યુવા દિન એ દર વર્ષે ઉજવવામાં આવતા મહત્વના દિવસો પૈકીનો એક દિવસ છે. વિભિન્ન દેશોમાં અલગ અલગ દિવસે પોતાના દેશના યુવાનોની કોઈ મહત્વપૂર્ણ ગતિવિધીની સ્મૃતિ રુપે આ દિવસ મનાવવામાં આવતો હોય છે. જેને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આખા વિશ્વની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય યુવાદિન દર વર્ષે ૧૨મી ઓગસ્ટના દિવસે મનાવવામાં આવે છે.