બોપલ (તા. દસ્ક્રોઇ)
બોપલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લા ના દસ્ક્રોઇ તાલુકામાં આવેલું નગર છે. વર્ષ ૨૦૦૮ના નવા શહેરી સીમાંકન પછી બોપલ ગામ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) ની હદમાં સામેલ કરવામાં આવેલું છે.[૧] ૧૯૮૦નાં દાયકા સુધી મહદ્ અંશે ખેતી પર નભતું આ ગામ, અમદાવાદની સીમા પર આવેલું હોવાથી, ઝડપથી વિકાસ પામવા લાગ્યું અને અમદાવાદ શહેરના વિકાસમાં સામેલ થઇ ગયું.
બોપલ | |||||||
बोपल/Bopal | |||||||
— વિસ્તાર — | |||||||
બોપલ સ્કાયલાઇન
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 23°02′05″N 72°27′37″E / 23.034717°N 72.460299°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | અમદાવાદ | ||||||
સરપંચ | દિનેશભાઈ જી. ડાભી | ||||||
વસ્તી | ૩૭,૬૩૫ (૨૦૧૧) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 28 metres (92 ft) | ||||||
કોડ
| |||||||
વેબસાઇટ | www.bopalgrampanchayat.com |
બોપલ ઘુમા નગરપાલિકા
ફેરફાર કરો૩૭,૬૩૫ની વસ્તી ધરાવતી બોપલ ગ્રામ પંચાયતમાં જ ઘુમા ગ્રામ પંચાયતનું વિલનીકરણ કરીને બોપલ-ઘુમા નગરપાલિકા બનાવવાનું શહેરી વિકાસ વિભાગે સૈધ્ધાંતિકપણે નક્કી કર્યું હતું.[૨] ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ સમાચારપત્રોમાં પ્રગટ થયેલા સમાચાર મુજબ બોપલનો વહીવટ બોપલ-ઘુમા નગરપાલિકાને હસ્તક રાખવાનું નક્કી થયું હતું.[૩] ભારતીય હિસાબી વરસ ૨૦૧૬-૧૭થી રહેવાસીઓને મળતા બીલ પર "બોપલ-ઘુમા નગરપાલીકા"નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમજ કાર્યાલય પરની તકતી પણ બોપલ ગ્રામપંચાયત માંથી બદલાઈને બોપલ-ઘુમા નગરપાલીકા કરી દેવામાં આવી હતી. ૧૮ જુન ૨૦૨૦ના દિવસે ગુજરાત સરકારે બહાર પાડેલા એક જાહેરનામામાં ઉલ્લેખ થયા પ્રમાણે બોપલનો સમાવેશ અમદાવાદ શહેરમાં કરવામાં આવ્યો છે.[૪] આંબલી-બોપલ-ઘુમા ને જોડતા મુખ્ય રસ્તાથી ઉત્તર દિશાનો બોપલનો ભાગ અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનમાં અને એ રસ્તાથી દક્ષીણ તરફનો બોપલનો ભાગ અમદાવાદના દક્ષીણ પશ્ચિમ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉત્તર બોપલ
ફેરફાર કરોબોપલ તળાવ
ફેરફાર કરોટી.આર.પી. મોલ
ફેરફાર કરોસેંટ્રલ બોપલ વિસ્તારમાં આવેલ છે અને TRPનું પૂરું નામ The Retail Park છે જ્યાંથી એક પુરાણું મહાદેવનું મંદિર એકદમ નજીક આવેલ છે. ત્યાંથી સ્વામિનારાયણ મંદિર પણ નજીક થાય છે. BRTS ની સુવિધા પણ ઉપલબ્ધ છે
દક્ષિણ બોપલ
ફેરફાર કરોઔડા નિર્મિત બગીચો
ફેરફાર કરોઔડા નિર્મિત કોમ્યુનિટી સેન્ટર
ફેરફાર કરોરેનીસા ફુડ કોર્ટ
ફેરફાર કરોવસ્તી
ફેરફાર કરો૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે[૫] બોપલની કુલ વસ્તી ૩૭,૬૩૫ છે. પુરુષોની સંખ્યા ૧૯,૬૧૯ જ્યારે સ્ત્રીઓની સંખ્યા ૧૮,૦૧૬ છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ગુજરાત સરકારના તા. ૧૫ ફેબ્રુવારી ૨૦૦૮ ના જાહેરનામા ક્રમાંક જીએચ/વી/૫૯ ઓફ ૨૦૦૨/ડીવીપી/૧૫૯૯/૧૩૬૮/લ અન્વયે
- ↑ "ઔડામાં નવું ટાઉન : બોપલ, ઘુમા પંચાયતોને 'પાલિકા'નું પ્રમોશન". સંદેશ. ૬ ડિસેમ્બર ૨૦૧૪. મૂળ સંગ્રહિત માંથી 2015-09-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૫.
- ↑ "Bopal, Ghuma merged; new municipality takes birth - Times of India". The Times of India. મેળવેલ 2018-09-18.
- ↑ "બોપલનો અમદાવાદમાં સમાવેશ". નવ ગુજરાત સમય. ૧૯ જુન ૨૦૨૦ – અમદાવાદ સમય વડે. Check date values in:
|date=
(મદદ) - ↑ http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=539969
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |