રાણીનો હજીરો

ગુજરાતના અમદાવાદામાં માણેકચોકમાં આવેલી કબરોનો સમૂહ

રાણીનો હજીરો જે મુગલાઇ બીબીનો મકબરો અથવા અહમદ શાહની રાણીઓની કબર તરીકે પણ જાણીતો છે તે અમદાવાદના માણેક ચોકમાં આવેલો કબરોનો સમૂહ છે.

રાણીનો હજીરો
અહમદશાહ પ્રથમની રાણીઓની કબર
ધર્મ
જોડાણઇસ્લામ
જિલ્લોઅમદાવાદ જિલ્લો
સ્થિતિસક્રિય
સ્થાન
સ્થાનમાણેક ચોક, અમદાવાદ
નગરપાલિકાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાજ્યગુજરાત
રાણીનો હજીરો is located in ગુજરાત
રાણીનો હજીરો
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ23°01′26″N 72°35′21″E / 23.0237592°N 72.5890972°E / 23.0237592; 72.5890972
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારમસ્જિદ અને કબર
સ્થાપત્ય શૈલીભારતીય-ઇસ્લામિક સ્થાપત્ય
પૂર્ણ તારીખઆશરે ૧૪૪૦

ઇતિહાસ અને સ્થાપત્ય

ફેરફાર કરો

રાણીનો હજીરો માણેક ચોકમાં અહમદ શાહની કબરની પૂર્વમાં આવેલો છે. આ બાંધકામ જમીનથી ઉંચું છે અને દરવાજા વાળું છે. તેની દિવાલો કોતરણી વાળા પથ્થરોની બનેલી છે. ૩૬.૫૮ મીટરનું ચોરસ પ્રાંગણ કદાચ ૧૪૪૫ની સાલમાં બનેલ છે. પ્રાંગણમાં પથ્થરોની બનેલી અહમદશાહ પ્રથમની અને ગુજરાત સલ્તનતના અન્ય શાસકોની રાણીઓની કબરો આવેલી છે. આ કબરો કોતરણી વાળી છે અને તેમાં મીના અને ધાતુની જડિત કોતરણી કરેલ છે.

મુખ્ય કબર મુઘલાઇ બીબી, મહંમદ શાહ બીજાની પત્નિ અને મહમદ બેગડાની માતાની છે. તે સફેદ આરસની છે અને તેની ઉપર ફારસી ભાષામાં લખાણ લખેલું છે. બાજુની કબર કાળા પથ્થરની છે અને તે મિરકી અથવા મુરકી બીબી, શાહ-એ-આલમની પત્નિની છે, જે રાણીની બહેન અને સિંધના જામની દીકરી હતી. આ કબરો ઉત્તમ કોતરણી ધરાવે છે, જે અહમદ શાહ પહેલાના વખતમાં પ્રચલિત થઇ હતી. પથ્થરો પરની કારીગિરી અને કોતરણી હિંદુ, જૈન અને મુસ્લિમ સ્થાપત્ય શૈલીઓની અસરો ધરાવે છે. કબરોની દેખરેખ રાખવા માટે હજિરાની અંદર કેટલાંક મુસ્લિમ પરિવારો વસે છે.[][][]

આ વિસ્તારની આજુ-બાજુનો વિસ્તાર હવે સ્ત્રીઓનાં વસ્ત્રો, ઝવેરાત અને વસ્તુઓનું બજાર છે. ગરબાના પરંપરાગત વસ્ત્રો પણ અહીં મળે છે. ઘણાં પ્રકારના મુખવાસોની દુકાનો અહીં આવેલી છે.[]

  1. Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. પૃષ્ઠ ૨૭૨.
  2. "Ahmedabad: Two marble tombs of the Queens of Ahmed Shah". British Library. મૂળ માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ ડિસેમ્બર ૨૦૧૪.
  3. ૩.૦ ૩.૧ Desai, Anjali H., સંપાદક (૨૦૦૭). India Guide Gujarat. India Guide Publications. પૃષ્ઠ ૯૩–૯૪. ISBN 9780978951702.

ગ્રંથસૂચિ

ફેરફાર કરો
  • આ પાનું Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. પૃષ્ઠ ૨૭૨. માંથી પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે.

બાહ્ય કડી

ફેરફાર કરો