રંગપુર (તા. ધંધુકા)
રંગપુર ગુજરાત, ભારતના ધંધુકા તાલુકામાં ખંભાતના અખાત અને કચ્છના અખાતની વચ્ચે આવેલું પુરાતત્વીય સ્થળ અને ગામ છે. તે સિંધુ ખીણની સંસ્કૃતિના સમયગાળાનું સ્થળ છે અને લોથલથી ઇશાન દિશામાં આવેલું છે.[૧]
સ્થાન | રંગપુર, ગુજરાત, ભારત |
---|---|
અક્ષાંસ-રેખાંશ | 22°26′N 71°55′E / 22.433°N 71.917°E |
પ્રકાર | રહેઠાણ |
ઇતિહાસ | |
સમયગાળો | હડપ્પા ૧ થી લોહ યુગ |
સંસ્કૃતિઓ | સિંધુ ખીણની સંસ્કૃતિ |
ખોદકામ
ફેરફાર કરો૧૯૩૫માં ભારતના પુરાતત્વીય વિભાગ (ASI) દ્વારા એમ. એસ. વાત્સ ની આગેવાની હેઠળ અહીં ખોદકામ થયું હતું. પછીથી, ગુર્યે (૧૯૩૯), દિક્ષિત (૧૯૪૭) અને એસ. આર. રાવ (૧૯૫૩-૫૫) વડે ASI હેઠળ ખોદકામ ચાલ્યું હતું.[૨] એસ. આર. રાવ દ્વારા આ સ્થળને ચાર સમયગાળાઓમાં ત્રણ ઉપ સમય ગાળાઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. એસ. આર. રાવ સમયગાળાને આ રીતે વર્ણવે છે.
- સમયગાળો ૧ - ઇ.સ. પૂર્વે ૩૦૦૦,
- સમયગાળો ૨ - હડપ્પીય: ઇ.સ. પૂર્વે ૨૦૦૧-૧૫૦૦,
- સમયગાળો ૨બી - પાછલો હડપ્પીય: ઇ.સ. પૂર્વે ૧૫૦૦-૧૧૦૦,
- સમયગાળો ૨સી - હડપ્પાનો ફેરફારનો ગાળો: ઇ.સ. પૂર્વે ૧૧૦૦-૧૦૦૦,
- સમયગાળો ૩ - ઇ.સ. પૂર્વે ૧૦૦૦-૮૦૦.[૨]
સ્થાપત્ય અને નગર આયોજન
ફેરફાર કરોરંગપુરમાં બાંધકામ, સાધનો અને લાકડાની વસ્તુઓ માટે બાવળનું લાકડું ઉપયોગ કરવામાં આવ્યું હતું.[૩]
શોધખોળ
ફેરફાર કરોકાળા અને લાલ મણકાં ધરાવતી થાળીઓ અને મોટા ગળાની બરણીઓ અહીંથી મળી છે.[૪] શંખ કામના પુરાવાઓ અહીંથી મળ્યા છે.[૫]
ખેતી
ફેરફાર કરોરંગપુરમાંથી અનાજનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. બાજરી,[૬]ચોખા[૭](સમયગાળો ૨એ), બાજરી (સમયગાળો એચ૧) મળી આવ્યા હતા.[૮]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ History of Ancient and Early Medieval India, by Upinder Singh
- ↑ ૨.૦ ૨.૧ "Excavations - Important - Gujarat". asi.nic.in. મૂળ માંથી 2007-12-12 પર સંગ્રહિત. મેળવેલ 2020-06-25.
- ↑ McIntosh, Jane.(2008) The Ancient Indus Valley : New Perspectives.
- ↑ Archaeological Survey of India Publication: Indian Archeology 1955-56.
- ↑ Singh, Upinder (૨૦૦૮). A history of ancient and early medieval India : from the Stone Age to the 12th century. New Delhi: Pearson Education. પૃષ્ઠ ૧૬૪. ISBN 9788131711200.
- ↑ McIntosh, Jane.(2008) The Ancient Indus Valley : New Perspectives.
- ↑ History of Ancient and Early Medieval India, by Upinder Singh
- ↑ Bridget and Raymond Allchin (1968) The Rise of Civilisaton in India and Pakistan.
પૂરક વાચન
ફેરફાર કરો- Shikaripur Ranganatha Rao; Braj Basi Lal (૧૯૬૦). Excavation at Rangpur and Other Explorations in Gujarat.