રાયબરેલી (અંગ્રેજી ભાષા: Raebareli, હિંદી ભાષા: रायबरेली, ઉર્દૂ ભાષા: رائے بریلی,) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના રાયબરેલી જિલ્લાનું મુખ્ય મથક છે.

રાયબરેલી શહેર સાઇ નદીના કિનારે, લખનૌથી દક્ષિણપૂર્વ દિશામાં ૮૨ (બ્યાસી) કિલોમીટર (૫૦ માઇલ)ના અંતરે આવેલું છે. આ ઐતિહાસિક શહેર અહીં આવેલાં સ્થાપત્યો માટે જાણીતું છે, જે પૈકી મુખ્ય છે રાયબરેલીનો મજબૂત અને વિશાળ કિલ્લો કે જે ઇ. સ. ૧૪૦૩માં બાંધવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક કિલ્લો ૨ (બે) ફુટ લાંબી, ૧ (એક) ફુટ જાડી અને ૧.૫ (દોઢ) ફુટ પહોળી ઇંટો વડે ચણવામાં આવેલો છે.[]

સંદર્ભો

ફેરફાર કરો