વિકિપીડિયા ચર્ચા:વિકિપીડિયા ૧૧ વર્ષની ઉજવણી
સરસ ! હજુ કેટલીક અગત્યની વિગતો ખુટે છે. એમને પણ સામેલ કરવા વિનંતી. એક પેટાપાનું એવું બનાવો જેમાં સભ્યશ્રીઓ, જે અમદાવાદ કે આસપાસ રહેતા હોય તે, પણ મદદરૂપ થવા માટે નોંધણી કરાવી શકે. એક પાનું એવું કે જ્યાં આ ઉજવણીપ્રસંગે હાજર રહેવા ઈચ્છનાર સભ્યશ્રીઓ પોતાની નોંધણી કરાવી શકે. જો કે ઉતાવળ નથી. આપણે ગોષ્ટીમાં આ બધી ચર્ચા થયેલી જ છે. ફૂરસદે આ બધાં પાનાઓ બનાવતા જવા. સૌ વિકિમિત્રોને વિનંતી કે આ આયોજન હજુ બાળસ્વરૂપે છે ત્યાં અહીં ચર્ચાના પાને પોતાના સૂચનો (આયોજન સંદર્ભે) લખે. યોગ્ય અને પહોંચીવળાય એવા સૂચનો ધ્યાને લઈ અમલ કરાશે. વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી પછીનું વળી એક સુંદર આયોજન થઈ રહ્યું છે એમાં સૌ વિકિમિત્રો ઉત્સાહભેર સહકાર આપશે તેવી અભ્યર્થના અને કાર્યક્રમને અને મુખ્ય સંયોજકશ્રીને આગોતરી હાર્દિક શુભેચ્છા.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૫૪, ૨૩ નવેમ્બર ૨૦૧૪ (IST)
પિંગ
ફેરફાર કરોપિંગ એટલે - આજ કાલ આ બાબતે શું ચાલે છે? મારા તરફથી બનતી મદદ કરી શકીશ. ખાસ કરીને આપણે વિકિમીડિઆ ફાઉન્ડેશનને આ ઉજવણીનો પ્રસ્તાવ આપીએ અને કેટલીક વસ્તુઓ સ્ટિકર, મગ, ટી-શર્ટ વગેરે મેળવી શકીએ છીએ --KartikMistry (talk) ૧૨:૦૦, ૮ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)
- છેલ્લે આ બાબત ઉતારા માટે ના ભાવ-તાલ પણ જોવરાવી રાખ્યા હતા પણ એ પછી સમય ના અભાવે આગળ વધી શકાયુ નથી. આજના કાર્યક્રમ માટે ભાવનગર પણ જઇ શક્યો નથી. એ પછી છાપામાં સતત આવ્યા કરે છે કે અમદાવાદમાં ઉપરાઉપરી અનેક ઇવેન્ટ્સ યોજાવાના કારણે સારા સ્થળો બધા બુક છે. જોકે આપણે જ્યારે કરવું છે ત્યારે પરિસ્થીતિ અલગ હશે. પણ હવે નવેસરથી બધી જગ્યાએ પુછવા જવું પડશે એ નક્કી છે. અત્યારે તો એવું લાગે છે કે મારા માટે માર્ચની શરૂવાત સુધીમાં સમય કાઢવો થોડો અઘરો છે. આભાર. --એ. આર. ભટ્ટ (talk) ૧૩:૧૩, ૮ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)