રોહિણી (ઉપગ્રહ)
ભારતીય ઉપગ્રહ
આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
રોહિણી શ્રેણીમાં ઇસરો દ્વારા ૪ ઉપગ્રહો મુકવામાં આવેલ,આ ૪ માંથી ૩ ઉપગ્રહો સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પ્રક્ષેપીત કરાયેલ.રોહિણી શ્રેણીનાં બધાજ ઉપગ્રહો સ્વદેશી બનાવટનાં સેટેલાઇટ લોન્ચ વ્હિકલ(SLV)રોકેટો દ્વારા પ્રક્ષેપીત કરાયેલ અને આ શ્રેણીનો મુખ્ય ઉદ્દેશ પણ પ્રાયોગિક ધોરણે સ્વદેશી ઉપગ્રહ અને રોકેટોનું સંશોધન હતો.
માહિતી
ફેરફાર કરોઉપગ્રહ | પ્રક્ષેપણ તારીખ | જાણકારી |
---|---|---|
રોહિણી ૧ એ (Rohini 1A) | ૧૦ ઓગસ્ટ,૧૯૭૯ | સેટેલાઇટ લોન્ચ વ્હિકલ(SLV)નું પ્રક્ષેપણ નિષ્ફળ. |
રોહિણી ૧ બી (Rohini 1B) | ૧૮ જુલાઇ,૧૯૮૦ | પ્રક્ષેપણ સફળ,ઉપગ્રહે સેટેલાઇટ લોન્ચ વ્હિકલ(SLV)નાં ચોથા તબ્બકા વિશે માહિતીઓ મોકલાવી. |
રોહિણી ૨ (Rohini 2) | ૩૧ મે,૧૯૮૧ | પ્રક્ષેપણ અંશતઃ સફળ,ઉપગ્રહ તેની નિશ્ચીત ભ્રમણકક્ષામાં પહોંચ્યો નહીં આથી તે ફક્ત નવ દીવસ ભ્રમણકક્ષામાં રહ્યો. આ ઉપગ્રહ "સોલીડ સ્ટેટ કેમેરા" સહીતનો હતો જેણે ધારણા મુજબ કામગીરી બજાવી. |
રોહિણી ૩ (Rohini ૩) | ૧૭ એપ્રીલ,૧૯૮૩ | પ્રક્ષેપણ સફળ,ઉપગ્રહ પાંચ માસ કાર્યરત રહ્યો.તે મુખ્ય તો "સ્માર્ટ સેન્સર કેમેરા" લઇ ગયેલ, જેણે ૨૫૦૦ જેટલાં ચિત્રો(ફોટોગ્રાફ) મોકલ્યા, આ કેમેરા "દ્રશ્ય" અને "અધોરક્ત" પટલ બન્ને પ્રકારનાં ચિત્રો લેવા માટે સક્ષમ હતો. |
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- http://www.csre.iitb.ac.in/isro/rohini.html
- http://www.bharat-rakshak.com/SPACE/space-satellite5.html સંગ્રહિત ૨૦૦૯-૦૩-૧૫ ના રોજ વેબેક મશિન