વર્ધમાન જિલ્લો (અંગ્રેજી:Bardhaman district) (બંગાળી:বর্ধমান জেলা bôrdhoman) (Burdwan અથવા Burdhman પણ લખાય છે.) ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા કુલ ૧૯ (ઓગણીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. આ જિલ્લો પશ્ચિમ બંગાળ રાજ્યના કુલ ૩ (ત્રણ) વિભાગો પૈકીના એક એવા વર્ધમાન વિભાગના વહીવટી ક્ષેત્ર અંતર્ગત આવે છે. વર્ધમાન શહેર ખાતે વર્ધમાન જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે, જે આસાનસોલ અને દુર્ગાપુર જેવાં ઔદ્યોગિક રીતે મહત્વ ધરાવતાં સ્થળો હોવા છતાં જિલ્લા તેમ જ વિભાગનું મુખ્ય મથક છે. દામોદર નદીના કિનારા પર ૨૩ ડિગ્રી ૨૫' ઉત્તર અક્ષાંશ તથા ૮૭ ડિગ્રી ૮૫' પૂર્વ રેખાંશ પર સ્થિત વર્ધમાન શહેરમાં છે.[૧] રાજ્યની રાજધાની કોલકાતાથી ૧૦૦ કિલોમીટર જેટલા દૂર આવેલા આ નગરનો ગૌરવશાળી પૌરાણિક ઇતિહાસ છે. આ નગરનું નામકરણ ૨૪મા જૈન તીર્થંકર મહાવીરના નામ પરથી થયેલું છે. મુઘલ કાળમાં વર્ધમાન નગરનું નામ શરિફાબાદ હતું. મુઘલ બાદશાહ જહાંગીરના ફરમાન પર ૧૭મી શતાબ્દીમાં એક વેપારી કૃષ્ણરામ રાયે વર્ધમાન ખાતે પોતાની જમીનદારીનીથી શરૂઆત કરી હતી. કૃષ્ણરામ રાયના વંશજોએ ૧૯૫૫ સુધી વર્ધમાન પર શાસન કર્યું. વર્ધમાન જિલ્લામાંથી મળી આવેલા પથ્થર યુગના અવશેષો તથા સિંહભૂમિ, પુરૂલિયા, ધનબાદ અને બાંકુડા જિલ્લાના અવશેષોમાં સમાનતાઓ જોવા મળે છે. આ બાબત પરથી જણાઇ આવે છે કે આ સંપૂર્ણ ક્ષેત્ર એક જ પ્રકારની સભ્યતા અને સંસ્કૃતિનું દ્યોતક હતું. વર્ધમાન નામ જ આપોઆપ જ જૈન ધર્મના ૨૪મા તીર્થંકર મહાવીર વર્ધમાન સાથે જોડાયેલું છે.

સંદર્ભ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો