રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક ભારતીય દક્ષિણપંથી (જમણેરી) વિચારધારા ધરાવતી, હિન્દુ રાષ્ટ્રવાદી, સ્વયંસેવકોની સંસ્થા છે. ૨૧મી સદીમાં, તે સભ્યપદની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી અને સૌથી વધુ દક્ષિણપંથી (જમણેરી) સંસ્થા છે. તે એક મોટા સંગઠનોનું મૂળ છે તેમજ તેમનું નેતૃત્વ કરે છે, જેને સંઘ પરિવાર તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય સમાજની બધી જગ્યાએ સંઘ પરિવારે તેમની હાજરી વિકસાવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી, કે જે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સત્તારૂઢ રાજકીય પક્ષ સામેલ છે. આર.એસ.એસ. ના સરસંઘચાલક માર્ચ, ૨૦૦૯થી મોહન ભાગવત છે.
ટૂંકું નામ | આર.એસ.એસ. |
---|---|
સ્થાપના | ૨૭ સપ્ટેમ્બર ૧૯૨૫ |
સ્થાપક | કે. બી. હેડગેવાર |
પ્રકાર | જમણેરી |
કાયદાકીય સ્થિતિ | સક્રિય |
હેતુ | હિંદુ રાષ્ટ્રવાદ અને હિંદુત્વ[૧] |
મુખ્યમથકો | ડો. હેડગેવાર ભવન, સંઘ બિલ્ડીંગ રોડ, નાગપુર, મહારાષ્ટ્ર, ૪૪૦૦૩૨ |
અક્ષાંશ-રેખાંશ | 21°08′46″N 79°06′40″E / 21.146°N 79.111°E |
આવરેલો વિસ્તાર | ભારત |
Membership | |
સરસંઘસંચાલક | મોહન ભાગવત |
સરકાર્યવાહ | દત્રાત્રય હોસબોલે |
જોડાણો | સંઘ પરિવાર |
વેબસાઇટ | www |
૨૭ સપ્ટેમ્બર, ૧૯૨૫ના રોજ સ્થપાયેલી આ સંસ્થાની શરૂઆતની પ્રેરણા હિંદુ સમુદાયને એકતાંતણે બાંધવા અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવા માટે ચારિત્ર્ય તાલીમ પૂરી પાડવાની અને "હિન્દુ શિસ્ત" કેળવવાની હતી. આ સંગઠનનો હેતુ હિન્દુ સમુદાયને "મજબૂત" બનાવવા માટે હિન્દુત્વની વિચારધારાનો ફેલાવો કરવાનો છે અને ભારતીય સંસ્કૃતિ અને તેના સભ્યતાના મૂલ્યોને જાળવવાના આદર્શને પ્રોત્સાહન આપવાનો છે. બીજી તરફ, આર.એસ.એસ. ને "હિન્દુ સર્વોપરિતાના આધાર પર સ્થાપિત" તરીકે વર્ણવવામાં આવ્યું છે અને તેના પર લઘુમતીઓ વિરોધી (ખાસ કરીને મુસ્લિમ સમુદાય) પ્રવૃત્તિઓની અસહિષ્ણુતાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ઉદ્દેશો અને હેતુઓ
ફેરફાર કરોસંઘનો મુખ્ય ઉદ્દેશ તેના કાર્યકરો દ્વારા હિંદુ સમાજની ઘરોહરની રક્ષા અને હિંદુ સમાજમા એકતા દ્વારા રાષ્ટ્રઘડતર છે. આ ઉપરાંત સંઘ તેના કાર્યકરોમાં શિસ્ત, નીડરતા, વીરતા અને નિસ્વાર્થ સમાજસેવા જેવા ગુણો દ્વારા સમાજ અને રાષ્ટ્ર સેવાનો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેની સ્થાપનાથી અત્યાર સુધી અનેકવીઘ આંદોલનો અને ચળવળોમાં ભાગ લીધો છે .હિંદુ સમાજમાં અસ્પૃશ્યતાના દુષણ સામે તથા સ્વદેશી માલ-સામાન ખરીદવાના અભિયાન સતત ચલાવે છે જ્યારે રામજન્મભૂમી મુક્તી,કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દુર કરવા માટે ,ગોઆને પોર્ટુગીઝ શાસનમાથી મુક્ત કરાવવાના આંદોલનોમા સંઘ અને તેના કાર્યકરોએ સક્રીય ભાગ ભજ્વ્યો હતો. ૧૯૬૨ના ચીન સાથેના તથા ૧૯૬૫ અને ૧૯૭૧ના પાકીસ્તાન સાથેના યુધ્ધ દરમ્યાન દેશની આંતરીક સુરક્ષાના પ્રયાસોમાં તેનો ફાળો આપ્યો હતો. દેશમાં જ્યારે પણ ધરતીકંપ,પૂર, દુકાળ અને ત્સુનામી જેવી આફતોમાં આવે ત્યારે સંઘ અને તેના કાર્યકરો અસરગ્રસ્તોની સેવામા અને રાહતકાર્યોમાં સહયોગ આપે છે.
બંધારણ અને કાર્યપધ્ધતી
ફેરફાર કરોસંઘની શાખાઓ વિવિઘ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમા કોઇ એક્ રમતગમતના મેદાન પર દર અઠવાડીયે એક વાર મળે છે જ્યાં કાર્યકર્તાઓ વિવિધ શારિરીક અને બૌધીક પ્રવ્રુત્તિઓમા ભાગ લઈને પ્રવ્રુત થાય છે. આ ઉપરાંત કસરત,સુર્યનમસ્કાર લાઠીદાવ વીગેરે શીખવવામા આવે છે. બૌધ્ધીક સભામા રાષ્ટ્રભક્તીના ગીતો અને સાંપ્રત દેશ-વિદેશની સમસ્યાઓ અને વિષયો પર ચર્ચાઓ કરવામાં આવે છે. સંઘની અઠવાડીક સભામાં તેનો માન્ય ગણવેશ (ખાખી ચડ્ડી અને સફેદ ખમીસ) પહેરવાનો હોય છે આ ઉપરાંત સંઘનુ ગીત "નમસ્તે સદા વત્સલમ માત્રુભૂમી" નું પઠન થાય છે. સ્વયંસેવકની ઉપર શાખાનો મુખ્ય કાર્યવાહક અને મુખ્ય શિક્ષક હોય્ છે. સંઘના વિવિધ અભ્યાસ અને શિક્ષણ બાદ સક્રિય સ્વયંસેવકો કાર્યકર્તાઓ બને છે જે મોટા ભાગે ગ્રુહસ્થી હોય છે. જે કાર્યકરો સંઘના કાર્ય માટે તેમનુ જીવન અર્પણ કરી પુર્ણ સમય સંસ્થા પાછળ આપે છે તેઓ પ્રચારક તરીકે ઓળખાય છે અને તેઓ સંસ્થાના કાર્યનો દેશ અને વિવિધ રાજ્યોમાં પ્રસાર કરે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ લાગેલ પ્રતિબંધો
ફેરફાર કરો૧૯૪૭માં આર.એસ.એસ. પર ચાર દિવસનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, અને પછી ત્રણ વખત આઝાદી પછીની ભારત સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો: પ્રથમ વખત 1948માં જ્યારે આરએસએસના ભૂતપૂર્વ સભ્ય નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી ત્યારે; પછી કટોકટી દરમિયાન (૧૯૭૫-૧૯૭૭); અને ૧૯૯૨ માં બાબરી મસ્જિદના ધ્વંસ પછી ત્રીજી વખત.
સ્વાતંત્ર્ય ચળવળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
ફેરફાર કરોબ્રિટિશ વસાહત વખતે આર.એસ.એસ.એ બ્રિટિશ રાજનો સહયોગ કર્યો હતો. જોકે આરએસએસના કેટલાક વ્યક્તિગત સભ્યોએ સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો પણ તેને બાદ કરીને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મુખ્યત્વે એક સંગઠન/સંસ્થા તરીકે કોઈ ભૂમિકા ભજવી ન હતી. તેના બદલે, આર.એસ.એસ.એ સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને હિન્દુ એકતા અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ તે એક પ્રભાવશાળી હિન્દુ રાષ્ટ્રવાદી સંસ્થા તરીકે વિકસ્યું હતું, જેણે તેની સાથે સંકળાયેલી કેટલીક સંસ્થાઓને જન્મ આપ્યો હતો, જેણે તેની વૈચારિક માન્યતાઓને ફેલાવવા માટે અસંખ્ય શાળાઓ, સખાવતી સંસ્થાઓ અને ક્લબોની સ્થાપના કરી હતી.
સંઘ સાથે સંકળાયેલી સંસ્થાઓ
ફેરફાર કરોસંઘ દ્વારા વિવિધ ક્ષેત્રોને આવરી લેતી નીચે મુજબની સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે જેના દ્વારા વિવિધ સામાજીક અને સેવાકીય પ્રવ્રુત્તિઓ જે તે ક્ષેત્રોમા ચલાવવામાં આવે છે.
- ભારતીય મજ્દૂર સંઘ - મજૂર કલ્યાણને ક્ષેત્રે કાર્યરત છે.
- ભારતીય કિસાન સંઘ - કિસાનોના કલ્યાણ ક્ષેત્રે પ્રવ્રુત્ત છે.
- સેવા ભારતી - સમાજના લોકો માટે સેવા પ્રવ્રુત્તિઓ ચલાવે છે.
- ભારતીય જનતા પક્ષ - સંઘની રાજકીય પાંખ છે
- વિષ્વ હિંદુ પરીષદ - હિંદુ સમાજ ને લગતા કાર્યો કરે છે.
- બજરંગ દળ - વિશ્વ હિંદુ પરિષદની યુવા પાંખ છે.
- રાષ્ટ્ર સેવીકા સમિતિ - મહીલાને લગતી સેવાઓમા કાર્યરત છે.
- અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ - ભારતીય જનતા પક્ષની વિદ્યાર્થી પાંખ છે
- હિંદુ સ્વયંસેવક સંઘ - વિદેશમાં રહેતા હિંદુઓનું સંગઠન છે.
- સ્વદેશી જાગરણ મંચ - સ્વદેશી ચીજ-વસ્તુઓને પ્રોત્સાહન આપવાની ચળવળ ચલાવે છે.
- વિદ્યા ભારતી - દેશભરમાં શાળાઓ ચલાવે છે.
- વનવાસી કલ્યાણ કેન્દ્ર - વનવાસી બંઘુઓની સેવામા પ્રવ્રુત્ત છે.
- મુસ્લિમ રાષ્ટ્રીય મંચ - મુસ્લિમોના કલ્યાણ ક્ષેત્રે કાર્યરત છે.
- રાષ્ટ્રીય શિખ સંગત - શિખ સમુદાયના કલ્યાણ ક્ષેત્રે કાર્યરત છે.
- લઘુ ઉદ્યોગ ભારતી - લઘુ ઉદ્યોગને લગતી પ્રવ્રુત્તિઓ કરે છે.
- વિશ્વ સમાચાર કેન્દ્ર - સમાચાર માધ્યમોને લગતી બાબતોનું સંચાલન કરે છે.
- વિવેકાનંદ કેન્દ્ર - સ્વામી વિવેકાનંદના વિચારોનો પ્રચાર કરે છે.
- સરસ્વતી શિશુ કેન્દ્ર - દેશભરમાં બાલમંદિરો ચલાવે છે.
- ભારતીય વિચાર કેન્દ્ર - સંઘની વિચારદ્વારા પ્રસાર કરતી "થીંક ટેંક" છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Embree, Ainslie T. (2005). "Who speaks for India? The Role of Civil Society". માં Rafiq Dossani; Henry S. Rowen (સંપાદકો). Prospects for Peace in South Asia. Stanford University Press. પૃષ્ઠ 141–184. ISBN 0804750858.
- ↑ Priti Gandhi (15 May 2014). "Rashtriya Swayamsewak Sangh: How the world's largest NGO has changed the face of Indian democracy". DNA India. મેળવેલ 1 December 2014.
- ↑ "Hindus to the fore". મૂળ સંગ્રહિત માંથી 7 September 2017 પર સંગ્રહિત. મેળવેલ 10 September 2017.
- ↑ "Glorious 87: Rashtriya Swayamsevak Sangh turns 87 on today on Vijayadashami". Samvada. 24 October 2012. મૂળ માંથી 11 જાન્યુઆરી 2015 પર સંગ્રહિત. મેળવેલ 1 December 2014.
- ↑ "Highest growth ever: RSS adds 5,000 new shakhas in last 12 months". The Indian Express. 16 March 2016. મૂળ સંગ્રહિત માંથી 24 August 2016 પર સંગ્રહિત. મેળવેલ 30 August 2016.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- સેવા ભારતી
- વિદ્યા ભારતી
- સ્વદેશી જાગરણ મંચ[હંમેશ માટે મૃત કડી]
- ભારતીય મજ્દૂર સંઘ
- હિંદુ સ્વયંસેવક સંઘ
- વિવેકાનંદ કેન્દ્ર
- ભારતીય વિચાર કેન્દ્ર સંગ્રહિત ૨૦૨૧-૦૭-૨૫ ના રોજ વેબેક મશિન
- વિશ્વ હિંદુ પરીષદ સંગ્રહિત ૨૦૨૦-૦૧-૨૯ ના રોજ વેબેક મશિન