લાખામંડલ શિવમંદિર
લાખામંડલ (અંગ્રેજી: Lakhamandal) એક પ્રાચીન હિંદુ મંદિર પરિસર છે, જે જૌનસર-બાવર ક્ષેત્ર, દહેરાદૂન જિલ્લો, ઉત્તરાખંડ, ભારત ખાતે આવેલું છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે.[૧] આ મંદિર શક્તિ સંપ્રદાયના અનુયાયીઓમાં લોકપ્રિય છે, જેઓ માને છે કે આ મંદિરની એક મુલાકાત તેમના દુ:ખોનો અંત કરશે.
લાખામંડલ શિવમંદિર | |
---|---|
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | દહેરાદુન |
સ્થાન | |
સ્થાન | લાખામંડલ, દહેરાદુન જિલ્લો, ઉત્તરાખંડ, ભારત |
રાજ્ય | ઉત્તરાખંડ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 30°43′52″N 78°04′03″E / 30.731224°N 78.067423°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | ગઢવાલ સ્થાપ્ત્યશૈલી |
લાખામંડલ નામ બે શબ્દો: લાખ (સંખ્યા) છે જેનો અર્થ થાય છે "ઘણા" અને મંડલ જેનો અર્થ થાય છે "મંદિરો" અથવા "લીંગમ" પરથી ઉતરી આવ્યું છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલ ખોદકામ વખતે ઘણા અને કલાત્મક અવશેષો મળી આવ્યા હતા.[૨]
સ્થાન
ફેરફાર કરોઆ મંદિરમાંથી દહેરાદૂન થી ૧૨૮ કિલોમીટર અને મસૂરી-યમનોત્રી માર્ગ પર કેમ્પટી ધોધ પછી આગળ જતાં આવતા ચકરાતા ખાતેથી ૩૫ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.[૩] આ મંદિર ઉત્તર ભારતીય સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવેલ છે, જે ગઢવાલ, જૌનસર અને હિમાચલના પર્વતીય પ્રદેશોમાં સામાન્ય છે. લાખામંડલ ગામ, જ્યાં આ મંદિર આવેલું છે, ત્યાંથી યમુના નદી વહે છે.
શિવલીંગ
ફેરફાર કરોઆ મંદિરનું મુખ્ય આકર્ષણ ગ્રેફાઈટમાંથી બનેલું શિવલીંગ છે. શ્રદ્ધાળુઓ જ્યારે પાણી ચઢાવે ત્યારે તે ચમકે છે અને તેની આસપાસનું પ્રતિબિંબિ તેમાં દેખાય છે.
ચિત્રદર્શન
ફેરફાર કરો-
મંદિરના મંડલો
-
મંદિરમાં ગ્રેફાઇટનું શિવલિંગ
-
દાનવ માનવ
-
મંદિર નજીક આવેલી ગુફા
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Madhu Jaina (૧૯૯૫). The Abode of Mahashiva: Cults and Symbology in Jaunsar-Bawar in the Mid-Himalayas. Indus Publishing. પૃષ્ઠ ૨૧–૨૩. ISBN 978-81-7387-030-9.
- ↑ "Archaeological Survey of India, Dehradun Circle". ASI website. મૂળ માંથી 2013-02-27 પર સંગ્રહિત. મેળવેલ 2018-07-11.
- ↑ "Lakhamandal". District of Dehradun, official website. મૂળ માંથી 2018-02-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ ઓક્ટોબર ૨૦૧૫.