વિકિપીડિયા ચર્ચા:વિકિપરિયોજના ગ્રામ્ય માહિતીચોકઠાં

છેલ્લી ટીપ્પણી: સંચાલન જૂથને વિનંતીઓ વિષય પર Harsh4101991 વડે ૧૨ વર્ષ પહેલાં

સંચાલન જૂથને વિનંતીઓ

ફેરફાર કરો

(અહીં થનાર સૂચન અને વિનંતી પર અમલ કરવો કે ન કરવો તે સંચાલકશ્રીના વિવેક અને સગવડ આધારીત રહેશે. તેમની ફરજ હેઠળ આવશે નહિ)

  • શ્રી.હર્ષજી, આ પરિયોજનાની કામગીરી સાથે, જે માટે સહકાર્યકર્તા મિત્રો દરેક ગામના લેખનું પાનું સંપાદિત કરશે, જે તે ગામના પાના પર રહેલી શ્રેણી:ભૂગોળ (જો હોય તો) હટાવતા જાય તેવું નમ્ર સૂચન છે. અગાઉ ક્યાંક ચર્ચાયા પ્રમાણે શ્રેણી:ભૂગોળ મુખ્ય શ્રેણી છે. જે દરેક ગામના લેખમાં રાખવી જરૂરી નથી અને યોગ્ય પણ નથી. અગાઉ ક્ષતિપૂર્ણ રીતે મેલાઈ ગઈ છે પણ હવે તેને હટાવતા જઈએ. શક્ય બને તો આપ પરિયોજના કાર્યરીતી અંતર્ગત આ મુદ્દો ઉમેરશોજી. આપને અને આ વિરાટ સહકાર્યમાં જોડાયેલા અને જોડાનાર સર્વે મિત્રોને હાર્દિક ધન્યવાદ. શ્રી. ધવલભાઈએ પણ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૦૧, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
કામ થઈ જશે અશોકભાઇ.. હું હમણા જ આ મુદ્દો ઉમેરી નાખુ છુ. આભાર..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૩:૨૧, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

ગામના લેખોમાં શ્રેણી

ફેરફાર કરો

મિત્રો, ગામના લેખોમાં જે તે તાલુકાની શ્રેણી ઉમેરતા આવ્યા છીએ, જેમકે અબક તાલુકો તેને બદલે આજે મારા ધ્યાને ચડ્યું કે તેને બદલીને અબક તાલુકાનાં ગામો એવી શ્રેણી ઉમેરવામાં આવી છે .ઉદા. ઉનાઇ. મારા મતે તેને બદલે તાલુકો એવા નામ હેઠળ જ શ્રેણી રહેવા દેવી જોઈએ. કારણ એ છે કે, એમ કરતા તે તાલુકાના બધા સ્થળો આપણે એક જ શ્રેણીમાં સમાવી શકીશું. ગામો નામ હેઠળની શ્રેણીમાં તાલુકાનું નગર કે શહેર સમાવી શકાય નહી. ઉપરાંત તાલુકાના અન્ય સ્થળોનો પણ સમાવેશ નહિ કરી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૭, ૧ ઓકટોબર ૨૦૧૨ (IST)

સહમત તમારી વાત સાથે. પરંતુ અમે માત્ર ગામનાં લેખો માં

  1. અબક તાલુકાનાં ગામો
  2. અબક જિલ્લાનાં ગામો
  3. ગુજરાતનાં ગામો

એવી ૩ જ્ શ્રેણી રાખીશુ અને

  1. અબક તાલુકો
  2. અનક જિલ્લો

એવી શ્રેણી તો ચાલુ જ રહેશે.. જેથી એ તાલુકા કે જિલ્લાના બીજા લેખોને તે શ્રેણીમાં સમાવી શકાય. અને ગામનાં લેખોમાં ઉપર દર્શાવેલ ૩ શ્રેણી જ રાખવાથી એકસુત્રતા જળવાશે આ ઉપરાંત સમિતિને પરિયોજના કમ્પાઇલેશનમાં સરળતા રહેશે. અને વિકિમાં આંકડાકિય માહિતિ ગામોની મળી રહેશે. અને ગામની યાદીઓમાં કોઇ દખલગીરી પણ નહિ થાય. તેથી આ વસ્તુ વિકિ માટે વધુ સારી રહેશે એક આખો વિભાગ જ ગામો માટેનો જેમાં કોઇની દખલગીરી નહિં. આ જોઇ જાઓ

  1. શ્રેણી:અમદાવાદ જિલ્લાનાં ગામો
  2. શ્રેણી:દસ્ક્રોઈ તાલુકાનાં ગામો‎
  3. બોપલ

આભાર ધવલભાઇ.. મારી વાત પર વિચારજો..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૧:૨૩, ૧ ઓકટોબર ૨૦૧૨ (IST)

દરેક તાલુકાનાં ગામોની શ્રેણી માં તાલુકોની શ્રેણી મુકી દઈશુ.. જેમકે વાંસદા તાલુકાનાં ગામોની શ્રેણીમાં વાંસદા તાલુકોની શ્રેણી ઉમ્રેરી દઈશું જેથી તમારો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. અને અમુક તાલુકાની શ્રેણી પણ નથી. જેથી આમ કરવાથી સરસ કમ્પાઇલેશન થઈ જશે.. આભાર..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૨૧:૩૯, ૧ ઓકટોબર ૨૦૧૨ (IST)
દરેક તાલુકાના ગામો ની શ્રેણી ઉમેરવાથી તે તાલુકાના ગામોની માહિતી સરળતાથી મળી રહેશે તથા જો તાલુકાની શ્રેણીમાં આ શ્રેણી ઉમેરી દેવાથી આપણા બંને હેતુ સિધ્ધ થઈ જશે. તો મારા ખ્યાલથી આપણે આ હર્ષભાઇના નવા સુધારા જોડે આગળ વધવું જોઇએ. - સમકિત (ચર્ચા/યોગદાન) ૨૧:૪૯, ૧ ઓકટોબર ૨૦૧૨ (IST)
વાત કોઈક રીતે ગળે ઊતરતી નથી. તમારો કહેવાનો મતલબ એમ છે કે તમે અબક તાલુકાનાં ગામો, અબક તાલુકાનાં શહેરો, અબક તાલુકાનાં નગરો એવી ત્રણ શ્રેણીઓ બનાવશો. અને પછી તેને અબક તાલુકો શ્રેણીમાં ઉમેરશો? અને વળી પાછું તમે ગામમાં જે તે તાલુકાની અને જિલ્લાની બંને શ્રેણીઓ ઉમેરશો? મને તો યોગ્ય લાગતું નથી. આ વિષયે પહેલા ચર્ચા કરીને નિર્ણય કરી જ ચુક્યા છીએ કે ગામ/નગર કે શહેર એક નાનામાં નાનો એકમ છે. એટલે તે લેખ ફક્ત તાલુકાની શ્રેણીમાં જ હોવો હોવો જોઈએ, જિલ્લાની નહિ. જેમ આપણે દરેક લેખમાં શ્રેણી ભુગોળ ઉમેરેલી છે, જે ખુબ ઉપલી કક્ષાની શ્રેણી, તે યોગ્ય નથી અને માટે જ તે શ્રેણીને દરેક ગામના લેખમાંથી કાઢવામાં આવી રહી છે. તે જ રીતે ગામના લેખમાં તાલુકાની શ્રેણી ઉમેરતા હોઈએ તો જિલ્લાની શ્રેણી ઉમેરવી ના જોઈએ. આદર્શ શ્રેણીવૃક્ષ નીચે મુજબ હોવું જોઈએ..
ગામ->શ્રેણી:તાલુકો->શ્રેણી:જિલ્લો->શ્રેણી:રાજ્ય->શ્રેણી:દેશ->શ્રેણી:ખંડ->શ્રેણી:ભુગોળ
આ વર્ગીકરણમાં કોઈપણ લેખ/શ્રેણી તેની તરત ઉપરની તથા તેથી પણ ઉપરની એમ બે શ્રેણીઓમાં ના હોઈ શકે. ઉદાહરણ તરીકે બોપલ ગામનો લેખ ફક્ત શ્રેણી:દસક્રોઇ તાલુકામાં જ હોય, શ્રેણી:અમદાવાદ જિલ્લામાં પણ તે લેખ ના હોઈ શકે. શ્રેણી:દસક્રોઈ તાલુકો એ શ્રેણી:અમદાવાદ જિલ્લાની ઉપશ્રેણી બને, શ્રેણી:અમદાવાદ જિલ્લો એ શ્રેણી:ગુજરાતની ઉપશ્રેણી, શ્રેણી:ગુજરાત એ શ્રેણી:ભારતની અને શ્રેણી:ભારત એ શ્રેણી:એશિયાની અને છેવટે શ્રેણી:એશિયા એ શ્રેણી:ભુગોળની અંદર હોવી જોઈએ. શ્રેણી:ભુગોળમાં શ્રેણી:એશિયા અને શ્રેણી:ભારત બંને દેખાય તે યોગ્ય વર્ગીકરણ ના કહેવાય. તે જ રીતે ગામના લેખાના અંતે ફક્ત તેના તાલુકાની જ શ્રેણી દેખાવી જોઈએ, જિલ્લાની નહિ. તાલુકાની શ્રેણીના નામકરણ વિષે પણ ચર્ચા આવશ્યક છે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૦૭, ૨ ઓકટોબર ૨૦૧૨ (IST)
આવી રીતનું વર્ગીકરણ પહેલાથી જ હતું. દરેક ગામના લેખો મા ૩ શ્રેણી હતી જ્.. આ વાત મને પણ ગળે નતી ઉતરી.. પરંતુ તમે લોકો એ ૩ શ્રેણી મુકી હશે તો યોગ્ય હશે એમ માની ને ચાલેલો આગળ. હુ તમારી સાથે સહમત છુ કે દરેક ગામમાં એક જ શ્રેણી હોવી જોઇએ તાલુકાનાં ગામો.. દરેક તાલુકામાં એક જ શ્રેણી હોવી જોઇએ જિલ્લાની.. અને અત્યારના બધા લેખોમાં ગુજરાતના ગામો ની શ્રેણી છે જ એનુ મારે શુ સમજવુ????? તમે વાત ઉપર કરી એમ બોપલ ગામનો લેખ ફક્ત શ્રેણી:દસક્રોઇ તાલુકામાં જ હોય, શ્રેણી:અમદાવાદ જિલ્લામાં પણ તે લેખ ના હોઈ શક તો પછી ગુજરાતમાં કઈ રીતે હોઇ શકે?? અહિં જુઓ.. શ્રેણી:વાંસદા તાલુકાનાં ગામો, શ્રેણી:વાંસદા તાલુકો આ વસ્તુ વધારે સારી લાગે છે. અને હા વાંસદા તાલુકાના ની શ્રેણીમાં જે ગામો છે એ નીકળી જશે...-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૦:૧૬, ૨ ઓકટોબર ૨૦૧૨ (IST)
મિત્રો, ચર્ચામાં હસ્તક્ષેપ કરું છું. માત્ર વાજબી ગોઠવણ થવી જોઈએ એ જ આપણો આશય રહે છે. અહીં કોઈ પણ માન.સંપાદકશ્રી/શ્રીઓના કાર્યની અવહેલના કે ટીકા એવું કશું મનમાં લાવવું નહિ. શ્રેણીનું બંધારણ તો સઘળા વિકિઓ પર ઉપર ધવલભાઈએ જણાવ્યું તે રીતનું જ નક્કિ છે. લેખના પાને સૌથી પ્રાથમિક શ્રેણી આવે, અને તે શ્રેણી તેના કરતા ઉપરની શ્રેણીની પેટાશ્રેણી બને. (કૉમન્સ પર ચિત્રો માટે પણ આવી જ ગોઠવણ છે.) જો કે આ મુક્ત સંપાદન થતાં પાનાઓ હોય, ઘણી જગ્યાએ, જાણે-અજાણે શ્રેણી માટેની ક્રમબદ્ધ ગોઠવણ પળાતી નથી એ પણ દેખીતું જ છે. શ્રેણી એ વિવિધ પાનાઓને, એક સમાન વિષય હેઠળ ગોઠવવા માટે છે. (જે અન્ય કોઈ રીતે એકબીજા સાથે, એ જ વિષય હેઠળ ન દેખાતા હોય.) સમજવું અને સમજાવવું થોડું અઘરું તો થશે (એ મારી મર્યાદા છે !) છતાં અહીં આપણે આ ગામોના પાનાને આધારે સમજવા પ્રયાસ કરીએ.
    • જે તે તાલુકાના ગામના નામની યાદીનું ગઠન તો તાલુકા મથકના પાને પ્રથમથી છે જ. (એટલે "તાલુકાના ગામો" એવી શ્રેણી જરૂરી નહિ રહે. અને છતાં જો એ પ્રમાણે શ્રેણી ગઠન કરવું હોય તો, દરેક પાને "શ્રેણી:તાલુકો" નહિ આવે તથા "શ્રેણી:તાલુકાના ગામો" એ "શ્રેણી:તાલુકા"ની ઉપશ્રેણી બનશે.) એ જ રીતે દરેક ગામના પાને રહેલી અન્ય બીનજરૂરી શ્રેણીઓ પણ હટાવવી પડે. (મેં શરૂઆત ખાતર "શ્રેણી:ભૂગોળ" હટાવવા એટલે જ વિનંતી કરી છે.) આ ગોઠવણ માત્ર રાષ્ટ્રમાન્ય વહિવટી સંસ્થાકિય સંરચનાને લગતી ગણાય. કેમ ? તે સમજાવવા પ્રયાસ કરું; ધારો કે "જુનાગઢ" આ વહિવટી રચના હેઠળ માત્ર "તાલુકો:જુનાગઢ" શ્રેણીમાં જ આવશે. ત્યાર પછી આપણે જે પ્રકારે શ્રેણી રચના કરી હોય તે અન્ય શ્રેણીઓ તેમાં આવી શકે. જેમ કે, "ગુજરાતના યાત્રાધામો", "ઐતિહાસિક સ્થળો", "ગુજરાતના પર્યટન સ્થળો", આમ અનેક શ્રેણીઓ આવી શકે. પરંતુ !!! પેલી શ્રેણીજૂથ, "જિલ્લો", "રાજ્ય", "દેશ" ..."ભૂગોળ" વગેરેમાંનું એક પણ પુનરાવર્તન ન જ પામે. જો કે હાલ આ મુદ્દો દેખાય તેટલો સરળ નથી કેમ કે; અગાઉ બનેલી, અને સૌની જે તે સમયની સમજ અને જરૂરત પ્રમાણે બનતી પણ રહે તેમાં કશું ખોટું નથી કે ન કોઈ માન.સંપાદકશ્રીઓના કાર્ય વિશે ટિપ્પણી છે, શ્રેણીઓને દર અમુક સમયે ચોક્કસ અને વધુમાં વધુ ઉપયોગી થાય તેવી પદ્ધતિથી ફેરગોઠવણ કરતા રહેવું પડશે. હાલ હું એટલું જ સૂચવીશ કે આપણે નાના નાના વિભાગોમાં (એટલે કે શ્રેણીજૂથોમાં) જરૂરી ફેરફાર કરતા જઈએ. ખાસ તો, બીનજરૂરી શ્રેણીઓ હટાવતા જઈએ, અને આમ જ એક ઉપયોગી અને વાજબી શ્રેણીવૃક્ષ તૈયાર કરવા તરફ આગળ વધીએ. ટૂંકમાં હાલ તો, ગામના પાનાઓ પર, "શ્રેણી:તાલુકાના ગામો", "શ્રેણી:જિલ્લાના ગામો", "શ્રેણી:રાજ્યના ગામો", એ ત્રણે શ્રેણી પુનરાવર્તન પામતી શ્રેણી થશે. એ ત્રણે અને "શ્રેણી:ભૂ્ગોળ" હટાવતા રહેવું. અને જ્યાં સુધી આ "રાજકિય શ્રેણીજૂથ"નું પુનઃગઠન ન થાય ત્યાં સુધી ગામના પાનાઓ પર, એકસાથે ફેરફાર દ્વારા, નવિન શ્રેણી ન ઉમેરવી. (આ એક સભ્ય લેખે નમ્રવિનંતી માત્ર છે.) વધુ માટે આપણે વિકિપીડિયા:શ્રેણી એ પાને જરૂરી ભાષાંતર, જરૂરી ગોઠવણો, અહીં (ગુજ.વિકિ પર) ઉપયોગી તેવી જરૂરી માર્ગદર્શિકાઓ અને જરૂરી ચર્ચાઓ કરતા જઈએ તે વાજબી ગણાશે. (પ્રબંધક લેખે, ધવલભાઈ અને હું બંન્ને ત્વરીત આ કાર્ય ચાલુ કરીએ.) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૩૭, ૨ ઓકટોબર ૨૦૧૨ (IST)
આભાર અશોકભાઈ. આપે વધુ સરળ રીતે સમજાવ્યું છે. અને તમે કહો છો તેમ રાષ્ટ્રમાન્ય વહિવટી સંસ્થાકિય સંરચનાને લગતી શ્રેણી સિવાય અન્ય શ્રેણીઓ લેખમાં હોઈ શકે, સંપૂર્ણ સહમત! અને વિકિપીડિયા:શ્રેણીને ગુજરાતીમાં સમૃદ્ધ કરવાનું કામ શરૂ કરી જ દીધું છે, આપણે ખભેખભો મીલાવીને આ દિશામાં ચોક્કસ માર્ગદર્શિકાઓનું નિર્માણ કરવાનું કામ હાથ પર લઈએ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૮, ૩ ઓકટોબર ૨૦૧૨ (IST)
Return to the project page "વિકિપરિયોજના ગ્રામ્ય માહિતીચોકઠાં".