વિકિપીડિયા:વિડિયોવિકિ/વિક્રમ સારાભાઈ

વિડિયોવિકિ/વિક્રમ સારાભાઈ (માર્ગદર્શિકા)
ચિત્ર:En.Wikipedia-VideoWiki-વિક્રમ સારાભાઈ.webm
વિકિમીડિયા કૉમન્સ કડી
વિડિયો બનાવવાના પગથિયા
પગથિયું ૧ફેરફારોનું પૂર્વદર્શન કરો (૧૦ સેકંડ)
પગથિયું ૨કોમન્સ પર અપલોડ કરો (૧૦ મિનિટ)

વિઝ્યુલએડિટ વડે ફેરફાર કરો

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે.[] તેઓ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે.

 

અંગત જીવન

ફેરફાર કરો

વિક્રમ સારાભાઈનો જન્મ ૧૨ ઓગસ્ટ ૧૯૧૯ના રોજ અમદાવાદ ખાતે ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો.

 

કારકિર્દી

ફેરફાર કરો

અમદાવાદ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સારાભાઇ કેમિકલ્સ વગેરે ઉપરાંત સંશોધન ઉદ્યોગ, દવા, ફાર્મસીને લગતી અનેક સંસ્થામાં તેમને પોતાનો ફાળો આપેલો છે. [] તેઓ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે.

 

ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી

ફેરફાર કરો

૧૯૪૭માં અમદાવાદ ખાતે ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા ની સ્થાપના કરી.[]

 

સંશોધન ક્ષેત્ર

ફેરફાર કરો

સોલર ફીઝીક્સ અને કૉસ્મીક રેઝ પ્રત્યેની જીજ્ઞાસા અને લગાવને લીધે તેમણે દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા.[]

 
 
 

નોંધપાત્ર સંસ્થાઓ

ફેરફાર કરો

વિક્રમ સારાભાઈએ નહેરૂ ફાઉન્ડેશન ફોર ડેવલોપમેન્ટ, અમદાવાદ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સારાભાઇ કેમિકલ્સ, દર્પણ નાટ્ય અકાદમી જેવી અનેક સંસ્થાઓની સ્થાપનામાં સક્રીય ભૂમિકા ભજવી.[]

 
 
 
 

ભારતીય અવકાશીય કાર્યક્રમ

ફેરફાર કરો

૧૯૬૨માં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે.[]

 


પ્રથમ ઉપગ્રહ

ફેરફાર કરો

ડૉ. સારાભાઈના પ્રયત્નોથી ૧૯૭૫માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો. []

 

વિશિષ્ટ પદ

ફેરફાર કરો

સારાભાઈ વિજ્ઞાન સાથે સંકળાયેલ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં વિવિધ પદો પર રહ્યા.

 

ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ

ફેરફાર કરો

૧૯૬૨માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના ભૌતિક વિભાગના અધ્યક્ષ બન્યા.[]

 

ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી

ફેરફાર કરો

૧૯૭૦માં ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીની ૧૪મી જનરલ શિબિરના પ્રમુખ બન્યા.[]


ભારતીય પરમાણું ઉર્જા આયોગ

ફેરફાર કરો

૧૯૬૬ થી ૧૯૭૧ દરમિયાન ભારતીય પરમાણું ઉર્જા આયોગના ચેરમેન રહ્યા.[]

 

સંયુક્ત રાષ્ટ્ર સંમેલન

ફેરફાર કરો

૧૯૭૧માં 'પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ' પરની સંયુક્ત રાષ્ટ્રસંઘની ચોથી શિબિરના પ્રમુખપદે રહ્યા.[]

 

પુરસ્કાર

ફેરફાર કરો

સારાભાઈને તેમના પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા ૧૯૬૬માં પદ્મ ભૂષણ પુરસ્કાર અને ૧૯૭૨માં મરણોત્તર પદ્મ વિભુષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.[]

 
 

વિક્રમ સારાભાઇના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલિની સારાભાઈ‎‎ સાથે થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે. મલ્લિકા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નૃત્યકાર અને સામાજીક કાર્યકર છે જ્યારે કાર્તિકેય પણ વિજ્ઞાન ક્ષેત્રે સકિય છે.[]

 
 
 

વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્ર

ફેરફાર કરો

દક્ષિણ ભારતમાં તિરુવનંતપુરમ્ ખાતે આવેલી સંશોધન સંસ્થાને તેમની યાદમાં વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્રનું નામ આપવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં રોકેટમાંના ભૌતિક અને પ્રવાહી ગતિવાહકો પર સંશોધન થાય છે.[]

 
  1. "The Visionary- Vikram Ambalal Sarabhai". Vikram Sarabhai Space Centre. મેળવેલ ૨૨ જુલાઇ ૨૦૧૫.
  2. ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધરો, માહિતી કમિશ્નર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, નવેમ્બર ૨૦૧૪, પૃ. ૨૦-૨૩
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ ૩.૭ ૩.૮ R., Parthasarathy (April 3, 2003). "Vikram Sarabhai (1919-1971): Architect of Indian space programme". www.thehindu.com. મેળવેલ 2019-08-10.
  4. "From the Archives (May 23, 1969): Sarabhai assails faltering nuclear policy". The Hindu (અંગ્રેજીમાં). 2019-05-23. ISSN 0971-751X. મેળવેલ 2019-08-10.
  5. "Space Applications Centre". www.sac.gov.in. મેળવેલ 2019-08-10.
  6. "Padma Awards Directory (1954–2013)" (PDF). Ministry of Home Affairs, Government of India. 14 August 2013. મૂળ (PDF) માંથી 15 October 2015 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2015.