લંડન આઇ (વિરાટ ચકડોળ)
લંડન આઇ એ ( અંગ્રેજી:London Eye) યુરોપ ખાતે આવેલા ઈંગ્લેન્ડના પાટનગર લંડન શહેરમાં આવેલું એક વિરાટ ચકડોળ (જાયંટ વ્હીલ/ ફેરિસ વ્હીલ) છે. થેમ્સ નદીના કાઠા પરનું આ લંડન આઇ એ યુનાઇટેડ કિંગડમ ખાતેનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ તેમજ લંડન શહેરના સર્વ પ્રસિદ્ધ સ્થળ પૈકીનું એક માનવામાં આવે છે. અહીં આખા વર્ષ દરમિયાન આશરે ૩૫ લાખ પર્યટકો મુલાકાતે આવે છે.
૧૩૫ મીટર ઉંચાઈ ધરાવતા આ ચકડોળને એકત્રીસમી ડિસેંમ્બર, ૧૯૯૯ના રોજ મુલાકાતીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ ચકડોળના બાંધકામ માટે આશરે ૭ કરોડ પાઉંડ જેટલો ખર્ચ થયો હતો.
ચિત્ર દર્શન
ફેરફાર કરો-
લંડન આઈ મધ્યે ૩૨ ઈંડા આકારનાં પાંજરાંઓ આવેલાં છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર લંડન આઇ (વિરાટ ચકડોળ) વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.