રામસણ તીર્થ
રામસણ તીર્થ એક જૈન તીર્થ છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા તાલુકામાં આવેલું છે. આ તીર્થ ડીસા અને ધાનેરાને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા રમુણ ગામથી ૫ કિલોમીટર પશ્ચિમમાં આવેલા રામસણ ગામમાં આવેલ છે.
અતિ પ્રાચીન અવશેષો ધરાવતું આ જૈન તીર્થના જિર્ણોદ્ધારનું કાર્ય આશરે ૨૨૦૦ વર્ષ પૂર્વે સંપ્રતિ રાજાએ જિનબિંબ ભરાવી કરાવ્યું હતું. દસમી સદીમાં પણ રામસેન્યના મહારાજા રધુસેન દ્વારા સંવંત ૧૦૮૪માં જૈનાચાર્ય સંધદેવસુરી મહારાજના હસ્તે અહીંના દેરાસરનો જિર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. એ સમયે રામસણ જહોજલાલીપૂર્ણ નગર હતું. મુસ્લિમ બાદશાહોના સમયમાં આ નગર તોડવામાં આવ્યું હતું. તે વખતે દેરાસરનું રક્ષણ કરતાં રાજપુત ક્ષેમસિંહે શહીદી વહોરી હતી. કાળક્રમે બચેલા આ એક ભવ્ય દેરાસરનો જિર્ણોધ્ધાર અને પ્રતિષ્ઠા રામસણ જૈન સંઘ દ્વારા કરવામાં આવી હતી. દશમી સદીમાં અહીંથી નજીકમાં આવેલા ડુવા તીર્થ અને ભીલડીયાજી તીર્થ એમ ત્રણેય તીર્થને જોડતા ૫૦ કીલોમીટર જેટલો લાંબો ભુમિમાર્ગ ભોયરૂં હતું[૧].
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-08-29 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-06.