અઇફિલ ટાવર (ફ્રેન્ચ:Tour Eiffel), ફ્રાન્સ દેશની રાજધાની પૅરિસમાં આવેલ સેઇન નદીની બાજુમાં આવેલ કામ્પ દ માર્સ પર બનાવાયેલો લોખંડી મિનારો છે. આ મિનારો વિશ્વમાં ફ્રાન્સની ઓળખનું ચિન્હ બની ગયો છે અને તે વિશ્વની સૌથી પ્રસિદ્ધ ઇમારતોમાંનો એક છે જે અઢારમી સદીના અંત ભાગમાં (૧૮૮૯) નિર્માણ કરવામાં આવ્યો હતો. ૨૭૩ મીટરની ઊંચાઈએ તે પૅરિસની સૌથી ઊંચી ઇમારત છે. જો તેની ઉપર રહેલા ઍન્ટેનાની લંબાઇને પણ ગણતરીમાં લેવામાં આવે તો તેની કુલ લંબાઇ ૩૨૪ મીટર થાય છે. જે લગભગ ૮૧ માળનાં મકાનને સમકક્ષ છે. આંતર-રાષ્ટ્રીય સ્તરે જેમ તાજ મહેલ ભારતની ઓળખાણ ગણાય છે, તેમ અઇફિલ ટાવર ફ્રાંસની ઓળખાણ ગણાય છે. અઇફિલ ટાવરના નિર્માણમાં અંદાજિત ૧૦,૦૦૦ ટન ધાતુનો વપરાશ થયો છે. જેમાં મુખ્યત્વે લોખંડ અને પોલાદ વપરાયા છે. સન ૧૮૮૯ થી લઇને સન ૧૯૩૦માં ન્યૂયોર્કમાં ક્રાયસ્લર બિલ્ડિંગના બાંધકામ સુધી અઇફિલ ટાવર દુનિયાનું સૌથી ઊંચુ માનવસર્જિત મકાન હતું. ટાવરના મુખ્ય ઇજનેર ગુસ્તાવ અઇફિલના માનમાં તેનું નામ અઇફિલ ટાવર પાડવામાં આવ્યું છે.

અઇફિલ ટાવર

અઇફિલ ટાવર-કામ્પ દ માર્સ થી જોતાં


Information
Location પૅરિસ,ફ્રાન્સ
Status Complete
Constructed ૧૮૮૭ – ૧૮૮૯
Use અવલોકન મિનાર
રેડીઓ પ્રસારણ મિનાર
Height
Antenna/Spire ૩૨૪ મી (૧૦૬૩ ફીટ)
Roof ૩૦૦.૬૫ મી (૯૮૬.૩૮ ફીટ)
Companies
Architect ગુસ્તાવ અઇફિલ
Structural
Engineer
ગુસ્તાવ અઇફિલ
અઇફિલ ટાવર

તેના રચનાકાર અને ઈજનેર ગુસ્તાવ ઍફીલના નામે નામકરણ પામેલ ઍફીલ ટાવર પૅરીસની સૌથી ઊંચી અને સુન્દર ઈમારત છે.[] ૧૮૮૯માં તેનુ બાંધકામ પૂર્ણ થયા પછી ૨૦૦૬ના ૬૭૧૯૨૦૦ મુલાકાતીઓ સહિત ૨૦૦૦૦૦૦૦૦ કરતાં પણ વધુ લોકોએ તેની મુલાકાત લીધી છે[] [] making it the most visited paid monument in the world.[][] ૨૪મીટર ઊંચા એંટીના સહીત આ માળખુ 324 m (૧,૦૬૩ ft)ઊંચુ છે જે પારંપારીક ૮૧માળની ઈમારત જેટલું થાય

 
ઍફીલ ટાવર ઓક્ટોબર ૨૦૦૭

જ્યારે ૧૮૮૯માં આ ટાવરનું બાંધકામ પત્યું ત્યારે તે વિશ્વનો સૌથી ઊંચો મિનારો હતો,તેનું આ માન ૧૯૩૦ સુધી કાયમ રહ્યું જ્યારે ૧૯૩૦માં ન્યૂયોર્ક શહેરના શિયર્સ બિલ્ડીંગ(319 m — ૧,૦૪૭ ft tall)[]નું બાંધકામ પૂર્ણ થયું. આ ટાવર હવે ફ્રાંસનું પાંચમું સૌથી ઊંચુ માળખું છે અને પૅરીસનું સૌથી ઊચું. બીજે ક્રમે Tour Montparnasse(210 m — 689 ft).

જોકે નજીકના ભવિષ્યમાં ટુર એ.એક્સ.એ તેનાથી આગળ નીકળી જશે.(૨૨૫.૧૧ m — ૭૩૮.૩૬ ft).

 
Eiffel Tower from the neighborhood.

ઍફીલ ટાવરના ધાતુના માળખાનું વજન ૭૩૦૦ટન(૧૦૦૦કિલો) જ્યારે ધાતુ અને અધાતુ બન્ને મળીને તેનું વજન લગભગ ૧૦ૢ૦૦૦ટન થાય છે. આસપાસના તાપમાનને આધારે ટાવરની ટોચ સુર્યાભિમુખ દિશામાં ૧૮સેમી (૭ ઇંચ) ખસી જાય છે કેમકે ટાવરની સૂર્ય સન્મુખ સપાટી તેના તાપને કારને પ્રસરણ પામે છે. પવનને લીધે પણ ટાવર ૬ થી ૭ સેમી જેટલો ઝૂલે છે. આ ટાવરમાં થયેલો ધાતુનો કરકસર ભર્યો ઉપયોગ એ પર થી બતાવી શકાય કે જો ૭૩૦૦ટન ધાતુને પીગાળીને ૧૨૫ ચો મીટર ક્ષેત્ર પર પાથરવામાં આવે તો માત્ર ૬ સેમી (૨.૩૬ઇંચ) જાડો થર થાય(ઢાતુની ઘનતા ૭.૮ ટન પ્રતિ ઘન મીટર ધારતા). આ ટાવરનું દ્રવ્યમાન તેના આકારના નળાકાર (એટલે કે ૩૨૪ મીટર ઉંચાઇ અને ૮૮.૩મીટર ત્રિજ્યા) માં સમાયેલી હવા કરતાં ઓછું છે. ટાવરનું વજન ૧૦૧૦૦ ટન છે તેની સરખામણી એ હવાનુઁ વજન ૧૦૨૫૬ ટન છે.

પહેલા અને બીજા સ્તર સુધી પગથિયા અને લીફ્ટ દ્વારા જઈ શકાય છે. દક્ષિણ ટાવર પાસે આવેલ ટિકીટ બારી પગથિયા દ્વારા જવાની ટિકીટ વેચે છે જે ત્યાંથી જ શરુ થાય છે. પ્રથમ પ્લેટફોર્મથી દાદરા પૂર્વ ટાવરથી ચાલુ થાય છે. ત્રીજા સ્તરની ટોચે માત્ર લીફ્ટ દ્વારા પહોંચી શકાય છે. પ્રથમ અને દ્વીતીય સ્તરેથી ઉપર જવા કે ઉતરવા દરેક માટે દાદર ઉપલબ્ધ છે પછી ભલે તેની ટિકીટ લીફ્ટની હોય કે દાદરાની. દાદરામાં પગથિયાની ગણતરીમાં મેદાનેથી ટિ઼કીટ બારીના પગથિયા ૯ (9&nbsp); પ્રથમ સ્તર સુધી ૩૨૮ (328&nbsp); દ્વીતીય સ્તર સુધી ૩૪૦ (340&nbsp) અને ત્યાંથી લીફ્ટ સુધી ૧૮ પગથિયાંનો સમાવેશ થાય છે. ત્રીજા સ્તરે લીફ્ટથી બહાર નીકળી ૧૫ પગથિયાં છે. ઉપરના અવલોકન સ્તરે જવા વધુ પગથિયાં છે. કેટલાં ઊપર આવ્યાં તેના ચિતાર આપવા નિશ્ચિત અંતરાલ પર તેનો ક્ર્મ લખેલ છે. મોટા ભાગના ચઢાણ દરમ્યાન નીચે અને આસ પાસનું અણવિધ્ન દ્રશ્ય જોઈ શકાય છે, જો કે અમુક ભાગ જ માં પગથિયા સંપૂર્ણ ઢાંકેલા છે.

આ ટાવરની સાર સંભાળ માટે તેને કાટથી બચાવવા દર સાત વર્ષે ૫૦ થી ૬૦ ટન રંગ (પેઈન્ટ) વાપરવામાં આવે છે. ટાવરને એક સરખા રંગનું બતાવવા માટે તેને એક રંગના ત્રણ શૅડથી રંગવામાં આવે છે. સૌથી ઘેરો રંગ સૌથી નીચે અને સૌથી હકઓ રંગ સૌથી ઊપર. દર નવ રંગ રોગાન સમયે રંગ બદલી દેવામાં આવે છે. હમણાં તેનો રંગ કથ્થૈ રાખોડીયો છે.[] પ્રથમ સ્તરે ભવિષ્યમાં કયો રંગ વપરાવો જોઈએ તેનું સર્વેક્ષણ કરતી યંત્રણા છે જેમાં યાત્રિકો પોતાનો મત આપી શકે છે. એમીલી નુગીઅર, મોરિસ કોચ્લીન અને સ્ટીફન સૌસ્ટ્રી આ ટાવરના સહ-વાસ્તુકાર(આર્કીટેક્ટ)હતાં.[]

 
Eiffel Tower under construction in July 1888.

આ માળખાનું બાંધકામ ૧૮૮૭ અને ૧૮૮૯ વચ્ચે એક્સપોઝીશન યુનેવર્સલ (૧૮૮૯),એક વૈશ્વીક મેળાના પ્રવેશ દ્વાર તરીકે શરૂ થયું. આ મેળો ફ્રેન્ચ ક્રાંતિની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે આયોજવામાં આવ્યો હતો. ઍફીલે શરૂઆતમાં, ૧૮૮૮ના વૈશ્વીક પ્રદર્શન સમયે, ટાવર બર્સેલોનામાં બંધવાની યોજના ઘડી હતી પણ બાર્સેલોનાના સીટી હૉલના પદાઅધિકારીઓને તે બાંધકામ ખૂબ વિચિત્ર અને ખર્ચાળ અને તે શહેરની રચનાને પ્રતિકુળ લાગ્યું. બાર્સેલોનાના પ્રતિનિધી સભા દ્વારા પ્રસ્તાવ ના અસ્વીકાર પછી ઍફીલે તે પ્રસ્તાવ પૅરિસના યુનિવર્સલ એક્સિબિશન(વૈશ્વીક મેળો)ના વ્યવસ્થાપકો સમક્ષ મૂક્યો, જ્યાં એક વર્ષ પછી તેણે ૧૮૮૯માં બાંધકામ શરૂ કર્યું.

આ ટાવરનું ઉદઘાટન ૩૧ માર્ચ ૧૮૮૯ના થયું અને તેને ૬મે ના ખુલ્લો મુકવામાં આવ્યો. ૩૦૦ કામદારોએ ૧૮૦૩૮ પુડ્ડલ આયર્નના(સૌથી વિશુદ્ધ બાંધકામનું લોખંડ) ભાગો અને લગભગ ૫ લાખ રીવૅટ વાપરીને મુરીસ કૉચ્લીનની સ્ટ્રક્ચરલ ડીઝાઇન અનુસાર જોડીને આ ટાવરને મૂર્ત રૂપ આપ્યું. આજના બહુમાળી ઇમારતોથી વિપરીત આ ટાવરમાં નીચેના બે સ્તરોને છોડીને વચમાં કોઇ પ્લેટફોર્મ આદિ ન હોતાં અકસ્માતનો ભય ખૂબ જ હતો. પરંતુ ઍફીલે સુચવેલ ગાર્ડ રેઇલ ચલિત સ્ટેજ જાળી આદિને લીધે સમગ્ર બાઁધકામ દરમ્યાન માત્ર એક જ માણસનું મૃત્યુ થયું.

 
Eiffel Tower Construction view: girders at the first story

જ્યારે ટાવર બંધાયું ત્યારે તે લોકોની અપાર નિંદાનો ભોગ બન્યો. ઘણાએ તેને આંખમાંનુ કણું કહ્યો. પૅરીસના કલા સમીક્ષકોના ક્રોધીત પત્રોથી છાપાંઓ ભરાયેલા હતાં. ૧૮૯૨માઁ સંયુક્ત રાજ્યોની સરકારી પ્રેસના પ્રકાશન “પૅરીસ પ્રદર્શન સીવીલ એંજીનીયરીંગ, પબ્લીક વર્કસ અને વાસ્તુકલા” માં વિલિયમ વૉટ્સને વિસ્તારથી લખ્યું કે :વીસ વર્ષો સુધી આપણે સદીઓમાં રચાતી અસાધારણ રચનાને, લોખંડની પટ્ટીઓ અને રીવૅટ જોડીને બનેલો કાળા ખૂંટાની જેમ આખા શહેર પર પડછાયો પાડતા જોઇશું. આ કાગળ પર સહી કરનારામાં મેસ્સોનીઅર, ગુનોડ, ગેરોમ, બુગિરીઉ અને દુમસ શામિલ હતાં.

નવલકથાકાર ગાય દ મુપાસાન્ત, આ ટાવરને નફરત કરતો હતો,પણ દરરોજ આ ટાવરના ભોજન ગૃહમાં જ બપોરે જમતો હતો. જ્યારે તેને પૂછવામાઁ આવ્યું તો તે કહેતો કે સમગ્ર પૅરીસમાં તે એક જ જગ્યા હતી જ્યાં તેને ઇમારતો ન દેખાતી. આજે આ ટાવરને માળખાની(સ્ટ્રક્ચરલ આર્ટ) કળાનો ઉત્તમ નમૂનો માનવામાં આવે છે.

હોલીવૂડના ચિત્રપટમાં એક રમૂજી વાત હમેંશા જોવા મળે છે. પૅરીસના ઘર જે ફીલ્મોમાં બતાવાય છે તેની બારીમાંથી ઍફીલ ટાવર અચૂક દેખાય છે. હકીકતમાં એવું નથી. શહેરના બાંધકામના ક્ષેત્રિય નિયમોને આધિન ઊંચાઈ પર પ્રતિબંધ છે. જેથી કોઈપણ મકાનની ઊંચાઈ સાત માળથી ઊંચી નથી. આને લીધે અમુક જ ઊમ્ચા મકાનની બારીમાંથી ઍફીલ ટાવરનું સંપૂર્ણ દ્રશ્ય દેખાય છે.

ઍફીલ ટાવરને માત્ર ૨૦ વર્ષ જ ઊભા રહેવાની પરવાનગી હતી, તે અનુસાર ૧૯૦૯માં તેને તોડી પાડવો જોઈતો હતો, જ્યારે તેની માલિકી પૅરીસ શહેરની થઈ ગઈ હતી. પ્રશાશનની યોજના તો તેને તોડી પાડવાની હતી તેથી જ તો સ્પર્ધાની શરત હતી કે તે સહેલાઈથી જૂદુ પાડી શકાય તેવું હોવું જોઈએ. પરંતુ સંદેશવ્યવહાર ની દ્રષ્ટીએ આ ટાવર ખૂબ મૂલ્યવાન સાબિત થયું હતું,આથી તેની પરમીટ અવધિ પછી પણ તેને બન્યા રહેવાની પરવાનગી મળી હતી.

માર્નેની પ્રથમ લડાઈમાં સેનાએ તેનો ઉપયોગ પૅરીસની ટેક્સીઓને સીમા સુધી મોકલવમાં કર્યો આથી તે લડાઈનું વિજય સ્મારક સમાન બની રહ્યો.

ટાવરનો આકાર

ફેરફાર કરો
 
અઇફિલ ટાવર ઉપર છીએ

જ્યારે ટાવરનું બાંધકામ શરૂ થયું ત્યારે તેનો સાહસી આકાર જોઈને ઘણાં લોકો આશ્ચર્ય પામ્યાં હતાં. શરુઆતમાં ઍફીલ ટાવરની કોઈકે એન્જીનીયરીંગને અવગણીને તેને કળાત્મક બનાવવા બદલ તો કોઈકે તેની અકળાત્મકતા કે કદરૂપતા બદ્દલ તેની નિંદા કરી. ઍફીલ અને તેના એન્જીનિયરો, પુલ બાંધકામના ક્ષેત્રે અગ્રણી હોવાથી તેમેને હવાના દબાણની અસરોનો અંદાજો તો હતો જ, તેઓ જાણતા હતાં કે જો તેમણે વિશ્વનું સૌથી ઊંચો મિનાર બનાવવો હોય તો તેમણે તે તકેદારી રાખવી જ રહી કે તે હવાના દબાણ કે પવનના માર ને સહી શકે. વર્તમાન પત્ર 'લે ટેમ્પ્સ'ને આપેલ એક મુલાકાતમાં ઍફીલે કહ્યું: " કે હવે કયા મુદ્દાને મેં ટાવરનો આકાર નક્કી કરવામાં પ્રાધાન્ય આપ્યું? તો તે છે, હવાનો અવરોધ. તો પછી, ટાવરની બાહરની વક્ર ધારનો આકાર જેટલી સૂત્રો દ્વારા હોવી જોઈએ તેટલી જ વક્ર બનાવવામં આવી છે (...) તે ટાવરની મજબૂતાઈ અને સુંદરતા બનેંને ન્યાય આપશે અને તે દર્શક્ની આંખોને તેની સાહસિક્ રચનાનો ચિતાર પણ આપશે. - ફ્રેંચ્ વર્તમન પત્ર "લા તેમ્પ્સ"ના ૧૪ ફેબ્રુઆરી ૧૮૮૭ માંથી.

Now to what phenomenon did I give primary concern in designing the Tower? It was wind resistance. Well then! I hold that the curvature of the monument's four outer edges, which is as mathematical calculation dictated it should be (...) will give a great impression of strength and beauty, for it will reveal to the eyes of the observer the boldness of the design as a whole.

— translated from the French newspaper Le Temps of 14 February 1887[]

આમ ટાવરનો આકાર હવાના પ્રતિરોધને લક્ષ્યમા લઈને ગણીતીય સૂત્રોના આધાર પર નક્કી કરવામાં આવ્યો હતો. આ ગણિતીય સૂત્રની ઘણી થિયરી તેના પછીના વર્ષોમાં બતાવવામાં આવી. છેલ્લામાં છેલ્લી થિયરી અરૈખીક સામુહીક વૈવિધ્ય સૂત્ર nonlinear integral differential equationજે ટાવરના કોઈ પણ એક સ્થળે આવતા હવાના દબાણને ટાવરના અન્ય ભાગોમાં ઉત્પન્ન થતા તનાવ દ્વારા સમતોલ કરવા પર આધારિત છે.

આ ટાવરનો આકાર પરિગુણીક વક્ર છે. જો તેના આકારને ધ્યાન પૂર્વક દોરવામાં આવે તો સમજાય છે કે તે ખરેખર બે પરિગુણીક વક્રોથી બનેલ છે. નીચેનો ભાગ અવરોધ સામે વધુ અડીખમ બનાવાયો છે [૧૦][૧૧]

ટાવર પરના સ્થાપત્યો

ફેરફાર કરો

દૂર સંચાર

ફેરફાર કરો
 
ફ્રાંસને યુરોપીયન યુનિયનનું પ્રમુખપદ મળ્યાની ખુશીને ઉજવવા માટે વાદળી રંગની લાઈટોથી પ્રકાશિત અઇફિલ ટાવર (જુલાઈ ૨૦૦૮).

૨૦મી સદીની શરૂઆતથી ટાવરનો ઉપયોગ રેડીયો પ્રસારણ (આકાશવાણી) માટે થતો આવ્યો છે. ૧૯૫૦ સુધી, વારે તહેવારે , સુધારીત વાયરો ટોચથી અવેન્યુ દ સફેરન અને કામ્પ દ્ માર્સના ખૂંટા સુધી ખેંચેલા હતાં જેને નાની ગોખલાઓમાં મુકાયેલા દીર્ઘ-તરંગોના પ્રસારકો સાથે જોડાયેલા હતાં. ૧૯૦૯માં દક્ષિણ થાંભલા પાસે એક ભૂગર્ભ રેડિયો સ્ટેશન બનાવવામાં આવ્યું જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે. ૨૦ નવેંમ્બર ૧૯૧૩ના દિવસે, પૅરિસ વેધશાળાએ, ઍફીલ ટાવરને એન્ટેના તરીકે વાપરીને, ટકાઊ બિનતારી સંકેત (sustained wireless signals),અમેરીકાની નૌકાસન્યની વેધશાળાના સહયોગમાં આર્લિન્ગટન, વર્જિનિયાના એન્ટેનાનો ઉપયોગ કરીને પૅરીસ અને વોશિન્ગટન ડી. સી. વચ્ચેના રેખાંશનો તફાવત શોધ્યો. [૧૨]

ભોજનગૃહ (રેસ્ટોરન્ટ)

ફેરફાર કરો

ટાવરમાં બે ભોજનગૃહ છે:ઑલ્ટીટ્યૂડ ૯૫(95 m, 311 ft, above sea level), પહેલા સ્તર પર અને ધ જૂલે વર્ન, એક મોંઘી વાનગીઓ પીરસતુ, નેજી લીફ્ટ ધરાવતુ ભોજન ગૃહ બીજા સ્તર પર. આ ભોજનગૃહને મિશેલીન રૅડ ગાઈડ દ્વારા એક સ્ટાર પ્રાપ્ત છે. જાન્યુઆરી ૨૦૦૯માં, જૂલે વર્ન ને ચલાવવા માટે એક મલ્ટી-મિશેલીન શૅફ (રસોઈયો)ને લાવવામાં આવ્યો હતો.[૧૩]

પ્રવાસી લીફ્ટ

ફેરફાર કરો

ભોંયતળીયેથી બીજા સ્તર સુધી

ફેરફાર કરો

પહેલા અને બીજા સ્તર સુધી પહોંચાડતી લીફ્ટ શરૂઆતમાં બે કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. બનેં કંપનીઓએ લીફ્ટ લગાડવામાં ઘણી તાંત્રિકી અડચણોનો સામનો કરવો પડ્યો હતો કેમકે આટલી ઊંચાઈ અને આટલી ભારે વહન ક્ષમતા ધરાવતી લીફ્ટ બનાવાઈ ન હતી. ઢળતો ચઢાણ આ કાર્યને વવધુ પેચીદુ બનાવતા હતાં તેમાં વળી તેના ખૂણા બદલાતા હતાં. પૂર્વ અને પશ્ચિમની લીફ્ટ રોક્સ કોમ્બલુઝી લૅપાપે નામની ફ્રેન્ચ કંપની દ્વારા પૂરી પડાઈ હતી જેણે ઉચ્ચાલન માટે દ્રવચલિત (હાયડ્રોલીક) સાંકળ અને ચકરડીઓ (રોલર્સ) વાપરી હતી. લીફ્ટની સમકાલીન છાપ બતાવે છે કે પ્રવાસીઓને બેસાડવામાં આવતા પણ તે વાત ધ્યાનમાં રાખી લીફ્ટ રચાઈ હતી કે કેમ તે વાત અજ્ઞાત છે. બે મિનિટના પ્રવાસ સમય માટે પ્રવાસીઓની બેસવાની વ્યવસ્થા કરવી બિન જરૂરી લાગે છે. ઉત્તર અને દક્ષિણની લીફ્ટ અમૅરિકાની ઓટીસ કંપની દ્વારા પૂરી પાડવામાં આવી જેણે પહેલા જેવી જ ડિઝાઈન પર લીફ્ટ કાર બનાવી માત્ર તેમણે સુધારીત દ્રવચલિત પ્રણાલી અને કેબલ (ધાતુનાદોરડા) વાપર્યાં.ફ્રેન્ચ લીફ્ટનો કામગીરી ખૂબજ નબળી હતી અને તેને અત્યારે છે તે પ્રણાલીથી ૧૮૯૭માં પશ્ચિમ થાંભલામાં અને ૧૮૯૯માં પૂર્વ થાંભલામાં ફાઈવ-લીલી દ્વારા સુધારીત દ્રવચલિત અને દોરડા પ્રણાલી વાપરી સ્થાપિત કરવામાં આવી. બનેં પ્રારંભિક લીફ્ટો બૃહદ રૂપે ફાઈવ-લીલી લીફ્ટો દ્વારા વપરાતા સિદ્ધાંત પર જ આધારિત હતી.

ભોંય તળીયેથી પ્રથમ અને દ્વીતીય સ્તર સુધી પહોંચાડતી પાંચ લીલી-લીફ્ટ તોતિંગ જલશક્તિત પીસ્ટન દ્વારા ચલિત ચકરડીઓ અને કેબલ વાપરે છે. આ સંરચના તે સમયે થોડી અસામાન્ય હતી. આમાં ૨૦૦ટન ના ત્રણ મોટા પ્રતિવજનને હાયડ્રોલીક રૅમ (દ્રવ ચલીત હથોડી)ઉપર ગોઠવીને પાણીના સંગ્રાહક તરીકે વપરાયા હતાં. જેવી લીફ્ટ થાંભલાના તાંસા વક્રાકાર પર ચડે છે ત્યારે ચઢણનો ખૂણો બદલાય છે . બનેં લીફ્ટ ડબ્બીને સમાન સ્તરે રખાય છે અને અવશ્ય રીતે રમણા(ઉતરવાનુ પ્લેટફોર્મ-લેન્ડીંગ) પર તો તે ક્ષિતીજ સમાન સ્તરે હોયજ છે. લીફ્ટની ડબ્બી બે રમણા વચ્ચે ક્યાંક ત્રાંસી થઈ જાય છે ખરી. આ લીફ્ટો બ્લોક અને ટેકલ (block and tackle) ના સિદ્ધાંત પર કામ કરે છે પણ ઉલટી રીતે. ૧૬ મીટર ચલન માર્ગ ધરાવતી બે મોટી દ્રવચલીત હથોડીઓને (૧ મીટર વ્યાસ) થાંભલાના પાયા આગળ આડી ગોઠવવામાં આવી છે જે ૧૬ ગરગડી જોડેલી લીફ્ટની ડબ્બીઓને ખેંચે છે. (the French word for it translates as chariot and this term will be used henceforth to distinguish it from the lift carriage)

તેના પર ૧૪ સમાન ગરગડીનેને સ્થિર રીતે મુકવામાં આવી છે. તારના ૬ દોરડાં ગરગડીની આસપાસ એવી રીતે વીંટવામાં આવ્યાં છે કે જેથી દર એક દોરડું ગરગડીની બે જોડી મંથી ૭ વખત પસાર થાય. ત્યાર બાદ દોરડા ડબ્બી ને છોડી કેટલીક માર્ગદર્શક ગરગડી પરથી પસાર થતાં બીજા સ્તરથી ઉપર પહોંચે છે. ત્યાર બાદ ત્રીગુણી ગરગડી પરથી પસાર થઈ પાછી લીફ્ટ ડબ્બી સુધી પહોંચે છે. આ વ્યવસ્થા મુજબ લીફ્ટ તેની ડબ્બી અને પ્રવાસીઓ સહિત રૅમ કરતાં ૮ ગણું અંતર કાપે છે જે જમીન થી બીજે માળ સુધી ૧૨૮ મીટર છે. આ માટે રૅમ (હથોડો)દ્વારા ઉત્પન્ન થતી શક્તિ લીફ્ટની ડબ્બી, પ્રવાસીઓ અનેય્ ઘર્ષણ આદિને સર કરવા, લીફ્ટના વજન કરતાં આઠ ગણી હોય છે. દ્રવ ચલિત હથોડામાં દ્રાવક તરીકે પાણી જ વપરાય છે જેને ૩ સંગ્રાહકોમાં ભરાય છે. લીફ્ટને ઉપર ચઢાવવા માટે પાણીને સંગ્રાહકોમાંથી બે રૅમમાં ભરવા વિધ્યુત પંપ વપરાતા હતાં. કેમેકે સમતોલી વજન મોટા ભાગની શક્તિ પૂરી પાડતા હતાં, પંપે તો માત્ર વધારાની શક્તિ જ આપવાની રહેતી. ઉતરાણ માટે માત્ર પાણીને કંટ્રોલ વાલ્વ દ્વારા ફરી સંગ્રાહકોમાં મોકલવાનું હતું.લીફ્ટ ચાલકને બેસવાની જગ્યા લીફ્ટની નીચે હતી. આજે પણ લીફ્ટની નીચે (ડમી ઓપરૅટર તરીકે)તેને જોઈ શકાય છે.

૧૯૮૬માં આજના સુરક્ષિતતાના ઉપાયોને અને ચાલક માટેની સરળતાને અનુલક્ષીને પાંચેય લીલી-લીફ્ટને સુધારવામાં આવી. એક નવી કોમ્પ્યુટર ચલિત પ્રનાલી બેસાડવામાં આવી જેથી લગભગ સમગ્ર કાર્ય સ્વચાલિત થઈ ગયું. ત્રણમાંના એક સમ્તોલી ભારકને હટાવવામાં આવ્યો, ડબ્બીઓને સમકાલીન આધુનિક અને હલકા વજનની બનાવવામાં આવી. ખાસ મહત્વનું કે, મુખ્ય ચાલક બળ જે પાણીના પંપ દ્વારા પુરૂં પાડવામાં આવતું હતું તેને હટાવીને ૩૨૦ કિલોવૉટનો વિધ્યુત ચલિત ઑયલ પંપ વાપરવામામ્ આવ્યો કેમકે પાણીના પંપ માત્ર પ્રતિવરોધી બળ જ પુરૂં પાડતું હતું. આ નવો બેસાડેલ પંપ રથ પરની દ્રવ ચલીત મોટરને ગતિશક્તિ પુરી પાડતો હતો. નવી બેસાડેલ ડબ્બીઓ પૂર્ણ ક્ષમતાએ ૯૨ પ્રવાસી અથવા ૨૨ ટન વજનનું વહન કરી શકે છે.

દોરડાંઓને લચક અને રમણાંના સ્તર સાથે ડબ્બીનો સ્તર મેળવવામાં લાગતા સમયને કારણે દરેક લીફ્ટ સામાન્ય સમયમાં એક ફેરા માટે ૧મિનિટ અને ૫૦સેકન્ડના રોકાણ સમય સહિત સરાસરી ૮ મિનિટ,૫૦ સેકન્ડનો સમય લે છે. સ્તરો વચ્ચેનો સરાસર્રી પ્રવાસ સમય એક મિનિટ કરતાં પણ ઓછો છે.

ઉત્તરી અને દક્ષિણી થાંભલામાંની જૂની ઓટીસની લીફ્ટ ૧૮૯૯ની નવી ફ્રેંચ લીફ્ટ કરતાં પણ ખરાબ કામ આપતી હોવાથી તેને ૧૯૦૦માં દક્ષીણ થાંભલા માંથી અને ૧૯૧૩માં ઉત્તર થંભલામાંથી તેને વિદ્યુત મોટરથી ચલાવવાના નિષ્ફળ પ્રયાસ પછી કાઢી મૂકવામાં આવી. ઉત્તરી અને દક્ષીણી થાંભલો આ રીતે ૧૯૬૫ સુધી લીફ્ટ વગરનો રહ્યો. વધતી જતી પ્રવાસીઓની સંખ્યાને લીધે વ્યવસ્થાપકોએ તેમાં ફરી લીફ્ટ બેસાડવાનો નિર્ણય લીધો. આ વખતે આધુનિક દોરડાંથે ઉચ્ચલિત સમતોલન વાપરીને બ્લોક ઍન્ડ ટૅકલ સિદ્ધાંત અનુસાર વધુ ઝડપી લીફ્ટ બેસાડાઈ, જેનો પ્રવાસ સમય જૂની લીફ્ટ કરતાં ત્રીજા ભાગનો હતો. ઉત્તરના સ્તંભમાં સમતોલી વજનને સાઅ જોઈ શકાય છે.આ લીફ્ટને ૧૯૯૫માં નવી કાર (ડબ્બી) અને કોમ્પ્યુટર સંચલનથી સજ્જ કરવામાં આવી. ૧૯૮૩માં દક્ષિણ ટાવરમાં અત્યાધ્યુનિક વિધ્યુત ચલિત લીફ્ટ ખાસ જૂલે વર્ન ભોજન ગૃહના મુલાકાતીઓ માટે મૂકવામાં આવી. આને પણ ઓટીસ દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

૧૯૮૯માં ઓટીસ નિર્મિત એક વધુ લીફ્ટ સેવા, નાના વજન વહન કરવા અને રખરખાવ કર્મચારી ને લાવવા લઈ જવા દક્ષીણ સ્તંભમાં ઉમેરવામાં આવી

પૂર્વ અને પશ્ચિમ સ્તંભની પાણી વાપરતી દ્રવચલિત લીફ્ટની (કમસે કમ સૈદ્ધાન્તિક)કાર્ય પ્રણાલીને જાહેર જનતાના પ્રદર્શન માટે પૂર્વ અને પશ્ચિમ સ્તંભ નીચેના નાના સંગ્રહાલયમાં મૂકવામાં આવી છે. આ સંગ્રહાલય થોડું છુપાયેલું છે. આવડા તોતિંગ સંરચનાને વારંવાર લ્યુબ્રિકેશનની જરૂર પડતી હોવાથી તેમાં જનતાનો પ્રવેશ ઘડી ઘડી રોકવો પડે છે. પણ કજ્યારે તે ખુલ્લો હોય છે ત્યારે રાહ જોવાનો સમય અન્ય આકર્ષણોની સરખામણીએ ઘણો ઓછો છે.ઉત્તરીય ટાવરની રસ્સા પ્રણાલી પ્રવાસીઓ લીફ્ટમાંથી બહાર નીકળતા જોઈ શકે છે.

બીજા થી ત્રીજા સ્તર સુધી

ફેરફાર કરો
 
The original Hydraulic pump for the Edoux lifts.

બીજા અને ત્રીજા સ્તર વચ્ચેની મૂળ લીફ્ટ લેઑન ઈદોક્ષ દ્વારા નિર્મિત પાણી વાપરનારી દ્રવચલિત લીફ્ટ હતી. બે ભિન્ન સમતોલી વજન વાપરવાને બદલે બન્ને લીફ્ટો એકબીજીને સમ્તોલી ભારક તરીકે વાપરતી હતી. ૮૧મીટર લામ્બી દ્રવચલિત હથોડીઓ બીજા સ્તર પર મૂકવામામ્ આવી જે લગભગ ત્રીજા સ્તરની ઊંચાઈના અડધા ભાગ સુધી પહોંચતી હતી. લીફ્ટ ડબ્બીઓને હથોડીઓની ઉપર મૂકવામાં આવી હતી. દોરડાંઓને આ ડબ્બીઓની ઉપર બાંધવામાં આવ્યાં હતાં, ત્યાંથી તે ત્રીજા સ્તરની ઘરઘડેએનો ફેરો લઈ બીજી લીફ્ટ ડબ્બી સુધી પહોંચતા. આ કાર્ય પદ્ધતીને લીધે તે દરેક લીફ્ટ ડબ્બી બીજા અને ત્રીજા સ્તર વચ્ચે માત્ર અડધું અંતરજ કાપી શકતી અને પ્રવાસીઓને મધ્યાંતરે લાંબા સાંકડી પુલીકા પર ચાલી લીફ્ટ બદલવી પડતી, જ્યાંથી નીચેનું મનોહારી અવરોધહીન દ્રશ્ય દેખાતું.૧૦ટનની ડબ્બીઓ ૬૫ પ્રવાસી કે ૪ ટન સુધીનું વજન ઊંચકી શકતી.મૂળ લીફટની એક રોમાંચક વાત એ હતી કે તેને ખેંચનારા દોરડાં હવાના વેગથી ન ડોલે અને તેને નુકશાન ન થાય એ માટે એક માર્ગ દર્શિકામાંથી પસાર થતાં. જેમ લીફ્ટની ડબ્બી ઉપર સરકતી જાય તેમ તેની ઉપરની માર્ગિકા હટતી જાય. પાણી થીજે નહિ તે માટે રાસાયણિક ઉષ્મક નાખવા છતાં પાણી થીજતું અને અનાયાસે લીફ્ટને નવેંબરથી માર્ચ સુધી બંધ રાખવી પડતી.

૯૭ વર્ષની સેવા પછી દ્રવચલિત સંરચના વાપરતી લીફ્ટને ૧૯૮૨માં સદંતર બંધ કરવામાં આવી. તેના સ્થાને આખું વર્ષ વાપરી શકાય એવી પ્રમાણભૂત દોરડાં દ્વારા ચલિત લીફ્ટ બેસાડવામાં આવી.તેઓ એક બીજીના સમ્તોલી ભારક તરીકે કામ કરતી હોવાથી તેને જોડીમાં ચલાવાતી. જ્યાં સુધી બનેં ડબ્બીઓના દરવાજા બંધ ન થાય અને જ્યાં સુધી બનેં ચાલક ૘સ્ટાર્ટ૘ ચાલો બટન ન દબાવે ત્યાં સુધી લીફ્ટ ચાલુ ન થાઈ શકે. લીફ્ટની ડબ્બેમાંથી ઉંચકનારી સંરચના સુધી સંદેશ વહન રેડિયો (બિન તારી) દ્વારા થાય છે આથી વધારાના વાયરોની ઝંઝટ ટાળી શકાઈ છે. નવી સંરચના માં વચ્ચે લીફ્ટ બદલવાની પણ જરૂર રહેતી નથીૢ જેથી ચઢાણનો સમય ૮ મિનિટથી ઘટીને માત્ર ૧ મિનિટ અને ૪૦ સેકંડનો રહી ગયો છે. આ સંરચનામાં પણ દોરડાં માટે માર્ગદર્શિકા છે પણ તેને વિદ્યુત શક્તિ પર કામ કરે છે. લીફ્ટ ડબ્બીના ચઢાણ દરમ્યાન જે માર્ગ દર્શિકા ખસી જાય છે તે આપો આપ ડબ્બીના ગયાં પછી સ્વસ્થાને આવી જાય છે. આમ નીચેના ઉતરણ દરમ્યાન ડબ્બી દ્વારા માર્ગિકાને ખુલ્લો કરતા થતી અડચણ પન દૂર કરી શકાય છે. કમનસીબે આ લીફ્ટની ક્ષમતા નીચલા સ્તરની ત્રણ લીફ્ટ જેટલી નથી આથી ત્રીજા સ્તરે જવા લાંબી કતાર સામાન્ય છે. ટાવરમાં વચ્ચે આવતાં મધ્ય સ્તરીય રમણાં મોટે ભાગે આ લીફ્ટના બાંધકામ વખતે બનાવવામાં આવ્યા હતાં અને રખરખાવ કર્મચારીને તે લીફ્ટ અડધે લઈ જવા મદદ કરે છે. આ લીફ્ટની બદલીને લીધે ઉપરના ભાગમા6 ત્રાંસા ભાલ બેસાડવાનું શક્ય બન્યું જેથી બે વધારાના આપાત કાલીન દાદરા બેસાદી શકાયાં. આને લીધે ટાવરના બાંધકમ વખતે વપરાયેલ ભયંકર વૃતાકાર દાદરા પણ હટાવી શકાયા.

 
Lightning strikes the Eiffel Tower on June 3, 1902, at 9:20 P.M
 
The Eiffel Tower served as an advertising space for Citroën from 1925 to 1934.
  • ૧૦ સપ્ટેમ્બર ૧૮૮૯ન દિવસે, થોમસ આડિસને અહીંની મુલાકાત લીધી. તેણે અભિપ્રાય પુસ્તિકામાં નીચે મુજબ લખ્યું - પ્રતિ શ્રી એમ ઍફીલ, આધુનીક ઈજનેરીનું ઉદાહરણ સમાન આવું વિશાળ અને મૌલિક બાંધકામ કરવા બદલ- એક એવી વ્યક્તિ તરફથી, જેને બૉન ડ્યુ સહિત વિશ્વના દરેક ઈજનેર પર માન છે- થોમસ ઍડીસન
  • સંત-ફાધર થીઓડેર વુલ્ફએ ૧૯૧૦માં ટાવરની ટોચે અને પગે વિકીરિત શક્તિના મોજાંનું અવલોકન કર્યું અને શોધ્યું કે ટોચ પર તે ધાર્યાં કરતાં ઘણી વધુ હતી અને તે શોધની આધારે આજના કોસ્મીક કિરણોની શોધ થઈ.
  • ૪ ફેબ્રુઆરી ૧૯૧૨ન દિવસે ઑસ્ટ્રીયન દરજી પોતાના હાથે સીવેલા પેરાશૂટ પહેરી ૬૦ મીટરની ઊંચાઈએથી કૂદકો મારતાં મરણ પામ્યો.
  • ૧૯૨૫માં કોન કલાકાર વિક્ટર લસ્ટીંગે બે ભિન્ન પણ સંબધિત ઘટનામાં ટાવરને ભંગારમાં વેચી દીધો.
  • ૧૯૩૦માં, ન્યુયોર્કના ક્રિસલર ટાવરના બાંધકામથી તેનું વિશ્વની સૌથી ઊંચી ઇમારત હોવાનું માન જતું રહ્યું.
  • ૧૯૨૫થી ૧૯૩૪ સુધી ટાવરની ચારમાંથી ત્રણ તરફ સિટ્રોનની પ્રકાશીય ચિન્હ મૂકાયું આમ તે સમયે તે વિશ્વનું સૌથી ઊંચુ જાહેરાતીય સ્થળ બન્યું
  • ૧૯૪૦માં નાઝીઓ દ્વારા પૅરીસ પર કબ્જો કરતાં ફ્રેંચો દ્વારા લીફ્ટના દોરડાં કાપી નાખવામાં આવ્યાં જેથી એડોલ્ફ હીટલરને ઉપર ચડીને જવું પડે. યુદ્ધને લીધે તેને સમારકામ કરવાના ભાગો તે સમયે મળવા અશક્ય હતાં. જર્મન સૈનિકોને સ્વસ્તિક ફરકાવવા ઉપર ચડીને જવું પડ્યું. તે ધ્વજ એટલો મોટો હતો કે અમુક કલાકોમાં જ તે ઊડી ગયો. તેને સ્થાને નાનો ધ્વજ લગાવવામાં આવ્યો. પૅરીસની મુલાકાત સમયે હીટલરે નીચેથી જ તેને જોવાનું પસંદ કર્યું એમ કહેવાય છે કે હીટલર પૅરીસ જીતી શક્યો પણ ઍફીલ ટાવરને જીતી ન શક્યો.
  • જર્મન તાબા સમયે એક ફ્રેંચ નાગરિક ઉપર ચઢીને ફ્રેંચ ધ્વજ ફરકાવવા ઉપર ચઢ્યો. ઑગસ્ટ ૧૯૪૪ન દિવસે જ્યારે મિત્ર રાષ્ટ્રો પૅરીસની નજીક પહોંચ્યા ત્યારે હીટલેરે તેના પૅરીસના સૈનિક અધિપતિને ઍફીલ ટાવર તોડીને પૅરીસને ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો જેનો તેણે અનાદર કર્યો. મિત્ર રાષ્ટ્રોના પૅરીસ પર પુન: સત્તા સ્થાપના પછીના અમુક કલાકોમાં જ લીફ્ટોએ સામાન્ય કામ શરૂ કરી દીધું હતું
  • ૧૯૫૬, જાન્યૂઆરી ૩, આગ દ્વારા ટાવરની ટોચને નુકશાન થયું
  • ૧૯૫૭માં અત્યારે છે તે રેડીયો એંટેના ટોચ પર ઉમેરવામાં આવ્યો.
  • ૧૯૮૦માં ટાવરના મધ્ય ભાગમાં આવેલ ખાદ્ય ગૃહ અને તેને આધાર આપતું માળખાને તોડી પાડવામાં આવ્યો. આને જોહન ઓનોરીયો અને ડેનિયલ બોન્નોટ દ્વારા ખરીદીને ન્યૂ ઓર્લીન્સૢ લ્યૂસિનિયામાં સેંટ ચાર્લસ એવેન્યૂમાં પુન: પ્રસ્થાપિત કરવામાં આવ્યો. તેને ટુર ઍફીલ રેસ્ટોરંટ એવું નામ અપાયું. આ રેસ્ટોરંટને ઍટલાંટીકમાં આગબોટ દ્વારા વહન કરી તેના ૧૧૦૦૦ ટુકડા જોડીને બનાવામાં આવ્યો.
  • ૩૧ માર્ચ ૧૯૮૪ના દિવસે રોબર્ટ મોરિઆર્ટિએ તેની કમાનમાંથી બીચક્રાફ્ટ બોનાંઝા ઉડાડ્યું.[૧૪]
  • ૧૯૮૫માં બનેલી જૅમ્સ બૉન્ડ પર આધારીત સાહસ રોમાંચ ફીલ્મ A View to a Killમાં અભિનેતા સર રોજર મૂર દ્વારા (જૅમ્સ બૉન્ડના પાત્રમાં) અભિનેત્રી ગ્રેસ જોન્સ નો (મૅ ડેનોના પાત્રમાં) પીછો ઍફીલ ટાવરમાં કરાતો બતાવવામાં આવ્યો છે. ત્યાંથી બચવા તેણી પૅરાશૂટનો ઉપયોગ કરે છે.આ ફીલ્મની થીમ ટ્યુનના વીડીયોમાં સંગીત ટોળી ડુરાન ડુરાન ટાવરની પાશ્ચાત્ય ભૂમિમાં ફીલ્માંકન થયું હતું. તેથી ૨૦ વર્ષ પહેલાં બનેલ બૉન્ડ ફીલ્મ 'થંડરબૉલ' (૧૯૬૫) ટાવરના દ્રષ્હ્યનો ખલનાયકી ચિન્હ રૂપે કરાયો હતો.જેમાં એડોલ્ફો સેલી લાર્ગો નામના ખલનાયકની ભૂમિકા ભજવે છે.
  • ૧૯૮૭માં એ જે હેક્કેટે પોતાની મદદ વડે સંશોધિત નવા દોરડાનો પ્રયોગ કરીને ટાવર પરથી બન્જી જમ્પ નો પ્રયાસ કર્યો. તેની તુરંત બાદ પૅરીસ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી.[૧૫]
  • ૧૪ જુલાઈ ૧૯૯૫ના દિવસે, બૅસ્ટીલ ડે, ફ્રેન્ચ synthesiser સંગીતકાર જીન્ માયકલ જૅરે એ યુનેસ્કોની મદદ માટે ટાવર પર કાર્યક્રમ આપ્યો. આ મફત કાર્યક્રમ ૧૫ લાખ માણસોએ કામ્પ દ માર્સને પૂરો ભરીને માણ્યો. આ કાર્યક્રમમાં ટાવર પર પ્રકાશની રમઝટ અને આતશબાજી કરાઈ હતી. તેના ત્રણ વર્ષ પછી ફરી તે સંગીતકાર વધુ નૃત્ય અને સંગીત સાથે ફરી ત્યાં કાર્યક્રમ કર્યો.
  • ૧૯૯૯ના નવા વર્ષની સંધ્યાએ ઍફીલ ટાવર સહસ્ત્રાબ્દી ઊજવણીનો યજમાન બન્યો. ટાવરની સંપૂર્ણ લંબાઈ પરથી આતશબાજી કરાઈ. પ્રથમ સ્તર ઉપર આવેલ સંગ્રહાલયમાં આ ઘટનાની યાદ તાજી રખાઈ છે.
  • ૨૦૦૦માં ફ્લેશ લાઈટ અને ૪ ઉચ્ચ શક્તિ શોધ લાઈટને ટાવર પર મુકવામાં આવી. ત્યાર બાદ લાઈટ શૉ એક રાત્રી રોમાંચ બની છે. પૅરીસના રાત્રી આકાશમાં ઍફીલ ટાવર એક દીવાદાંડી બની ગયું છે.
  • ટાવરના ૨૦૦૦૦૦૦૦૦મા પ્રાવાસીએ ૨૦૦૨મા તેની મુલાકાત લીધી.[૧૬][૧૭]
  • ૨૨ જુલાઈ ૨૦૦૩ના ૧૯.૨૦ વાગ્યે ટાવરની ટોચ પર આવેલ પ્રસારણ કેંદ્રમાં આગ લાગી. આખા ટાવરને ખાલી કરવામાં આવ્યું, ૪૦ મિનિટમાં આગ બુઝાવાઈ અને કોઈ જાન હાનિ ન હતી થઈ.
  • ૨૦૦૪ની સાલ થી શિયાળામાં અહીં પ્રથમ સ્તર પર હિમપટ તૈયાર કરી સ્કેટીંગ સ્પર્ધાનું આયોજન કરાય છે.
  • ૨૦૦૮ના ઉત્ત્રરાર્ધમાં યુરોપિયન યુનિયનમાં ફ્રેન્ચ પ્રમુખત્વ આવતાં બાર સોનેરી તારાઓને ટાવરના પાયાપર લગાડીને સંપૂર્ણ ટાવરને ભૂરા રંગની રોશનીથી સજાવાયો. તે ઉપરાંત દર કલાકે ૨૦,૦૦૦ ચમકારા કરતાં બલ્બ દ્વારા ટાવરને ચળકાવાતો હતો. [૧૮]

કોતરેલા નામો

ફેરફાર કરો

ગુસ્તાવ ઍફીલે ઍફીલ ટાવર ૯૨ ફ્રેન્ચ વૈજ્ઞાનીકો, ઈજનેરો અન્ય આદ્રશ વ્યક્તિઓના નામોને કોતરાવ્યા. આ નામો ઉપર ૨૦મી સદીની શરૂઆતમાં પેન્ટીંગ પરીને હતાવી દેવાયા પુન: ૧૯૮૬અને ૧૯૮૭માં "સોસાયાટી નૂવેલે દ એક્સપ્લોઈટેશન દ લા ટૂર ઍફીલ" (કંપની જેને ટાવર સંબધિત મસલતો માટે રચવા માં આવી હતી) દ્વારા ફરી તેને પુનઃસ્થાપન કરાવાયાં

ચિત્રો પ્રકાશન અધિકાર દાવા

ફેરફાર કરો

આ ટાવરના ચિત્રો આદિ લાંબા સમય થી જાહેર સાર્વજનિક પ્રકાશન હક્ક ક્ષેત્રમાં હતાં. ૨૦૦૩મા એસ.એન.ટી.ઈ.(સોસાયટી નુવેલે દ એક્સપ્લોઈટેશન દ લા ટૂર ઍફીલ)એ ટાવર પર નવી પ્રકાશ રચના બેસાડી;પરિણામે આ ટાવરના રાત્રિ કે પ્રકાશ પ્રદર્શન સંબંધિત સર્વ ચિત્રો પ્રકાશન અધિકાર તળે આવ્યાં. હવે પરવાનગી વગર ઍફીલ ટાવરના રાતના ચિત્રો પ્રકાશિત કરવા એ અમુક દેશોમાં ગેરકાયદેસર છે.[૧૯][૨૦]

પ્રકાશનાદિકારની અમલ બજવણી વિવાદાસ્પદ રહી છે. એસ.એન.ટી.ઈ.ના પ્રમુખ સ્ટીફન ડ્યૂએ જાન્યૂઆરી ૨૦૦૫માં ટકોર કરી કે " આ તો ચિત્રોનો વાણિજ્યિક ઉપયોગની વ્યવસ્થાપનનો એક માર્ગ છે,જેથી અમને મંજૂર ન હોય તે રીતે તેનો ઉપયોગ ન થાય" તેમ છતાં તેની અસર નીચે પ્રવાસી દ્વારા ઉતારેલ તસવીરને પ્રસિદ્ધ ન કરવાનો ઉદ્દેશ્ય પણ પાર પડે છે.[૨૧] તે સાથે બિન નફાકારી અને અર્ધ-વાણિજ્યિક પ્રકાશન પણ અટકી પડે છે.

તાજેતરના એક નિવેડામાં, ધ કોર્ટ ઑફ કાશાસનને ન્યાય તોળ્યો કે ચિત્રો ઉપર કોઈ પ્રકાશન્ અધિકારનો દાવો ના કરી શકાય. પછી તે ભલેને પ્રકાશન્ અધિકાર થી સુર્ક્ષિત ઈમારત હોઅય તો પણ જો તે વિશાળ ક્ષેત્રનો સમાવેશ કરે તો પણ. આ પરથી કહી શકાય કે એસ.એન.ટી.ઈ.પ્આરીસ સહીત લીધેલા ઍફીલ ટાવરના ફોટા પર દાવો કરી ન શકે.

અમુક ન્યાય ક્ષેત્રોમાં, આ પ્રકાશન સુરક્ષા સંબંધી દાવાને મંજૂરી નથી. દા.ત. રીપબ્લીક ઑફ આયર્લેન્ડમાં કાયમી સ્થિર જાહેર સ્થળ કે ઈમારતજે જાહેઅર જનતા માટે ખુલ્લ હોય છે તેમને મુક્ત રીતે દ્રશ્ય માધ્યમમાં વાપરી શકાય છે. [૨૨]

જાહેર માધ્યમોમાં

ફેરફાર કરો
 
Panoramic view from underneath the Eiffel Tower.

વૈશ્વીક ધરાચિન્હ તરીકે ઍફીલ ટાવરનો ઉપયોગ ઘણી ફીલ્મો, વીડીયો ગૅમ્સ અને દૂરદર્શન પર થયો છે.

ઍફીલ ટાવર કરતાં ઊંચા લૅટીસ (જાળી સંરચના વાળા) ટાવરો

ફેરફાર કરો
Name Pinnacle height Year Country Town Remarks
કીવ ટીવી ટાવર ૧૨૬૩ફીટ ૩૮૫ મી. ૧૯૭૩ યુક્રેન કીવ વિશ્વનો સૌથી ઊંચો લેટીસ ટાવર
તાશકન્ત ટાવર ૧૨૩૦ફીટ ૩૭૪.૯ મી. ૧૯૮૫ ઉઝબેકીસ્તાન તાશકન્ત
યાંગત્સે નદી પરના પિલોન્સ ૧૧૩૭ ફીટ ૩૪૬.૫ મી. ૨૦૦૩ ચીન જીયાંગ્યીન ૨ ટાવર, વિશ્વના સૌથી ઊંચા વિધ્યુત[ પિલોન્સ]]
ડ્રેગન ટાવર ૧૧૦૨ ફીટ ૩૩૬ મી. ૨૦૦૦ ચીન હર્બીન
ટોક્યો ટાવર ૧૦૯૧ ફીટ ૩૩૨.૬ મી. ૧૯૮૫ જાપાન ટોક્યો
વીટી ટીવી ટાવર ૧૦૭૮ ફીટ ૩૨૯ મી. ૧૯૬૨ યુ.એસ. શૉરવુડ, વિસ્કોન્સીન
ડબલ્યૂ એસ બી ટીવી ટાવર ૧૦૭૫ ft ૩૨૭.૬ મી. ૧૯૫૭ યુ.એસ.. ઍટલાંટા, જ્યોર્જીયા

ફ્રાંસમાં આવેલા ઍફીલ ટાવર કરતાં ઊંચા બાંધકામો

ફેરફાર કરો
નામ ઊંચાઈ વર્ષ મળખાનો પ્રકાર શહેર નોંધ
દીર્ઘતરંગ પ્રસારણ એલોયીસ ૩૫૦ m ૧૯૭૪ ગાયડ માસ્ટ એલોયસ
HWU પ્રસારક (ટ્રાંસમીટર) ૩૫૦ મી. ? ગાયડ્ માસ્ટ રૉસ્ને મલ્ટીપલ(અનેક)માસ્ટ
વાયડક દા મિલાઉ ૩૪૩ મી. ૨૦૦૪ પુલનો થાંભલો મિલાઉ
ટીવી માસ્ટ નીઓર્ટ-મૅઈસોને ૩૩૦ મી. ? ગાયડ માસ્ટ નીઓર્ટ
ટ્રાંસમીટર લે મન્સ-માયેટ ૩૪૨ મી. ૧૯૯૩ ગાયડ માસ્ટ માયેટ
ટ્રાંસમીટર રોમ્યુલ્સ ૩૩૦ મી. ૧૯૭૪ ગાયડ માસ્ટ રોમ્યુલ્સ દીર્ઘ તરંગ પ્રસારક માસ્ટ, જમીનથી અવાહક કરાયેલ

પુનઃરચનાઓ - પ્રતિકૃતિઓ

ફેરફાર કરો
 
ટીઆન્ડચેન્ગની પ્રતિકૃતિ
 
સીનસીનાટી, ઓહીયો ના કિંગ્સ ટાપુ પરને પ્રતિકૃતિ
 
Replica in Parizh village, Russia.

ઊંચાઈના ઉતરતા ક્રમમાં:

  • પૅરીસ લાસ વેગાસ હોટેલ/કેસિનો, લાસ વેગાસ પટ્ટી પર, પેરેડાઈઝ નેવાડા,લસ વેગાસ નેવાડા નજીક.(પ્રમાણ ૧:૨) ૧૬૫ m
  • તીઆન્ડુનચેન્ગ, હૅન્ગઝોઉ, ચીન ૧૦૮ m.[૨૩][૨૪]
  • શેન્ઝેન, ચીન — ~૧૦૦ m (~328 ft, પ્રમાણ 1:3)
  • સ્લોબોઝિઆ, રોમાનિયા — ૫૪ m (૧૭૭ ft)
  • પૅરીઝ, ચેલીબીન્સ્ક ઓબ્લાસ્ટ, નૅગાબૅસ્કી જિલ્લો, ચેલીબીન્સ્ક ઓબ્લાસ્ટ, રશિયામાં. સાઉથ ઉરલ સેલ ટેલીફોન કંપની દ્વારા ચેલફોન ટાવર તરીકે બાંધવામાં આવ્યો ૫૦ મી. (164 ફીટ)
  • પ્રાણીસંગ્રહાલય, કોપનહેગન, ડેનમાર્ક. લાકડાથી બનેલ પ્રતિકૃતિ — 50 m (164 ft)
  • ફેય્ટેવિલે, ઉત્તર કેરોલીના — બૉરડોક્સ ટાવર ૪૫ મી. (૧૫૦ ફીટ) જેમામ્ એક લીફ્ટ પણ છે જે લોકોને ટોચ સુધી નાના દ્રશ્ય દર્શન માટે લઐ જાય છે
  • વોલ્ટ ડીઝની વર્લ્ડનો એપકોટ થીમ પાર્ક, (બ્યુએના વીસ્ટા, ફ્લોરીડા)ના વર્લ્ડ શોકેસના ફ્રાન્સ પેવેલિયનમાં - ૨૩  (૭૬ ફીટ, પ્રમાણ ૧:૧૦)[૨૫]
  • પૅરીસ,ટેક્સાસ — ૨૦ m (૬૫ ft)
  • ઍફીલ ટાવર(પૅરીસ, ટેનેસ્સી) - પૅરીસ, ટેનેસ્સીમાં — લગભગ ૨૦ m (૬૦ ft) ઊંચુ.
  • As a Meccano model, housed at the Technology Museum of Georgia (Atlanta, Georgia) — 11 m (36 t)[૨૬]
  • મેકનહેમ, સેટ્ટલડ્રોફ, જર્મનીની રન્ગીસ એક્સપ્રેસ્સ નામની કેટરીંગ કંપનીની છત પર.
  • ફાલ્કોન્સ સીટી ઓફ વન્ડર્સનું કેન્દ્રીય સ્થાન — દુબઈ, યુનાયટેડ આરબ અમીરેટ્સનો નવી વિકાસ યોજના, જેમાં વિશ્વની સાત અજાયબીઓ દર્શિત હશે.[૨૭]
  • ઈન્વાલ્ડ મીનીએચર પાર્ક, ઈન્વાલ્ડ, પૉલેન્ડ
  • મીની યુરોપ,બ્રસેલ્સ૧૨.૯૬ મીટર પ્રમાણ ૧:૨૫
  • રહ્યુ દા પૅરીસ કેફેના છત પર, બ્રિસ્બૅન, અઓસ્ટ્રીયા , લગભગ ૧૨મી ઊંચુ.
  • ફર્સ્ટ વર્લ્ડ પ્લાઝા શોપેંગ મૉલ, ગેન્ટેંગ હાઈલેન્ડઝ્ મલેશિયા[૨૮]
  • ઑસ્ટીન ટેક્સાસમાં ડ્રેયફસ એન્ટીક સ્ટોરમાં આની ૨૫ ફીટ ઉંચી પ્રતિમા છે.
  • મેસીનીઆ, ગ્રીસના ફીલીએટ્રા ગામનું પ્રવેશ દ્વાર (૧૮મી)[૨૯][૩૦]
  • પૅરીસ મિશિગન; અંદાજે ૩મી(૧૦ ft) એક પાર્કમાં.
  • બાકુ, અઝેરબૈજન, સાહીલ ટ્રેડ સેન્ટરના પર્ફ્યુમ દી ફ્રાન્સ દુકાનમાં લગભગ ૩મી.
  • ગોલ્ડન સેન્ડસ્ સી રીસોર્ટ, વર્ના, બલ્ગેરિયા —ટાવર પ્રમાણ ૧:૧૦
  • અક્ટાઉ, કઝાકસ્તાન એક તેલ બાંધકામ કંપનીન કાર્યાલય ની સામે.
  • સૅટલ ડ્રોફ ક્રેઈલશેમ નજીક જર્મનીમાં Oએક કંપની ની ઈમારત ઉપર.
  • ૨૦૦૭માં ધ લીગો કંપને ૧:૩૦૦ પ્રમાણના સ્કેલ મોડેલ બહાર પાડયાં.[૩૧]. તેમાં ૩૪૨૮ ભાગ છે અને ૧૦૮ સેમી ઊંચો છે.

પ્રસારણ સ્થાનકો

ફેરફાર કરો

એફ એમ રેડીયો

ફેરફાર કરો
કાર્યક્રમ કંપ સંખ્યા ERP
ફ્રાન્સ ઈન્ટર
ક્ષેત્રીય ૯૦,૩૫ MHz 3 કિ.વૉટ.
ફ્રાન્સ સંસ્કૃતિ ૯૩,૩૫ MHz 3 કિ.વૉટ.
ફ્રાન્સ મ્યુસિક ૯૭,૬ MHz 3 કિ.વૉટ.
કાર્યક્રમ ચૅનલ ક્રમ કંપ સંખ્યા ERP
કનાલ+ ૧૮૨,૨૫ MHz ૧૦૦ કિ.વૉટ.
ફ્રાન્સ ૨ ૨૨ ૪૭૯,૨૫ MHz ૫00 કિ.વૉટ.
ટીએફ૧ ૨૫ ૫૦૩,૨૫ MHz ૫00 કિ.વૉટ.
ફ્રાન્સ ૩ ૨૮ ૫૨૭,૨૫ MHz ૫00 કિ.વૉટ.
ફ્રાન્સ ૫ ૩૦ ૫૪૩,૨૫ MHz ૧00 કિ.વૉટ.
એમ૬ ૩૩ ૫૬૭,૨૫ MHz ૧00 કિ.વૉટ.

તેજ નામ ધરાવતા અન્ય ઈમારતો

ફેરફાર કરો
  • ઍફીલ ટાવર, પૅરીસ,ટેનેસ્સી.
  • ઍફીલ ટાવર કો-ઑપ હેકેન્સેક,ન્યૂ જર્સી, યુ એસ એ[૩૨]

ચિત્રમાલા

ફેરફાર કરો
  1. The Eiffel Tower as a World monument
  2. Number of visitors since 1889
  3. A few statistics
  4. The Guardian: New look for Eiffel Tower
  5. LeMonde.fr : Tour Eiffel et souvenirs de Paris[હંમેશ માટે મૃત કડી]
  6. "ThinkQuest article on the Eiffel Tower". મૂળ માંથી 2008-03-28 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-18.
  7. Painting the Eiffel Tower
  8. Conception and design of the Eiffel Tower
  9. Extrait de la réponse d'Eiffel
  10. Elegant Shape Of Eiffel Tower Solved Mathematically By University Of Colorado Professor
  11. "The Virginia Engineer: Correct Theory Explaining The Eiffel Tower's Design Revealed". મૂળ માંથી 2006-10-15 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-18.
  12. "Paris Time By Wireless," New York Times, 22 November 1913, pg 1.
  13. Paris France Guide: Paris Hotels, Food, Wine and Discounts - The Eiffel Tower Breaking News
  14. "પેરિસમાં બીચક્રાફ્ટ બોનાંઝા". મૂળ માંથી 2010-12-22 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-04.
  15. http://www.smh.com.au/news/world/extreme-bid-to-stretch-bungy-record/2007/02/27/1172338606150.html
  16. "The Eiffel Tower: Paris' Grande Dame". france.com. મૂળ માંથી 2007-09-28 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-24.
  17. "Soirée réussie le 28 novembre pour fêter l'année du 200 millionième visiteur". Official Site (Frenchમાં). 2002. મેળવેલ 2007-07-24.CS1 maint: unrecognized language (link)
  18. "All You Need To Know About the Eiffel Tower" (PDF). Official Site (Englishમાં). મેળવેલ 2009-01-09.CS1 maint: unrecognized language (link)
  19. Statement that publishing pictures of the lighting requires a fee
  20. In the United States, for example, 17 USC 120(a) explicitly permits the publication of photographs of copyrighted architecture in public spaces. In Germany this is known as Panoramafreiheit.
  21. "Eiffel Tower: Repossessed". મૂળ માંથી 2008-05-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-18.
  22. Irish Statute Books — Representation of certain artistic works on public display
  23. Reuters.com
  24. "Le Figaro – Actualité en direct et informations en continu". મૂળ માંથી 2016-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-18.
  25. Disney's official French Pavilion page સંગ્રહિત ૨૦૦૯-૦૧-૨૧ ના રોજ વેબેક મશિન — lists the Eiffel Tower as approximately 1/10th the height of the original.
  26. Eiffel Tower
  27. :: Falconcity of Wonders (L.L.C) ::
  28. First World Plaza સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૨ ના રોજ વેબેક મશિન. Retrieved on 2008-09-13
  29. Tower model at Filiatra
  30. Photograph of Filiatra tower
  31. LUGNET Set Guide
  32. Eiffel Tower Co-op — SkyscraperPage.com

બાહ્ય કડીઓ

ફેરફાર કરો


પુરોગામી World's tallest structure
1889—1931
300.24m
અનુગામી
Chrysler Building