રાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ

મેહરાનગઢ કિલ્લા, જોધપુર, રાજસ્થાનમાં આયોજિત પરંપરાગત લોક સંગીત અને કળાને પ્રોત્સાહન આપવા માટે વ

રાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ અથવા જોધપુર લોક ઉત્સવ એ પરંપરાગત લોક સંગીત અને કલાને પ્રોત્સાહન આપવા માટે આયોજિત વાર્ષિક સંગીત અને કલા ઉત્સવ છે જેનું આયોજન મેહરાનગઢ કિલ્લો, જોધપુર, રાજસ્થાન ખાતે કરવામાં આવે છે.[][]

રાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ
૨૦૦૯માં મેહરાનગઢ કિલ્લા ખાતે કલા પ્રદર્શન કરતું જૂથ
પ્રકારલોક સંગીત, ફ્યુઝન સંગીત
તારીખશરદ પૂર્ણિમા, ઓક્ટોબર
સ્થાનમેહરાનગઢ કિલ્લો, જોધપુર
સક્રિય વર્ષો૨૦૦૭ — વર્તમાન
સ્થાપકોમહેરાનગઢ મ્યુઝિયમ ટ્રસ્ટ,
જયપુર વિરાસત ફાઉન્ડેશન
વેબસાઇટwww.jodhpurriff.org

આ મહોત્સવનું આયોજન સૌ પ્રથમ ઓક્ટોબર ૨૦૦૭માં મેહરાનગઢ મ્યુઝિયમ ટ્રસ્ટ અને જયપુર વિરાસત ફાઉન્ડેશન વચ્ચે બિન-નફાકારક ભાગીદારી તરીકે કરવામાં આવ્યું હતું.[][] આ તહેવાર વર્ષના સૌથી તેજસ્વી પૂનમના સમય (જેને ઉત્તર ભારતમાં શરદ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે) સાથે મેળ ખાય તે માટે સમય બદ્ધ છે. આ તહેવારના મુખ્ય આશ્રયદાતા મહારાજા ગજ સિંહ છે. આ તહેવાર મેહરાનગઢ કિલ્લા માં અને તેની આસપાસ આયોજિત કરવામાં આવે છે.[]

કાર્યક્રમો

ફેરફાર કરો

આ મહોત્સવ દ્વારા ભારત તેમજ વિશ્વના તમામ લોક કલાકારો અને સંગીતકારોને ખુલ્લુ મંચ પ્રદાન કરવાની યોજના છે. રાજસ્થાન અને અન્ય સ્થળોએથી લગભગ ૨૫૦ સંગીતકારો અને કલાકારો આ ઉત્સવમાં ભાગ લે છે.[]

આ મહોત્સવને યુનેસ્કો "પીપલ્સ પ્લેટફોર્મ ફોર ક્રિએટિવિટી એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ" તરીકે ટેકો આપે છે.[][] ૨૦૧૨ અને ૨૦૧૩માં સોંગલાઇન્સ સામ્યિકે તેને શ્રેષ્ઠ ૨૫ આંતરરાષ્ટ્રીય તહેવારોમાંનો એક ગણાવ્યો હતો.[][]

૨૦૧૩ની આવૃત્તિ

ફેરફાર કરો

આ તહેવારની ૨૦૧૩ની આવૃત્તિનો વિષય મેહરાનગઢ કિલ્લાનો પ્રાચીન ઇતિહાસ હતો,[] જેને ટાઇમ સામયિક દ્વારા એશિયાના શ્રેષ્ઠ કિલ્લા તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.[] વર્ષના વિશેષ પ્રદર્શનમાં અફઘાની રુબાબ[upper-alpha ૧] વાદક દાઉદ ખાન સાદોઝાઈ, મારવાડના માંગણિયારની સંસ્કૃતિ પરના સત્રો, દિલશાદ ખાન સાથે રાજસ્થાની કલાકારો અને મનુ ચાઓનો સમાવેશ થાય છે.[][]

૨૦૧૫ની આવૃત્તિ

ફેરફાર કરો

રાજસ્થાન આંતરરાષ્ટ્રીય લોક મહોત્સવ તેની નવમી આવૃત્તિ ૨૩ થી ૨૭ ઓક્ટોબર સુધી ઉજવી હતી. આ વર્ષે ગ્રેમી એવોર્ડ વિજેતા વોટર કેલરમેન અને યોસી ફાઇને તેમનું સંગીત રજૂ કર્યું હતું.[]

  1. રુબાબ એ અફઘાનિસ્તાનનું રાષ્ટ્રીય સંગીત સાધન છે
  1. ૧.૦ ૧.૧ ૧.૨ UNESCO New Delhi. "UNESCO Partners the Second Rajasthan International Folk Festival RIFF 2008". મેળવેલ 2014-03-20. CS1 maint: discouraged parameter (link)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ Rajesh, Suganyasree (2013-12-22). "Pinkcity Guide to Jaipur". Pinkcity.com. મૂળ માંથી 2014-03-20 પર સંગ્રહિત. મેળવેલ 2014-03-20. CS1 maint: discouraged parameter (link)
  3. ૩.૦ ૩.૧ Jodhpur RIFF. "Jodhpur RIFF". મૂળ માંથી 2013-08-10 પર સંગ્રહિત. મેળવેલ 2014-03-20. CS1 maint: discouraged parameter (link)
  4. "2012 Songlines best 25". Songlines (magazine)]]. 2012-03-22. મૂળ માંથી 2013-12-29 પર સંગ્રહિત. મેળવેલ 2014-03-20. CS1 maint: discouraged parameter (link)
  5. "Songlines best 25". Songlines (magazine). 2013-03-07. મૂળ માંથી 2014-02-08 પર સંગ્રહિત. મેળવેલ 2014-03-20. CS1 maint: discouraged parameter (link)
  6. Krich, John (2007). "Time best of asia". Time magazine. મૂળ માંથી 2014-03-20 પર સંગ્રહિત. મેળવેલ 2014-03-20. CS1 maint: discouraged parameter (link)
  7. "Wild city music guide". wild city. 2013-10-21. મૂળ માંથી 2014-03-20 પર સંગ્રહિત. મેળવેલ 2014-03-20. CS1 maint: discouraged parameter (link)
  8. "Jodhpur RIFF: Presenting new form of music". NEWS 18. 2015-10-09. મૂળ સંગ્રહિત માંથી 2015-10-09 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-09. CS1 maint: discouraged parameter (link)