લજામણી (અંગ્રેજી: Mimosa pudica) એ એક શરમાળ છોડ છે, આ છોડને અડકવાથી તેના પાન કરમાઇ જાય છે. એટલે આ છોડ રીસામણી તરીકે પણ ઓળખાય છે. આ છોડ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે.

લજામણી
મિમ્બોસા પુડિકા ફૂલ અને પાંદડાઓ સાથે
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Fabales
Family: Fabaceae
Subfamily: Caesalpinioideae[]
(unranked): Mimosoid clade[]
Genus: 'Mimosa'
Species: ''M. pudica''
દ્વિનામી નામ
Mimosa pudica
Carl Linnaeus[]

લજામણી (રિસામણી) દ્વિદરી વર્ગમાં આવેલા ફેબીસી કુળના માઈમોઝોઈડી ઉપકુળની એક વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ Mimosa Pudica Linn. છે. આ છોડ 50 સેમી થી 90 સેમી ઊંચી થાય છે. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની મુલનિવાસી વનસ્પતિ છે અને ભારતના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશમાં લગભગ બધે જ તેનું પ્રાકૃતિકરણ છે. તેનાં પાંદડા ગુલાબી રંગના, ગોળાકાર કક્ષિય મુંડક (head) સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. આબોહવા હૂંફાળી અને ભેજયુક્ત હોય તેવી પડતર જમીનમાં તે પુષ્કળ પ્રમાણમાં ઉગે છે.[]

  1. ૧.૦ ૧.૧ The Legume Phylogeny Working Group (LPWG). (2017). "A new subfamily classification of the Leguminosae based on a taxonomically comprehensive phylogeny". Taxon. 66 (1): 44–77. doi:10.12705/661.3.
  2. "Mimosa pudica", Germplasm Resources Information Network (GRIN) (Agricultural Research Service (ARS), United States Department of Agriculture (USDA)), https://npgsweb.ars-grin.gov/gringlobal/taxonomydetail.aspx?id=24405, retrieved 2008-03-27 
  3. મ. ઝ. શાહ; ભાલચંદ્ર હાથી; બળદેવભાઈ પટેલ (2004). ગુજરાતી વિશ્વકોશ. ખંડ 18. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૪૯૦-૪૯૧.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો