કચ્છનો અખાત

કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચે આવેલો અખાત

Coordinates: 22°36′N 69°30′E / 22.600°N 69.500°E / 22.600; 69.500

કચ્છનો અખાત ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં કચ્છ જિલ્લા તેમ જ પોરબંદર જિલ્લા વચ્ચે આવેલો અખાત છે.

કચ્છનો અખાત (ડાબે). ચિત્ર: નાસા
૧૮૯૬માં કચ્છનો અખાત

આ અખાતની પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે, આમ આ અખાત અરબી સમુદ્રનો જ એક ભાગ છે. આ દરિયાકીનારો કચ્છના અખાત અને ખંભાતના અખાતથી બનેલો છે. કચ્છનો અખાત દરરોજ આવતી ભરતી માટે જાણીતો છે.[] કચ્છના અખાતની મહત્તમ ઊંડાઇ 401 feet (122 m) છે.[સંદર્ભ આપો] આ વિસ્તાર તેની ઊંચી ભરતી માટે જાણીતો છે એટલે વિદ્યુત ઉત્પાદન માટેનું આદર્શ સ્થળ છે. કચ્છનો અખાત લંબાઇમાં 99 kilometres (62 mi) છે અને ગુજરાતના કચ્છ અને કાઠિયાવાડને જુદાં પાડે છે. રુકમાવતી નદી અરબી સમુદ્રમાં અહીં મળે છે. તેની દક્ષિણે ખંભાતનો અખાત અને ઉત્તરે કચ્છનું મોટું રણ આવેલું છે.

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો

જીવસૃષ્ટિ

ફેરફાર કરો

કચ્છના અખાતમાં મીઠાપુર નજીક સૌ પ્રથમ પરવાળાં બગીચો (કોરલ ગાર્ડન) બનાવવામાં આવશે. વિવિધ પ્રકારની પરવાળાં સૃષ્ટિ ગોઠવવામાં આવશે અને પર્યટન માટે તે વિકસાવવામાં આવશે. આ કાર્ય ગુજરાત રાજ્ય વન વિભાગ, વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને ટાટા કેમિકલ્સના સંયુક્ત પ્રયત્નોથી કરવામાં આવશે.[]

  1. Tidal study, Atlantis Resources
  2. "India's First 'Coral Garden' to be Set up in Gujarat". Press Trust of India. ૩ સપ્ટેમ્બર ૨૦૧૪.