રામલીલા
ઉત્તર ભારતમાં પ્રચલિત લોકનાટય સ્વરૂપ
રામલીલા એ એક લોકનાટ્ય સ્વરૂપ છે. ગુજરાત અને મોટાભાગે ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રચલિત આ લોક નાટ્યનું સ્વરૂપ પરંપરાગત મનોરંજન, શિક્ષણ અને ધાર્મિક આસ્થાનું સ્વરૂપ રહ્યું. રામાયણ અને મહાભારત ના બહુ પ્રચલિત પ્રસંગોને આવરી લેતી કથાવસ્તુને ધ્યાનમાં રાખી તેને ‘રામલીલા’ માં રજૂ કરવામાં આવે છે. ભવ્ય મંડળ, પરંપરાગત દિવ્ય આભૂષણો-પોશાક અને પ્રસંગ અનુરૂપ શસ્ત્રો દ્વારા પ્રસંગોને આબેહૂબ રજૂ કરવામાં કલાકારો નિપૂણ હોય છે. સામાન્ય રીતે સમીસાંજથી શરૂ થતો આ નાટ્ય પ્રયોગ ‘રામલીલા’ મોડી રાત સુધી ચાલતો હોય છે. ધાર્મિક મહત્વ ધરાવતા આ લોકનાટ્યના પ્રયોગો ગ્રામીણ વિસ્તારોમાં ઘણા પ્રચલિત છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |