સમયને ગણવાની સરળતા રહે તે માટે સમયના જુદા જુદા એકમો નક્કી કરાયા છે. આમાં ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષ એટલે ૧૨ મહિનાઓ અથવા ૩૬૫ દિવસનો સમય ગણાય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.