વિજય વિલાસ મહેલ
વિજય વિલાસ મહેલ અથવા વિજય વિલાસ પેલેસ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ એક રજવાડી મહેલ છે.[૧][૨] માંડવી શહેરના સુંદર દરિયા કિનારા પર વૈભવતાના પ્રતિક સમાન વિજય વિલાસ મહેલ કચ્છ જિલ્લાની શાન ગણાય છે. આ મહેલનું નિર્માણ ઈ. સ. ૧૯૨૦માં જયપુરના કારીગરો દ્વારા કરવામાં આવ્યું હતું. આના કારણે મહેલના બાંધકામમાં રાજપુત સ્થાપત્ય શૈલીની ઝલક જોવા મળે છે.[૩]
લાલ રેતાળ પથ્થરોથી બનેલો આ મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છે, તેની ચોતરફ બંગાળી ગુંબજો, ખૂણામાં મિનારા અને રંગીન કાચની બારીઓ છે. છત પરના ઝરુખામાંથી આસપાસનો વિસ્તાર દ્રશ્યમાન થાય છે અને રાજાની સમાધિ પણ દેખાય છે. મહેલનો મધ્યખંડ અદ્ભુત છે. મહેલની રંગબેરંગી બારીઓ, દરબાજાઓ અને પ્રવેશદ્વારની રચના પણ અદ્ભુત છે. દરિયા કિનારાને કારણે અહીં હંમેશા હવા ઉજાસ રહે છે. હિન્દીના ચલચિત્રના શુટિંગ માટે આ એક પસંદગીનું સ્થળ છે.[૪] આ મહેલને વર્તમાન સમયમાં હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કરવામાં આવેલ છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Vijay Vilas Palace, Mandvi સંગ્રહિત ૨૦૧૨-૦૧-૨૪ ના રોજ વેબેક મશિન
- ↑ "Visitors Guide > Historical Monuments". www.asanjokutch.com. મેળવેલ ૩ મે ૨૦૧૭.
- ↑ Kutch Gurjar Kshatriyas: A Brief History and Glory by Raja Pawan Jethwa (2007)-Calcutta. Section II - Mistris of Kutch and architects built by them mainly in Princely State of Cutch.
- ↑ HolidayIQ.com. "Mandvi tourism - Hotels, Sightseeing, Reviews & Photos - HolidayIQ". www.holidayiq.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2013-05-09 પર સંગ્રહિત. મેળવેલ ૩ મે ૨૦૧૭.