યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાલતી અને વિવિધ સંદર્ભગ્રંથોનું પ્રકાશન કરતી સંસ્થા છે, જેની સ્થાપના ૧૯૭૦માં કરવામાં આવી હતી. આ સંસ્થા અમદાવાદ ખાતે આવેલી છે.
યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું મકાન | |
સ્થાપના | ૧૯૭૦ |
---|---|
સ્થાપક | કેન્દ્ર સરકાર |
પ્રકાર | સરકારી સંસ્થા |
કાયદાકીય સ્થિતિ | સક્રિય |
હેતુ | સંદર્ભ ગ્રંથોનું પ્રકાશન |
સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ | 23°01′12″N 72°33′05″E / 23.0198948°N 72.5515242°E |
માલિક | ગુજરાત સરકાર |
અધ્યક્ષ | ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા |
ઉપાધ્યક્ષ | નાગરાજન એમ. |
વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ |
પ્રાદેશિક ભાષાને પ્રોત્સાહન આપવાની અને યુનિવર્સિટી કક્ષાએ શિક્ષણ પરિક્ષણના માધ્યમ તરીકે પ્રાદેશિક ભાષા પ્રસ્થાપિત કરવાની રાષ્ટ્રવ્યાપી યોજના અમલમાં મૂકાઈ એ દરમિયાન કેન્દ્ર સરકારે દરેક રાજ્યમાં 'ગ્રંથ નિર્માણ બોર્ડ' સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. આ યોજના અનુસાર ગુજરાતમાં અમદાવાદ ખાતે ૧૯૭૦માં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. શરુઆતમાં આ સંસ્થાને પુસ્તક પ્રકાશન માટે કેન્દ્ર સરકાર તરફથી અનુદાન મળતું હતું, અને ૧૯૭૬થી ગુજરાત સરકાર આ સંસ્થાના સઘળા વહીવટીખર્ચની જવાબદારી સંભાળે છે.[૧]
આ સંસ્થા યુનિવર્સિટી કક્ષાએ ચાલતા વિવિધ કક્ષાના વિવિધ વિદ્યાશાખાના અભ્યાસક્રમોને અનુરૂપ સંદર્ભગ્રંથો તૈયાર કરવાનું કામ કરે છે. આ સંદર્ભગ્રંથો જે તે વિદ્યાશાખાના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ ગ્રંથો વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાતા હોઈ તેની કિંમત ઓછી રાખવામાં આવે છે.[૧]
ઈશ્વરભાઈ પટેલે આ સંસ્થાના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી.[૨]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ વ્યાસ, ચંપૂ (૨૦૦૧) [૧૯૮૧]. સાહિત્ય સંશોધનની પદ્ધતિ (બીજી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. પૃષ્ઠ v.
- ↑ Journal of the Oriental Institute, M.S. University of Baroda. 47–48. 1997. પૃષ્ઠ 309.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |