યોગરાજસિંઘ (આખું નામ: યોગરાજસિંઘ ભાગસિંઘ બુંદેલ) ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. યોગરાજસિંઘનો જન્મ પચ્ચીસમી માર્ચ, ૧૯૫૮ના રોજ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ચંદીગઢ શહેરમાં થયો હતો. તેઓ ભારતીય ક્રિકેટ ટિમ વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧ (એક) ટેસ્ટ મેચ અને ૬ (છ) જેટલી એકદિવસીય મેચ રમ્યા હતા. તેઓ જમણેરી મધ્યમ ઝડપી ગેંદબાજ હતા. તેમણે ઈજાને કારણે ક્રિકેટની રમતમાંથી નિવૃત્તિ લેવી પડી હતી. ભારતીય ક્રિકેટ ટીમ વતી રમતા તેમજ 2007 વર્લ્ડ ટ્વેન્ટી20 માં તેમણે ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ છક્કા (દરેક દડા પર છગ્ગો) ફટકારવાનો વિક્રમ કરી ચુકેલા યુવરાજસિંઘ યોગરાજ સિંઘના પુત્ર છે.

યોગરાજસિંઘ
Cricket information
બેટિંગ શૈલીRight-handed batsman (RHB)
બોલીંગ શૈલીRight-arm fast medium (RFM)
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા Tests ODIs
મેચ
નોંધાવેલા રન ૧૦
બેટિંગ સરેરાશ ૫.૦૦ ૦.૫૦
૧૦૦/૫૦ 0/0 0/0
ઉચ્ચ સ્કોર
નાંખેલા બોલ ૧૫ ૪૦.૪
વિકેટો
બોલીંગ સરેરાશ ૬૩.૦૦ ૪૬.૫૦
ઇનિંગમાં ૫ વિકેટો 0
મેચમાં ૧૦ વિકેટો 0 n/a
શ્રેષ્ઠ બોલીંગ ૧/૬૩ ૨/૪૪
કેચ/સ્ટમ્પિંગ 0/0 0/0
Source: [૧], ત્રેવીસમી નવેમ્બર ૨૦૦૫

આ પણ જુઓ ફેરફાર કરો