રુડયાર્ડ કિપલિંગ

અંગ્રેજી લેખક અને કવિ

જોસેફ રુડયાર્ડ કિપલિંગ (૩૦ ડિસેમ્બર ૧૮૬૫ - ૧૮ જાન્યુઆરી ૧૯૩૬) અંગ્રેજી સર્જક અને કવિ હતા. તેમનો જન્મ મુંબઈમાં (તે સમયે બ્રિટિશ ભારત)માં થયો હતો. તેઓએ બાળકોનાં પુસ્તકો જેવાં કે, કિમ, ધ જંગલ બુક અને પુક ઓફ પૂક્સ હિલ લખ્યાં હતાં. તેઓએ જાણીતી કવિતાઓ, ઇફ- અને ગંગા દિન તેમજ ભારતનું વાતાવરણ ધરાવતી ઘણી ટૂંકી વાર્તાઓ લખી હતી. ૧૯૦૭માં તેમને સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો.

રુડયાર્ડ કિપલિંગ

તેમનું મૃત્યુ ૧૯૩૬માં લંડનમાં થયું હતું અને તેમને વેસ્ટમિન્સ્ટર અબ્બે, લંડન ખાતે દફનાવવામાં આવ્યા હતા.