મુખ્ય મેનુ ખોલો

ખેતીના ક્ષેત્રમાં જે પાકના ઉત્પાદનની બજારમાં ખુબ માંગ હોય તેવા પાક બજારમાં જતાં જ ચપોચપ વેચાઇ જાય છે. ઘણીવાર તો ખેતરમાં જ પણ પાકના ઉત્પાદન માટેનો સોદો થઇ જાય છે. આવા પાકને રોકડીયો પાક કહેવામાં આવે છે. રોકડીયો પાક મોટેભાગે મોટા પ્રમાણમાં નફો રળી આપતા હોય છે.

અન્ય માહિતિફેરફાર કરો

કેટલાક ઉષ્ણકટિબંધીય અને તેની આસપાસનાં (subtropical) ક્ષેત્રોમાં શણ, કૉફી, કોકો, શેરડી, કેળાં, સંતરા અને કપાસ જેવા પાકોને સામાન્ય રીતે રોકડીયા પાક ગણવામાં આવે છે. શીતકટિબંધના ક્ષેત્રોમાં અનાજના પાકો, તેલીબિયાંના પાકો તેમ જ કેટલાંક ફળો અને શાકભાજી રોકડીયા પાક હોય છે, આ બાબતનું એક ઉદાહરણ સંયુક્ત રાજ્ય અમેરિકા છે, જ્યાં મકાઈ, ઘઉં, સોયાબીન મુખ્ય રોકડીયા પાક રહ્યા છે. તંબાકુ પણ વિશ્વમાં એક ઐતિહાસિક રોકડીયો પાક રહ્યો છે, જો કે વ્યસન વિરોધી ચળવળોના દબાવના કારણે તમાકુની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. જો કે તમાકુથી સૌથી વધુ નફો આજકાલ સરકારોને થઇ રહ્યો છે. મોટાભાગના દેશોની સરકારો તમાકુના ઉત્પાદનો પર ભારે પ્રમાણમાં કરવેરા ઉઘરાવે છે. કોકો, અફીણ અને ગાંજા (કૈનબિસ) અન્ય લોકપ્રિય કાળા બજારમાં વેચાતા રોકડીયા પાક છે, જો કે વ્યસન વિરોધી પ્રચારના કારણે પરિસ્થિતિમાં ફેરફાર થઇ રહેલો જોવા મળે છે. સંયુક્ત રાજ્ય અમેરિકામાં સૌથી અધિક મૂલ્યવાન રોકડીયો પાક ગાંજાનો પાક ગણાય છે.

ગુજરાતના રોકડીયા પાકોફેરફાર કરો