રણ બિલાડી
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
રણ બિલાડી કે 'આફ્રિકન રાની બિલાડી' (એટલે કે જંગલી બિલાડી) તરીકે ઓળખાતું આ પ્રાણી વધુતો આફ્રિકા અને મધ્યપૂર્વમાં જોવા મળે છે.જે 'જંગલી બિલાડી'ની એક પ્રજાતી છે.
રણ બિલાડી | |
---|---|
આફ્રિકન રાની બિલાડી | |
સ્થાનિક નામ | રણ બિલાડી,રાની બિલાડી |
અંગ્રેજી નામ | DESERT CAT |
વૈજ્ઞાનિક નામ | Felis lybica |
લંબાઇ | ૮૦ થી ૯૦ સેમી.(૨૫ સેમી.પુંછડી સાથે) |
ઉંચાઇ | ૩૦ સેમી. |
વજન | ૩ થી ૪ કિલો |
ગર્ભકાળ | ૪૫ દિવસ |
દેખાવ | આછા સોનેરી રંગનાં શરીર પર ભૂખરા-રાખોડી-કાળા ટપકા તેમજ પગ અને પુંછડી તથા પીઠ પર સમાંતર પટ્ટા હોય છે. |
ખોરાક | પક્ષીઓ,સરિસૃપ,મોટા જીવડા |
વ્યાપ | ગુજરાતમાં વેળાવદર,કચ્છ,નારાયણ સરોવર તથા સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારો અને તદઉપરાંત રાજસ્થાનમાં. |
રહેણાંક | રણ વિસ્તારનાં જંગલમાં બખોલ બનાવી રહે છે. |
ઉપસ્થિતિ ના ચિન્હો | રણમાં આવેલ ઝાડીઓમાં દર-બખોલ પરથા જાણી શકાય છે. |
નોંધ આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૮ ના આધારે અપાયેલ છે. |
વર્તણૂક
ફેરફાર કરોસામાન્ય રીતે દિવસનાં બખોલમાં રહે છે,રાત્રે શિકાર માટે બહાર આવે છે.કચ્છનાં નાના-મોટા રણમાં ક્યારેક જોવા મળે છે.
વિકિમીડિયા કૉમન્સ પર African Wildcat વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.