વિદર્ભ
વિદર્ભ ભારતના મહારાષ્ટ્ર રાજ્યનો પૂર્વીય પ્રદેશ છે, જેમાં નાગપુર વિભાગ અને અમરાવતી વિભાગનો સમાવેશ થાય છે. અમરાવતી વિભાગનું ભૂતપૂર્વ નામ બેરાર (મરાઠીમાં વર્હદ) છે.[૧][૨] તે મહારાષ્ટ્ર રાજ્યના કુલ વિસ્તારનો ૩૧.૬૦% હિસ્સો ધરાવે છે અને મહારાષ્ટ્રની કુલ વસ્તીના ૨૧.૩૦% આ પ્રદેશમાં વસે છે. વિદર્ભની ઉત્તરમાં મધ્ય પ્રદેશ રાજ્ય, પૂર્વમાં છત્તીસગઢ, દક્ષિણમાં તેલંગાણા અને પશ્ચિમમાં મહારાષ્ટ્રના મરાઠવાડા અને ખાંડેશ પ્રદેશ આવેલા છે. મધ્ય ભારતમાં સ્થિત, વિદર્ભના બાકીના મહારાષ્ટ્રથી સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવે છે. વિદર્ભનું સૌથી મોટો શહેર નાગપુર અને પછી અમરાવતી છે. મોટાભાગના વિદર્ભિયન લોકો મરાઠી ભાષાની વરહાડી અને ઝાદી બોલી બોલે છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Asian Review - Google Books. Books.google.com. 1898. મેળવેલ 2015-05-29.
- ↑ Journal of the Royal Asiatic Society of Great Britain & Ireland By Royal Asiatic Society of Great Britain and Ireland--page-323
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |