બહાઈ પ્રાર્થનાગૃહદીલ્હી, ભારતમાં આવેલું બહાઈ આસ્થાળુઓનું પ્રાર્થના ગૃહ છે, કે જે તેના ફૂલ જેવા આકારને કારણે લોટસ ટેમ્પલ તરીકે પ્રખ્યાત છે. આ દીલ્હીનું એક પ્રમુખ આકર્ષણ છે. આનું બાંધકામ ૧૯૮૬માં પૂર્ણ થયું અને તે ભારતના સૌ મંદિરના માતૃમંદિર તરીકે જોવાય છે. આને ઘણા વાસ્તુ પુસ્ર્કાર મળ્યાં છે અને આના છાયાચિત્રો અને લેખો અનેક વર્તમાન પત્રો અને સામાયિકોમાં છપાયાં છે.[]

બહાઈ પ્રાર્થના ગૃહ
લોટસ ટેમ્પલ, દીલ્હી
Building
ઈમારતનો પ્રકારપ્રાર્થનાગૃહ
વાસ્તુશૈલિઅભિવ્યકિતવાદી
માળખાકીય સંરચનાકોંક્રીટ ઢાંચો અને પૂર્વ-ઢાળેલ જાળીદાર કોંક્રીટ છાપરું
Locationનવી દીલ્હી, ભારત
Construction
પૂર્ણ૧૯૮૬
Design team
વાસ્તુકારફરેબોર્ઝ સહ્બા
માળખાકીય ઈજનેરફ્લીંટ એંડ નેઈલ

પ્રાર્થના

ફેરફાર કરો

બહાઈ આસ્થા પ્રમાણે આ લોટસ ટેમ્પલ પણ સર્વ ધર્મના લોકો માટે ખુલ્લું છે. બહાઈ ધર્મના સાહિત્ય અનુસાર ધર્મના આધારે લોકોમાં કોઈ ભેદભાવ કરાતો નથી. બહાઈ ધારણા પ્રમાણે પ્રાર્થનાગૃહનો આત્મા એમાં છે કે તે લોકોની ભગવાનની કલ્પનાના કોઈ પણ રૂપને પ્રાર્થના કરવા કોઈ પણ બંધન વગર સ્થળ પુરૂં પાડે.[] અહીંનો અન્ય નિયમ એમ કહે છે બહાઈ કે અન્ય ધર્મના કોઈ પણ ભાષાના કોઈ પણ પવિત્ર લેખન અહીં વાંચી કે જપી શકાય છે; આ પ્રાર્થનાને વાંચનને રાગમાં ઢાળી શકાય છે, પણ કોઈ પણ વાદ્ય અહીં વાપરી શકાતું નથી. વળી કોઈ ધર્મોપદેશ આપી શકતો નથી, અને કોઈ ધાર્મિક પ્રકાંડ કે ક્રિયાઓ કરી શકાતાં નથી.[]

સ્થાપત્ય

ફેરફાર કરો
 
બહાઈ પ્રાર્થનાગૃહ
 
સૂર્યાસ્ત સમયે બહાઈ પ્રાર્થના ગૃહ

લોટસ ટેમ્પ્લ સહીત દરેક બહાઈ પ્રાર્થનાગૃહોૢમાં અમુક વાસ્તુ તત્વો બહાઈ પુરાણ અનુસાર જ રખાય છે. અબ્દુલ-બહા,આ ધર્મના સ્થાપકનો પુત્ર, એ એમ જણાવ્યું હતું કે પ્રાર્થના ગૃહને આવશ્યક રીતે નવ બાજુવાલા વૃતકારમાં બનાવવવું જોઈએ.[] પવિત્ર કમળના ફૂલથી પ્રેરીતે આ ઈમારતમાં મુક્ત રીતે વિહરતા ૨૭ આરસ મઢેલ પાંખડી છે જેને 3 પાંખડીના ગુચ્છામાં મુકાઈ છે આમ તેની નવ બાજુ બને છે.[] હાલના દરેક બહાઈ વાસ્તુ ઈમારતોમાં ગુમટ્ટ હોય છે પણ તે બહાઈ વાસ્તુ માં કોઈઆવશ્યક ભાગ નથી.[] બહાઈ પુરાણ એમ પણ કહે છે કે પ્રાર્થના ગૃહમાં કોઈ પણ ચિત્ર મૂર્તિ કે ફોટા ન હોવા જોઈએ અને નતો વ્યાસપીઠ કે નતો યગ્યવેદી કે બલિસ્થળ હોવું જોઈએ. (પાઠક કોઈ હંગામી લાકડાના મંચ પર ચડી બોલી શકે).[] લોટસ ટેમ્પલના નવ દરવાજા કેંદ્રીય સભાગૃહ માં ખૂલે છે, જેની ક્ષમતા ૨૫૦૦ લોકોને સમાવવાની છે. મધ્યનો સભાગૃહ ૪૦મી કરતાં પણ વધુ ઊંચો છે. [] અને તેની સપાટી આરસની બનેલી છે. આ પ્રાર્થના ગૃહ, તેની આસપાસના નવ તળાવ અને ઉદ્યાનને સહીત ૨૬ એકરની જગ્યા રોકે છે(૧૦૫,૦૦૦ ચો મી; ૧૦.૫૦ હેક્ટર).

આ સ્થળ રાજધાની ક્ષેત્રના બહાપુર ગામમાં આવેલ છે. આ ઈમરતનો વાસ્તુકાર ઈરાની હઓ જે હવે કેનેડામાં રહે છે તેનું નામ ફરેબોર્ઝ સાહ્બા હતું. આને ૧૯૭૬માં આ ઈમારતની રચના નું કામ સોંપવામાં આવ્યું. તેમણે તેમેણે બાંધકામ સમયે નીરીક્ષણ કર્યું અને આ કજગ્યા પર કયા ઝાડપાન ઉગાડવ યોગ્ય રહેશે તે ચકાસવા હરિત ગૃહ ઊભા કરવનો ખર્ચ બચાવ્યો આમ બાંધકામ કિંમતમાં કપાત આવી.[] જમીન ખરીદીના ભંડોળનો એક મોટોભાગ હૈદ્રાબાદના અર્દીશીર રુસ્તમપુર નામના વ્યક્તિએ દાન આપ્યો તેમણે ૧૯૫૩માં પોતાના જીવનની આખી કમાણી આ કાર્ય માટે આપી. []

૧૯૮૬માં આના પ્રાર્થના ગ્રુહ લોકોને પ્રાર્થના માટે ખુલ્લું મુકાયું ત્યાર બાદ ૨૦૦૨ સુધી લગભગ ૫૦૦૦૦૦૦૦ લોકોએ આની મુલાકાત લીધી છે આથી આ વિશ્વના સૌથી મુલાકાત લેવાતાસ્થળોમાંનુ એક બની ગયું છે. [] તે સમયે આના મુલાકાતીઓની સંખ્યા ઍફીલ ટાવર અને તાજ મહેલ ને પણ આંબી ગઈ હતી. On હિંદુ રજાના દિવસે,અહીં લગભગ ૧૫૦ૢ૦૦૦ જેટલાં લોકો આવે છે; દર વર્શે સરેરાશા આ ઈમારત ૪૦૦૦૦૦૦ લોકોનું સ્વાગત કરે છે (લગભગ ૧૩,૦૦૦ દર દિવસે અથવા દર મિનિટે ૯).


ભારતમાં,દુર્ગા પૂજાના સમયે, ઘણી વખત પંડાલ આ લોટસ ટેમ્પલની પ્રતિકૃતિ સમાન બનાવાય છે.[૧૦] શીખોમાં એક સ્થાયી મંદિર જે શીવને સમર્પિત છે. [૧૧]

આ મંદિરને ઘણાં વ્યાવસાયિક વાસ્તુકારૢ કળા કાર ધાર્મિક અને સરકારે અને અન્ય મંકો પર ઘણી સરાહના મળી છે.

પુરસ્કાર

ફેરફાર કરો

આ ઈમારતે ઘણાં આંતરરાષ્ટ્રીય પુરક્સારો અને સન્માન મેળવ્યાં છે

૨૦૦૩ના વર્ષમાં આ મંદિર પર આધારિત કાર્યક્ર્મ ભારતૢ રશિયા અને ચીન ના દૂરદર્શન પર બતાવવામાં આવ્યાં. બહાઈ વિશ્વ પુસ્તકાલયમાં આ મંદિર પર લખાયેલ ૫૦૦ જેટલા લેખ તેના વાસ્તુકારની મુલાકાતો અને અન્ય લેકનનું સંકલન છે.[]

  1. ૧.૦ ૧.૧ Bahá'í Houses of Worship, India સંગ્રહિત ૨૦૧૬-૦૫-૦૭ ના રોજ વેબેક મશિન The Lotus of Bahapur
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Rafati, V. (1989). "Bahai temples". Encyclopædia Iranica. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  3. `Abdu'l-Bahá (1982) [1912]. The Promulgation of Universal Peace (Hardcover આવૃત્તિ). Wilmette, Illinois, USA: Bahá'í Publishing Trust. પૃષ્ઠ 71. ISBN 0877431728. CS1 maint: discouraged parameter (link)
  4. Architecture of the Bahá'í House of Worship
  5. Shoghi Effendi to an individual believer, Lights of Divine Guidance (volume 1), pg 311
  6. "Bahá'í Houses of Worship". Bahá'í International Community. 2006. મેળવેલ 2008-03-09.
  7. ""Gardens of Worship"". "Recreating Eden". શ્રેણી 03. પ્રકરણ 30. 2006. Cite uses deprecated parameter |episodelink= (મદદ); Check |episodelink= value (મદદ); Check |serieslink= value (મદદ)CS1 maint: discouraged parameter (link)
  8. Faizi, Gloria (1993). Stories about Bahá'í Funds. New Delhi, India: Bahá'í Publishing Trust. ISBN 8185091765.
  9. "Baha'i Community of Canada". મૂળ માંથી 2004-10-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-01-23.
  10. Chakraborty, Debarati. "Newsline 28 September 2006: Here's Delhi's Lotus Temple for you at Singhi Park!". મૂળ માંથી 2007-10-08 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-29.
  11. Satellite image in Wikimapia.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો

  Lotus Temple સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર

ઢાંચો:Bahá'í-2 ઢાંચો:Delhi landmarks