રમેશ ર. દવે
રમેશ ર. દવે (જન્મ: ૧ સપ્ટેમ્બર ૧૯૪૭; ઉપનામ: તરુણપ્રભસૂરિ) ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક છે.
રમેશ ર. દવે | |
---|---|
રમેશ ર. દવે ૨૦૧૩માં | |
જન્મ | રમેશ રતિલાલ દવે September 1, 1947 ખંભલાવ, લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો |
ઉપનામ | તરુણપ્રભસૂરિ |
વ્યવસાય | નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
સંબંધીઓ | મનુભાઈ પંચોળી (મામા) |
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા | |
શોધ નિબંધ | ગુજરાતી નવલકથામાં પાત્રનિરૂપણ (૧૯૮૨) |
માર્ગદર્શક | ચીમનલાલ ત્રિવેદી |
જીવન
ફેરફાર કરોરમેશ ર. દવેનો જન્મ ૧ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ખંભલાવ ગામમાં થયો હતો. તેઓ ચુડા તાલુકાના (સુરેન્દ્રનગર) નાગનેશ ગામના વતની છે. તેમની માતાનું નામ અનુબહેન અને પિતાનું નામ રતિલાલ દવે છે. તેમના માતા સણોસરા (ભાવનગર)માં શિક્ષિકા હતાં આથી તેમણે પ્રાથમિક શિક્ષણ ત્યાં જ લીધું. માધ્યમિક શિક્ષણ તેમણે પોતાના મામા મનુભાઈ પંચોળી 'દર્શક' પાસે 'ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા', અંબાલા ખાતેથી પ્રાપ્ત કર્યું. ૧૯૬૮માં તેમણે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા ખાતેથી હિન્દી વિષય સાથે સ્નાતકની ઉપાધી મેળવી અને ૧૯૭૨માં આ જ વિષય સાથે ભાવનગરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની ઉપાધી મેળવી. ૧૯૮૩માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ચીમનલાલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ 'ગુજરાતી નવલકથામાં પાત્રનિરૂપણ' વિષય પર પીએચ.ડીની પદવી મેળવી.[૧][૨][૧]
તેઓ અમદાવાદ ખાતે રહે છે.[૨]
સાહિત્યિક કાર્ય
ફેરફાર કરોતેમણે પોતાની લેખન પ્રવૃત્તિનો પ્રારંભ લઘુકથા અને ટૂંકીવાર્તા લખવાથી કર્યો હતો. તેમની પ્રથમ વાર્તા 'ગોરેનંદ યશોદા ગોરી' મે ૧૯૬૯માં કુમાર સામયિકમાં પ્રગટ થઈ હતી, પરંતુ તેમની પ્રથમ ધ્યાનપાત્ર કૃતિ ૧૯૮૪માં પ્રગટ થયેલ નવલકથા 'પૃથિવી' હતી.[૧]
હિન્દી લેખક પરમાનંદ શ્રીવાસ્તવ દ્વારા મલિક મોહમ્મદ જાયસી વિશેના પુસ્તક 'જાયસી'નો હિન્દીમાંથી ગુજરાતીમાં તે જ શિર્ષક હેઠળ અનુવાદ કરેલ છે જે ૧૯૯૬માં પ્રકાશિત થયો હતો.[૩]
કૃતિઓની યાદી
ફેરફાર કરોનવલકથા
- પૃથિવી (૧૯૮૪)
- સમજપૂર્વક (૧૯૮૯)
- સથવારો (૧૯૯૦)
- કોશિશ (૧૯૯૫)
- સંશય (૨૦૦૪)
ટૂંકી વાર્તા
- શબવત્ (૧૯૯૫)
- જલાવરણ (૨૦૦૧)
- તથાસ્તુ (૨૦૦૮)
- ગોધૂલિવેળા (૨૦૧૧)
- ખંડિયેર (૨૦૧૪)
નિબંધ
- જળમાં લખવાં નામ (૧૯૯૮)
- માનસી હે પ્રિય (૧૯૯૯)
વિવેચન
- ગુજરાતી નવલકથામાં પાત્રનિરૂપણ, ખંડ ૧,૨,૩ (૧૯૮૫, '૮૫, '૮૮)
- નવલકથાકાર દર્શક (૧૯૮૯)
સન્માન
ફેરફાર કરોતેમની નવલકથા, ટૂંકી વાર્તા અને નિબંધના પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિકો પ્રાપ્ત થયેલાં છે.[૧] તેમનો વાર્તાસંગ્રહ ખંડિયેર (૨૦૧૪) સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૨૦) માટે વિચારણીય કૃતિ (shortlisted) તરીકે પસંદગી પામ્યો હતો.[૪]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ રાવલ, અજય (November 2018). દેસાઈ, પારૂલ કંદર્પ (સંપાદક). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (૧૯૩૬થી ૧૯૫૦): સ્વાતંત્ર્યોત્તર યુગ-૨. 8 (ખંડ ૨). અમદાવાદ: કે. એલ. સ્ટડી સેન્ટર, ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૧૫૮–૧૬૫. ISBN 978-81-939074-1-2.
- ↑ ૨.૦ ૨.૧ Dutt, Kartik Chandra (1999). Who's who of Indian Writers, 1999: A-M. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 298. ISBN 978-81-260-0873-5.
- ↑ Rao, D. S. (2004). Five Decades: The National Academy of Letters, India : a Short History of Sahitya Akademi. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 51. ISBN 978-81-260-2060-7.
- ↑ "Sahitya Akademi Award 2020" (PDF). Sahitya Akademi. 12 March 2021. મૂળ સંગ્રહિત (PDF) માંથી 13 March 2021 પર સંગ્રહિત. મેળવેલ 13 March 2021.