લાઓસનો રાષ્ટ્રધ્વજ ડિસેમ્બર ૨, ૧૯૭૫ના રોજ સ્વીકારવામાં આવ્યો હતો. ધ્વજને આ પહેલાં ૧૯૪૫-૪૬માં ટૂંક સમય માટે લાઓસ ઈસ્સારા સરકારે અપનાવ્યો હતો.

લાઓસ
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોડિસેમ્બર ૨, ૧૯૭૫
રચનાલાલ રંગનો પટ્ટો અને ઉપર તેમજ નીચે ભૂરા રંગના આડા પટ્ટા અને કેન્દ્રમાં સફેદ વર્તુળ

લાક્ષણિકતા અને પ્રતિનિધિત્વ ફેરફાર કરો

ધ્વજમાં ત્રણ આડા પટ્ટા છે, તેમાં મધ્યમાં ભૂરો પટ્ટો અને ઉપર અને નીચે લાલ પટ્ટા છે. મધ્યમાં સફેદ વર્તુળ છે જેનો વ્યાસ ભૂરા પટ્ટાની પહોળાઈ કરતાં ૦.૮ ગણો છે. તેનો આકાર ૨:૩ નો છે. લાઓસમાં લોકશાહી આવ્યા બાદ આ ધ્વજ અપનાવાયો. હાલના સામ્યવાદી દેશોમાં આ એકમાત્ર રાષ્ટ્રધ્વજ છે જેમાં પાંચ ખૂણાવાળો સિતારો નથી.

કેન્દ્રનું સફેદ વર્તુળ લાઓસના સામ્યવાદી શાસકપક્ષના નેતૃત્વ હેઠળ પ્રજાની એકતા અને દેશના ઉજ્જવળ ભવિષ્યનું સૂચક છે. તે મેકોંગ નદી પર પૂનમના ચંદ્રનો પણ સૂચક ગણવામાં આવે છે. લાલ રંગ આઝાદીની લડાઈમાં વહેલા રક્તનું સૂચક છે. ભૂરો રંગ સુખાકારીનો સૂચક છે.

સરખામણી ફેરફાર કરો

કમ્બોડીયાનો રાષ્ટ્રધ્વજ

બાહ્ય કડીઓ ફેરફાર કરો

  • Laos at Flags of the World