રણછોડજી દીવાન રજવાડા સમયમાં જુનાગઢ રાજના નવાબના દિવાન હતા અને કવિ પણ હતા. વિક્રમ સંવત ૧૮૭૮માં તેઓ હયાત હોવાની નોંધ કવિ દલપતરામે તેમના પુસ્તક ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસમાં કરે છે. રણછોડજી વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ્યા હતા. તેમણે ચંડીપાઠ પર સારી છંદબદ્ધ રચના કરી છે અને ઉર્દૂ ભાષામાં પણ તેમણે ગ્રંથ લખ્યા છે. અને રેખતા, ઠુમરી વગેરે રાગમાં ગાવાની કવિતા પણ તેમણે રચેલી છે. એ કવિ પોતાના શ્રીમંતપણા કરતાં અને દીવાનગીરી કરતાં પણ કવિતાઓને કારણે વધુ જાણીતા હતા.

સ્રોત ફેરફાર કરો