વિતાન સુદ બીજ

રમેશ પારેખની ગુજરાતી કવિતાઓનો સંગ્રહ

વિતાન સુદ બીજરમેશ પારેખે લખેલી ગુજરાતી કવિતાઓનો કાવ્યસંગ્રહ છે. ૧૯૯૪માં આ પુસ્તકને ગુજરાતી માટે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.

વિતાન સુદ બીજ
લેખકરમેશ પારેખ
પૃષ્ઠ કલાકારઅમિત કે. પારેખ
દેશભારત
ભાષાગુજરાતી
વિષયકાવ્ય સંગ્રહ
પ્રકારગઝલ, શેર, ગીત
પ્રકાશિત૧૯૮૯
પ્રકાશકગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
માધ્યમ પ્રકારમુદ્રિત
પાનાં૧૯૨
પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૯૪)
OCLC20454651
દશાંશ વર્ગીકરણ
891.471

ઇતિહાસ ફેરફાર કરો

સૌ પ્રથમ આ પુસ્તક ૧૯૮૯માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. પાછળથી, આ પુસ્તકની કવિતાઓનો સમાવેશ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત રમેશ પારેખની સંંપૂર્ણ કૃતિઓ - 'છ અક્ષરનું નામ' -માં પણ કરવામાં આવ્યો હતો.[૧]

પુસ્તકની રચનાઓ ફેરફાર કરો

પુસ્તકમાં ૫૯ ગઝલો, ૬ મુક્તકો, ૨૪ છૂટક શેર અને ૯૯ ગીત કવિતાઓ બોલચાલની ભાષામાં રચાયેલા છે. તેમાં "એક સંયુક્ત ગીત" નામની કવિતા શામેલ છે, જે ૬ ઓક્ટોબર ૧૯૮૫માં ગુજરાતી લેખક અનિલ જોશીના સહયોગથી રચાયેલી હતી.[૨]

પુરસ્કાર ફેરફાર કરો

સાહિત્ય અકાદમી, નવી દિલ્હી તરફથી આ પુસ્તકને ૧૯૯૪ના સાહિત્ય અકાદમી પારિતોષિકથી નવાજવામાં આવ્યું હતું.[૧] આ પુસ્તકને ભારતીય ભાષા પરિષદ, કલકત્તા તરફથી રાજકુમાર ભુવાલકા પુરસ્કાર પણ મળ્યો છે.[૩]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૫). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ (આધુનિક અને અનુઆધુનિક યુગ). અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. પૃષ્ઠ ૭૭. ISBN 978-93-5108-247-7.
  2. પારેખ, રમેશ (૧૯૮૯). વિતાન સુદ બીજ. ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી.
  3. બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ (આધુનિક અને અનુઆધુનિક યુગ). અમદાવાદ: પાશ્વ પ્રકાશન. પૃષ્ઠ ૭૭–૮૪. ISBN 978-93-5108-247-7.