વિક્ટર બંદર

અરબી સમુદ્રના કિનારે સ્થિત ભારતનું એક બંદર

વિક્ટર બંદર અથવા વિક્ટર પોર્ટ (અંગ્રેજી: Victor port) ભારત દેશના ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા વિક્ટર ગામ નજીક અરબી સમુદ્રના કિનારે સ્થિત એક બંદર છે.

વિક્ટર બંદર
સ્થાન
દેશભારત
સ્થાનવિક્ટર, અમરેલી જિલ્લો, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ20°58′19″N 71°33′32″E / 20.97194°N 71.55889°E / 20.97194; 71.55889
વિગતો
માલિકગુજરાત મેરીટાઇમ બોર્ડ

વિક્ટર બંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૫૧ (જુનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-ઈ) પર આવેલા વિક્ટર ગામથી દક્ષિણ દિશામાં આશરે ૪.૫ કિલોમીટર જેટલા અંતરે પિપાવાવ બંદર નજીક ખંભાતના અખાતની પશ્ચિમ બાજુ પર આવેલું છે.[૧]

વર્તમાન સમયમાં, ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા હાલની વિક્ટર બંદર સુવિધાનો વહીવટ, મેરીટાઇમ ઇન્ડિયા સમિટ ૨૦૧૬માં વિક્ટર બંદરને કાર્યરત કરવા અને વિક્ટર બંદરના ખાતે વિવિધલક્ષી કાર્ગો ટર્મિનલ વિકસિત કરવાના હેતુથી ઓમ સાંઈ નેવિગેશન્સ પ્રાઇવેટ લિમિટેડ (OSNPL)ને ફાળવવામાં આવ્યો છે. છે.[૨][૩]

સંદર્ભો ફેરફાર કરો

  1. "About Victor Port". Om Sai. મેળવેલ ૨૬ જાન્યુઆરી ૨૦૧૮.
  2. http://www.omsainavigations.com
  3. "GMB to operationalize Victor Port through private investment". Project Monitor. ૨૧ ઓગસ્ટ ૨૦૧૪. મેળવેલ ૨૬ જાન્યુઆરી ૨૦૧૮.