગના બે વિવિધ મત વચ્ચે અસંગતતા અંગે છે જેને આપણે ક્લાસિક અને કન્ટેમ્પરરી (સમકાલિન) મત ગણીએ છીએ.”
- ↑ યુનિફોર્મ રિસોર્સ લોકેટર્સ (યુઆરએલ (URL))
- ↑ યુઆરએલ (URL) સ્પેસિફિકેશન
- ↑ ૪.૦ ૪.૧ Berners-Lee, Tim. "Frequently asked questions by the press". મેળવેલ 2010-02-03.
- ↑ Berners-Lee, Tim (1998). "Cool URIs don't change". W3C Style. W3C. મેળવેલ 5 October 2010.
- ↑ "Technology | Berners-Lee 'sorry' for slashes". BBC News. 2009-10-14. મેળવેલ 2010-02-14.
- ↑ આરએફસી (RFC) 1738
- ↑ "PHP parse_url() Function". મેળવેલ 2009-03-12.
- ↑ "યુઆરએલ (URL) સિન્ટેક્સ". મૂળ માંથી 2010-08-17 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-16.
- ↑ Berners-Lee, Tim (1994). "Uniform Resource Locators (URL)". IETF. મેળવેલ 20 November 2010. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ); Unknown parameter|month=
ignored (મદદ) - ↑ ટીમ બર્નેસ-લી, રોય ટી. ફિલ્ડિંગ, લેરી મેસિન્ટર. (જાન્યુઆરી 2005) “યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર (યુઆરઆઇ (URI)): જેનરિક સિન્ટેક્સ સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૩ ના રોજ વેબેક મશિન”. ઇન્ટરનેટ સોસાયટી. આરએફસી (RFC) 3986; એસટીડી (STD) 66.
- ↑ તેની પ્રાથમિક ઉપયોગ વ્યવસ્થા દ્વારા વર્ણન