રજત શર્મા (જન્મ 18 ફેબ્રુઆરી 1957) એ ભારત ટીવીના અધ્યક્ષ અને મુખ્ય સંપાદક છે.[૧] તેઓ પ્રખ્યાત ટીવી શો "આપ કી અદાલત" ના એન્કર અને શોધક છે. તેઓ દિલ્હી ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પૈકી એક હતા. પત્રકારત્વ ક્ષેત્રમાં ફાળો આપવા બદલ ૨૦૧૫માં તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.[૨]

રજત શર્મા
ઇન્ડિયા ટીવી કાર્યક્રમ માં રજત શર્મા
જન્મની વિગત (1957-02-18) 18 February 1957 (ઉંમર 67)
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ સંસ્થાશ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (એમ.કોમ )
વ્યવસાયદિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ , પત્રકાર, ઈન્ડિયા ટીવી ના અધ્યક્ષ
જીવનસાથીરીતુ ધવન (m. ૧૯૯૭)
પુરસ્કારોપદ્મભૂષણ (૨૦૧૫)

પ્રારંભિક જીવન ફેરફાર કરો

શર્માનો જન્મ દિલ્હીના સબઝી મંડિમાં થયો હતો. તેઓ પોતાના ૬ ભાઈઓ અને ૧ બહેનમાં સૌથી મોટા હતા. તેઓ દિલ્હીના નાના ઓરડામાં રહેતા હતા. તેમણે સ્કૂલનું શિક્ષણ કેરોલબાગની રામજસ સ્કૂલથી કર્યું હતું. તેમણે શ્રી રામ કોલેજ કોમર્સ (એસઆરસીસી) થી ઉચ્ચ અભ્યાસ કર્યો અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા.[૩] ૧૯૯૭માં તેમણે રીતુ ધવન સાથે લગ્ન કર્યા.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Rajat Sharma, Chairman and editor-in-chief, India TV: 2017 promises positivity for news genre". The Financial Express (અંગ્રેજીમાં). 2016-12-27. મેળવેલ 2020-05-12.
  2. Kumari, Surbhi (2019-03-23). "India TV Chairman Rajat Sharma gives success tips to students of K.C. College, Mumbai". www.indiatvnews.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-05-12.
  3. rajatsharma56. "Rajat Sharma's personal and professional life –rajatsharma.in". Rajat Sharma. મેળવેલ 2020-05-12.