લખપત

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

લખપત ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકાનું ગામ છે. લોક-વાયકા પ્રમાણે લખપતમાં લાખોનો વેપાર થતો હતો તેથી તેનું નામ લખપત પડયું હતું. લખપત ભારતનુ પશ્ચિમ દિશાનું અંતિમ ગામ પણ છે. ગામ પરથી જ તાલુકાનું નામ લખપત પડ્યું છે.

લખપત
—  તાલુકો/ગામ  —
લખપતનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°29′36″N 68°27′49″E / 23.4934°N 68.4637°E / 23.4934; 68.4637
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૫૬૬ (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૦.૯૯ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

લખપત ભૂતકાળમાં ધમધમતું અને જાહોજલાલી ધરાવતું વિકસીત બંદર હતું. સદી પૂર્વે આ બંદરેથી લાખો કારીની પત (આવક) થતી હોવાથી લખપત નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે. લખપતમાં આજેય જૂની કસ્ટમ કચેરી સહિતની ઇમારતો ભવ્ય ભુતકાળની ચાડી ખાતી ઊભી છે.[]

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો

લખપતનો કિલ્લો અને નાનું ઐતિહાસિક ગુરુદ્વારા અહીંના જોવાલાયક સ્થળો છે.

 
લખપતનો કિલ્લો
 
ગુરુદ્વારા
  1. વી. વિપુલમ્ (૧૮ જૂન ૨૦૧૫). "ભૂતકાળ ભવ્ય છે, ભવિષ્ય ઉજ્જ્વળ છે કચ્છના બંદરો". સાપ્તાહિક પત્રિકા. સાધના સાપ્તાહિક. મેળવેલ ર૩ નવેમ્બર ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]