માંડવી (કચ્છ)

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

માંડવી ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું નાનું શહેર છે, જે આ તાલુકાનું વહિવટી મથક પણ છે.

માંડવી
—  નગર  —
માંડવીનો દરિયાકિનારો
માંડવીનો દરિયાકિનારો
માંડવીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°30′N 69°13′E / 22.50°N 69.21°E / 22.50; 69.21
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૫૧,૩૭૬ (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૦.૯૫૯ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 15 metres (49 ft)

કોડ
  • • પીન કોડ • ૩૭૦૪૬૫
    • ફોન કોડ • +૨૮૩૪
    વાહન • GJ-૧૨

માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે જાણીતું શહેર છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી (દાબેલી) માટે પ્રખ્યાત છે. વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે.

ભૂગોળ ફેરફાર કરો

માંડવી એક બંદર છે અને 22°30′N 69°13′E / 22.50°N 69.21°E / 22.50; 69.21 સ્થાન પર રુક્માવતી નદીના કચ્છના અખાતના મિલન સ્થાન પર વસેલું છે. શિરવા, નાગલપુર તથા ભારપુર માંડવીની નજીક આવેલા ગામો છે. માંડવી જિલ્લા મુખ્ય મથક ભુજથી લગભગ ૬૦ કિ.મી ના અંતરે અને અમદાવાદ થી ૪૪૬ કિ.મી. ના અંતરે આવેલું છે. માંડવીમાં રેલ્વેની સુવિધા નથી અને નજીકનું રેલ્વે સ્ટેશન ભુજ છે.

ઇતિહાસ ફેરફાર કરો

 
બ્રહ્મપુરી વિસ્તારમાં જૂના કિલ્લાની દિવાલ અને દરવાજો
 
રુક્માવતી નદી પરનો માંડવી પુલ

માંડવીની સ્થાપના કચ્છ રજવાડાના ખેંગારજી પ્રથમે ઇ.સ. ૧૫૮૦માં કરી હતી.[૧]

માંડવીથી મુંબઈ આવવા જવા માટે જુના જમાનામાં વહાણોની સગવડ હતી અને પછી નિયમિત આગબોટની પણ સગવડ હતી. માંડવીથી અરબસ્તાન અને આફ્રિકા જવા માટે પણ પૂર્વે નિયમિત સગવડ હતી. એટલે ઘણાં કચ્છીઓ અરબસ્તાન અને આફ્રિકામાં વસેલાં છે.

પર્યટન ફેરફાર કરો

અહીંનો સુંદર સાગર કિનારો, ૨૦ જેટલી પવનચક્કીઓ તથા સ્વામીનારાયણ મંદિર જોવાલાયક છે. બ્રિટીશ રાજ્યના જમાનાનો વિજય વિલાસ મહેલ પણ જોવાલાયક છે. ક્રાંતિ તીર્થ (શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક), માંડવી પોર્ટ, માંડવીનો કિલ્લો, વહાણવટા ઉદ્યોગ, બાંધણી ઉદ્યોગ જેવા અનેક સ્થળો જોવાલાયક છે.

છબીઓ ફેરફાર કરો

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો