વિનોદ કિનારીવાલા

ભારતીય સ્વાતંત્રસેનાની

વિનોદ કિનારીવાલા (૨૦ સપ્ટેમ્બર ૧૯૨૪ – ૯ ઓગસ્ટ ૧૯૪૨) અમદાવાદની ગુજરાત કૉલેજના વિદ્યાર્થી હતા. મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલ ભારત છોડો આંદોલનના પ્રથમ દિવસે એટલે કે ૯ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ ગુજરાત કૉલેજની સામે ભારતીય ધ્વજ ફરકાવતી વખતે બ્રિટીશ અફસર દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.[] બ્રિટીશ અફસરે તેમને ધ્વજ નીચે મૂકી દેવા કહ્યું હતું, પરંતુ કિનારીવાલાએ તેમ કરવાની ના પાડી હતી. ત્યારબાદ અફસરે ગોળી મારતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ સમયે તેઓ ૧૮ વર્ષના હતા.

વિનોદ કિનારીવાલા
મૃત્યુ૧૦ ઓગસ્ટ ૧૯૪૨ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, લોયોલા હોલ, અમદાવાદ Edit this on Wikidata

જીવન પરિચય

ફેરફાર કરો

વિનોદ કિનારીવાલાનો જન્મ ૨૦ સપ્ટેમ્બર, ૧૯૨૪ના રોજ જમનાદાસ કિનારીવાલાને ત્યાં થયો હતો. તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ લોયોલા હોલમાંથી પૂર્ણ કર્યું હતું અને તે હાઈસ્કૂલના ટોચના વિદ્યાર્થીઓમાંના એક હતા. તેઓ ભારતના અમદાવાદ ખાતેની ગુજરાત કોલેજમાં ઇન્ટરમીડિયેટના વિદ્યાર્થી હતા.[] [૧] મહાત્મા ગાંધીની આગેવાની હેઠળની ભારત છોડો ચળવળ ૯ ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ શરૂ થઈ. બીજા દિવસે લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગુજરાત કોલેજ પહોંચી હતી જ્યાં અન્ય વિદ્યાર્થીઓ તેમની સાથે જોડાયા હતા. પોલીસે રેલીને વિખેરવા માટે લાઠીચાર્જ શરૂ કર્યો હતો. કોલેજની સામે વિરોધ કરતી વખતે ભારતીય ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરવા બદલ બ્રિટિશ સહાયક અધિક્ષક પોલીસે કિન્નરીવાલાની ગોળી મારીને હત્યા કરી હતી.[][]

૧૯૪૭માં તેમની યાદમાં વીર વિનોદ કિનારીવાલા સ્મારક અને તેમનું પૂતળું કોલેજના પ્રાંગણમાં જયપ્રકાશ નારાયણ દ્વારા જાહેરમાં મૂકવામાં આવ્યું હતું.[][] આ સ્મારકની રચના રવિશંકર રાવળે કરી હતી. તેમાં એક નવયુવાનને માતેલા સાંઢને શિંગડાથી ઘસડી જતો દર્શાવાયો છે જે બ્રિટીશ સામ્રાજ્ય વિરુદ્ધ યુવાનોના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યો છે. તેમાં ભારતીય ધ્વજ અને તૂટેલી હાથકડી સાથેના એક હાથને પણ દર્શાવવામાં આવ્યો છે જે સ્વતંત્રતા ચળવળનું પ્રતીક છે.[] દર વર્ષે ૯ ઓગસ્ટના રોજ, અખિલ ભારાતીય લોકતાંત્રિક વિદ્યાર્થી સંગઠન દ્વારા તેમના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.[]

જે માર્ગ પર તેમને ગોળી મારવામાં આવી હતી તે માર્ગને શહીદ વીર કિનારીવાલા માર્ગ નામ આપવામાં આવ્યું છે.[]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "Tributes to Quit India Movement martyrs". Times of India. 17 February 2013. મૂળ માંથી 17 February 2013 પર સંગ્રહિત. મેળવેલ 2 April 2013.
  2. Chopra, P. N. (1969). Who's Who of Indian Martyrs. I. Ministry of Education and Youth Services, Government of India. પૃષ્ઠ 1931. ISBN 978-81-230-2180-5.
  3. "અમદાવાદના શહીદ વિનોદ કિનારીવાલાની વીરતા અને તેની કહાની ન ભૂલી શકાય". GSTV (અંગ્રેજીમાં). 2018-08-14. મૂળ માંથી 2021-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-28.
  4. ૪.૦ ૪.૧ "Veer Vinod Kinariwala Memorial". Gujarat College, Government of Gujarat. મૂળ માંથી 2015-08-28 પર સંગ્રહિત. મેળવેલ ૩ એપ્રિલ ૨૦૧૩. સંગ્રહિત ૨૦૧૫-૦૮-૨૮ ના રોજ વેબેક મશિન
  5. "Gujarat: Vinod Kinariwala Memorial reminds of sacrifices for freedom". DNA India (અંગ્રેજીમાં). 2019-08-10. મેળવેલ 2020-02-28.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો