વિકિપીડિયા ચર્ચા:જોડણીના નિયમો
છેલ્લી ટીપ્પણી: Ashok modhvadia વડે ૧૦ વર્ષ પહેલાં
નામસ્થળ ‘વિકિપીડિયા’ માત્ર વિકિપીડિયાને લગતા પાનાંઓ માટે વપરાય છે. ‘જોડણીના નિયમો’ એ ભાષાને લગતો સ્વતંત્ર વિષય છે. આથી આ નામસ્થળ પર અયોગ્ય છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૨૨, ૨ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- જે રીતે ગુજરાતી વિકિ પર કેવી રીતે લખવું એ અહીંયા યોગ્ય છે તે જ રીતે લખતી વખતે જોડણી ના ક્યા નિયમો ધ્યાન પર રાખવા એ વાત અહીંયા યોગ્ય લાગી એ કારણે આ ધૃષ્ટતા થઇ ગઇ છે.. સહુને જો એમ લાગે કે મેં દોષપુર્ણ કાર્ય કર્યુ છે તો તે બદલ ઍન્ટીસીપેટરી બૅઇલ જેવી ઍન્ટીસીપેટરી માફી માંગું છું. આભાર. --લિ., વિહંગ વ્યાસંગી ૨૦:૨૮, ૨ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- નામસ્થળ વિષે કદાચ પણ બાંધછોડ થઈ શકે, પરંતુ અહિંનું લખાણ વિકિપીડિયા માટેના કોઈ વિશિષ્ટ જોડણીના નિયમો નથી, આ સાર્થ ગુજરાતી જોડણીકોશ પ્રમાણેના નિયમો છે માટે એનો સમાવેશ વિકિપીડીયા નામસ્ત્થળમાં યોગ્ય નથી લાગતો. આ ઉપરાંત મને આ જોડણીના નિયમોમાં જ અમુક જોડણીની ભૂલો દેખાય છે, આપણે પણ જોડણીકોશના જ પદચિહ્નો પર ચાલતા હોઈએ એવું લાગે છે (અશોકભાઈ તો જાણે જ છે, વિહંગભાઈ તમને જાણ ન હોય તો જણાવી દઉં કે જોડણીકોશમાં ઘણી ભૂલો છે અને તે વાતની સ્વિકૃતી ભાષાશાસ્ત્રીઓ અને ખુદ ગુજરાત વિદ્યાપીઠ પણ કરે છે).--ધવલચર્ચા/યોગદાન ૦૪:૨૦, ૩ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- ધવલભાઇ, મારા ધ્યાન પર આ વાત લાવવા માટે આભાર. આપણે જ્યારે અમદાવાદમાં મળ્યા હતા ત્યારે મેં પણ એક વાત તરફ આપનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરેલ એ કદાચ આપને યાદ હશે જ. મેં કહેલું કે આપણે સરકારી જાળસ્થળોની ભુલો દોહરાવીને આપણે પણ સરકારી અજ્ઞાન ફેલાવી રહ્યા છીએ. શું અન્ય સ્થળે સરકારી ભુલોનાં પદ પદચિહ્નો પર ચાલવું યોગ્ય હતું? No original researchની અને અન્યવિકિ નિતિ કદાચ એમ કહે છે કહે છે કે દરેક વાતને સંદર્ભનો ટેકો મુકવો. આપણે એ પણ વાત થયેલ કે દરેક વખતે એ કેમ શક્ય નથી બનતું. ખેર, પણ વાત અધિકૃત સંદર્ભની હોય તો મારો પ્રશ્ન ફક્ત એટલો જ છે કે સાર્થકોષને અધિકૃત ગણવો કે નહી? અને ન ગણીએ તો બીજા શેને આપણે અધિકૃત કહેશુ? આભાર. --લિ., વિહંગ વ્યાસંગી ૦૮:૫૭, ૩ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- મિત્રો, હાલમાં આપણે એક પરિયોજના પર કામ કરી રહ્યા છીએ. અત્યારે આપણી શક્તિ તે કાર્ય પર કેંદ્રીત કરીએ તો સારું. અન્ય નવા વિષયો પર સમય અને શક્તિ ડાયવર્ટ ન કરતાં આ પરિયોજનાને આપણો ઉપલબ્ધ સમય આપી ને તેના સોક્ષ-મોક્ષ સુધી પહોંચાડીયે. તે સિવાય મારા જેવા ધણના ઘેટા જેવાને થાય કે આ ધાડું જોડણી તરફ ચાલ્યું તો અક્ષાંસ - રેખાંશને મૂકો પડતું ને હવે જોડણી પર કામ કરવા લાગો! :) હા હા હા. આ સિવાય એક અન્ય વાત વિહંગભાઈ, જો સેનાપતિ રણ મેદાન છોડીને સાહિત્ય કથા કરવા બેસે તો સૈનિકો પણ હતાશા થાય ખરી ને?--sushant (talk) ૨૦:૫૮, ૩ ડિસેમ્બર ૨૦૧૩ (IST)
- અહીં હું સુશાંતભાઈ સાથે શતઃપ્રતિશત સહમત છું !! જો કે ચર્ચામાં પણ એક મમરો મેલી જ દઉં કે, સંદર્ભો માટે આપણે માત્ર (અને માત્ર) કોઈ એક સ્થાન પર આધારીત રહેવું એવો નિયમ નથી. વિકિમિત્ર પોતાના (અને ચર્ચા પછી અન્યના પણ) વિવેક પર આધાર રાખી શકે છે. અને No original research નો અર્થ (મારા મતે) એવો છે કે; ખાસ કે અગત્યની બાબતોમાં સભ્ય પોતે (કોઈ સંદર્ભ વગર; without reliable, published source) પોતાનો વિચાર કે માન્યતા (ફરી, કોઈ સંદર્ભ વગર) (Wikipedia does not publish original thought) લખે એ કરતાં સંદર્ભયુક્ત બાબત લખે એ વધુ ઈચ્છનીય છે. કેમ કે, જ્ઞાનકોશમાં લખાયેલી બાબત અન્ય કોઈપણ વ્યક્તિ "ચકાસણી" કરી શકે તેવી હોય તે આવકાર્ય છે. અને વધુમાં આ પણ વાંચો: Articles may not contain any new analysis or synthesis of published material that serves to advance a position not clearly advanced by the sources themselves. જો કે, આ ‘ઓ.રિ.’ની નીતિ ચર્ચાનાં પાનાને લાગુ પડતી નથી. એટલે કોઈપણ સભ્ય પોતે જાણતા હોય પણ સંદર્ભ શોધી શકાતો ન હોય તેવી બાબત તે લેખનાં ચર્ચાનાં પાને લખી શકે છે. તો આ છે ઓરિજીનલ રિસર્ચ વિશે નાનકડું આખ્યાન (મોટું ટૂંક સમયમાં !!!) આમે, સરકારી વેબ પર પણ, હાલ ચાલતી પરિયોજનાનાં સંદર્ભે જ જોઈએ તો, ઘણાંબધાં ગામનાં નામોના ઉચ્ચાર કે જોડણી ખોટાં છે ! એટલે તો જ્યારે કોઈ સ્થાનિક જાણકાર સભ્ય (કે અન્ય સેવાભાવી પણ) સાચો ઉચ્ચાર સૂચવે છે ત્યારે આપણે પ્રથમ તેની ચકાસણી કરી (ગૂગલ સર્ચ, વર્તમાનપત્રો, અન્ય રીતોએ) અને પછી તેને સુધારીએ છીએ અને ‘નોંધ’માં "ચકાસ્યું" એમ લખીએ છીએ. (કે સંદર્ભ ન મળે તો "સંદર્ભ મળતો નથી, ચકાસણી થઈ નથી" એવું લખીએ છીએ.) અને વિકિ પર આપણે કંઈ ઓ.રિ. સાથે આભડછેટ પણ ધરાવતા નથી !!! કરો....રિસર્ચ કરવું જરૂરી જ છે... બસ એને એમને એમ જ અહીં લખો નહિ ! થોડું આગળ વધારો...અને કદાચ તમે સંદર્ભ સુધી પહોંચી જશો !!! આમ ઓરિજીનલ રિસર્ચ વિકિપીડિયનનું ચાલકબળ બને છે. (રસ હોય તો વાંચો:OR_by_editors). પણ જવા દો....આ બાબતો આપણે એના વિશેના લેખમાં લઈશું.....હાલ તો આપ મિત્રોને પ્રબંધકોનાં નિર્ણય (અને જે થોડીઘણી છે તે અક્કલ !! :-) ) પર વિશ્વાસ હોય તો કૃપયા અમારા નિર્ણયને માન આપો (જો કે આપવું કે ન આપવું એ પણ સૌ વિકિમિત્રોનો આંગત અધિકાર છે.)...તો હું સુશાંતભાઈનાં સૂચનને માન આપીશ (છેક હવે !! :-) ) અને ‘અરેસુ’ પર કામે લાગીશ. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૧૮, ૩ ડિસેમ્બર ૨૦૧૩ (IST)