રા ખેંગાર વાવ ભારતના ગુજરાત રાજ્યમાં વંથલી અને જુનાગઢની વચ્ચે કોયલીફાટક ગામમાં આવેલી વાવ છે.[] ગુજરાત સરકારના હેઠળ સંરક્ષિત એવી આ વાવ તેજપાળ વડે બાંધવામાં આવી હતી પણ ભૂલથી રા' ખેંગારનું નામ તેની સાથે લાગે છે.

રા ખેંગાર વાવ
રા ખેંગાર વાવ is located in ગુજરાત
રા ખેંગાર વાવ
ગુજરાતમાં સ્થાન
સામાન્ય માહિતી
પ્રકારવાવ
સ્થાનવંથલી
દેશભારત
અક્ષાંશ-રેખાંશ21°29′30″N 70°23′00″E / 21.4917454°N 70.3833079°E / 21.4917454; 70.3833079
પૂર્ણ૧૩મી સદી
રચના અને બાંધકામ
સ્થપતિસ્થાનિક
Designationsરાજ્ય સંરક્ષિત સ્મારક ક્રમાંક S-GJ-170

તેજપાળ, વાઘેલા વંશના દરબારના એક મંત્રી કે જેઓ વસ્તુપાળ સાથે પ્રખ્યાત હતા, વડે પ્રવાસીઓના લાભાર્થે આ વાવ બાંધવામાં આવી હતી. તે ૧૩મી સદીના પ્રથમ અર્ધ સમયમાં બાંધવામાં આવી છે, જે શક્યત: ૧૨૩૦ અને ૧૨૪૦ની વચ્ચે હોઇ શકે છે.[] જિનહર્ષના વસ્તુપાલ-ચરીત (વિક્રમ સંવત ૧૪૯૭ અથવા ઇસવીસન ૧૪૪૧)માં તેજાલપુર અથવા જિર્ણદુર્ગ (આધુનિક જૂનાગઢ) અને વામનસ્થળી (આધુનિક વંથલી)ની વચ્ચે વાવનું નિર્માણ કરાવાયાનો ઉલ્લેખ છે.[] આ તારીખને સ્થાપત્ય કળાથી પણ સમર્થન મળે છે. આ બાંધકામને ભૂલથી રા' ખેંગાર, કે જેમણે ૧૦૯૮થી ૧૧૨૫ સુધી શાસન કર્યું હતું, સાથે ઓળખવામાં આવે છે.[][]

આ વાવ રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-170) છે અને હાલમાં ગુજરાત સરકારના કૃષિ વિભાગની દેખરેખ હેઠળ છે.

સ્થાપત્ય

ફેરફાર કરો

વાવની દિશા ઉત્તર-દક્ષિણ છે, જેમાં ઉત્તરમાં પગથિયા અને દક્ષિણમાં કૂવો છે. વાવના સ્થંભો અને દિવાલો પર કોતરણી કરેલી છે. દક્ષિણ છેડા પર આવેલો મંડપ પાછળથી બાબી વંશના શાસન દરમિયાન ૧૯મી સદીમાં બાંધવામાં આવ્યો હતો.[][] કૂવાની આજુબાજુના શાફ્ટ પર વર્તુળાકાર માર્ગ આવેલો છે.[][] વાવની નીચેનો ભાગ કોતરણીયુક્ત છે જ્યારે ઉપરનો ભાગ તેનાથી વિપરીત સીધોસાદો છે, જે પાછળથી પ્લાસ્ટર કરેલો હોઈ શકે.[]

પ્રવર્તમાન સ્થિતિ

ફેરફાર કરો

વંથલીના કોયલીફાટક ગામે વૃક્ષોથી ઘેરાયેલું એક તરફી પેવેલિયન આવેલું છે જ્યાં આ વાવ છે.[] "એક મહત્વની વાત એ છે કે આ વાવમાં હજુ પણ પાણી છે" અને તેથી "સદીઓ પહેલાં ભૂગર્ભ જળચરનો ઉપયોગ કરી આ બનાવનાર સ્થપતિઓની આવડત અને દૂરંદેશી"ની કલ્પના કરવા જેવી છે.[] આજે પણ પ્રવાસીઓ અહીં થંભે છે અને પાણી પીવે છે. આ રીતે "તેજપાળ પોતે ઈતિહાસ થઈ ગયા પછી પણ તેનું કામ આજે લોકોને મદદ કરે છે."[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ "Vanthali: The vav as a highway watering hole - Times of India". The Times of India. મેળવેલ 2019-01-12.
  2. ૨.૦ ૨.૧ Jain-Neubauer, Jutta (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective. Abhinav Publication. પૃષ્ઠ 118. ISBN 9780391022843.
  3. Monica Juneja (2001). Architecture in Medieval India: Forms, Contexts, Histories. Permanent Black. p. 503. ISBN 978-81-7824-010-7.
  4. India, Bombay (1884). Gazetteer of the Bombay Presidency. Government Central Press. p. 444. ISBN 134049129X.
  5. Shambhuprasad Harprasad, Desai (1968). Saurāshtr̥ano itihāsa. Soraṭha Śikshaṇa ane Saṃskr̥ti Saṅgha.
  6. Anjali H. Desai (2007). India Guide Gujarat. India Guide Publications. pp. 261–262. ISBN 978-0-9789517-0-2.
  7. Morna Livingston; Milo Beach (April 2002). Steps to Water: The Ancient Stepwells of India. Princeton Architectural Press. pp. 78–79. ISBN 978-1-56898-324-0.