અનિલ જોશી

ગુજરાતી સાહિત્યકાર

અનિલ રમાનાથ જોશી (જન્મ: ૨૮ જુલાઇ ૧૯૪૦) ગુજરાતી નિબંધકાર અને કવિ છે.

અનિલ જોશી
અનિલ જોશી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે, ૨૦૦૫
અનિલ જોશી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે, ૨૦૦૫
જન્મઅનિલ રમાનાથ જોશી
૨૮ જુલાઇ, ૧૯૪૦
ગોંડલ, ગુજરાત
વ્યવસાયકવિ, નિબંધ કાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ. એ.
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
સમયગાળોઆધુનિક ગુજરાતી સાહિત્ય
લેખન પ્રકારોગીત, મુક્ત પદો, ગઝલ, નિબંધ
નોંધપાત્ર સર્જન
  • કદાચ (૧૯૭૦),
  • બરફના પંખી (૧૯૮૧),
  • સ્ટેચ્યુ (૧૯૮૮)
નોંધપાત્ર પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૯૦)[૧]
સક્રિય વર્ષો૧૯૬૧-હાલ પર્યંત
જીવનસાથી
ભારતી જોશી (લ. 1975)
સંતાનોસંકેત (પુત્ર)
રચના (પુત્રી)
સહી

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ગોંડલમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અનુક્રમે ગોંડલ અને મોરબીમાં લીધું હતું. તેમણે ૧૯૬૪માં એચ.કે.આર્ટસ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયનના સ્નાતક (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી.

કારકિર્દી ફેરફાર કરો

તેમણે ૧૯૬૨-૧૯૬૯ દરમિયાન હિંમતનગર, અમરેલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. ઉપરાંત તેઓ ૧૯૭૧થી ૧૯૭૬ સુધી ‘કૉમર્સ’ સામયિકના તંત્રી રહી ચુક્યા છે. તેઓ વાડીલાલ ડગલીના પી.એ. ૧૯૭૬-૭૭માં પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક રહ્યા હતા. તેમણે ૧૯૭૭થી આજ સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સર્જન ફેરફાર કરો

શ્રેણી વર્ષ પ્રકાર
કદાચ ૧૯૭૦ કાવ્યસંગ્રહ
બરફના પંખી ૧૯૮૧ કાવ્યસંગ્રહ
પવનની વ્યાસપીઠે ૧૯૮૮ લલિતનિબંધસંગ્રહ
સ્ટેચ્યૂ ૧૯૮૮ નિબંધસંગ્રહ
બોલપેન નિબંધસંગ્રહ
બારીને પડદાનું કફન નિબંધસંગ્રહ
દિવસનું અંધારું છે નિબંધસંગ્રહ
કાગડો ધોળા દિવસનું અંધારું છે નિબંધસંગ્રહ

સંદર્ભ ફેરફાર કરો

  1. "Gujarat-based writer Anil Joshi to return Sahitya Akademi award". Firstpost. ૧૨ ઓક્ટોબર ૨૦૧૫. મેળવેલ ૨૩ મે ૨૦૧૬.

બાહ્ય કડીઓ ફેરફાર કરો