રાહુલ બજાજ

ભારતીય રાજનીતિજ્ઞ અને ઉદ્યોગપતિ

રાહુલ બજાજ (૧૦ જૂન ૧૯૩૮ – ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨) એ એક અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ છે તથા ભારતીય સંસદના સભ્ય છે. તેઓ રાજસ્થાની વેપારી જમનાલાલ બજાજે શરૂ કરેલા ઉદ્યોગગૃહ માંથી આવે છે. 1.32 બિલિયન યુ.એસ. ડોલરની બજાજ ઓટો તેમની પ્રમુખ (ફલેગશિપ) કંપની છે. 2001માં તેમને પદ્મ ભૂષણથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તેમનું ચોખ્ખું મૂલ્ય 1.1 બિલિયન યુ.એસ. ડૉલર જેટલું આંકવામાં આવે છે. ફોર્બ્સની ભારતના 40 સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં તેમને વીસમું સ્થાન આપવામાં આવ્યું હતું.

રાહુલ બજાજ
જન્મ૧૦ જૂન ૧૯૩૮ Edit this on Wikidata
Bengal Presidency Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Harvard Business School
  • સરકારી લો કોલેજ
  • Cathedral and John Connon School Edit this on Wikidata
પુરસ્કારો

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

રાહુલ બજાજ યુ.એસ.એ.(USA)ની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ, સેન્ટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હી, ગવર્મેન્ટ લૉ કૉલેજ, મુંબઈ અને કેથેડ્રલ એન્ડ જ્હોન કોનન સ્કૂલના ભૂતપૂર્વ વિંદ્યાર્થી છે. તેમને શિશિર બજાજ નામે એક ભાઈ છે, જેમની સાથે હાલમાં જ તેમણે વેપારી સમજૂતી કરાર કર્યો છે. તેમને શેખર, મધુર તથા નીરજ નામના ૩ પિતરાઈ ભાઈઓ છે, જેમની સાથે મળીને તેઓ બજાજ જૂથની કંપનીઓનું નિયમન કરે છે. તે ઉપરાંત, તેમને રાજીવ અને સંજીવ નામે બે પુત્રો તથા સુનયના કેજરીવાલ નામે એક પુત્રી છે. 1965માં તેમણે બજાજ જૂથની બાગડોર હાથમાં લીધી. તેમની સમયાવધિ દરમ્યાન, પ્રમુખ (ફ્લેગશિપ) કંપની બજાજ ઓટોનું ટર્નઓવર રૂ.72 મિલિયનથી વધીને રૂ.46.16 બિલિયન સુધી પહોંચ્યું હતું. રાહુલ બજાજે લાયસન્સ-પરમીટ રાજના મુશ્કેલ સમયમાં ભારતની સર્વશ્રેષ્ઠ કંપનીઓમાંની એક કંપની ઊભી કરી હતી. અકુર્દી અને વાલુજ ખાતે તેમણે કારખાનાંઓ સ્થાપ્યાં હતાં. 1980ના દાયકામાં બજાજ ઓટો ભારતમાં ટોચની સ્કૂટર ઉત્પાદક કંપની હતી અને તેની ચેતક બ્રાન્ડ માટે નોંધણી પછી 10-વર્ષ રાહ જોવી પડતી એટલી માંગ હતી.

અંગત જીવન

ફેરફાર કરો

તેમના બન્ને પુત્રો, રાજીવ બજાજ તથા સંજીવ બજાજ, તેમની કંપનીઓના વ્યવસ્થાપનમાં ભાગ લે છે. તેમની પુત્રી સુનયના કેજરીવાલે, તેમાસેક ઈન્ડિયા(Temasek India)ના વડા મનીષ કેજરીવાલ સાથે લગ્ન કર્યાં છે.[][] ગયા વર્ષે, તેમણે તેમના ભાઈ શિશિર બજાજ સાથે વેપારી સમજૂતી કરાર કર્યો હતો. બજાજ જૂથની કંપનીઓના નિયમનમાં તેમના 3 પિતરાઈ ભાઈઓ, શેખર, મધુર તથા નીરજ તેમને મદદ કરે છે.

રાહુલ બજાજનું ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ ૮૩ વર્ષની વયે ન્યુમોનિયાથી અવસાન થયું હતું. આ પહેલા તેમને સારવાર માટે પુણેના રૂબી હોલ ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ મૃત્યુ પહેલા કેન્સર અને હૃદયની સમસ્યાથી પણ પીડાતા હતા.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "એક્ઝીક્યુટીવ્સ ટુ લુક ફોરવર્ડ ટુ (પ્રેરણા લેવાયોગ્ય અધિકારીઓ)". મૂળ માંથી 2008-10-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-28.
  2. મનીષ કેજરીવાલ સાથે મુલાકાત
  3. "Industrialist Rahul Bajaj, Former Chairman Of Bajaj Group, Dies At 83". NDTV. મેળવેલ 12 February 2022.

બાહ્ય લિંક

ફેરફાર કરો