લિપુલેખ લા અથવા લિપુલેખ ઘાટ હિમાલય પર્વતમાળા પસાર કરવા માટેનો એક પર્વતીય ઘાટ છે, જે નેપાળના દારચુલા જિલ્લાને તિબેટના તકલાકોટ (પુરંગ) શહેર સાથે જોડે છે. આ પ્રાચીનકાળથી વેપારીઓ અને તીર્થ યાત્રાળુઓ દ્વારા ભારત ,નેપાળ અને તિબેટ વચ્ચે આવનજાવન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઘાટ ભારતમાંથી ઉત્તરાખંડ રાજ્યના ધારચુલા થઈને કૈલાસ પર્વત અને માન સરોવર યાત્રા જનારા પ્રવાસીઓ દ્વારા ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે.[૧]

લિપુલેખ ઘાટ
लिपुलेख ला
Lipu-Lekh Pass
શિખર માહિતી
ઉંચાઇ5,334 m (17,500 ft)
અક્ષાંસ-રેખાંશ30°14′03″N 81°01′44″E / 30.234080°N 81.028805°E / 30.234080; 81.028805Coordinates: 30°14′03″N 81°01′44″E / 30.234080°N 81.028805°E / 30.234080; 81.028805
ભૂગોળ
સ્થાનભારત-નેપાળ-તિબેટ સરહદ
પિતૃ પર્વતમાળાહિમાલય

લા અને ઘાટ ફેરફાર કરો

નોંધ કરો કે 'લા' શબ્દ તિબેટીયન ભાષામાં એનો અર્થ 'ઘાટ' એમ થાય છે. ખરેખર આ ઘાટને લિપુલેખ લા અથવા લિપુલેખ દર્રા અથવા લિપુલેખ પાસ પણ કહી શકાય. આને લિપુલેખ લા ઘાટ કહેવું એ 'ઘાટ' શબ્દનું પુનરાવર્તન છે, પરંતુ તેનો ઉપયોગ હજુ પણ પ્રચલિત છે.

પણ જુઓ ફેરફાર કરો

  • તકલાકોટ

સંદર્ભો ફેરફાર કરો

  1. Kapoor, A. K.; Singh, Dharamvir (૧ જાન્યુઆરી ૧૯૯૬). Man and Development in the Himalayas (અંગ્રેજીમાં). Academic Foundation. પૃષ્ઠ ૧૪૯. ISBN 9788171880560. ... the Gunji-Lipulekh (5105 m) route to the famous Kailash-Mansarovar pilgrimage. The Kailash-Mansarovar pilgrimage is as ancient as our culture ...