રામદાસ ગાંધી
રામદાસ મોહનદાસ ગાંધી (૨ જાન્યુઆરી ૧૮૯૭ – ૧૪ એપ્રિલ ૧૯૬૯) મોહનદાસ કરમચંદ ગાંધીના ત્રીજા પુત્ર હતા.[૧] તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો.[૨] તેમને અને તેમની પત્ની નિર્મલાને ત્રણ બાળકો હતા; સુમિત્રા ગાંધી, કનુ ગાંધી અને ઉષા ગાંધી. તેઓ તેમના પિતાની ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિય હતા.[૩]
રામદાસ ગાંધી | |
---|---|
જન્મની વિગત | રામદાસ મોહનદાસ ગાંધી 2 January 1897 નાતાલ વસાહત, દક્ષિણ આફ્રિકા |
મૃત્યુ | 14 April 1969 | (ઉંમર 72)
રાષ્ટ્રીયતા | ભારતીય |
જીવનસાથી | નિર્મલા |
સંતાનો | ૩, કનુ |
માતા-પિતા |
|
સંબંધીઓ | હરિલાલ, મણિલાલ, દેવદાસ (ભાઈઓ) |
તેમણે ૧૯૩૦ના દાયકામાં થયેલા કઠોર નાગરિક વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. વારંવાર જેલમાં રહેવાથી તેમની તબિયત પર ગંભીર અસરો પડી હતી. [૪] તેઓ ક્યારેય તેમના પિતા દ્વારા લાદવામાં આવેલી આદર્શવાદી ગરીબી સાથે સમાયોજીત (ઍડજસ્ટ) થઈ શક્યા નહી.[૩]
મહાત્મા ગાંધીની અંતિમ ઈચ્છા પ્રમાણે પિતાના અંતિમ સંસ્કાર વખતે રામદાસ ગાંધીએ જ અગ્નિસંસ્કાર શરૂ કરવા માટે આગ પ્રગટાવી હતી.[૫] અંતિમ સંસ્કાર વખતે તેમની સાથે તેમના નાના ભાઈ દેવદાસ ગાંધી પણ જોડાયા હતા.
૧૯૬૯માં ૭૨ વર્ષની વયે તેમનું અવસાન થયું.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Four sons of Mohandas Gandhi and Kasturba Gandhi". INDIAN CULTURE (અંગ્રેજીમાં). મેળવેલ 2021-04-16.
- ↑ University, © Stanford; Stanford; California 94305 (2016-06-15). "To Ramdas M. Gandhi". The Martin Luther King, Jr., Research and Education Institute (અંગ્રેજીમાં). મેળવેલ 2021-04-25.
- ↑ ૩.૦ ૩.૧ Posted by Prof. Dr. Yogendra Yadav on June 20, 2012 at 2:24am; Blog, View. "Mahatma Gandhi and his son Ramdas-I". gandhiking.ning.com (અંગ્રેજીમાં). મેળવેલ 2021-04-25.
- ↑ Posted by Prof. Dr. Yogendra Yadav on June 20, 2012 at 4:39am; Blog, View. "Mahatma Gandhi and his son Ramdas-II". gandhiking.ning.com (અંગ્રેજીમાં). મેળવેલ 2021-04-25.
- ↑ "Ramdas Gandhi lights the funeral pyre of his father, Indian political..." Getty Images (અંગ્રેજીમાં). મેળવેલ 2021-04-25.