વિન્સેન્ટ વેન ગો
વિન્સેન્ટ વિલેમ વેન ગો [a ૧] (30 માર્ચ 1853-29 જુલાઇ 1890) અત્યંત પ્રતિભાશાળી ડચ ચિત્રકાર હતા જેમના પર-પ્રભાવવાદી ચિત્રકામે 20મી સદીની કળા પર અમીટ છાપ છોડી છે. તેમના ચિત્ર વિશદ રંગો અને સંવેદનાઓથી ભરપૂર છે. તેઓ જીવનભર અસ્વસ્થતા અને માનસિક બીમારીનો ભોગ બની રહ્યાં, અંતે 37 વર્ષની વયે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.
પોતાના જીવન કાળ દરમિયાન તેમને ઓછા બિરદાવવામાં આવ્યા હતા, પરંતુ મૃત્યુ પછી તેમની ખ્યાતિમાં વધારો થયો હતો. આજે તેમને ઇતિહાસના સૌથી મહાન ચિત્રકારો પૈકી એક અને આધુનિક કળાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિ ગણવામાં આવે છે. વેન ગોએ તેમની ઉમરના બીજા દાયકાના અંત સુધી ચિત્રકામની શરૂઆત કરી ન હતી અને તેમની સૌથી જાણતી કૃતિઓ પૈકી મોટા ભાગનાનું સર્જન તેમણે જીવનના છેલ્લા બે વર્ષમાં કર્યું હતું. તેમણે 2000થી વધુ કળાકૃતિઓનું સર્જન કર્યું હતું જેમાં આશરે 900 પેઇન્ટિંગ અને 1100 ડ્રોઇંગ અને સ્કેચ સામેલ હતા. પોતાના જીવનકાળ દરમિયાન તેઓ ઓછા જાણીતા હતા, છતાં ત્યાર પછીની મોડર્નિસ્ટ કળા પર તેનો ભારે પ્રભાવ છે. આજે તેમની ઘણી કૃતિઓ જેમાં તેમના અસંખ્ય સેલ્ફ પોટ્રેઇટ્સ, લેન્ડસ્કેપ્સ, પોટ્રેઇટ્સ અને સન ફ્લાવર્સની ગણના વિશ્વના સૌથી વધુ માન્યતાપ્રાપ્ત અને કિંમતી કળાકૃતિઓમાં થાય છે.
વેન ગોએ પોતાના વયસ્ક જીવનની શરૂઆત કળાકૃતિઓના વેપારીઓ સાથે કામ કરતા કરી અને ધ હેગ, લંડન અને પેરિસ વચ્ચે ઘણો પ્રવાસ કર્યો. ત્યાર બાદ ઇંગ્લેન્ડમાં થોડા સમય માટે શિક્ષણ પણ આપ્યું. તેઓ એક પાદરી બનવા માંગતા હતા અને આ હેતુથી તેમણે 1879માં બેલ્જિયમની એક ખાણમાં મિશનરીનું કામ શરૂ પણ કર્યું. આ દરમિયાન તેમણે આસપાસના લોકોના ચિત્રો બનાવવાનું શરૂ કર્યું અને 1885માં પોતાની પ્રથમ કૃતિ ધી પોટેટો ઇટર્સ (બટાટાહારી) બનાવી હતી. તે સમયે તેમના રંગની પાટીમાં ઝાંખા રંગોનો ઉપયોગ કરતા હતા અને ત્યાર પછીના તેમના કામમાં વિશિષ્ટતા મેળવનાર વિશદ રંગો જોવા મળતા ન હતા. માર્ચ 1886માં તેઓ પેરિસ ગયા જ્યાં તેમની મુલાકાત ફ્રેન્ચ પ્રભાવવાદી કલાકારો સાથે થઇ હતી. થોડા સમય પછી તેઓ દક્ષિણ ફ્રાન્સ પહોંચ્યા જ્યાં ચકાચોંધ કરતો તડકો તેમને પસંદ પડ્યો. ત્યાર પછી તેમના ચિત્રોમાં ચમકદાર રંગોનો ઉપયોગ વધવા લાગ્યો. આર્લ્સમાં રહેતી વખતે તેમણે પોતાની અલગ શૈલી વિકસાવી જેના કારણે આજે તેની ઓળખ થાય છે.
તેમના માનસિક રોગોના કારણે તેમની કળા પર કેટલો પ્રભાવ પડ્યો તેની ઘણી ચર્ચા થઇ છે. તેમના બીમાર આરોગ્યને પ્રેમપૂર્ણ રીતે જોવાનું વલણ વધ્યું છે છતાં આધુનિક વિવેચકો માને છે કે તેઓ પોતાની નિષ્ક્રિયતા અને અસંબદ્ધતાના કારણે અત્યંત હતાશ હતા. કળા વિવેચક રોબર્ટ હ્યુજિસના માનવા પ્રમાણે વેન ગોના પાછળના ચિત્રોમાં તેની સક્ષમતાની ટોચ જોવા મળે છે જે સંપૂર્ણ નિયંત્રણ અને “સંક્ષિપ્તતા તથા છટાની મનોકામના જોવા મળે છે.”[૧]
પત્રો
ફેરફાર કરોવેન ગોને એક કલાકાર તરીકે સમજવા માટે સૌથી સંપૂર્ણ માહિતીના પ્રાથમિક સ્ત્રોત તરીકે તેમના પત્રોનો સંગ્રહ છે જે તેમણે અને તેમના આર્ટ ડીલર ભાઈ થિયો વેન ગોએ એક બીજાને લખ્યા હતા.[૪] કલાકારના વિચારો અને માન્યતાઓ વિશે જે જાણકારી છે તેમાંથી મોટા ભાગની આ પત્ર વ્યવહાર પર આધારિત છે.[૫][૬] થિયોએ તેના ભાઈને નાણાકીય અને લાગણીનો ટેકો આપ્યો હતો.
તેમની જીવનભરની મિત્રતા અને વેન ગોના વિચારો અને કળાની થિયરી વિશે જે જાણકારી છે તે ઓગસ્ટ 1872થી 1890 દરમિયાન લખાયેલા સેંકડો પત્રોમાં સમાયેલી છે. મોટા ભાગના પત્ર વિન્સેન્ટે 1872ના ઉનાળાની શરૂઆતથી થિયોને લખ્યા હતા. વિન્સેન્ટે થિયોને લખેલા 600થી વધુ પત્ર અને થિયોએ વિન્સેન્ટને લખેલા 40 પત્ર આજે અસ્તિત્વ ધરાવે છે અને ઘણામાં તારીખ લખેલી નથી છતાં કળા કૃતિના ઇતિહાસકારો મોટા ભાગના પત્રોને સમય પ્રમાણે ગોઠવવામાં સફળ થયા છે. આર્લ્સના સમયગાળામાં લખાયેલા પત્રો વિશે સમસ્યા છે. ગાળામાં પણ એવું માનવામાં આવે છે કે વેન ગોએ મિત્રોને ડચ, ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષામાં 200 પત્રો લખ્યા હતા.[૭] વિન્સેન્ટ પેરિસમાં રહેતા હતા ત્યારનો સમય કળાના ઇતિહાસકારો માટે અભ્યાસ માટે સૌથી મુશ્કેલ હતો. કારણ કે તેમણે અને થિયો સાથે રહેતા હતા અને તેથી પત્રવ્યવહાર કરવાની જરૂર પડતી ન હતી, તેથી તે સમયનો બહુ ઓછો ઐતિહાસિક રેકોર્ડ ઉપલબ્ધ છે અથવા બિલકુલ નથી.[૮]
થિયો અને તેમની વચ્ચેના પત્રવ્યવહાર ઉપરાંત અન્ય બચી ગયેલા દસ્તાવેજોમાં વેન રેપર્ડ, એમિલી બર્નાર્ડ, વેન ગોની બહેન વિલ અને તેના મિત્ર લાઇની ક્રુસી વચ્ચેના પત્રોનો સમાવેશ થાય છે.[૯] આ પત્રોનું અર્થઘટન સૌથી પ્રથમ 1913માં થિયોની વિધવા જોહાના વેન ગો-બોન્ગર દ્વારા કરવામાં આવ્યું હતું. પોતાની પ્રસ્તાવનામાં તેમણે જણાવ્યું છે કે તેમણે ‘ગભરાટ’ સાથે પત્રો પ્રકાશિત કર્યા હતા કારણ કે તેઓ એક કલાકારની કૃતિઓ પર તેમના અંગત જીવનનો પ્રભાવ છવાઇ જાય તેમ ઇચ્છતા ન હતા. વેન ગો સ્વયં બીજા કલાકારોના જીવનચરિત્રનું રસપૂર્વક વાંચન કરતા હતા અને પોતાની કૃતિઓના પાત્રો જેમ જ પોતાનું જીવન રહે તેવી અપેક્ષા રાખતા હતા.[૪]
જીવનચરિત્ર
ફેરફાર કરોપ્રારંભિક જીવન
ફેરફાર કરોવિન્સેન્ટ વિલેમ વેન ગોનો જન્મ 30 માર્ચ 1853ના રોજ દક્ષિણ નેધરલેન્ડ્સમાં નોર્થ બ્રેબેન્ટ પ્રાંતના બ્રેડા નજીક ગ્રુટ-ઝુન્ડેર્ટ ગામમાં થયો હતો.[૧૦] તેઓ એન્ના કોર્નેલિના કાર્બેન્ટસ અને ડચ રિફોર્મ્ડ ચર્ચના મંત્રી થિયોડોર વેન ગોના સંતાન હતા. વિન્સેન્ટને તેના દાદાનું જ નામ અપાયું હતું જે બરાબર એક વર્ષ પહેલા મૃત જન્મેલા તેના ભાઈનું નામ પણ હતું.[૧૧] આ રીતે નામનો વારંવાર ઉપયોગ કરવાની પ્રથા અસામાન્ય ન હતી. વેન ગો પરિવારમાં વિન્સેન્ટ સામાન્ય નામ હતું. તેના દાદા (1789-1874)એ 1811માં યુનિવર્સિટી ઓફ લિડેનમાંથી થિયોલોજીમાં ડિગ્રી મેળવી હતી. દાદા વિન્સેન્ટને છ પુત્રો હતા તેમાંથી ત્રણ આર્ટના ડીલર બન્યા હતા જેમાં અન્ય એક વિન્સેન્ટ પણ સામેલ છે જેનો ઉલ્લેખ વેન ગોના પત્રોમાં “અંકલ સેન્ટ” તરીકે કરવામાં આવ્યો છે. દાદા વિન્સેન્ટને પણ આ નામ કદાચ તેમના પિતાના કાકા અને સફળ શિલ્પકાર વિન્સેન્ટ વેન ગો (1729-1802)ના નામ પરથી આપવામાં આવ્યું હતું.[૧૨] વેન ગો પરિવાર કળા અને ધર્મ સાથે નજીકથી સંકળાયેલો હતો. તેમના ભાઈ થિયોડોરસ (થિયો)નો જન્મ 1 મે 1857ના રોજ થયો હતો. તેમને અન્ય એક ભાઈ કોર અને ત્રણ બહેનો – એલિઝાબેથ, એન્ના અને વિલેમિના (વિલ) હતી.[૧૩]
બાળક તરીકે વિન્સેન્ટ ગંભીર, શાંત અને વિચારશીલ હતા. તેમણે 1860થી ઝુન્ડેર્ટ ગામની શાળામાં હાજરી આપી હતી જ્યાં એક જ કેથોલિક શિક્ષક લગભગ 200 વિદ્યાર્થીને ભણાવતા હતા. 1861થી તેઓ અને તેમના બહેન એન્નાને ગવર્નેસ દ્વારા ઘરે જ શીખવવાનું શરૂ થયું જે 1 ઓક્ટોબર 1864 સુધી ચાલ્યું જ્યારે તેઓ નેધરલેન્ડ્સમાં ઝેવેનબર્ગન ખાતે જેન પ્રોવિલીની પ્રાથમિક બોર્ડિંગ સ્કૂલમાં ગયા.20 miles (32 km) તેઓ પરિવારનું ઘર છોડતા દુઃખી હતા અને પુખ્તવયે પણ તેને તેઓ યાદ કરતા હતા. 15 સપ્ટેમ્બર 1866ના રોજ તેઓ ધી નેધરલેન્ડ્સમાં ટિલ્બર્ગ ખાતે વિલેમ સેકન્ડ કોલેજની નવી મિડલ સ્કૂલમાં ગયા. પેરિસના એક સફળ કલાકાર કોન્સ્ટેન્ટિજન સી. હાઇસમેન્સે શાળામાં વેન ગોને ચિત્રકામ શીખવ્યું અને આ વિષય અંગે વિધિવત રૂચિ જગાવી. માર્ચ 1868માં વેન ગોએ અચાનક શાળા છોડી દીધી અને ઘરે આવી ગયા. પ્રારંભિક વર્ષો વિશે તેમણે ટિપ્પણી કરતા લખ્યું છે, “મારી યુવાની અંધકારમય, ઠંડી અને બિનઉત્પાદક હતી...”[૧૪] જુલાઇ 1869માં તેમના કાકાએ તેમને ધ હેગ ખાતે કળાકૃતિઓના ડીલર ગુપીલ એન્ડ સાઇ પાસે કામ અપાવ્યું. તેમની તાલીમ બાદ જુન 1873માં ગુપીલે તેમની બદલી લંડનમાં કરી જ્યાં તેઓ 87 હેકફોર્ડ રોડ, બ્રિક્સ્ટોન ખાતે રોકાયા[૧૫] અને મેસર્સ ગુપીલ એન્ડ કંપની, 17 સાઉથેમ્પટન સ્ટ્રીટ પર કામ કર્યું.[૧૬] તેમના માટે આ સુખદાયક સમય હતો. તેઓ કામમાં સફળ થયા હતા અને 20 વર્ષની ઉમરે જ તેમના પિતા કરતા વધુ કમાતા હતા. થિયોની પત્નીએ છેવટે ટિપ્પણી કરી હતી કે વેન ગોના જીવનમાં તે સૌથી સુખી વર્ષ હતું. તેઓ તેમના મકાનમાલિકની પુત્રી યુજેની લોયેરના પ્રેમમાં પડ્યા હતા, પરંતુ તેમણે અંતે પોતાની લાગણી તેને વ્યક્ત કરી ત્યારે તેણે એમ કહીને પ્રસ્તાવ ફગાવી દીધો હતો કે તે પહેલેથી લોજમાં રોકાયેલી એક વ્યક્તિ સાથે ગુપ્ત રીતે સગાઇ કરી ચૂકી છે. તેઓ એકલવાયો સ્વભાવ ધરાવતા અને ધર્મમાં રૂચિ ધરાવતા હતા. તેમના પિતા અને કાકાએ તેમને ડીલરશીપમાં કામ કરવા માટે પેરિસ મોકલ્યા. જોકે કળાકૃતિઓના સોદા એક વેપારી જણસની જેમ થતા હોવાથી તેઓ ઉદાસ હતા, ગ્રાહકો પણ આ હકીકત જાણતા હતા. 1 એપ્રિલ, 1876ના રોજ તેમને કામમાંથી છુટા કરવામાં આવ્યા.[૧૭]
વેન ગો બિનવેતન કામ કરવા માટે ઇંગ્લેન્ડ પાછા ફર્યા. તેમણે રામ્સગેટ ખાતે બંદર પાસે આવેલી નાની બોર્ડિંગ સ્કૂલમાં સપ્લાય ટીચરની નોકરી સ્વીકારી જ્યાં તેમણે બંદરના દૃશ્યના સ્કેચ બનાવ્યા. સ્કૂલના માલિકે તેમને મિડલસેક્સમાં આઇસલવર્થ ખાતે મોકલ્યા અને વેન ગો ટ્રેનથી રિચમંડ પહોંચ્યા અને બાકીનો પ્રવાસ પગપાળા પૂરો કર્યો.[૧૮] જોકે આ વ્યવસ્થા અસરકારક સાબિત ન થઇ અને વેન ગો મેથોડિસ્ટ મંત્રીના સહાયક બનવા અને “દરેક જગ્યાએ ધર્મનો પ્રચાર” કરવાની ઇચ્છા પૂરી કરવા માટે નોકરી છોડી ગયા.[૧૯] ક્રિસમસ વખતે તેઓ ઘરે આવ્યા અને છ મહિના સુધી ડોર્ડ્રેક્ટ ખાતે પુસ્તકોની એક દુકાનમાં કામ કર્યુ. જોકે તેઓ નવા કામથી પણ ખુશ ન હતા અને મોટા ભાગના સમયમાં તેઓ દુકાનની પાછળના ભાગમાં બેસી રહીને ચિત્રો દોર્યા કરતા અથવા બાઇબલના ફકરાઓનો અંગ્રેજી, ફ્રેન્ચ અને જર્મન ભાષામાં અનુવાદ કરતા રહેતા હતા.[૨૦] તે સમયે તેમના રૂમમાં સાથે રહેતા યુવાન શિક્ષક ગોર્લિત્ઝે પાછળથી કહ્યું હતું કે વેન ગો બહુ ઓછું ખાતા અને માંસ ખાવાનું ટાળતા હતા.[૨૧][૨૨]
વેન ગોને ખરા અર્થમાં રૂચિનો વ્યવસાય ન મળ્યો ત્યાં સુધી ધર્મ પ્રત્યે તેમની લાગણી વધતી ગઇ હતી. પાદરી બનવાના પ્રયાસને ટેકો આપવા માટે મે 1877માં તેમના પરિવારે તેમને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરવા એમ્સ્ટર્ડમ મોકલ્યા. તેઓ ત્યાં પોતાના કાકા જેન વેન ગો સાથે રોકાયા જેઓ નૌકાદળમાં વાઇસ એડમિરલ હતા.[૨૩] વિન્સેન્ટે પોતાના કાકા જોહાનેસ સ્ટ્રીકર સાથે પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી જેઓ પ્રતિષ્ઠિત થિયોલોજિયન હતા અને નેધરલેન્ડ્સમાં ઉપલબ્ધ “ઇશુનું જીવન” (Life of Jesus)ની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન કર્યું હતું. વેન ગો નિષ્ફળ ગયા અને જુલાઇ 1878માં તેમના પિતા જેનનું ઘર છોડી ગયા. ત્યાર બાદ તેમણે બ્રસેલ્સ પાસે લેકેનની વ્લામસ્કે ઓપ્લીડિંગ્સસ્કૂલ પ્રોટેસ્ટન્ટ મિશનરી સ્કૂલમાં ત્રણ મહિનાનો કોર્સ કર્યો, પરંતુ નિષ્ફળ ગયા.
જાન્યુઆરી 1879માં તેમણે બેલ્જિયમના કોલસાની ખાણના જિલ્લા બોરિનેજમાં પેટિટ વાસ્મેસ ગામે એક મિશનરીની જગ્યા કામચલાઉ ધોરણે લીધી હતી.[૨૪] તેઓ ખ્રિસ્તી ધર્મને પોતાની ધારણા પ્રમાણેના તાર્કિક અંત સુધી લઇ જવા માંગતા હતા તેથી તેઓ જેનો ઉપદેશ આપતા હતા તેવી જ જીવનશૈલી અપનાવવા લાગ્યા. તેઓ કઠોર જીવન જીવવા લાગ્યા જેમાં ક્વાર્ટરમાં વસવાટ દરમિયાન બેકરના ઘરની પાછળ નાનકડી ઝૂંપડીમાં ઘાસની પથારી પર સુવાનો સમાવેશ થતો હતો. બેકરની પત્નીએ ઝૂંપડીમાંથી વેન ગોના ડુસકા ભરવાનો અવાજ આખી રાત સાંભળ્યો હતો. તેમની અત્યંત સાદાઇભરી જીવનપદ્ધતિ ચર્ચના સત્તાવાળાઓને પસંદ ન પડી અને તેઓ નારાજ થયા. ચર્ચે તેમના પર પાદરીપણાની ગરિમાનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો. ત્યાર બાદ તેઓ બ્રસેલ્સ ચાલીને પહોંચ્યા[૨૫] અને થોડા સમય માટે બોરીનેજ ખાતે ક્યુસમેસ ગામે પરત આવ્યા હતા, પરંતુ માતા-પિતાના દબાણના કારણે અંતે એટન ખાતે ઘરે પાછા આવ્યા. તેઓ ત્યાં ત્યાર પછીના વર્ષના માર્ચ સુધી રોકાયા હતા[a ૨] જેનાથી તેમના માતાપિતાની ચિંતા અને હતાશામાં વધારો થયો હતો. વિન્સેન્ટ અને તેના પિતા વચ્ચે મોટો ઝઘડો થયો હતો. થિયોડરે તેમનો પુત્ર ગીલ ખાતે પાગલખાનામાં રહ્યો હોવા અંગે પૃચ્છા કરી હતી.[૨૬][૨૭]
તેઓ પરત કોસમેસ આવ્યા જ્યાં તેઓ ઓક્ટોબર સુધી ચાર્લ્સ ડેક્રુક નામના ખાણીયા સાથે રહ્યા હતા.[૨૮] તેમને સામાન્ય લોકોમાં અને આસપાસના દૃશ્યોમાં વધુને વધુ રસ પડવા લાગ્યો. જોકે ત્યાં તેમણે પોતાના ડ્રોઇંગમાં પોતાના સમયની નોંધ લીધી અને ત્યાર પછીના વર્ષમાં થિયોની સલાહ પ્રમાણે કળા પ્રત્યે વધુ ગંભીરતાથી કામ શરૂ કર્યું. પ્રતિષ્ઠત ડચ કલાકાર વિલેમ રોલોફ પાસે અભ્યાસ કરવાની થિયોની ભલામણ માનીને તેઓ તે વર્ષે પાનખરમાં તેઓ બ્રસેલ્સ ગયા. વિન્સેન્ટને કળાની વિધિવત શાળામાં અભ્યાસ કરવામાં રસ ન હતો છતાં વિલેમે તેમને રોયલ એકેડેમી ઓફ આર્ટમાં પ્રવેશ મેળવવા માટે સમજાવ્યા. હાજરી આપવા દરમિયાન તેમણે માત્ર શરીરશાસ્ત્રનો અભ્યાસ ન કર્યો પરંતુ મોડેલિંગ અને યથાર્થદર્શનનો અભ્યાસ પણ કર્યો હતો, જેના વિશે તેમણે કહ્યું હતું, “...તમારે નાનામાં નાની ચીજ દોરવા માટે સક્ષમ બનવું પડે છે.”[૨૯] વેન ગો પોતે જણાવ્યું તેમ ઇશ્વરની સેવા કરવાની સાથે કલાકાર બનવા માંગતા હતા. “...મહાન કલાકારો, ગંભીર વિદ્વાનો પોતાની મહાનકૃતિઓ દ્વારા જે જણાવવા માંગે છે તે વાસ્તવિક મહત્વ સમજવા માંગતા હતા. આ કૃતિઓ ઇશ્વર તરફ લઇ જતી હતી, એક માણસ લખે છે અથવા પુસ્તકમાં કહે છે, બીજો ચિત્ર દોરે છે.”
ઇટેન, દ્રેન્થે અને ધ હેગ
ફેરફાર કરોએપ્રિલ 1881માં વેન ગો તેમના માતાપિતા સાથે ઇટન ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરવા ગયા જ્યાં તેમણે ચિત્રો દોરવાનું ચાલુ રાખ્યું હતું જેમાં વિષય તરીકે ઘણી વખત પડોશીઓનો ઉપયોગ કરાયો હતો. ઉનાળા દરમિયાન તેમણે થોડા જ સમય ઉગાઉ વિધવા બનેલી પિતરાઇ કી વોસ –સ્ટ્રીકર સાથે ચાલવામાં અને વાતો કરવામાં ઘણો સમય પસાર કર્યો હતો. તે વિન્સેન્ટની માતાની મોટી બહેન અને જોહાનેસ સ્ટ્રીકરની દીકરી હતી અને કલાકાર પ્રત્યે હુંફ દર્શાવી હતી.[૩૦] વેન ગો કરતા કી સાત વર્ષ મોટી હતી અને તેને આઠ વર્ષનો એક પુત્ર હતો. વિન્સેન્ટે લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો, પરંતુ તેણે “ના, ક્યારેય નહીં, ક્યારેય નહીં” (niet, nooit, nimmer) કહીને પ્રસ્તાવ ફગાવી દીધો.[૩૧] ત્યાર બાદ નવેમ્બરમાં તેણે તેના માસા સ્ટ્રીકરને કડક શબ્દોમાં એક પત્ર લખ્યો[૩૨] અને એમ્સ્ટર્ડમ દોડી ગયા જ્યાં તેણે સ્ટ્રીકર સાથે કેટલીક વાર વાત કરી.[૩૩] કીએ તેને મળવાનો ઇનકાર કરી દીધો અને તેના માતિપિતાએ લખ્યું કે “લગ્ન માટે તારો આગ્રહ ઘૃણા પેદા કરે છે”[૩૪] હતાશ થઇને તેણે પોતાનો હાથ દીવાની જ્યોતિ પર રાખી દીધો અને બોલ્યો, “હું આ દીવાની જ્યોત પર જેટલો સમય હાથ રાખી શકીશ એટલી વાર તેને મળીશ.”[૩૪] ત્યાર પછી શું થયું તે વિશે તેણે સ્પષ્ટ જણાવ્યું નથી, પરંતુ પછી માનવામાં આવે છે કે તેના કાકાએ દીવો ઠારી નાખ્યો હતો. કીના પિતાએ તેને જણાવ્યું હતું કે લગ્ન કરવાનો સવાલ જ નથી[૩૫] કારણ કે વેન ગો નાણાકીય રીતે પણ પગભર થયો ન હતો.[૩૬] વેન ગોને તેના કાકા અને ભૂતપૂર્વ ટ્યુટરના ધારી લીધેલા દંભથી આઘાત લાગ્યો હતો. ક્રિસમસ દરમિયાન તેણે પિતા સાથે હિંસક ઝઘડો કર્યો અને ગિફ્ટ તરીકે નાણાં સ્વીકારવાનો પણ ઇનકાર કરીને ઘર છોડી ધ હેગ જતા રહ્યા.[૩૭]
જાન્યુઆરી 1882માં તેમણે ધ હેગ ખાતે વસવાટ કર્યો જ્યાં તેણે પોતાના એક પિતરાઇના પતિ અને જાણીતા ચિત્રકાર એન્ટોન મોવ (1838-1888)નો સંપર્ક કર્યો. મોવે તેમને પેઇન્ટિંગ તરફ પ્રોત્સાહિત કર્યા જોકે તેઓ થોડા સમયમાં અલગ થઇ ગયા. પ્લાસ્ટર કાસ્ટમાંથી ડ્રોઇંગ કરવાના મુદ્દે તેઓ નોખા પડ્યા હોવાની ધારણા છે. મોવે અચાનક વેન ગોમાં રસ લેવાનું ઓછું કરી નાખ્યું હોય તેમ જણાય છે અને તેણે તેના કેટલાક પત્રોનો જવાબ આપ્યો ન હતો.[૩૮] વેન ગોએ માની લીધું કે મોવને ક્લેસિના મારિયા “સિયેન” હોર્નિક (1850 - અજ્ઞાત)[૩૯] નામની એક શરાબી વેશ્યા અને તેની યુવાન પુત્રી સાથેના તેના નવા સ્થાનિક જોડાણની જાણ થઇ ગઇ હતી.[૪૦] તે જાન્યુઆરીના અંત સુધીમાં સિયેનને મળ્યો હતો[૪૧] જ્યારે તે પાંચ વર્ષની એક પુત્રી ધરાવતી હતી અને ગર્ભવતી હતી. તેણે અગાઉ પણ બે બાળકોને જન્મ આપ્યો હતો જેઓ મૃત્યુ પામ્યા હતા, જોકે વેન ગોને તેની જાણકારી ન હતી.[૪૨] 2 જુલાઇના રોજ સિયેને પુત્ર વિલિયમને જન્મ આપ્યો.[૪૩] વેન ગોના પિતાને જ્યારે આ સંબંધો વિશે જાણકારી મળી ત્યારે તેણે સિયેનને અને તેના પુત્રને ત્યજી દેવા માટે વેન ગો પર ભારે દબાણ કર્યું.[૪૪] વિન્સેન્ટે શરૂઆતમાં આ વિરોધનો મક્કમ પ્રતિકાર કર્યો હતો.[૪૫]
વેન ગોના કાકા અને આર્ટ ડીલર કોર્નેલિસે શહેરના 20 ઇંક ડ્રોઇંગનું કામ શરૂ કર્યું હતું જે કલાકારે મે સુધીમાં પૂર્ણ કર્યા હતા.[૪૬] તે જૂનમાં તેણે ગોનોરિયાની સારવાર માટે હોસ્પિટલમાં ત્રણ સપ્તાહ ગાળ્યા હતા.[૪૭] તે ઉનાળામાં તેણે તૈલચિત્રો બનાવવાનું શરૂ કર્યું.[૪૮] એક વર્ષ સાથે રહ્યા પછી 1883ની પાનખરમાં તેણે સિયેન અને તેના બે બાળકોને છોડી દીધા. વેન ગોએ શહેરમાંથી પરિવારને બીજે લઇ જવાનું વિચાર્યું હતું, પરંતુ અંતે સંબંધ તોડી નાખ્યા હતા.[૪૯] શક્ય છે કે નાણાંની અછતના કારણે સિયેન ફરી વેશ્યાવૃતિ તરફ વળી હોય, ઘરમાં આનંદ રહ્યો ન હતો અને વેન ગોને કદાચ લાગ્યું હતું કે કલાકાર તરીકે તેના વિકાસમાં પારિવારિક જીવન અવરોધરૂપ બની શકે છે. વેન ગો છોડી ગયો ત્યારે સિયેને તેની પુત્રી પોતાની માતાને સોંપી દીધી અને વિલિયમની સોંપણી પોતાના ભાઈને કરી. ત્યાંથી તે ડેલ્ફ ગઇ અને છેવટે એન્ટવર્પ પહોંચી હતી. વિલિયમને યાદ હતું કે તેની માતા તેને 12 વર્ષની ઉમરે રોટેરડમ લઇ ગઇ હતી જ્યાં તેના કાકાએ સિયેનને લગ્ન કરી લેવા સમજાવી હતી જેથી તેનું બાળક કાયદેસર ગણાય. વિલિયમને યાદ છે કે તેની માતાએ કહ્યું હતું કે, “પરંતુ હું જાણું છું કે તેનો પિતા કોણ છે. તે એક આર્ટીસ્ટ હતા જેની સાથે હું ધ હેગમાં લગભગ 20 વર્ષ અગાઉ રહેતી હતી. તેનું નામ વેન ગો હતું.” ત્યાર પછી વિલિયમ સામે જોઇને તેણે કહ્યું હતું. “તારું નામ તેના પરથી પડ્યું છે.”[૫૦] વિલિયમ પોતાને વેન ગોનો પુત્ર ગણાવતો હતો. જોકે તેના જન્મના સમયના કારણે આ અશક્ય લાગે છે.[૫૧] 1904માં સિયેન પોતાની જાતે સ્કેલ્ટ નદીમાં ડૂબીને મૃત્યુ પામી હતી. વેન ગો ઉત્તર નેધરલેન્ડ્સમાં ડ્રેન્થેના ડચ પ્રાંતમાં રહેવા ગયા હતા. તે વર્ષે ડિસેમ્બરમાં એકલવાયાપણાના કારણે તેઓ પોતાના માતા-પિતા સાથે રહેવા જતા રહ્યા હતા જેઓ ત્યારે ઉત્તર બ્રેબેન્ટમાં ન્યુનેન ખાતે વસતા હતા.[૫૨]
ઉભરતા કલાકાર
ફેરફાર કરોન્યુનેન અને એન્ટવર્પ (1883–1886)
ફેરફાર કરોન્યુનેનમાં તેમણે ચિત્રકામ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને તેઓ વિષય તરીકે પંખીઓના માળા લાવવા માટે બાળકોને નાણાં આપતા હતા[૫૩] તથા ઘણા ઝૂંપડીમાં રહેતા ઘણા વણકરોના ચિત્ર દોર્યા હતા.[૫૪] 1884ની પાનખરમાં તેમના એક પડોશીની તેમનાથી 10 વર્ષ મોટી પુત્રી માર્ગોટ બેજેમાન ઘણી વખત તેમની સાથે ચિત્રકામમાં સામેલ થઇ હતી. તે પ્રેમમાં પડી અને થોડા ઉત્સાહ સાથે વેન ગોએ પણ પ્રેમ દર્શાવ્યો. તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો, પરંતુ બંનેના પરિવારોએ તેનો વિરોધ કર્યો હતો. પરિણામે માર્ગોટે સ્ટ્રાઇકનાઇનનો ઓવરડોઝ લઇ લીધો. વોન ગો તેને નજીકની હોસ્પિટલે લઇ ગયા ત્યારે તેનો જીવ બચાવવામાં આવ્યો હતો.[૪૩] 26 માર્ચ 1885ના રોજ હૃદય રોગના હુમલાથી તેમના પિતાનું મૃત્યુ થયું ત્યારે ચિત્રકારને ભારે દુઃખ થયું હતું.[૫૫]
તેમની કૃતિઓમાં પ્રથમ વખત ફ્રાન્સમાં રસ જોવા મળ્યો. તે વર્ષે વસંતમાં તેમણે તેમનું પ્રથમ નોંધપાત્ર કામ તરીકે જેની ગણના થાય છે તે ચિત્ર ધી પોટેટો ઇટર્સ (ડચમાં: De Aardappeleters ) પૂર્ણ કર્યું.[૫૬] તે ઓગસ્ટમાં ધ હેગ ખાતે લુઅર્સ નામના પેઇન્ટ ડીલરની બારીમાં તેમની કૃતિઓ પ્રથમ વખત પ્રદર્શનમાં મૂકવામાં આવી. તેમના પર એક યુવાન ખેડૂત કન્યા પર જાતિય અત્યાચાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો જે તે વર્ષે સપ્ટેમ્બરમાં ગર્ભવતી બની હતી.[a ૩] પરિણામે ગામના કેથોલિક પાદરીએ મોડેલોને તેના માટે મોડેલિંગ કરવાની મનાઇ ફરમાવી. 1885માં તેમણે કેટલાક સ્ટીલ-લાઇફ જૂથના ચિત્રો દોર્યા.
આ ગાળામાં તેમની ટેકનિકલ નિપુણતામાં સ્ટિલ-લાઇફ વિથ સ્ટ્રો હેટ એન્ડ પાઇપ અને સ્ટિલ-લાઇફ વિથ અર્થન પોટ એન્ડ ક્લોગ્સ નો સમાવેશ થાય છે. બંનેમાં સુવાળું અને ઉત્કૃષ્ટ કક્ષાનું બ્રશવર્ક કરવામાં આવ્યું છે જેમાં રંગોના ઉચ્ચ શેડનો ઉપયોગ કરાયો છે.[૫૭] ન્યુનેનમાં બે વર્ષના રોકાણ દરમિયાન તેમણે અસંખ્ય ડ્રોઇંગ અને વોટર કલર્સ અને આશરે 200 ઓઇલ પેઇન્ટિંગ પૂર્ણ કર્યા. જોકે તેમની કૃતિઓમાં મોટા ભાગે ગંભીર માટી જેવા ટોન હતા. ખાસ કરીને તેમાં ડાર્ક બ્રાઉન રંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો પરંતુ તેમના પાછળના કામમાં જે વિશર રંગો જોવા મળ્યા છે તે શરૂઆતમાં જોવા મળતા ન હતા. તેમણે જ્યારે ફરિયાદ કરી કે પેરિસમાં તેમના પેઇન્ટિંગ વેચવા માટે થિયો પૂરતા પ્રયાસ નથી કરતા ત્યારે થિયોએ ફરિયાદ કરી હતી કે તેમના ચિત્રો વધુ પડતા ડાર્ક હતા અને તે સમયના ઉજળા પ્રભાવવાદી પેઇન્ટિંગની સ્ટાઇલને અનુરૂપ ન હતા.[૫૮]
નવેમ્બર 1885માં તેઓ એન્ટવર્પ ગયા અને રુ ડેસ ઇમેજ (લાન્જ બીલડેકેન્સસ્ટ્રાટ) ખાતે એક પેઇન્ટ ડીલરની દુકાન પર એક નાનકડો રૂમ ભાડે રાખ્યો હતો.[૫૯] તેમની પાસે બહુ ઓછા નાણાં હતા તેથી ઓછું ખાતા હતા અને તેમના ભાઈ થિયો જે નાણાં મોકલતા હતા તે પેઇન્ટીંગની સામગ્રી અને મોડેલ પર વાપરવામાં આવતા હતા. તેઓ મોટા ભાગે બ્રેડ, કોફી અને તમાકુ પર ગુજારો કરતા હતા. ફેબ્રુઆરી 1886માં તેમણે થિયોને પત્રમાં જણાવ્યું કે તેણે છેલ્લે છેક ગયા વર્ષે છ ગરમ ભોજન લીધાનું યાદ છે. તેમના દાંત ઢીલા પડી ગયા અને ઘણી પીડા થાવા લાગી.[૬૦] એન્ટવર્પમાં તેમણે કલર થેરાપીના અભ્યાસ માટે અરજી કરી અને મ્યુઝિયમમાં કામ શોધવા માટે પ્રયાસ કરવા લાગ્યા, ખાસ કરીને પીટર પૌલ રુબેન્સના કામ માટે પ્રયાસ કર્યો જેનાથી તેમના રંગની પ્લેટમાં કાર્માઇન, કોબાલ્ટ અને એમેરાલ્ડ ગ્રીનનો ઉપયોગ કરવા માટે પ્રેરાયા. તેમણે ડોકલેન્ડમાં કેટલાક જાપાનીઝ યુકીઓ-ઇ વુડકટ્સ ખરીદ્યા અને તેમના ઘણા પેઇન્ટિંગમાં તે સ્ટાઇલનો સમાવેશ કર્યો હતો.[૬૧] એન્ટવર્પમાં વેન ગોએ અત્યંત આલ્કોહોલિક પીણું એબ્સિન્થે પીવાનું શરૂ કર્યું હતું.[૬૨] ડો. કેવેનેઇલે મોટા ભાગે સિફિલિસ માટે તેમની સારવાર કરી હતી[૬૩] જેઓ ડોકલેન્ડ્સ પાસે પ્રેકટિસ કરતા હતા.[૬૪] વેન ગોએ પોતાની નોટબુકમાં એલ્યુમ ઇરીગેશનની સારવાર અને સિલ્ટ્ઝ બાથ વિશે નોંધ લખી છે.[૬૫] એકેડેમિક શિક્ષણનો તેમણે ઇનકાર કર્યો હોવા છતાં તેમણે એન્ટવર્પમાં એકેડેમી ઓફ ફાઇન આર્ટ્સમાં ઉચ્ચ સ્તરીય પ્રવેશ પરીક્ષા આપી હતી, જાન્યુઆરી 1886માં પેઇન્ટિંગ અને ડ્રોઇંગમાં મેટ્રિક્યુલેશન કર્યું હતું. ફેબ્રુઆરી દરમિયાન તેઓ માંદા હતા અને વધુ પડતા કામ, નબળા આહાર અને વધુ પડતા ધુમ્રપાનના કારણે હાલત કથળી હતી.[૬૬][૬૭]
પેરિસ (1886–1888)
ફેરફાર કરોફર્નાડ કોર્મોન સ્ટુડિયોમાં અભ્યાસ કરવા માટે વેન ગોએ માર્ચ 1886માં પેરિસનો પ્રવાસ કર્યો જ્યાં મોન્ટમેર્ટ ખાતે તેઓ થિયોના રુએ લાવલ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. જૂનમાં તેમણે હિલ પર વધુ ઉંચાઇએ વધુ મોટો ફ્લેટ ખરીદ્યો હતો. પત્રવ્યવહાર કરવાની જરૂર ન હતી તેથી અગાઉના સમયની સરખામણીમાં પેરિસમાં તેમના રોકાણ સમયની ઓછી માહિતી ઉપલબ્ધ છે.[૬૮] મોન્ટમાર્ટ અને બીજી કેટલીક જગ્યાઓ પર તેમણે પેરિસની શેરીઓના કેટલાક ચિત્રો દોર્યા જેમાં બ્રીજીસ એક્રોસ ધ સીન એટ એસ્નીરીઝ (1887) સામેલ છે.
પેરિસમાં રોકાણ દરમિયાન તેમણે જાપાનની યુકઓ-ઇ વુડબ્લોક પ્રિન્ટ્સનો સંગ્રહ કર્યો. આવી કૃતિઓમાં તેમનો રસ 1885માં એન્ટવર્પ ખાતે રોકાણથી શરૂ થયો હતો જ્યાં તેમણે પોતાના સ્ટુડિયોની દિવાલોને સુશોભિત કરવા માટે તેનો ઉપયોગ કર્યો હતો. તેમણે સેંકડો પ્રિન્ટો એકત્રિત કરી હતી જે તેમના કેટલાક પેઇન્ટિંગના બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે. 1887મા પોર્ટ્રેટ ઓફ પેરી ટેન્ગ્વે પોટ્રેઇટમાં તે મુખ્ય આકૃતિની પાછળ તે દિવાલ પર ટિંગાતી જોવા મળે છે. ધ કોર્ટેસન અથવા ઓઇરન ( કેસાઇ એઆઇઝન પાછળ) 91887)માં વેન ગોએ પેરિસ ઇલ્યુસ્ટ્રી મેગેઝિનના કવર પરથી ચિત્રને ટ્રેસ કર્યું હતુ ત્યાર બાદ પોતાના ચિત્રમાં તેને ગ્રાફિકલી મોટું કર્યું હતું.[૬૯] પ્લમ ટ્રી ઇન બ્લોસમ (હિરોશીજ પાછળ) 1888માં વેન ગો દ્વારા જાપાનીઝ પ્રિન્ટ પ્રત્યે સન્માનનો વધુ એક દાખલો મળે છે. અસલ ચિત્ર કરતા તેમનું વર્ઝન થોડું વધારે બોલ્ડ છે.[૭૦]
મહિનાઓ સુધી વેન ગોએ કોર્મન્સ સ્ટુડિયોમાં કામ કર્યું હતું જ્યાં બ્રિટીશ-ઓસ્ટ્રેલિયન આર્ટિસ્ટ જ્હોન પીટર રસેલના સર્કલની મુલાકાત લેતા હતા[૭૧] અને સહ વિદ્યાર્થીઓ એમીલી બર્નાર્ડ, લુઇસ એન્ગ્વેટિન અને હેન્રી ડી ટુલોસ-લોટ્રેકને મળ્યા હતા જેમણે પેસ્ટલ સાથે વેન ગોનું પોટ્રેઇટ દોર્યું હતું. આ ગ્રૂપ જુલિયન પેરે ટેન્ગ્યુ દ્વારા ચલાવાતા એક પેઇન્ટ સ્ટોર પર મળતું હતું જે તે સમયે પોલ સિઝેનની કૃતિઓ જોવા માટે એકમાત્ર સ્થળ હતું. તે સમયે પેરિસના પ્રભાવવાદી કામને તે સરળતાથી નિહાળી શકતા હતા. 1886માં બે મોટા પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોમાં પ્રભાવવાદી ચિત્રકલાએ તેની પ્રથમ હાજરી દર્શાવી હતી. જ્યોર્જિસ સ્યુરેટ અને પૌલ સિગ્નેકના ચિત્રો ત્યારે ચર્ચાના કેન્દ્રમાં હતા. થિયો પણ બુલેવર્ડ મોન્ટમાર્ટે ખાતે પોતાની ગેલેરીમાં પ્રભાવવાદી ચિત્રો રાખતા હતા જેમાં ક્લોડ મોનેટ, આલ્ફ્રેડ સિસલી, એડગર ડેગાસ અને કેમિલી પિઝારો જેવા કલાકારોના ચિત્રો રાખવામાં આવ્યા હતા. વિન્સેન્ટને ચિત્રકારો કઇ રીતે વિષયને જુએ છે અને દોરે છે તેના વિકાસને સમજવામાં સમસ્યા નડી રહી હતી.[૭૨] તેના કારણે સંઘર્ષ પેદા થયો અને 1886ના અંતમાં થિયોને લાગ્યું કે વિન્સેન્ટ સાથે રહેવાનું લગભગ અશક્ય છે. 1887ની વસંત સુધીમાં તેમની વચ્ચે શાંતિ સ્થપાઇ હતી.
ત્યાર બાદ તેઓ Asnières રહેવા ગયા જ્યાં સિગ્નેકમાં તેમણે કુશળતા હાંસલ કરી. Asnières ખાતે પોતાના માતાપિતા સાથે રહેતા તેમના મિત્ર એમિલી બર્નાર્ડની મદદથી તેમણે પોઇન્ટીલિઝમના કેટલાક ગુણ મેળવ્યા જેમાં કેનવાસ પર કેટલાક નાના ટપકા કરવામાં આવે છે જેથી દૂરથી જોવામાં આવે ત્યારે એક પ્રકારનો દૃષ્ટિભ્રમ રચાય છે. આ સ્ટાઇલ પાછળની થિયરી પૂરક રંગોના મૂલ્ય પર ભાર મૂકે છે જેમાં બ્લુ અને ઓરેંજ રંગ સામેલ છે જે જીવંત વિરોધાભાસ રચે છે[૭૩] અને એક બીજાની બાજુમાં મૂકવામાં આવે ત્યારે એક બીજાની અસરમાં વધારો કરે છે.[૭૪]
નવેમ્બર 1887માં થિયો અને વિન્સેન્ટ મળ્યા અને પૌલ ગોગિન સાથે મિત્રતા કરી જેઓ તે સમયમાં જ પેરિસ આવ્યા હતા.[૭૫] વર્ષના અંત સુધીમાં વેન ગોએ પોતાના, બર્નાર્ડ, એન્ક્વેટિન અને કદાચ ટૌલુઝ-લ્યુટ્રેકના ચિત્રોનું એક પ્રદર્શન મોન્ટમાર્ટ ખાતે રેસ્ટોરાં દુ ચેલેટ ખાતે યોજ્યું હતું. ત્યાં બર્નાર્ડ અને એન્ક્વેટિને પોતાના પ્રથમ ચિત્રોનું વેચાણ કર્યું હતું. વેન ગોએ ગોગિન સાથે ચિત્રોની અદલાબદલી કરી જેઓ અલગ પડીને પોન્ટ-એવન જતા રહ્યા હતા. કળા, કલાકારો અને તે પ્રદર્શન વખતે શરૂ થયેલા સામાજિક સ્થિતિ વિશે ચર્ચા થઇ અને તેમાં વિસ્તાર થતો રહ્યો તેથી શોમાં પિસારો અને તેના પુત્રો લ્યુસિન, સિગ્નેક અને સ્યુરેટ જેવા લોકો મુલાકાતી બન્યા. અંતે ફેબ્રુઆરી 1988માં પેરિસના જીવનમાંથી રસ ઉડી ગયો. આ શહેરમાં બે વર્ષના વસવાટ દરમિયાન 200થી વધુ ચિત્રો દોર્યા હતા. તેમના વિદાયથી અમુક કલાક અગાઉ જ થિયોની સાથે તેમણે સ્યુરેટની પ્રથમ અને છેલ્લી મુલાકાત લીધી હતી.[૭૬]
કળામાં મોટી સફળતા અને અંતિમ વર્ષો
ફેરફાર કરોઆર્લ્સ
ફેરફાર કરોવેન ગો શરણ મેળવવાની આશા સાથે આર્લ્સ પહોંચ્યા જે સમયે તેઓ શરાબ પીવાના કારણે બીમાર હતા અને ધુમ્રપાન કરવાના કારણે ઉધરસનો ભોગ બન્યા હતા.[૭] તેઓ 21 ફેબ્રુઆરી 1888ના રોજ આવ્યા અને હોટેલ-રેસ્ટોરાં કેરેલમાં એક રૂમ રાખ્યો જે આદર્શ રીતે હોકુસાઇ (1760-1849) અથવા ઉટામારો (1753-1805)ની એક પ્રિન્ટ જેવો લાગતો હતો.[૭][૭૭] તેઓ એક આદર્શ આર્ટ કોલોની સ્થાપવાની ઇચ્છા સાથે શહેરમાં આવ્યા હતા. ડેનિસ કલાકાર ક્રિશ્ચિયન –મોરિયર પીટરસન બે મહિના માટે તેમના સાથીદાર બન્યા હતા. જોકેને વેન ગોની રીતભાત એકદમ આશ્ચર્યજનક અને ગંદી લાગી હતી. એક પત્રમાં તેણે તેને વિદેશ સમાન ગણાવ્યું હતું તેમણે લખ્યું હતું, “ઝુવેસ, વેશ્યાવાડાઓ, પ્રથમ કોમ્યુનિયન પર જઇ રહેલા આર્લ્સિયેનેસ, ખતરનાક પ્રાણી જેવા લાગતા પાદરી, એબ્સિન્થેનું સેવન કરતા લોકો વગેરે બધુ મને આ દુનિયા બહારનું લાગે છે.”[૭૮]
ત્યાં તેમના રોકાણના 100 વર્ષ બાદ તેમને યાદ કરે છે 113 વર્ષના જીન કેલમેન્ટ જેઓ તે સમયે 13 વર્ષના હતા અને તેમના કાકાની ફેબ્રિકની દુકાનમાં કામ કરતા હતા જ્યાં વેન ગો કેનવાસ ખરીદવા આવતા હતા. તેઓ કહે છે કે વેન ગો એક “અત્યંત ગંદા, રીતભાત વગરના, તોછડા અને બીમાર” હતા.[૭૯][૮૦] તેમને યાદ છે કે તેમણે વેન ગોને રંગીન પેન્સિલો પણ વેચી હતી.[૮૧]
આમ છતાં તેમના પર સ્થાનિક લેન્ડસ્કેપ અને પ્રકાશની અસર પડી હતી. તે ગાળામાં તેમના કામમાં પીળા, અલ્ટ્રામરીન અને મોવની સમૃદ્ધિ જોવા મળે છે. તેમના આર્લ્સ લેન્ડસ્કેપના ચિત્રણ પર તેમના ડચ ઉછેરની અસર છે. મેદાનો અને ક્ષિતિજનું પેચવર્ક સપાટ જણાય છે અને તેમાં દૃષ્ટિકોણનો અભાવ છે, પરંતુ તે રંગની તીવ્રતાની બાબતમાં આગળ છે.[૭][૭૮] આર્લ્સના તેજ પ્રકાશે તેમને રોમાંચિત કર્યા હતા અને તેમના કામની રેન્જ તથા સ્કોપ પર તેની અસર જોવા મળે છે. તેમણે તે વર્ષે માર્ચમાં ગ્રિડ સાથેની "પર્સપેક્ટિવ ફ્રેમ"નો ઉપયોગ કરીને સ્થાનિક લેન્ડસ્કેપના ચિત્રો દોર્યા હતા. તેમના ત્રણ ચિત્રો સોસાયટી દિસ આર્ટીસ્ટ્સ ઇનડિપેન્ડન્ટ્સના વાર્ષિક પ્રદર્શનમાં રજૂ કરાયા હતા. એપ્રિલમાં અમેરિકન આર્ટિસ્ટ ડોજ મેકનાઇટે તેમની મુલાકાત લીધી હતી જેઓ નજીકમાં ફોન્ટવિલે ખાતે વસવાટ કરતા હતા.[૭૭][૮૨] 1 મેના રોજ તેમણે નબર 2 પ્લેસ લેમેર્ટાઇન ખાતે યલો હાઉસની પૂર્વ શાખા માટે મહિને 15 ફ્રાન્કના દરે લીઝ કરાર કર્યા હતા. રૂમમાં ફર્નિચર ન હતું અને થોડા સમય માટે ત્યાં કોઇ રહેતું ન હતું. તેઓ હોટેલ રેસ્ટોરાં એરેલ ખાતે રહેતા હતા પરંતુ હોટેલ દ્વારા સપ્તાહના 5 ફ્રાન્કનો ચાર્જ લેવામં આવતો હતો જે તેમને વધારે લાગ્યા હતા. તેમણે આ ભાવ સામે વાંધો ઉઠાવ્યો હતો અને આ કેસ સ્થાનિક લવાદ પાસે લઇ ગયા હતા તેમણે તેમના કુલ બિલમાં બાર ફ્રાન્કનો ઘટાડો કરી આપ્યો હતો.[૮૩]
7 મેના રોજ તેઓ હોટેલ કેરેલ ટુ ધ કાફે દિલા ગેરે ખાતે રહેવા ગયા[૮૪] જ્યાં તેમણે માલિકો જોસેફ અને મેરી ગિનોક્સ સાથે મિત્રતા કરી. તેઓ યલો હાઉસમાં રહેવા જાય તે પહેલા તેમાં ફર્નિચર રાખવાનું હતું છતાં ગો તેનો ઉપયોગ સ્ટુડિયો તરીકે કરતા હતા.[૮૫] કામના ડિસ્પ્લે માટે એક ગેલેરી બનાવવાની આશા સાથે તે સમયે તેમના મોટા પ્રોજેક્ટમાં પેઇન્ટિંગની શ્રેણી સામેલ હતી જેમાં વોન ગોઝ ચેર (1888), બેડરૂમ ઇન આર્લ્સ (1888), ધ નાઇટ કાફે (1888), ધ કાફે ટેરેસ ઓન ધ પ્લેસ દુ ફોરમ, આર્લ્સ એટ નાઇટ (સપ્ટેમ્બર, 1888) સ્ટેરી નાઇટ્સ ઓવર રોન (1888), સ્ટીલ લાઇફઃ વાઝ વિથ ટ્વેલ્વ સનફલાવર્સ (1888) જેવા ચિત્રો હતા આ બધા ચિત્રો યલો હાઉસમાં સુશોભન માટે બનાવાયા હતા.[૮૬] વેન ગોએ નાઇટ કાફે વિશે લખ્યું છેઃ “મેં એવો વિચાર વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે કે કાફે એક એવી જગ્યા છે જ્યાં લોકો પોતાને બરબાદ કરી શકે છે, પાગલ થઇ શકે છે અને ગુનો આચરી શકે છે.”[૮૭]
તેમણે તે વર્ષે જૂનમાં સેઇન્ટ્સ-મેરીઝ-દી-લા-મેરની મુલાકાત લીધી જ્યાં તેમણે ઝુવ સેકન્ડ લેફ્ટનન્ટ પૌલ-ઇયુજિન મિલેટને ડ્રોઇંગના પાઠ ભણાવ્યા હતા. મેકનાઇટે વેન ગોની ઓળખાણ ઇયુજિન બોક સાથે કરાવી જે તે સમયે ફોન્ટવિલે ખાતે રહેતા હતા. તેમણે જુલાઇમાં એક બીજાની મુલાકાત લીધી હતી.[૮૮]
ગોગિન તેમની સાથે આર્લ્સમાં જોડાવા માટે તૈયાર થયા જેનાથી વેન ગોને મિત્રતા અને આર્ટિસ્ટના સંયોજન વિશે ઘણી આશા જાગી. રાહ જોતા જોતા તેમણે ઓગસ્ટમાં સૂર્યમુખીના ચિત્રો દોર્યા. બોકે ફરી મુલાકાત લીધી અને વેન ગોએ આ પેઇન્ટિંગ ઉપરાંત ધ પોએટ અગેન્સ્ટ એ સ્ટેરી સ્કાય અભ્યાસની રચના કરી. બોકની બહેન એન્ના (1848-1936) પણ એક કલાકાર હતી જેણે 1890માં રેડ વાઇનયાર્ડ ની ખરીદી કરી.[૮૯][૯૦] સ્ટેશનના પોસ્ટલ સુપરવાઇઝર જોસેફ રુલિન, જેનું પોટ્રેટ તેણે બનાવ્યું હતું, તેમની સલાહ પછી તેમણે 8 સપ્ટેમ્બરે બે બેડ ખરીદ્યા[૯૧] અને 17 સપ્ટેમ્બરે યલો હાઉસમાં પ્રથમ રાત વીતાવી જ્યાં હજુ સુધી પૂરતું ફર્નિચર લાવવામાં આવ્યું ન હતું.[૯૨] ગોગિને જ્યારે કામ માટે સહમતિ આપી અને વેન ગોની બાજુમાં જ રહેવાનું નક્કી કર્યું ત્યારે ડેકોરેશન ફોર ધી યલો હાઉસ પર કામ શરૂ કર્યું. તેમનો અત્યાર સુધીનો આ સૌથી મહત્વાકાંક્ષી પ્રયાસ હતો.[૯૩] વેન ગોએ બે ચેર પેઇન્ટિંગ બનાવ્યા જેમાં સામેલ છે વેન ગોઝ ચેર અને ગોગિન્સ ચેર .[૯૪]
અનેક વખત વિનંતી કરવામાં આવ્યા બાદ ગોગિન અંતે 23 ઓક્ટોબરે આર્લ્સ આવ્યા. નવેમ્બરમાં બંનેએ સાથે ચિત્રો બનાવ્યા. ગોગિને વેન ગોના પોટ્રેટ ધ પેઇન્ટર ઓફ સનફ્લાવર્સઃ પોટ્રેટ ઓફ વિન્સેન્ટ વેન ગો બનાવ્યું અને પ્રકૃતિથી વિપરીત જઇને વેન ગોએ પણ સ્મૃતિના આધારે આ જ ચિત્ર બનાવ્યું જેમાં ગોગિન કરતા તેમના વિચાર અલગ હતા. તેમણે તેનું ધ રેડ વાઇનયાર્ડ પણ દોર્યું. તેમની પ્રથમ આઉટડોર પેઇન્ટિંગ કામગીરી એલિસકેમ્પ્સના રમણીય સ્થળે કરવામાં આવી હતી.[૯૫]
બંને કલાકારે તે વર્ષે ડિસેમ્બરમાં મોન્ટપેલિયરની મુલાકાત લીધી અને આલ્ફ્રેડ બ્રુયાસ કલેક્શનમાં કોર્બેટના ચિત્રો અને મુસી ફેબરમાં ડેલાક્રોક્સના ચિત્રો નિહાળ્યા.[૯૬] જોકે તેમના સંબંધ સતત કથળી રહ્યા હતા. તેઓ કળા અંગે ઉગ્રતાથી ઝઘડતા હતા. વેન ગોને ભય હતો કે ગોગિન તેમને છોડીને જતા રહેશે અને આ સ્થિતિને તેમણે કટોકટીના સ્તરે પહોંચેલી વધુ પડતી તણાવ સમાન ગણાવી હતી.
23 ડિસેમ્બર 1888ના રોજ હતાશ અને બીમાર વેન ગોએ ગોગિન પર રેઝર બ્લેડથી હુમલો કર્યો. ભયમાં વોન ગો હોટેલ છોડીને સ્થાનિક વેશ્યાવાડામાં જતા રહ્યા. જ્યાં તેમણે ડાબા કાનની બુટનો નીચેનો ભાગ કાપી નાખ્યો. તેણે કપાયેલા ભાગના કેટલાક ટૂકડા અખબારમાં વીંટાળીને રાશેલ નામની વેશ્યાને આપ્યા અને તે “ચીજ કાળજીપૂર્વક જાળવી રાખવા” માટે જણાવ્યું.[૯૭] ગોગિન આર્લ્સ છોડી ગયા અને વેન ગોને ક્યારેય મળ્યા નહીં.[a ૪] દિવસો પછી વેન ગોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને કેટલાક દિવસો પછી ગંભીર સ્થિતિમાં બહાર નીકળ્યા. ગોગિન દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ તુરંત થિયોએ તેમની મુલાકાત લીધી તેવી જ રીતે મેડમ ગિનોક્સ અને રુલિને પણ મુલાકાત લીધી હતી. જાન્યુઆરી 1889માં તેઓ યલો હાઉસ પરત આવ્યા પરંતુ ત્યાર પછીનો મહિનો હોસ્પિટલ અને ઘરમાં ગાળ્યો અને આ દરમિયાન તેમને ઝેર આપી દેવાશે તેવી ભ્રમણા વચ્ચે તેઓ જીવતા હતા. માર્ચમાં શહેરના લોકોએ તેમના પર "fou roux" (લાલ માથાવાળો પાગલ માણસ ) હોવાનો આરોપ મૂક્યા બાદ પોલીસે તેમનું ઘર બંધ કરી દીધું. પોલ સિગ્નેક તેમને હોસ્પિટલમાં મળ્યા અને વેન ગોને તેમની સાથે ઘરે જવાની છૂટ અપાઇ હતી. એપ્રિલમાં પૂરના કારણે તેમના ઘરમાં ચિત્રો ખરાબ થઇ ગયા બાદ તેઓ ડો. રેના રૂમમાં રહેવા ગયા.[૯૮][૯૯] આ સમયગાળામાં તેમણે લખ્યું “કેટલીક વખત વર્ણવી ન શકાય તેવો આક્રોશ થાય છે, કેટલીક વખત એવું લાગે છે કે સમયનો પડદો અને જીવલેણ સંજોગો એક પળ માટે તૂટી ગયા છે.” બે મહિના બાદ તેઓ આર્લ્સ છોડીને સેઇન્ટ-રેમી-દિ-પ્રોવેન્સના શરણાર્થીઓના નિવાસમાં રહેવા ગયા.[૧૦૦]
સેઇન્ટ-રેમી (મે 1889 – મે 1890)
ફેરફાર કરો8 મે 1889ના રોજ કાળજી રાખનાર વ્યક્તિ રિવેરેન્ડ સેલેસ સાથે તેઓ સેઇન્ટ-પોલ-ડી-મોસોલ હોસ્પિટલમાં દાખલ થયા. સેઇન્ટ-રેમીમાં તે એક ભૂતપૂર્વ ધર્મપીઠ છે જે કોર્નફિલ્ડ, વાઇનયાર્ડ અને ઓલિવના વૃક્ષો વચ્ચે આવેલું છે20 miles (32 km) અને ભૂતપૂર્વ નેવલ ડોક્ટર ડો. થિયોફાઇલ પેરોન દ્વારા સંચાલિત હતું. થિયોએ બે નાના રૂમની વ્યવસ્થા કરી હતી જે એકબીજાની નજીક હતા અને બારીઓ અલગ હતી. બીજાનો ઉપયોગ સ્ટુડિયો તરીકે થવાનો હતો.[૧૦૧]
તેમના રોકાણ દરમિયાન ક્લિનિક અને બગીચો તેમના પેઇન્ટિંગમાં મુખ્ય વિષય હતા. તેમણે હોસ્પિટલના આંતરિક ઇન્ટીરિયર્સમાં વેસ્ટીબ્યુલ ઓફ ધ એસાયલમ અને સેઇન્ટ-રેમી (સપ્ટેમ્બર 1889) સહિત કેટલાક અભ્યાસ કર્યા. આ ગાળામાં તેમના કેટલાક ચિત્રોમાં વમળ જોવા મળે છે જેમાં તેમનું એક સૌથી જાણીતું ચિત્ર ધી સ્ટેરી નાઇટ્સ સામેલ છે. તેમને ટૂંકા અંતર સુધી કોઇની દેખરેખ હેઠળ ચાલવાની છુટ અપાઇ હતી જેનાથી સાઇપ્રેસિસ અને ઓલિવ ટ્રીની ઇમેજમાં વધારો થયો હતો જેમાં ઓલિવ ટ્રીઝ વીથ એલ્પાઇલ્સ ઇન ધ બેકગ્રાઉન્ડ 1889 , સાઇપ્રેસિસ 1889 , કોર્નફિલ્ડ વિથ સાઇપ્રેસિસ (1889), કાઉન્ટ્રી રોડ ઇન પ્રોવેન્સ બાય નાઇટ (1890) સામેલ છે. ક્લિનિક બહારના વિશ્વ સાથે તેમનો સંપર્ક ઘટી ગયો હોવાથી તેમના વિષયની વિવિધતા ઘટી ગઇ હતી. તેમણે અન્ય ચિત્રકારોના પેઇન્ટિંગના અર્થઘટન પર કામ કરવાનું હતું જેમાં મિલેટ ધ સાવર અને નૂન – રેસ્ટ ફ્રોમ વર્ક (મિલેટ પછી) તથા પોતાના જૂના કામના વેરિયેશનનો સમાવેશ થાય છે. વેન ગો જુલ્સ બ્રેન્ટોન, ગુસ્તાવ કોર્બેટ અને મિલેટના વાસ્તવવાદના પ્રશંસક હતા[૧૦૨] અને તેમની નકલોને બિથોવેનનું અર્થઘટન કરતા સંગીતકારો સાથે સરખાવી હતી.[૧૦૩][૧૦૪] તેમની ઘણી યાદગાર કૃતિઓ આ સમયે બની હતી જેમ કે ધ રાઉન્ડ ઓફ ધી પ્રિઝનર (1890)ની રચના ગુસ્તાવ ડોર (1832-1883) પછી કરવામાં આવી હતી. તેમાં કેદીનો ચહેરો પેઇન્ટિંગના કેન્દ્રમાં છે અને તે વ્યૂઅર તરફ જુએ છે જે વેન ગો છે.[૧૦૫]
તે સપ્ટેમ્બરમાં તેમણે બેડરૂમ ઇન આર્લ્સ ના વધુ બે વર્ઝન બનાવ્યા અને ફેબ્રુઆરી 1890માં તેમણે L'Arlésienne (Madame Ginoux) ના ચાર પોટ્રેટ બનાવ્યા જે ગોગિને બનાવેલા મેડમ ગિનોક્સના ચારકોલ સ્કેચ પર આધારિત હતા. નવેમ્બર 1888માં મેડમ ગિનોક્સ બંને આર્ટિસ્ટ માટે બેઠા હતા.[૧૦૭] જાન્યુઆરી 1890માં મર્ક્યુર ડી ફ્રાન્સ માં આલ્બર્ટ ઓરિયરએ તેના કામની પ્રશંસા કરી હતી અને તેને “જિનિયસ” ગણાવ્યા હતા.[૧૦૮] ફેબ્રુઆરીમાં બ્રસેલ્સના ઉચ્ચ કક્ષાના પેઇન્ટરોની સોસાયટી લેસ XX દ્વારા આમંત્રણ અપાયા બાદ તેમણે વાર્ષિક પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ડિનરની શરૂઆતમાં લેસ XXના સભ્ય હેનરી ડી ગ્રોક્સે વેન ગોની કૃતિઓનું અપમાન કર્યું. ટુલોઝ-લોટ્રેકે સંતોષજનક જવાબ માંગ્યા અને સિગ્નેકે જાહેરાત કરી કે લોટ્રેક શરણાગતિ સ્વીકારશે તો તેઓ વેન ગોના સન્માન માટે લડવાનું ચાલુ રાખશે. ત્યાર બાદ વોન ગોનું પ્રદર્શન પેરિસમાં આર્ટિસ્ટેસ ઇન્ડીપેન્ડન્ટ્સ ખાતે ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યું ત્યારે મોનેટએ જણાવ્યું હતું કે તેમનું કામ સમગ્ર શોમાં શ્રેષ્ઠ છે.[૧૦૯] ફેબ્રુઆરી 1890માં પોતાના ભત્રીજા વિન્સેન્ટ વિલેમના જન્મ પછી તેમણે તેની માતાને એક પત્રમાં લખ્યું કે પરિવારમાં નવા સભ્યના ઉમેરા બાદ તેણે તુરત તેના માટે ચિત્રો બનાવવાનું શરૂ કર્યું છે જે તેના બેડરૂમમાં ટાંગવા માટે છે જેમાં સફેદ બદામની મોટી શાખાઓ વાદળી આકાશની આગળ પૂર બહારમાં ખીલ્યા છે.[૧૧૦]
ઔવર્સ-સુર-ઓઇસ (મે-જુલાઇ 1890)
ફેરફાર કરોમે 1890માં વેન ગો પેરિસની બહાર ઔવર્સ-સુર-ઓઇસ ખાતે ફિઝિશિનય ડો. પૌલ ગેચેટ (1828-1909)ની નજીક રહેવા માટે ક્લિનિક છોડી ગયા જ્યાં તેઓ થિયોની પાસે રહી શકતા હતા. કેમિલ પિસારોએ (1830-1903) વેન ગોને ડો. ગેચેટ પાસે રહેવા જવાની ભલામણ કરી હતી. ગેચેટે અગાઉ કેટલાક કલાકારોની સારવાર કરી હતી અને તેઓ પણ શીખાઉ ચિત્રકાર હતા. વેન ગોની પ્રથમ છાપ એવી હતી કે "...ગેચેટ મારા કરતા પણ વધુ માંદો છે અથવા એમ કહું કે મારા જેટલો જ માંદો છે."[૧૧૨] જૂન 1890માં તેમણે પોટ્રેટ ઓફ ડો. ગેચેટ દોર્યું અને ઓઇલમાં ગેચેટના બે પોટ્રેટ પૂરા કર્યા તેમ જ ત્રીજું પણ પૂર્ણ કર્યું જે એકમાત્ર કોતરણીકામ વાળું હતું. આ ત્રણેયમાં ગેચેટના વિષાદ પર ભાર મૂકવામાં આવ્યો છે.
સેઇન્ટ રેની ખાતે તેમના છેલ્લા સપ્તાહમાં વેન ગોના વિચારો તેમના “મેમરીઝ ઓફ ધ નોર્થ” તરફ પાછી ફરી રહ્યા હતા[૧૧૩] ઓવેરસ-સુર-ઓઇસી ખાતે 70 દિવસમાં તેમણે આશરે 70 ઓઇલ પેઇન્ટિંગ બનાવ્યા હતા જેમાં ધ ચર્ચ એટ ઓવેરસ સામેલ છે અને તેમાં ઉત્તરના દૃશ્યોની ઝાંખી મળે છે.
વ્હીટ ફિલ્ડ વિથ ક્રોઝ (જુલાઇ 1890) અસામાન્ય ડબલ સ્ક્વેર કેનવાસનું ઉદાહરણ છે[૧૧૪] જે તેમણે જીવનના છેલ્લા સપ્તાહમાં તૈયાર કર્યું હતું. તે તેની તીવ્રતાના કારણે વેન ગોના ઉગ્ર લાગણી જગાવતા ચિત્રો પૈકી એક છે.[૧૧૫] તેને ઘણી વખત ભૂલથી તેમની છેલ્લી કૃતિ માની લેવામાં આવે છે. પરંતુ વેન ગોના સ્કોલર જેન હલ્સ્કર સાત ચિત્રોની યાદી આપે છે જે તેનાથી પાછળ દોરવામાં આવ્યા હતા.[૧૧૬] બાર્બિઝોન પેઇન્ટર ચાર્લ્સ ડોબિંગી 1861માં એવોરસ ગયા હતા અને તેના કારણે બીજા કલાકારો પણ ત્યાં આવ્યા હતા જેમાં કેમિલ કેરોટ, હોનોર ડોમિયર અને 1890માં વિન્સેન્ટ વેન ગો સામેલ છે. Image:Vincent Willem van Gogh 021.jpg જુલાઇ 1890માં વેન ગોએ ડોબિગ્નીઝ ગાર્ડનના બે ચિત્રો પૂરા કર્યા અને તેમાંથી એક તેમની અંતિમ કૃતિ હોવાનું માનવામાં આવે છે.[૧૧૭] તેમના ઘણા ચિત્રોમાં અધુરા હોવાના પૂરાવા પણ જોવા મળે છે જેમ કે થેચ્ડ કોટેજિસ બાય અ હિલ વગેરે.[૧૧૫]
મૃત્યુ
ફેરફાર કરોથોડા જ સમય અગાઉ હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ વેન ગોને ડિસેમ્બર 1889માં ગંભીર ફટકો સહન કરવનો પડ્યો હતો. તેઓ પોતાની માનસિક બીમારીના કારણે આખી જિંદગી પરેશાન રહ્યા હતા, પરંતુ તેમના છેલ્લા વર્ષો દરમિયાન આ સ્થિતિ વધારે મુશ્કેલ બની હતી. આવા કેટલાક કિસ્સામાં તેઓ પેઇન્ટ કરવા તૈયાર ન હતા અથવા પેઇન્ટ કરી શકતા ન હતા. તેના કારણે ટોચની ક્ષમતાએ પહોંચેલા એક કલાકાર તરીકે તેમની હતાશામાં વધારો થયો હતો. તેમની હતાશામાં ધીમે ધીમે વધારો થવા લાગ્યો. 27 જુલાઇ 1890ના રોજ 37 વર્ષની વયે તેઓ એક મેદાનમાં ગયા અને એક રિવોલ્વર દ્વારા પોતાની જાતને છાતીમાં ગોળી મારી. તે તેની અસરમાંથી બચી ગયા, પરંતુ તેમને જાણ ન હતી કે તેમની ઇજા જીવલેણ સાબિત થવાની છે. તેઓ ચાલીને રોવોક્સ ઇનમાં પહોંચ્યા. બે દિવસ બાદ તેમનું અવસાન થયું. થિયો તેમની પાસે દોડી આવ્યા હતા. થિયોના કહેવા પ્રમાણે તેમના ભાઈના છેલ્લા શબ્દો હતા, "La tristesse durera toujours" (આ દુઃખ કાયમ માટે રહેશે )[૧૧૮]
ભાઈના મૃત્યુના મહિનાઓ બાદ થિયોની તબીયત પણ કથળવા લાગી. તેઓ સિફિલીસના ચેપનો ભોગ બન્યા, જોકે, તેમના પરિવારે આ વાત વર્ષો સુધી સ્વીકારી ન હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, નબળા પડી ગયા પછી અને વિન્સેન્ટની ગેરહાજરી સ્વીકારવા તૈયાર ન હોવાની સ્થિતિમાં છ મહિના પછી 25 જાન્યુઆરીના રોજ યુટ્રેક્ટ ખાતે તેમનું અવસાન થયું.[૧૧૯] 1914માં થિયોનો મૃતદેહ પાછો કાઢવામાં આવ્યો હતો અને ઔવર્સ-સુર-ઓઇસ ખાતે તેમના ભાઈ સાથે ફરી દફનાવી દેવાયો હતો.[૧૨૦]
વિન્સેન્ટના પાછળા મોટા ભાગના ચિત્રો ધીરગંભીર હતા, છતાં તેમાં એક પ્રકારનો આશાવાદ છલકતો હતો અને સારી માનસિક તંદુરસ્તી પ્રાપ્ત કરવાની ઇચ્છા જોવા મળતી હતી. જોકે તેમની આત્મહત્યા અગાઉના દિવસોમાં પૂર્ણ કરવામાં આવેલા પેઇન્ટિંગ એકદમ ડાર્ક છે. એટ એટર્નિટીઝ ગેટ નામના તેમના ચિત્રમાં એક વૃદ્ધ માણસને તેમના માથાને પોતાના હાથમાં રાખીને બેસેલો દર્શાવાયો છે જે એકંદરે અંધકારમય ચિત્ર છે. તે કૃતિ દર્શાવે છે કે અંતિમ દિવસોમાં કલાકાર કેવી માનસિક સ્થિતિમાંથી પસાર થયો હતો.[૧૨૧] વેન ગોની બીમારીના કારણ અને તેનાથી તેમના કામ પર પડેલી અસર વિશે ઘણી ચર્ચા થઇ છે. 150 કરતા વધુ મનોચિકિત્સકોએ બીમારીનું મૂળ જાણવાના પ્રયાસ કર્યા છે અને અલગ અલગ 30 પ્રકારના નિદાન બહાર આવ્યા છે.[૧૨૨] જે નિદાન કરવામાં આવ્યા છે તેમાં સ્કીઝોફ્રેનિયા, બાયોપોલર ડિસઓર્ડર, સિફિલિસ, ગળે ઉતરી ગયેલા પેઇન્ટનથી ઝેરી અસર, ટેમ્પોરલ લોબ એપિલેપ્સી અને એક્યુટ ઇન્ટરમિટન પોર્ફીરિયાનો સમાવેશ થાય છે. આમાંથી કોઇ પણ બીમારી કારણભૂત હોઇ શકે છે અને અપૂરતા ભોજન, વધુ પડતા કામ, અનિંદ્રા અને એબ્સિન્થ જેવા આલ્કોહોલના વધુ પડતા સેવનના કારણે સ્થિતિ વધુ ગંભીર બની હોય તે શક્ય છે.[૧૨૩][૧૨૪]
રચનાઓ
ફેરફાર કરોવેન ગો શાળામાં વોટરકલરથી ચિત્રો દોરતા હતા અને રંગ પૂરતા હતા. તેમાંથી કેટલીક કૃતિઓ આજે ઉપલબ્ધ છે, પરંતુ તેની વિશ્વસનીયતાને હજુ પડકારવામાં આવે છે.[૧૨૫] તેઓ પુખ્તવયની વ્યક્તિ તરીકે કળામાં રૂચિ લેવા લાગ્યા ત્યારે Cours de dessin ની નકલ કરીને પ્રાથમિક સ્તરે પહોંચ્યા, જેનું એડિટિંગ ચાર્લ્સ બાર્ગ દ્વારા અને પ્રકાશન ગુપીલ એન્ડ સિ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમ બે વર્ષમાં જ તેઓ કમિશન માંગવા લાગ્યા હતા. 1882ની વસંતમાં તેમના કાકા કોર્નેલિસ મેરિનસ (એમ્સ્ટર્ડમ ખાતે સમકાલિન કળાની પ્રતિષ્ઠિત ગેલેરીના માલિક) એ તેમને હેગના ચિત્રો દોરવા માટે જણાવ્યું હતું. વેન ગોના ચિત્રો તેમના કાકાની અપેક્ષા મુજબ ન હતા. મેરિનસે તેમને બીજા કમિશનની ઓફર કરી જેમાં તેમને વિષય વિશે વિસ્તૃત માહિતી આપી હતી, પરંતુ કામથી તેમને ફરી એક વખત નિરાશ થવું પડ્યું હતું. જોકે વેન ગોએ ખંતપૂર્વક કામ કર્યું. તેણે વેરિયેબલ શટર ગોઠવીને પોતાના એટેલિયલ (સ્ટુડિયો)ના લાઇટિંગમાં સુધારો કર્યો. વિવિધ ડ્રોઇંગ મટિરિયલ સાથે તેમણે પ્રયોગો કર્યા હતા. એક વર્ષ કરતા વધુ સમય સુધી તેમણે સિંગલ ફિગર્સ પર કામ કર્યું જેમાં "Black and White"માં વિસ્તૃત અભ્યાસનો સમાવેશ થતો હતો જેની તેના સમયે ટીકા જ કરવામાં આવી હતી.[૧૨૬] આજે તેને તેમના પ્રથમ માસ્ટરપીસ તરીકે ઓળખવામાં આવે છે.[૧૨૭]
1883ની શરૂઆતમાં તેમણે બહુ આકાર ધરાવતા કમ્પોઝિશન પર કામ શરૂ કર્યું જે ડ્રોઇંગ પર આધારિત હતું. તેમણે તેમાંથી કેટલાકના ફોટોગ્રાફ કઢાવ્યા હતા પરંતુ જ્યારે તેમના ભાઈએ કહ્યુ કે તેમાં જીવંતપણા અને તાજગીની ખામી છે ત્યારે વેન ગોએ તેનો નાશ કર્યો અને તેઓ ઓઇલ પેઇન્ટિંગ તરફ વળ્યા. 1882ની પાનખર સુધીમાં તેમના ભાઈએ તેમને પોતાનું પ્રથમ પેઇન્ટિંગ લાવવા માટે નાણાકીય મદદ કરી હતી પરંતુ થિયો જેટલા નાણાં પૂરા પાડી શકતો તે બધા તુરંત ખર્ચાઇ જતા હતા. ત્યાર બાદ 1883ની વસંતમાં વેન ગો વેઇસેનબ્રન્ક અને બ્લોમર્સ જેવા પ્રતિષ્ઠિત કલાકારોની હેગ સ્કૂલમાં પહોંચ્યા અને તેમની પાસેથી તકનીકી મદદ મેળવી. તેમણે ડી બોક અને વેન ડેર વીલ જેવા પેઇન્ટરોની મદદ પણ લીધી જેઓ બીજી પેઢીના હેગ સ્કૂલના આર્ટિસ્ટ હતા.[૧૨૮] ડ્રેન્થે ખાતે થોડા રોકાણ પછી તેઓ ન્યુનેન ગયા ત્યારે તેમણે કેટલાક મોટા કદના પેઇન્ટિંગ પર કામ કરવાનું શરૂ કર્યું પરંતુ પછી તેમાંથી મોટા ભાગનાનો નાશ કર્યો. ધ પોટેટો ઇટર અને ન્ચુનેન સિમેટરી પર તેની સાથેનું ચિત્ર ધ ઓલ્ડ ટાવર તથા ધ કોટેજ જ બચી ગયા છે. રિજકમ્યુઝિયમની મુલાકાત બાદ વેન ગો જાણતા હતા કે તેમની ઘણી ખામી માટે ટેકનિકલ અનુભવની ગેરહાજરી જવાબદાર છે.[૧૨૮] તેથી તેઓ એન્ટવર્પ ગયા અને ત્યાંથી પેરિસ ગયા જ્યાં તેઓ નવું કૌશલ્ય શીખ્યા.[૧૨૯]
પ્રભાવવાદી અને નિયો-પ્રભાવવાદી ટેકનિકથી સજ્જ થઇને અને થિયરી જાણીને વેન ગો આ નવી શક્યતા વિકસાવવા આર્લ્સ પહોંચ્યા. પરંતુ થોડા જ સમયમાં કળા અને કારીગરી વિશે તેમના જૂના વિચાર બહાર આવ્યા. તેમાં સંબંધિત કે વિરોધાભાસી વિષયવસ્તુ પર શ્રેણીના વિચાર મુખ્ય હતા જેની અસર કળાના હેતુ પર પડતી હતી. આ કામ આગળ વધ્યું તેમ તેમણે અનેક સેલ્ફ પોટ્રેટ્સ બનાવ્યા. 1884માં ન્યુનેન ખાતે તેમણે એક સિરિઝ પર કામ કર્યું હતું જે એઇન્ડોવેન ખાતે એક મિત્રના ડાઇનિંગ રૂમની સજાવટ માટે હતું. તેવી જ રીતે આર્લ્સમાં 1888ની વસંતમાં તેમણે ફ્લાવરિંગ ઓર્ચાર્ડ્સ ને ટ્રાઇપ્ટીક્સમાં ગોઠવ્યા અને આકૃતિઓની એક શ્રેણી બનાવી જે રોલિન પરિવાર સુધી ચાલી અને અંતે જ્યારે ગોગિને વેન ગોની બાજુમાં જ આર્લ્સમાં રહેવાની સહમતી આપી ત્યારે તેમણે યલો હાઉસ માટે ધી ડેકોરેશન માટે કામ કરવાનું શરૂ કર્યું જે તેમના સૌથી મહત્વકાંક્ષી પ્રયાસ પૈકી એક હતું.[૯૩] ત્યાર પછી તેમના કાર્યમાં મૂળભૂત સેટિંગમાં વિસ્તરણ કે સુધારાનો સમાવેશ થાય છે. 1889ની વસંતમાં તેમણે ઓર્ચાર્ડના એક નાનકડા ગ્રૂપનું પેઇન્ટિંગ કર્યું. એપ્રિલમાં થિયોને લખેલા એક પત્રમાં તેમણે જણાવ્યું કે મારી પાસે વસંતના છ અભ્યાસ છે જેમાથી બે મોટા ઓર્ચાર્ડ વિશે છે. આ અસર ક્ષણજીવી હોય છે તેથી બહુ ઓછો સમય બચે છે.[૧૩૦]
કળાના ઇતિહાસકાર આલ્બર્ટ બોઇમએ સૌથી પહેલા એ બાબતની નોંધ લીધી હતી કે વેન ગોએ સ્ટેરી નાઇટ જેવી અદભૂત કૃતિની રચના કરી હોવા છતાં તેઓ વાસ્તવિકતા પર આધાર રાખતા હતા.[૧૩૧] ધ વ્હાઇટ હાઉસ એટ નાઇટ માં એક મકાન દર્શાવાયું છે જેમાં આકાશમાં એક ચમકદાર તારાની આસપાસ પીળા રંગની આભા જોવા મળે છે. સાન માર્કોસ ખાતે સાઉથવેસ્ટ ટેક્સાસ સ્ટેટ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓએ ગણતરી કરી હતી કે તે તારો શુક્ર હતો જે જૂન 1890માં સાંજે આકાશમાં ચમકતો હતો જે સમયે વેન ગોએ આ ચિત્રનું પેઇન્ટિંગ બનાવ્યું હોવાનું માનવામાં આવે છે.[૧૩૨]
સેઇન્ટ-રેમી સમયગાળાના ચિત્રોમાં ઘણી વખત વંટોળ અને ચક્ર જોવા મળે છે. આ ચિત્રોમાં પ્રકાશની પેટર્ન કોલ્મોગોરોવના ઉથલપાથલના આંકડાકીય મોડલને સમર્થન આપતી હોય તેમ જણાય છે.[૧૩૩]
કામની પ્રક્રિયા
ફેરફાર કરોનહીંવત તાલીમ લઇને પોતાની જાતે ચિત્રકાર બનેલા વેન ગો પોતાના પેઇન્ટિંગ અને ડ્રોઇંગ ટેકનિકમાં બિલકુલ એકેડેમિક ન હતા. તાજેતરના સંશોધનોમાં સાબિત થયું છે કે “ઓઇલ પેઇન્ટિંગ” અથવા “ડ્રોઇંગ” તરીકે ઓળખાતા તેમના કામને મિક્સ્ડ-મિડિયા કહેવાનું વધુ યોગ્ય રહેશે. ધ લેન્ગલોઇસ બ્રિજ એટ આર્લ્સ પેન અને શાહીથી દોરાયેલા અત્યંત વિસ્તૃત ચિત્રો છે જ્યારે સેઇન્ટ-રેમી અને ઓવેર્સના કેટલાક ચિત્રો,[૧૩૫] જે અત્યાર સુધી ડ્રોઇંગ અથવા વોટરકલર ગણવામાં આવતા હતા, જેમ કે વેસ્ટીબ્યુલ ઓફ ધી એઝાયલમ , સેઇન્ટ-રેમી (સપ્ટેમ્બર 1889) એ હળવા ઓઇલ અને બ્રશ સાથેના ચિત્રો હોવાનું બહાર આવ્યું છે.[૧૩૬]
રેડિયોગ્રાફિકલ પરીક્ષણો પરથી જોવા મળ્યું છે કે વેન ગોએ અગાઉની ધારણા કરતા વધુ વખત જૂના કેનવાસનો પુનઃઉપયોગ કર્યો હતો. તેમણે પોતાના ત્રીજા ભાગના ચિત્રો કરતા વધુ ચિત્રોને ઓવરપેઇન્ટ કર્યા હતા કે નહીં તેની ચકાસણી વધુ તપાસ પરથી થઇ શકશે.[૧૩૭] 2008માં ડેલ્ફ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી અને યુનિવર્સિટી ઓફ એન્ટવર્પે પેચ ઓફ ધી ગ્રાસ ચિત્રની નીચે રહેલા એક મહિલાના ચહેરાની સ્પષ્ટ ઇમેજ મેળવવા માટે એક્સ-રે ટેકનિકનો ઉપયોગ કર્યો હતો.[૧૩૮][૧૩૯]
સાઇપ્રેસિસ
ફેરફાર કરોવેન ગોના પેઇન્ટિંગમાં એક સૌથી લોકપ્રિય અને સૌથી વિખ્યાત શ્રેણીમાં સાઇપ્રેસિસનો સમાવેશ થાય છે. 1889ના ઉનાળામાં બહેન વિલની વિનંતીને માન આપી તેમણે વ્હીટ ફિલ્ડ વિથ સાઇપ્રેસિસ ના કેટલાક નાના વર્ઝન બનાવ્યા હતા.[૧૪૦] તેમના આ ચિત્રોમાં વર્તુળાકાર અને ગાઢ ઇમ્પાસ્ટો જોવા મળે છે. તેમણે પોતાના શ્રેષ્ઠ પેઇન્ટિંગ પૈકી એક ધ સ્ટેરી નાઇટ નું સર્જન કર્યું હતું. આ સિરિઝની અન્ય કૃતિઓમાં સ્ટાઇલની સમાનતા છે જેમાં ઓલિવ ટ્રી વિથ ધી આલ્પાઇલ્સ ઇન ધ બેકગ્રાઉન્ડ (1889), સાઇપ્રેસિસ (1889), વ્હીટ ફિલ્ડ વિથ સાઇપ્રેસિસ (1889) (વેન ગોએ તે વર્ષે આ ચિત્રના કેટલાક વર્ઝન બનાવ્યા હતા.), રોડ વિથ સાઇપ્રેસ એન્ડ સ્ટાર (1890) અને સ્ટેરી નાઇટ ઓવર ધી રોન (1888) સામેલ છે. સ્ટાઇલની બાબતમાં અલગ તરી આવવાના કારણે તે વેન ગોની કામગીરીના પ્રતીક બન્યા છે. કળા ઇતિહાસકાર રોનાલ્ડ પિકવેન્સના જણાવ્યા પ્રમાણે
રોડ વિથ સાઇપ્રેસ એન્ડ સ્ટાર (1890) એ સ્ટેરી નાઇટ જેવું જ બિનવાસ્તવિક અને કૃત્રિમ ચિત્ર છે. પિકવેન્સ જણાવે છે કે પેઇન્ટિંગ રોડ વીથ સાઇપ્રેસ એન્ડ સ્ટાર માં ઉત્તર અને દક્ષિણનો સમન્વય થાય છે અને તેમાં વાસ્તવિકતાને ઉચ્ચ સ્તરે લઇ જવાનો અનુભવ છે. વેન ગો અને ગોગિનનો ઉલ્લેખ તેમાં અમૂર્ત તરીકે કરવામાં આવે છે. 18 જૂન 1889ના રોજ થિયોને લખાયેલા એક પત્રમાં ઓલિવ ટ્રી વિથ ધી આલ્પાઇલ્સ ઇન બેકગ્રાઉન્ડ નો ઉલ્લેખ કરતા તેમણે લખ્યું હતું, “આખરે મારી પાસે ઓલિવ સાથે એક લેન્ડસ્કેપ છે અને સ્ટેરી નાઇટનો નવો અભ્યાસ પણ છે.”[૧૪૧]
પોતાના ચિત્રો માટે પણ એક ગેલેરી હોય તેવી આશા સાથે તે સમયે તેમનો મહત્વનો પ્રોજેક્ટ પેઇન્ટિંગની એક સિરિઝ હતો જેમાં સ્ટીલ લાઇફઃ વાઝ વિથ ટ્વેલ્વ સનફ્લાવર્સ (1888) અને સ્ટેરી નાઇટ ઓવર ધ રોન (1888) યલો હાઉસમાં ડેકોરેશન માટેના ચિત્રો સામેલ છે.[૧૪૨][૧૪૩]
ફલાવરિંગ ઓર્ચાર્ડ્સ
ફેરફાર કરોફ્લાવરિંગ ઓર્ચાર્ડ્સ ની સિરિઝને કેટલીક વખત ઓર્ચાર્ડ્સ ઇન બ્લોસમ પેઇન્ટિંગ્સ પણ કહેવામાં આવે છે. વેન ગોએ ફેબ્રુઆરી 1888માં આર્લ્સ, પ્રોવેન્સમાં આગમન બાદ પૂરા કરેલા પ્રથમ ગ્રૂપમાં આ ચિત્રનો સમાવેશ થાય છે. આ ગ્રૂપના 14 પેઇન્ટિંગ આશાવાદી, આનંદથી ભરપૂર અને વસંતની મોસમને દૃશ્યના માધ્યમથી રજૂ કરે છે. તે નાજુક રીતે સંવેદનશીલ, શાંત, મૌન અને ગીચતા વગરના છે. ધ ચેરી ટ્રી વિશે વિન્સેન્ટે 21 એપ્રિલ 1888ના રોજ લખ્યું હતું કે તેમની પાસે 10 ઓર્ચાર્ડ અને એક મોટું (પેઇન્ટિંગ) ચેરી ટ્રીનું હતું જેને મેં બગાડી નાખ્યું છે.[૧૪૪] ત્યાર પછીની વસંતમાં તેમણે ઓર્ચાર્ડના અન્ય એક નાનકડા જૂથનું પેઇન્ટિંગ કર્યું જેમાં વ્યૂ ઓફ આર્લ્સ, ફલાવરિંગ ઓર્ચાર્ડ્સ સામેલ છે.[૧૩૦]
વેન ગો દક્ષિણ ફ્રાન્સના લેન્ચસ્કેપ અને હરિયાળી જોઇને મોહિત થયા હતા અને અનેક વખત આર્લ્સ પાસે ફાર્મ બગીચાઓની મુલાકાત લીધી હતી. ભુમધ્ય હવામાનના પ્રકાશના કારણે તેમના રંગોની પસંદગી પણ જીવંત હતી.[૧૪૫] પોતાના આગમન બાદ તેઓ આસપાસના લેન્ડસ્કેપ અને છોડના જીવન પર ઋતુની અસરને વણવા આતુર હતા.
ફૂલ
ફેરફાર કરોવેન ગોએ વ્યૂ ઓફ આર્લ્સ વીથ આઇરીસીસ માં જોવા મળે છે તેમ ફુલના લેન્ડસ્કેપના કેટલાક વર્ઝન પેઇન્ટ કર્યા હતા. જેમાં આઇરીસીસ , સૂર્યમુખી , લિલાક્સ, ગુલાબ, ઓલિયેન્ડર્સ અને કેટલીક વખત ફુલોનો સમાવેશ થાય છે.[૧૪૬] ફુલના કેટલાક ચિત્રોમાં રંગમાં તથા જાપાનના યુકીયો-ઇ વૂડબ્લોક પ્રિન્ટમાં તેમનો રસ રજૂ થાય છે.[૧૪૭]
તેમણે સૂર્યમુખીની બે શ્રેણી પૂરી કરી હતી. તેમાંથી પ્રથમ પેરિસમાં 1887માં પૂરી કરવામાં આવી હતી અને બીજી ત્યાર પછીના વર્ષમાં આર્લ્સ ખાતે રોકાણ દરમિયાન કરવામાં આવી હતી. પ્રથમ સેટમાં ફુલોને જમીન પર રખાયેલા દર્શાવાયા હતા. બીજા સેટમાં તે ફુલદાનીમાં સુકાયેલા છે. જોકે 1888ના પેઇન્ટિંગ આ કલાકારના આશાવાદના દુર્લભ ગાળા દરમિયાન રચાયા હતા. તેઓ તેને એક બેડરૂમમાં સજાવવા માંગતા હતા જ્યાં પૌલ ગોગિન તે ઓગસ્ટમાં આર્લ્સમાં રહેવાનું ધારતા હતા. ત્યાં તેમણે બંનેએ કલાકારોના એક સમુદાયની રચના કરી હતી જેના માટે વેન ગો લાંબા સમયથી આશા રાખતા હતા. આ ફુલો પર જાડા બ્રશસ્ટ્રોક (ઇમ્પેસ્ટો) અને પેઇન્ટના ભારે સ્તર જોવા મળ્યા છે.[૧૪૮]
ઓગસ્ટ 1888માં થિયોને લખેલા એક પત્રમાં તેમણે જણાવ્યું હતું.
- “માર્સેલિયસ જે ઉત્સાહથી બોલિયેબયેઝ ખાય છે તેવી રીતે હું પેઇન્ટિંગ બનાવી રહ્યો છું. હું કેટલાક સૂર્યમૂખી દોરી રહ્યો છું તેની તમને જાણ થશે ત્યારે તેનાથી તમને આશ્ચર્ય નહીં થાય. હું આ વિચાર પર આગળ વધું તો એક ડઝન પેનલની રચના થશે. તેથી સમગ્ર રચનામાં વાદળી અને પીળી રંગનો સમન્વય જોવા મળશે. હું દરરોજ સવારે સૂર્યોદયથી આ કામમાં લાગી જાઉં છું કારણ કે ફુલોનો રંગ ઝડપથી ઝાંખો પડી જાય છે. હું સૂર્યમુખીનું ચોથું ચિત્ર દોરી રહ્યો છું. ચોથા ચિત્રમાં કુલ 14 ફુલનો સંગ્રહ છે. તેનાથી નિયમિત અસર જોવા મળે છે.”[૧૪૮]
આ સિરિઝ કદાચ સૌથી જાણીતી છે અને સૌથી વધુ વખત તેનું પુનઃઉત્પાદન કરવામાં આવ્યું છે. તાજેતરના વર્ષોમાં એક પેઇન્ટિંગની અસલીયત વિશે ચર્ચા ચાલે છે અને એવું માનવામાં આવે છે કે તે Émile Schuffeneckerનું અથવા પૌલ ગોગિનનું ચિત્ર હોઇ શકે છે.[૧૪૯] મોટા ભાગના નિષ્ણાતો માને છે કે આ કૃતિ અસલી છે.[૧૫૦]
ઘઉંના ખેતર
ફેરફાર કરોવેન ગોએ આર્લ્સ આસપાસના લેન્ડસ્કેપની મુલાકાત દરમિયાન કેટલાક પેઇન્ટિંગ બનાવ્યા હતા. તેમણે પાક, ઘઉંના ખેતર અને તે વિસ્તારની અન્ય ગ્રામીણ વિશેષતાઓના કેટલાક પેઇન્ટિંગ બનાવ્યા હતા જેમાં ધ ઓલ્ડ મિલ (1888) સામેલ હતું. તે ઘઉંના ખેતરોના રમણીય દૃશ્યનું એક સારું ઉદાહરણ હતું.[૧૫૧] 4 ઓક્ટોબર 1888ના રોજ પોન્ટ-એવન ખાતે મોકલવામાં આવેલા સાત કેનવાસ પૈકી તે એક હતું જે પૌલ ગોગિન, એમિલ બર્નાર્ડ, ચાર્લ્સ લેવાલ અને અન્યના કામના બદલામાં હતું.[૧૫૧][૧૫૨] પોતાના જીવનમાં વિવિધ તબક્કામાં વેન ગોએ ધ હેગ, એન્ટવર્પ, પેરિસ ખાતે પોતાની બારીમાંના દૃશ્યોના પેઇન્ટિંગ બનાવ્યા હતા. આ કૃતિઓમાંથી અંતે ધ વ્હીટ ફિલ્ડ સિરિઝની રચના થઇ હતી જેમાં સેઇન્ટ-રેમી ખાતે તેમણે આશ્રય દરમિયાન પોતાના રૂમમાંથી જોયેલા દૃશ્યો રજૂ થતા હતા.[૧૫૩]
જુલાઇ 1890માં પોતાના લખાણમાં વેન ગોએ જણાવ્યું હતું કે તેઓ પર્વતો, સીમાહીન સમુદ્ર અને નાજુક પીળા રંગની ભવ્ય અસરમાં રંગાઇ ગયા છે.[૧૫૪] મે મહિનામાં ઘઉંનો પાક બરાબર જામ્યો હતો અને લીલોછમ હતો ત્યારે તેનો પ્રભાવ વેન ગો પર પડ્યો હતો. જુલાઇમાં હવામાન ખરાબ થતા તેમણે થિયોને લખ્યું હતું, “મુશ્કેલીભર્યા ખુલ્લા આકાશ નીચે ઘઉંના વિશાળ મેદાન છે” તેમણે ઉમેર્યું હતું કે તેમણે દુઃખ વ્યક્ત કરવા અને તીવ્ર એકલવાયાપણાની લાગણી દર્શાવવા માટે દૂર જઇને પ્રયાસ કરવાની જરૂર નથી.[૧૫૫] ઓગસ્ટ સુધીમાં તેમણે તાજા પાકને તથા પૂરી રીતે પાકી ગયેલા પાકને અંધારીયા અને ઉજળા હવામાનમાં દોર્યા હતા. સૂરજના ચમકીલા પ્રકાશની પૃષ્ઠભૂમિકામાં તેમણે દોરેલા સોનેરી ઘઉંનું ચિત્ર તેમનું અંતિમ પેઇન્ટિંગ હતું. તેમણે તે દિવસે પોતાની સાથે પેઇન્ટ ઉપરાંત એક પિસ્તોલ પણ રાખી હતી.[૧૫૪]
વારસો
ફેરફાર કરોમરણોપરાંત ખ્યાતિ
ફેરફાર કરો1880ના દાયકામાં પ્રથમ પ્રદર્શન યોજવામાં આવ્યું ત્યારથી વેન ગોની પ્રતિષ્ઠા તેમના સાથીદારો, કળા વિવેચકો, ડીલર્સ અને સંગ્રહકારોમાં વધતી ગઇ હતી. તેમના મૃત્યુ બાદ બ્રસેલ્સ, પેરિસ, ધ હેગ અને એન્ટવર્પ ખાતે તેમની સ્મૃતિમાં પ્રદર્શનો યોજાયા હતા. 20મી સદીની શરૂઆતમાં આ પ્રદર્શનો બાદ પેરિસ (1901 અને 1905) અને એમ્સ્ટર્ડમ (1905)માં રિટ્રોસ્પેક્ટિવ્સ તથા કોલોન (1912), ન્યૂ યોર્ક સિટી (1913) અને બર્લિન (1914)માં મહત્વના ગ્રૂપ એક્ઝિબિશન યોજાયા હતા.[૧૫૬] તેના કારણે ત્યાર પછીના કલાકારોની પેઢી પર તેની નોંધપાત્ર અસર થઇ હતી.[૧૫૭]
પ્રભાવ
ફેરફાર કરોથિયોને લખેલા અંતિમ પત્રમાં વિન્સેન્ટે સ્વીકાર્યું છે કે તેમને કોઇ બાળક ન હતા તેથી તેઓ પોતાના ચિત્રોને જ પોતાના સંતાન ગણે છે. તેના પર પ્રતિભાવ આપતા ઇતિહાસકાર સાઇમન સ્કેમા જણાવે છે કે તેઓ ચોક્કસ બાળકો ધરાવતા હતા, “અભિવ્યક્તિવાદ અને બીજી ઘણી ચીજોનો વારસો તેમણે આપ્યો છે.” સ્કેમાએ મોટી સંખ્યામાં આર્ટીસ્ટનો ઉલ્લેખ કર્યો છે જેમણે વેન ગોની સ્ટાઇલ અપનાવી હતી જેમાં વિલેમ ડી કૂનિંગ, હોવાર્ડ હોડકિંગ અને જેક્સન પોલોકનો સમાવેશ થતો હતો.[૧૫૮] હેન્રી મેટિસી સહિતના ફ્રેન્ચ ફેવસે તે્ના અમલમાં તેમના રંગ અને સ્વતંત્રતાનો ઉપયોગ કર્યો હતો તેવી જ રીતે ડાઇ બ્રૂક ગ્રૂપે જર્મન અભિવ્યક્તિવાદમાં તેનો ઉપયોગ કર્યો હતો.[૧૫૯] 1940 અને 1950ના દાયકાનો અમૂર્ત અભિવ્યક્તિવાદ વેન ગોના વિસ્તૃત, સંજ્ઞાત્મક બ્રશ સ્ટ્રોકમાં જોવા મળે છે.
1957માં ફ્રેન્કિસ બેકોન (1909-1992)એ વેન ગોના ધ પેઇન્ટર ઓન ધ રોડ ટુ ટેરેસ્કોન ના પુનઃસર્જન તરીકે પેઇન્ટિંગની એક શ્રેણી બનાવી હતી. તેની અસલ કૃતિ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન નષ્ટ થઇ હતી. બેકોને જેને ભૂતાવળ સમાન ગણાવી હતી તે ઇમેજ માત્રથી પ્રભાવિત થયા ન હતા, પરંતુ વેન ગોથી પણ પ્રભાવિત હતા જેમને બેકોને અલગ પડી ગયેલી બહારની વ્યક્તિ ગણાવ્યા હતા. આયરલેન્ડના ચિત્રકારે વેન ગોનની આર્ટ વિશેની થિયરીને સમર્થન આપ્યું હતું અને થિયોને લખેલા પત્રોની ઉક્તિઓ ટાંકી હતી “વાસ્તવિક ચિત્રકારો ચીજો જેવી હોય છે તેવી ચિત્રણ નથી કરતા.. તેઓ તે ચીજો પોતાને જાતે કેવી લાગણીનો અનુભવ કરાવે છે તેના આધારે દોરે છે.”[૧૬૦] વિન્સેન્ટ વેન ગોના પત્રોનું એક પ્રદર્શન ઓક્ટોબર 2009થી જાન્યુઆરી 2010 દરમિયાન એમ્સ્ટર્ડમના વેન ગો મ્યુઝિયમ ખાતે યોજાયું હતું[૧૬૧] જે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન લંડન સ્થિત રોયલ એકેડેમી ખાતે ખસેડવામાં આવ્યું હતું.[૧૬૨]
પાદટીપ
ફેરફાર કરો- ↑ “વેન ગો”નો ઉચ્ચાર અંગ્રેજી અને ડચ ભાષામાં અલગ અલગ છે. અંગ્રેજીમાં તેpronounced /ˌvæn ˈɡɒx/ (deprecated template) અથવા ક્યારેક /ˌvæn ˈɡɒf/ છે ખાસ કરીને બ્રિટનમાં અથવા /ˌvæn ˈɡoʊ/ છે જ્યાં gh સાઇલન્ટ છે, ખાસ કરીને અમેરિકામા. સ્ટાન્ડર્ડ ડચમાં હોલેન્ડની ઢબ પર તે [ˈvɪntsɛnt faŋˈxɔx] ( listen) છે જેમાં V નો ઉચ્ચાર નથી. વેન ગોના માતાપિતા હોલેન્ડના હતા છતાં તેનો ઉછેર બ્રેબેન્ટમાં થયો હતો અને લખાણમાં બ્રેબેન્ટ ઢબ વાપરતા હતા તેથી શક્ય છે કે તેઓ પોતાના નામનું ઉચ્ચારણ પણ બ્રેબેન્ટ ઉચ્ચાર પ્રમાણે કરતા હોય [vɑɲˈʝɔç] જેમાં V નો અવાજ રજૂ થતો હતો તથા G અને gh પેલેટથી ઉચ્ચારાતા હતા. તેમની મોટા ભાગની રચના જ્યાં બની છે તે ફ્રાન્સમાં તે મુજબ છે.[vɑ̃ ɡɔɡə]
- ↑ આ ગાળા વિશે અલગ અલગ મત છે. જેન હલ્સકર (1990) બોરિનેજ પરત આવે છે અને આ ગાળામાં ઇટન પરત જાય છે. ડોર્ન, ઇન Ges7kó (2006), 48 અને નોટ 12 આ આર્ટિકલમાં લેવાયેલી લાઇનને સમર્થન આપે છે.
- ↑ આ છોકરી ગોર્ડિના ડી ગ્રૂટ હતી જે 1927માં મૃત્યુ પામી. તેણે દાવો કર્યો કે તેના પિતા વેન ગો નહીં પરંતુ એક સ્વજન હતા.
- ↑ જોકે તેમની વચ્ચે પત્રવ્યવહાર ચાલુ હતો અને 1890માં ગોગિને એન્ટવર્પમાં એક આર્ટિસ્ટ સ્ટુડિયો સ્થાપવા માટે દરખાસ્ત કરી. જૂઓ પિકવેન્સ (1986), 62
સંદર્ભો
ફેરફાર કરો- ↑ હ્યુજિસ (1990), 144
- ↑ Tralbaut (1981), 39
- ↑ Pickvance (1986), 129
- ↑ ૪.૦ ૪.૧ પોમેરેન્સ, ix
- ↑ વેન ગો મ્યુઝિયમ. સુધારો 7 ઓક્ટોબર 2009.
- ↑ વેન ગોઝ લેટર્સ, વિસ્તૃત અને સમજૂતિ સાથે સંગ્રહિત ૨૦૧૬-૦૫-૨૧ ના રોજ વેબેક મશિન. સુધારો 25 જૂન 2009.
- ↑ ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ હ્યુજિસ, 143
- ↑ પોમેરેન્સ, i–xxvi
- ↑ પોમેરેન્સ, vii
- ↑ વિન્સેન્ટ વેન ગો બાયોગ્રાફી, ક્વોટ્સ એન્ડ પેઇન્ટિંગ્સ. ધ આર્ટ હિસ્ટોરી આર્કાઇવ. સુધારો 14 જૂન 2007.
- ↑ એવું સૂચવવામાં આવ્યું છે કે મૃત નાના ભાઈનું નામ આપવામાં આવ્યું હોવાથી યુવા આર્ટિસ્ટના મન પર ઊંડી મનોવૈજ્ઞાનિક અસર થઇ હતી જે તેમની કૃતિઓ પર જોવા મળી જેમ કે પુરુષ આકૃતિઓની જોડીના પોટ્રેટનું કારણ તેમાં જોઇ શકાય છે. જૂઓ : લ્યુબિન (1972), 82–84
- ↑ એરિકસન (1998), 9
- ↑ ટ્રેલ્બોટ (1981), 24
- ↑ લેટર 347 સંગ્રહિત ૨૦૧૮-૧૦-૧૬ ના રોજ વેબેક મશિન થિયોને વિન્સેન્ટ તરફથી, 18 ડિસેમ્બર 1883
- ↑ Hackford Road. vauxhallsociety.org.uk. સુધારો 27 જૂન 2009.
- ↑ લેટર 7 સંગ્રહિત ૨૦૧૮-૦૧-૦૬ ના રોજ વેબેક મશિન થિયોને વિન્સેન્ટ તરફથી, 5 મે 1873.
- ↑ ટ્રેલ્બોટ (1981), 35–47
- ↑ "[http://www.webexhibits.org/vangogh/letter/4/073.htm?qp=attitude.death Letter from Vincent van Gogh to Theo van Gogh આઇઝલવર્થ, 18 ઓગસ્ટ 1876] સંગ્રહિત ૨૦૧૧-૧૦-૦૪ ના રોજ વેબેક મશિન". સુધારો: 11 એપ્રિલ 2010
- ↑ ટ્રેલ્બોટ (1981), 47–56
- ↑ કેલો (1990), 54
- ↑ એમ. જે. બ્રુસ સંગ્રહિત ૨૦૧૧-૧૦-૦૪ ના રોજ વેબેક મશિન, ન્યુવ રોટરડેમેસ્ક, કોર્નેટ દ્વારા ડોર્ડેક્ટમાં એકત્ર કરાયેલું રિકલેક્શન જુઓ. 26 મે અને 2 જૂન 1914.
- ↑ "...રવિવારે તેઓ માંસ ન ખાતા, માત્ર થોડા ટૂકડા ખાતા અને તે પણ મકાનમાલિક દ્વારા ઘણા સમય સુધી વિનંતી કરવામાં આવ્યા બાદ. થોડી ગ્રેવી સાથે ચાર બટાટા અને થોડા શાકભાજીથી તેમનું રાત્રીનું ભોજન થઇ જતું હતુ.” – ફ્રેડરિક વેન ઇડનના પત્રમાંથી, De Nieuwe Gids , ઇશ્યૂ 1 ડિસેમ્બર 1890માં વેન ગો પર લેખ લખવામાં મદદ કરવા માટે. વેન ગોઃ સેલ્ફ પોટ્રેઇટઃ લેટર્સ રિવિલિંગ હિઝ લાઇફ એજ એ પેઇન્ટર માં ટાંકવામાં આવ્યું, પસંદગી ડબલ્યુ એચ. ઓડેન, ન્યૂ યોર્ક ગ્રાફિક સોસાયટી, ગ્રીનવિચ, સીટી. 1961. 37–39
- ↑ એરિકસન (1998), 23
- ↑ લેટર 129 સંગ્રહિત ૨૦૧૦-૦૬-૨૬ ના રોજ વેબેક મશિન, એપ્રિલ 1879, અને લેટર 132 સંગ્રહિત ૨૦૧૬-૧૨-૧૭ ના રોજ વેબેક મશિન. વેન ગો 22 રો ડિ વિલ્સન સાથે વેસ્મેસમાં રોકાયા જ્યાં બ્રીડર તરીકે જીન-બાપ્ટાઇઝ ડેનિસ હતા (ફ્રેન્ચ અસલ પ્રમાણે કલ્ટીવેટર) પત્ર 553b સંગ્રહિત ૨૦૧૦-૦૬-૨૬ ના રોજ વેબેક મશિન પ્રમાણે. તેમના ભત્રીજા જીન રિકેઝની સ્મૃતિ, જે વિકી (1970ના દાયકામાં!), 72-78 દ્વારા સંગ્રહિત કરવામાં આવી હતી. ડેનિસ અને તેની પત્ની એસ્થર એક બેકરી ચલાવતા હતા અને રિકેઝ જણાવે છે કે તેની માહિતીનો એકમાત્ર સ્ત્રોત તેના આન્ટ એસ્થર છે.
- ↑ લેટર ફ્રોમ મધર ટુ થિયો, 7 ઓગસ્ટ 1879 સંગ્રહિત ૨૦૧૬-૦૮-૦૨ ના રોજ વેબેક મશિન અને કેલો, કામ ટાંકવામાં આવ્યું, 72
- ↑ લેટર 158 સંગ્રહિત ૨૦૧૦-૦૬-૨૬ ના રોજ વેબેક મશિન થિયોને વિન્સેન્ટ તરફથી, 18 નવેમ્બર 1881
- ↑ જુઓ જેન હલ્સકરની સ્પીચ ધ બોરીનેજ એપિસોડ એન્ડ મિસરિપ્રેઝન્ટેશન ઓફ વિન્સેન્ટ વેન ગો, વેન ગો સિમ્પોઝિયમ, 10–11 મે 1990. એરિકસનમાં (1998), 67–68
- ↑ લેટર 134 સંગ્રહિત ૨૦૧૬-૧૨-૧૭ ના રોજ વેબેક મશિન, 20 ઓગસ્ટ 1880 ક્યુસસ્મેસમાંથી
- ↑ ટ્રેલ્બોટ (1981) 67–71
- ↑ એરિકસન (1998), 5
- ↑ લેટર 153 સંગ્રહિત ૨૦૧૬-૦૫-૧૫ ના રોજ વેબેક મશિન થિયોને વિન્સેન્ટ તરફથી, 3 નવેમ્બર 1881
- ↑ લેટર 161 સંગ્રહિત ૨૦૧૬-૦૫-૧૩ ના રોજ વેબેક મશિન થિયોને વિન્સેન્ટ તરફથી, 23 નવેમ્બર 1881
- ↑ લેટર 164 સંગ્રહિત ૨૦૧૭-૦૧-૦૯ ના રોજ વેબેક મશિન વિન્સેન્ટનો થિયોને, ઇટનથી c.21 ડિસેમ્બર 1881, મુલાકાત વિશે વધુ વિગતવાર માહિતી
- ↑ ૩૪.૦ ૩૪.૧ લેટર 193 સંગ્રહિત ૨૦૧૭-૧૦-૦૬ ના રોજ વેબેક મશિન વિન્સેન્ટ તરફથી થિયોને, ધ હેગ, 14 મે 1882
- ↑ "અંકલ સ્ટ્રીકર", થિયોને લખેલા પત્રમાં વેન ગો ઉલ્લેખ કરે છે તે રીતે
- ↑ ગેફોર્ડ (2006), 130–131
- ↑ લેટર 166 સંગ્રહિત ૨૦૧૬-૧૧-૧૦ ના રોજ વેબેક મશિન થિયોને વિન્સેન્ટ તરફથી, 29 ડિસેમ્બર 1881
- ↑ ટ્રેલ્બોટ (1981), 96–103
- ↑ કેલો (1990), 116; હલ્સકરનું કામ ટાંકીને
- ↑ કેલો (1990), 123–124
- ↑ કેલો (1990), 117
- ↑ કેલો (1990), 116; જેન હલ્સકરનું રિસર્ટ ટાંકીને; 1874 અને 1879માં બે મૃત બાળકોના જન્મ થયા હતા.
- ↑ ૪૩.૦ ૪૩.૧ ટ્રેલ્બોટ (1981), 107
- ↑ કેલો (1990), 132
- ↑ ટ્રેલ્બોટ (1981),102–104,112
- ↑ લેટર 203 સંગ્રહિત ૨૦૧૦-૦૬-૨૬ ના રોજ વેબેક મશિન થિયોને વિન્સેન્ટ તરફથી, 30 મે 1882 ((અંગ્રેજીમાં લખાયેલો પોસ્ટકાર્ડ)
- ↑ લેટર 206 સંગ્રહિત ૨૦૨૦-૧૦-૦૧ ના રોજ વેબેક મશિન, થિયોને વિન્સેન્ટ તરફથી, 8 જૂન અથવા 9, જૂન 1882
- ↑ ટ્રેલ્બોટ (1981),110
- ↑ આર્નોલ્ડ, 38
- ↑ વિલ્કી, 185
- ↑ ટ્રેલ્બોટ (1981),101–107
- ↑ ટ્રેલ્બોટ (1981), 111–122
- ↑ જોહાનેસ ડી લોયેર, કેરેલ વેન એન્ગેલેન્ડ, હેન્ડ્રીક્સ ડેકર્સ અને પિયેટ વેન હોર્ન વૃદ્ધ લોકો છે જેમને પક્ષીના કદ પ્રમાણે માળા દીઠ 5, 10 અથવા 50 સેન્ટ ચૂકવાતા હતા. જુઓ થિયોના પુત્રનું Webexhibits.org સંગ્રહિત ૨૦૧૦-૦૩-૦૬ ના રોજ વેબેક મશિન
- ↑ વિન્સેન્ટના ભત્રીજાએ 1949માં કેટલાક સ્થાનિક લોકોની સ્મૃતિ અંકિત સંગ્રહિત ૨૦૧૦-૦૩-૦૬ ના રોજ વેબેક મશિન કરી છે જેમાં તેમના ડ્રોઇંગની ઝડપનું વર્ણન છે.
- ↑ ટ્રેલ્બોટ (1981), 154
- ↑ ધી પોટેટો ઇટર્સ વિન્સેન્ટ વેન ગો દ્વારા . સુધારો 25 જૂન 2009.
- ↑ હલ્સકર (1980) 196–205
- ↑ ટ્રેલ્બોટ (1981),123–160
- ↑ કેલો (1990), 181
- ↑ કેલો (1990), 184
- ↑ હેમાચેર (1985), 84
- ↑ કેલો (1990), 253
- ↑ આર્નોલ્ડ, 77. સિફિલીસના પૂરાવા નબળા છે જે ડોક્ટરના પપૌત્રના ઇન્ટરવ્યૂ પરથી જ મળ્યા છે. જુઓ ટ્રેલ્બોટ (1981), 177–178
- ↑ વિન્સેન્ટના ડોક્ટર હ્યુબુર્ટ્સ એમેડિયસ કેવેનેઇલ. વિલ્કી, પાના 143–146.
- ↑ વેન ડેર વોલ્ક (1987), 104–105
- ↑ ટ્રેલ્બોટ (1981), 173
- ↑ તેમનું 1885 પેઇન્ટિંગ સ્કલ ઓફ એ સ્કેલેટોન વીથ બર્નિંગ સિગારેટ્સ તેમની ધુમ્રપાનની આદત પર આધારિત છે.
- ↑ ટ્રેલ્બોટ (1981) 187–192
- ↑ પિકવેન્સ (1984), 38–39
- ↑ ટ્રેલ્બોટ (1981), 216
- ↑ પિકવેન્સ (1986), 62–63
- ↑ ટ્રેલ્બોટ (1981), 212–213
- ↑ "ગ્લોસરી ટર્મ: પોઇન્ટિલિઝમ", નેશનલ ગેલેરી લંડન. સુધારો, 13 સપ્ટેમ્બર 2007
- ↑ "ગ્લોસરી ટર્મઃ કોમ્પ્લિમેન્ટરી કલર્સ", નેશનલ ગેલેરી, લંડન. સુધારો, 13 સપ્ટેમ્બર 2007
- ↑ ડી. ડ્રુઇક એન્ડ પી. ઝેગર્સ, વેન ગો એન્ડ ગોગિનઃ ધી સ્ટુડિયો ઓફ ધી સાઉથ, થેમ્સ એન્ડ હડસન, 2001. 81; ગેફોર્ડ, (2006), 50
- ↑ લેટર 510 સંગ્રહિત ૨૦૧૬-૦૫-૧૩ ના રોજ વેબેક મશિન થિયોને વિન્સેન્ટ તરફથી, 15 જુલાઈ 1888. લેટર 544a સંગ્રહિત ૨૦૧૦-૦૬-૨૬ ના રોજ વેબેક મશિન. વિન્સેન્ટ દ્વારા પૌલ ગોગિનને, 3 ઓક્ટોબર 1888
- ↑ ૭૭.૦ ૭૭.૧ પિકવેન્સ (1984), 41–42: ક્રોનોલોજી
- ↑ ૭૮.૦ ૭૮.૧ હ્યુજિસ, 144
- ↑ વ્હીટની, ક્રેગ આર. "Jeanne Calment, World's Elder, Dies at 122"[હંમેશ માટે મૃત કડી], The New York Times, 5 August 1997. સુધારો 4 ઓગસ્ટ 2008.
- ↑ "વર્લ્ડસ ઓલ્ડેસ્ટ પર્સન ડાઇઝ એટ 122", સીએનએન, 4 ઓગસ્ટ 1997. સુધારો 4 ઓગસ્ટ 2008.
- ↑ એસોસિયેટેડ પ્રેસ. "વિશ્વના સૌથી વૃદ્ધ માણસે સુંદર, સુખભર્યા 120 વર્ષ પૂરા કર્યા", ડેઝરેટ ન્યૂઝ , 21 ફેબ્રુઆરી 1995. સુધારો, 4 માર્ચ 2010
- ↑ "લેટરs ઓફ વિન્સેન્ટ વેન ગો". પેન્ગ્વિન, 1998. 348. ISBN 80-85905-48-5
- ↑ નેમેઝેક, આલ્ફ્રેડ. વેન ગો ઇન આર્લ્સ . પ્રેસ્ટેલ વર્લેગ, 1999. 59–61. ISBN 0-907061-05-0
- ↑ ગેફોર્ડ (2006), 16
- ↑ કેલો (1990), 219
- ↑ પિકવેન્સ (1984), 175–176 અને ડોર્ન (1990), પાસિમ
- ↑ ટ્રેલ્બોટ (1981), 266
- ↑ લેટર ઓફ વિન્સેન્ટ વેન ગો, પેન્ગ્વિન આવૃત્તિ, 1998 પાનું 348
- ↑ હલ્સકર (1980), 356
- ↑ પિકવેન્સ (1984), 168–169;206
- ↑ લેટર 534 સંગ્રહિત ૨૦૧૬-૦૫-૧૩ ના રોજ વેબેક મશિન; ગેફોર્ડ (2006), 18
- ↑ લેટર 537 સંગ્રહિત ૨૦૧૦-૦૬-૨૬ ના રોજ વેબેક મશિન; નેમેઝેક, 61
- ↑ ૯૩.૦ ૯૩.૧ જૂઓ ડોર્ન (1990)
- ↑ પિકવેન્સ (1984), 234–235
- ↑ ગેફોર્ડ (2006), 61
- ↑ પિકવેન્સ (1984), 195
- ↑ ડોઇટીયુ એન્ડ લેરોય મુજબ આડા કાપથી કાનની બુટ અને કદાચ વધુ હિસ્સો નીકળી ગયો હતો.
- ↑ પિકવેન્સ (1986). ક્રોનોલોજી , 239–242
- ↑ ટ્રેલ્બોટ (1981), 265–273
- ↑ હ્યુજિસ (1990), 145
- ↑ કેલો (1990), 246
- ↑ "જુલ્સ બ્રેટોન એન્ડ રિયાલિઝમ, વેન ગો મ્યુઝિયમ". મૂળ માંથી 2014-04-26 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-17.
- ↑ પિકવેન્સ (1984), 102–103
- ↑ પિકવેન્સ (1986), 154–157
- ↑ ટ્રેલ્બોટ (1981), 286
- ↑ "Ebony, David. "Portrait of Dr. Gachet: The Story of a van Gogh Masterpiece સંગ્રહિત ૨૦૦૯-૦૪-૩૦ ના રોજ વેબેક મશિન". Art in America, April, 1999. Retrieved on 2 October 2009.
- ↑ પિકવેન્સ (1986) 175–177
- ↑ ઓરિયર, જી. આલ્બર્ટ. "ધ આઇસોલેટેડ વન્સ: વિન્સેન્ટ વેન ગો", જાન્યુઆરી, 1890. vggallery.com પર પુનઃનિર્માણ સુધારો 25 જૂન 2009.
- ↑ રિવોલ્ડ (1978), 346–347; 348–350
- ↑ ટ્રેલ્બોટ (1981), 293
- ↑ Pickvance (1986), 272–273
- ↑ લેટર 648 સંગ્રહિત ૨૦૧૬-૦૪-૧૧ ના રોજ વેબેક મશિન થિયોને વિન્સેન્ટ તરફથી, 10 જુલાઈ 1890
- ↑ લેટર 629 સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૫ ના રોજ વેબેક મશિન થિયોને વિન્સેન્ટ તરફથી, 30 એપ્રિલ 1890
- ↑ વ્હીટફિલ્ડ વિથ ક્રોઝ, 1890 સંગ્રહિત ૨૦૧૧-૦૮-૧૩ ના રોજ વેબેક મશિન. વેન ગો મ્યુઝિયમ. સુધારો, 28 માર્ચ 2009
- ↑ ૧૧૫.૦ ૧૧૫.૧ પિકવેન્સ (1986), 270–271
- ↑ હલ્સકર (1980), 480–483. વ્હીટફિલ્ડ વિથ ક્રોઝ એ 2125નું 2117મું કામ છે.
- ↑ પિકવેન્સ (1986), 272–273
- ↑ હલ્સકર (1980), 480–483
- ↑ હેડન, ડેબોરા. POX, જિનિયસ, મેડનેસ એન્ડ ધી મિસ્ટરીઝ ઓફ સિફિલીસ . બેઝિક બુક્સ, 2003. 152. ISBN 0-907061-05-0
- ↑ "લા ટોમ્બે દી વિન્સેન્ટ વેન ગો –ઓવર્સ-સર-ઓઇસ, ફ્રાન્સ". ગ્રાઉન્ડસ્પીક. સુધારો 23 જૂન 2009.
- ↑ હલ્સકર (1980)
- ↑ બ્લુમેર, ડિટ્રીચ ""ધ ઇલનેસ ઓફ વિન્સેન્ટ વેન ગો સંગ્રહિત ૨૦૧૧-૦૬-૧૨ ના રોજ વેબેક મશિન". અમેરિકન જર્નલ ઓફ સાઇકિયાટ્રી , 2002
- ↑ જૂઓ લાઇફ વિથ એબ્સિન્થે[હંમેશ માટે મૃત કડી] , 1887
- ↑ વિખ્યાત એબ્સિન્થે પીનારા સંગ્રહિત ૨૦૧૦-૧૧-૩૦ ના રોજ વેબેક મશિન. સુધારો 13 ઓગસ્ટ 2009
- ↑ વેન હ્યુટેન(1996), 246–251: એપેન્ડિક્સ 2—નકારાયેલી રચના
- ↑ બ્લેક એન્ડ વ્હાઇટ માં કામ કરતા આર્ટિસ્ટ, જેમ કે ઇલસ્ટ્રેટેડ પેપર્સ માટે જેવા કે ધ ગ્રાફિક અથવા ઇલસ્ટ્રેટેડ લંડન ન્યુઝ વગેરે વેન ગોના ફેવરિટ હતા. જૂઓ પિકવેન્સ (1974/75)
- ↑ જૂઓ ડોર્ન, કીઝ એન્ડ ઓલ્ટ. (2000)
- ↑ ૧૨૮.૦ ૧૨૮.૧ જૂઓ ડોર્ન, સ્ક્રોડર અને સિલેવિસ, ઇડી. (1996) (1996).
- ↑ જૂઓ વેલ્સ-ઓવ્ચારોવ એન્ડ કેચિન (1988)
- ↑ ૧૩૦.૦ ૧૩૦.૧ હલ્સકર (1980), 385
- ↑ બોઇમી (1989)
- ↑ 16 જૂન 1890ના રોજ 8:00 pm વાગ્યે, ખગોળશાસ્ત્રીઓએ પેઇન્ટિંગમાં શુક્રની નક્કી કરેલી સ્થિતિ પ્રમાણે. વેન ગોના કેનવાસ પર તારાની તારીખ 8 માર્ચ 2001
- ↑ જે. એલ. એરેગોન, ગેરાર્ડો જી. નોમિસ, એમ. ટોરેસ. પી. કે. મૈની.''વેન ગો પેઇન્ટિંગ્સ પર કોલ્મોગોરોવ સ્કેલિંગ'. 28 જૂન 2006.
- ↑ Ives, Stein & alt. (2005), 326–327: cat. no. 115
- ↑ સ્કેફર, વોન સેઇન્ટ-જ્યોર્જ એન્ડ લેવેરેત્ઝ, 105–110
- ↑ જૂઓ ઇલ્વીસ, સ્ટેઇન એન્ડ ઓલ્ટ. (2005)
- ↑ જૂઓ વેન હ્યુટેન (1995)
- ↑ સ્ટ્રુઇક, ટિનેકે વેન ડેર, ઇડી. કેસ્કિયેટો પૌલ. "હિડન વેન ગો રિવિલ્ડ ઇન કલર બાય સાયન્ટિસ્ટ". રોઇટર્સ, 30 જુલાઈ 2008. સુધારો, 3 ઓગસ્ટ 2008
- ↑ "'હિડન વેન ગો પેઇન્ટિંગ રિવિલ્ડ સંગ્રહિત ૨૦૧૧-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન". ડેલ્ફ્ટ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, 30 જુલાઈ 2008. સુધારો, 3 ઓગસ્ટ 2008 અહીં દર્શાવેલા ફોટોગ્રાફમાં નવા પેઇન્ટિંગ નીચે જૂની ઇમેજ દર્શાવાઇ છે.
- ↑ રોનાલ્ડ પિકવેન્સ, વેન ગો ઇન સેઇન્ટ-રેમી એન્ડ ઓવેર્સ . એક્ઝિબિશન કેટેલોગ. મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ, 1986. 132–133. ISBN 0-907061-05-0
- ↑ પિકવેન્સ (1986), 101; 189–191
- ↑ પિકવેન્સ (1984), 175–176
- ↑ લેટર 595 સંગ્રહિત ૨૦૧૭-૦૧-૩૧ ના રોજ વેબેક મશિન થિયોને વિન્સેન્ટ તરફથી, 17 અથવા 18 જૂન 1889
- ↑ પિકવેન્સ (1984), 45–53
- ↑ ફેલ, ડેરેક. ""ધ ઇમ્પ્રેશનિસ્ટ ગાર્ડન". લંડન: ફ્રાન્સિસ લિંકન, 1997. 32. ISBN 80-85905-48-5
- ↑ "લેટર 573" થિયોને વિન્સેન્ટ તરફથી. 22 or 23 જાન્યુઆરી 1889
- ↑ પિકવેન્સ (1986), 80–81; 184–187
- ↑ ૧૪૮.૦ ૧૪૮.૧ "સનફ્લાવર્સ 1888". નેશનલ ગેલેરી, લંડન. સુધારો, 12 સપ્ટેમ્બર 2009
- ↑ જોહનસ્ટન,બ્રુસ. "વેન ગોનું £25m સનફ્લાવર એ ગોગિનની નકલ છે'". ધ ડેઇલી ટેલિગ્રાફ, , 26 સપ્ટેમ્બર 2001. સુધારો, 3 ઓક્ટોબર 2009
- ↑ "વેન ગોનું ‘બનાવટી’ અસલ જાહેર થયું". બીબીસી, 27 માર્ચ 2002. સુધારો, 3 ઓક્ટોબર 2009
- ↑ ૧૫૧.૦ ૧૫૧.૧ પિકવેન્સ (1984), 177
- ↑ સીઇંગ ફીલિંગ સંગ્રહિત ૨૦૧૦-૦૭-૦૭ ના રોજ વેબેક મશિન. બફેલો ફાઇન આર્ટ્સ એકેડેમી. સુધારો 26 જૂન 2009.
- ↑ હલ્સકર (1980), 390–394
- ↑ ૧૫૪.૦ ૧૫૪.૧ એડવર્ડ્સ, ક્લિફ. "વેન ગો એન્ડ ગોડઃ એ ક્રિયેટિવ સ્પિરિચ્યુઅલ ક્વેસ્ટ". લોયોલા યુનિવર્સિટી પ્રેસ, 1989. 115. ISBN 0-907061-05-0
- ↑ લેટર 649
- ↑ જૂઓ ડોર્મ, લીમેન એન્ડ ઓલ્ટ. 1990
- ↑ રેવોલ્ડ, જોન. "ધ પોસ્ટહ્યુમસ ફેટ ઓફ વિન્સેન્ટ વેન ગો 1890–1970". મ્યુઝિયમજર્નલ , ઓગસ્ટ–સપ્ટેમ્બર 1970. રિવોલ્ડ (1986)માં પુનઃપ્રકાશિત, 248
- ↑ સ્કેમા, સાઇમન. "વ્હીટફિલ્ડ વિથ ક્રોઝ". સાઇમન સ્કેમાઝ પાવર ઓફ આર્ટ, 2006. ડોક્યુમેન્ટરી 59:20થી
- ↑ ""ગ્લોસરીઃ ફોવિઝમ સંગ્રહિત ૨૦૧૦-૦૫-૧૭ ના રોજ વેબેક મશિન, ટેટ. સુધારો 23 જૂન 2009.
- ↑ ફેર, ડેનિસ; પેપિટ, માઇકલ; યાર્ડ, સેલી. ફ્રાન્કિસ બેકોન: એ રિટ્રોસ્પેક્ટિવ. . હેરી એન. અબ્રામ્સ, 1999. 112. ISBN 0-907061-05-0
- ↑ ધ આર્ટ ન્યુઝપેપર સંગ્રહિત ૨૦૧૨-૧૧-૨૦ ના રોજ વેબેક મશિન. રિટ્રીવ્ડ 7 ઓક્ટોબર 2009.
- ↑ "The Real Van Gogh: The Artist and His Letters". Royal Academy of Arts. મૂળ માંથી 17 ઑગસ્ટ 2012 પર સંગ્રહિત. મેળવેલ 24 March 2010. Check date values in:
|archive-date=
(મદદ)
ગ્રંથસૂચિ
ફેરફાર કરોસામાન્ય અને જીવનચરિત્ર
ફેરફાર કરો- બ્યુજિયન, ડાયેટર. વિન્સેન્ટ વેન ગોઃ લાઇફ એન્ડ વર્ક . કોનમેન, 1999. ISBN 0-907061-05-0
- બર્નાર્ડ, બ્રુસ (ઇડી). વિન્સેન્ટ બાય હિમસેલ્ફ, લંડન, ટાઇમ વોર્નર, 2004
- †કેલો, ફિલિપ, વિન્સેન્ટ વેન ગોઃ એ લાઇફ , ઇવાન આર. ડી. 1990 ISBN 1-56663-134-3.
- એરિકસન, કેથલિન પાવર્સ. એટ એટર્નીટીઝ ગેટઃ ધ સ્પિરિચ્યુઅલ વિઝન ઓફ વિન્સેન્ટ વેન ગો , 1998. ISBN 0-8028-4978-4.
- †ગેફોર્ડ, માર્ટિન. "ધ યલો હાઉસઃ વેન ગો, ગોગિન, એન્ડ ધી નાઇન ટર્બ્યુલન્ટ વીક્સ ઇન આર્લ્સ”. પેન્ગ્વિન, 2006. ISBN 0-670-91497-5.
- ગ્રોસવોગેલ, ડેવિડ આઇ. બિહાઇન્ડ ધી વોન ગો ફોર્જરિઝઃ એ મોમોઇર બાય ડેવિડ આઇ. ગ્રોસવેગેલ . ઓથર્સ ચોઇસ પ્રેસ, 2001. ISBN 0-595-17717-4.
- હેમેકેર, એ.એમ. વિન્સેન્ટ વેન ગોઃ જિનિયસ એન્ડ ડિઝાસ્ટર . ન્યૂ યોર્કઃ હેરી એન. અબ્રામ્સ, 1985. ISBN 0-8109-8067-3.
- હેવલિક, વિલિયમ જે., પીએચડી,"વેન ગોઝ અનટોલ્ડ જર્ની" એમ્સ્ટર્ડમઃ ક્રિયેટિવ સ્ટોરીટેલર્સ, 2010. ISBN 978-0-9824872-1-1
- હ્યુજિસ, રોબર્ટ નથિંગ ઇફ નોટ ક્રિટિકલ . લંડનઃ ધ હાર્વિલ પ્રેસ, 1990 ISBN 0-14-016524-X
- હલ્સ્કર, જેન. વિન્સેન્ટ એન્ડ થિયો વેન ગો; એ ડ્યુઅલ બાયોગ્રાફી . એન આર્બરઃ ફુલર પબ્લિકેશન્સ, 1990 ISBN 0-907061-05-0
- હલ્સ્કર, જેન. ધ કમ્પ્લીટ વેન ગો . ઓક્સફર્ડ: ફેઇડોન, 1980. ISBN 0-907061-05-0
- લ્યુબિન, આલ્બર્ટ જે. ઓન ધી અર્થઃ એ સાઇકોલોજિકલ બાયોગ્રાફી ઓફ વિન્સેન્ટ વેન ગો . હોલ્ટ, રાઇનહાર્ટ, એન્ડ વિન્સ્ટન, 1972. ISBN 0-907061-05-0
- પોમેરેન્સ, આર્નોલ્ડ. ધ લેટર્સ ઓફ વિન્સેન્ટ વેન ગો . પેન્ગ્વિન ક્લાસિક્સ, 2003. vii. ISBN 80-85905-48-5
- રેવોલ્ડ, જોન. પોસ્ટ-ઇમ્પ્રેશનિઝમઃ ફ્રોમ વેન ગો ટુ ગોગિન . સેકર એન્ડ વોર્બર્ગ, 1978. ISBN 0-907061-05-0
- રેવોલ્ડ, જોન. સ્ટડીઝ ઇન પોસ્ટ-ઇમ્પ્રેશનિઝમ , અબ્રામ્સ, ન્યૂ યોર્ક 1986. ISBN 0-907061-05-0
- ટ્રેલ્બોટ, માર્ક ઇડો. વિન્સેન્ટ વેન ગો, le mal aimé . એડિટા, લુઝાન (ફ્રેન્ચ) એન્ડ મેકમિલન, લંડન 1969 (અંગ્રેજી, મેકમિલન દ્વારા રિઇશ્યૂ, 1974માં અને આલ્પાઇન ફાઇન આર્ટ કલેક્શન દ્વારા રિઇશ્યુ, 1981. ISBN 0-907061-05-0
- વેન હ્યુજટેન, સિઝાર. વેન ગો ધ માસ્ટર ડ્રાફ્ટ્સમેન . થેમ્સ એન્ડ હડસન, 2005. ISBN 978-0-500-23825-7.
- વેલ્થર, ઇન્ગો એફ. એન્ડ મત્ઝર, રેઇનર. વેન ગોઃ ધ કમ્પ્લીટ પેઇન્ટિંગ્સ . બેનેડિક્ટ થેસ્કેન 1997. ISBN 0-907061-05-0
કળા ઇતિહાસ
ફેરફાર કરો- બોઇમ, આલ્બર્ટ. વિન્સેન્ટ વેન ગો: ડાઇ સ્ટેર્નેક્ટ — ડાઇ ગેસ્કીશ્ટે દેસ સ્ટોફસ અન્ડ ડર સ્ટોફ દર ગેસ્કીશ્ટે , ફિશર, ફ્રેન્કફર્ટ/મેઇન 1989 ISBN 3-596-23953-2 (જર્મનમાં) ISBN 3-634-23015-0 (CD-ROM 1995).
- કેચિન, ફ્રાન્કોઇઝ એન્ડ વેલ્શ-ઓવચારોવ, બોગોમિલા. Van Gogh à Paris (ઇએક્સએચ. કેટ. Musée d'Orsay, પેરિસ 1988), આરએમએન, પેરિસ 1988 ISBN 2-7118-2159-5.
- ડોર્ન, રોનાલ્ડ: Décoration — Vincent van Goghs Werkreihe für das Gelbe Haus in Arles , ઓલ્મસ, વર્લેગ, હિલ્ડેશેઇમ, ઝ્યુરિક એન્ડ ન્યૂ યોર્ક 1990 ISBN 3-487-09098-8.
- ડોર્ન, રોલેન્ડ, લીમેન, ફ્રેડ એન્ડ ઓલ્ટ. વિન્સેન્ટ વેન ગો એન્ડ અર્લી મોડર્ન આર્ટ, 1890–1914 (ઇએક્સએચ. કેટ. એસેન એન્ડ એમ્સ્ટર્ડમ 1990) ISBN 3-923641-33-8 (અંગ્રેજીમાં) ISBN 3-923641-31-1 (જર્મનમાં) ISBN 90-6630-247-X (ડચમાં)
- ડોર્ન, રોલેન્ડ, કેયીઝ, જ્યોર્જ એસ. એન્ડ ઓલ્ટ. વેન ગો ફેસ ટુ ફેસ- ધ પોટ્રેઇટ્સ (ઇએક્સએચ. કેટ. ડેટ્રોઇટ, બોસ્ટન એન્ડ ફિલાડેલ્ફિયા 2000/01), થેમ્સ એન્ડ હડસન, લંડન એન્ડ ન્યૂ યોર્ક 2000. ISBN 0-907061-05-0
- ડ્રુઇક, ડગ્લાસ, ઝેગેર્સ, પિટર કોર્ટ એન્ડ ઓલ્ટ. વેન ગો એન્ડ ગોગિન – ધી સ્ટુડિયો ઓફ ધી સાઉથ (ઇએક્સએચ. કેટ. શિકાગો એન્ડ એમ્સ્ટર્ડમ 2001/02). થેમ્સ એન્ડ હડસન, લંડન એન્ડ ન્યૂ યોર્ક 2001. ISBN 0-907061-05-0
- ગેસ્કો, જ્યુડિય, ઇડી. વેન ગો ઇન બુડાપેસ્ટ (ઇએક્સએચ. કેટ. મ્યુઝિયમ ઓફ ફાઇન આર્ટ્સ, બુડાપેસ્ટ 2006/07), વિન્સ બુક્સ, બુડાપેસ્ટ 2006 ISBN 978-963-7063-34-3 (અંગ્રેજી આવૃતિ).ISBN 963-7063-33-1 (હંગેરીયન આવૃતિ)
- ઇવેસ, કોલ્ટા, સ્ટેઇન, સુસાન એલિસન એન્ડ ઓલ્ટ. વિન્સેન્ટ વેન ગો — ધ ડ્રોઇંગ્સ (ઇએક્સએચ. કેટ. ન્યૂ યોર્ક 2005), યેલ યુનિવર્સિટી પ્રેસ, ન્યુ હેવન એન્ડ લંડન 2005 ISBN 0-300-10720-X
- કોડેરા, ત્સુકાસા. વિન્સેન્ટ વેન ગો — ક્રિશ્ચિયાનિટી વર્સિસ નેચર , (યુરોપિયન આવૃતિ). જોન બેન્જામિન્સ, એમ્સ્ટર્ડમ એન્ડ ફિલાડેલ્ફિયા, 1990. ISBN 0-907061-05-0
- પિકવેન્સ, રોનાલ્ડ. ઇંગ્લિશ ઇન્ફ્લુઅન્સ ઓન વિન્સેન્ટ વેન ગો (ઇએક્સએચ. કેટેલોગ યુનિવર્સિટી ઓફ નોટિંગહેમ એન્ડ ઓલ્ટ. 1974/75). લંડનઃ આર્ટ્સ કાઉન્સિલ, 1974.
- પિકવેન્સ, રોનાલ્ડ. વેન ગો ઇન આર્લ્સ (ઇએક્સએચ. કેટ. મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ્, ન્યૂ યોર્ક), અબ્રામ્સ, ન્યૂ યોર્ક 1984. ISBN 80-85905-48-5
- પિકવેન્સ, રોનાલ્ડ. વેન ગો ઇન સેઇન્ટ રેમી એન્ડ ઓવેર્સ (ઇએક્સએચ. કેટ. મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ, ન્યૂ યોર્ક), અબ્રામ્સ, ન્યૂ યોર્ક 1986. ISBN 0-907061-05-0
- ઓર્ટન, ફ્રેડ એન્ડ પોલોક, ગ્રિસેલ્ડા. "રુટેડ ઇન ધી અર્થઃ એ વેન ગો પ્રાઇમર્સ”, ઇનઃ એવેન્ટ ગાર્ડર્સ એન્ડ પાર્ટિઝન્સ રિવ્યૂડ . લંડનઃ રેડવુડ બુક્સ, , 1996. ISBN 0-907061-05-0
- સ્કેઇફર, આઇરિસ, વોન સેઇન્ટ-જ્યોર્જ, કેરોલિન એન્ડ લેવેરેન્ત્ઝ, કાત્ઝા, પેઇન્ટિંગ લાઇટ. ધ હિડન ટેકનિક્સ ઓફ ધી ઇમ્પ્રેશનિસ્ટ્સ (ઇએક્સએચ. કેટ. કોલોન એન્ડ ફ્લોરેન્સ, 2008). સ્કીરા, મિલાન 2008. ISBN 978-0-7619-3325-0.
- વેન ડેર વોલ્ક, જોહાનેસઃ ડી સ્કેટસ્કબોએકેન વેન વિન્સેન્ટ વેન ગો , વિન્સેન્ટ વેન ગો, મોલેનહોફ/લેન્ડશોફ, એમ્સ્ટર્ડમ 1986 ISBN 90-290-8154-6. અંગ્રેજીમાં અનુવાદિતઃ ધી સેવન સ્કેચબુક્સ ઓફ વિન્સેન્ટ વેન ગોઃ એ ફેસિમાઇલ એડિશન , હેરી અબ્રામ્સ ઇન્ક. ન્યૂ યોર્ક. 1987
- વેન હ્યુજટેન, સિઝાર. વેન હ્યુગ્ટેન, સિજરાર. રેડિયોગ્રાફિક ઇમેજિસ ઓફ વિન્સેન્ટ વેન ગોઝ પેઇન્ટિંગ્સ ઇન ધી કલેક્શન ઓફ ધી વેન ગો મ્યુઝિયમ , વેન ગો મ્યુઝિયમ જર્નલ 1995. 63–85. ISBN 0-907061-05-0
- વેન હ્યુજટેન, સિઝાર. વિન્સેન્ટ વેન ગો — ડ્રોઇંગ્સ, વોલ્યમ 1. 1 , V+K પબ્લિશિંગ/ઇમેર્ક, બ્યુસુમ 1996. ISBN 90-6611-501-7 (ડચ આવૃત્તિ).
- વેન યુઇટેર્ટ, ઇવર્ટ એન્ડ ઓલ્ટ. વેન ગો ઇન બ્રેબેન્ટ- પેઇન્ટિંગ્સ એન્ડ ડ્રોઇંગ્સ ફ્રોમ ઇટન એન્ડ ન્યુનેન . એક્ઝિબિશન. કેટેલોગ્સ હિટ્રોજેનબોસ્ક 1987/78, (અંગ્રેજી આવૃતિ). વેન્ડેર્સ, ઝેવોલ 1987. ISBN 90-6630-104-X
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિન્સેન્ટ વેન ગો વિષય પર વધુ જાણવા માટે જુઓ: | |
---|---|
શબ્દકોશ | |
પુસ્તકો | |
અવતરણો | |
વિકિસ્રોત | |
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો | |
સમાચાર | |
અભ્યાસ સામગ્રી |
- વિન્સેન્ટ વેન ગો ગેલેરી. વિન્સેન્ટ વેન ગોની સંપૂર્ણ કૃતિઓ અને પત્રો
- વિન્સેન્ટ વેન ગોના સંપૂર્ણ પત્રો, અંગ્રેજીમાં અનુવાદિત અને સમજૂતી સાથે. વેન ગો મ્યુઝિયમ દ્વારા પ્રકાશિત.
- મેમોઇર ઓફ વિન્સેન્ટ વેન ગો સંગ્રહિત ૨૦૧૬-૦૪-૧૯ ના રોજ વેબેક મશિન. જોહાના ગેસિના વેન ગો- બોન્જર, વિન્સેન્ટની સાળી દ્વારા
- વેન ગોઝ લેટર્સ સંગ્રહિત ૨૦૧૬-૦૫-૨૧ ના રોજ વેબેક મશિન, પૂર્ણ અને સમજુતી સાથે.
- વેન ગો મ્યુઝિયમ, એમ્સ્ટર્ડમ, ધ નેધરલેન્ડ્સ
- વેન ગો એટ ધી નેશનલ ગેલેરી ઓફ આર્ટ, વોશિંગ્ટન, ડી. સી. યુનાઇટેડ સ્ટેટ્સ
- 'ડ્રામા એટ આર્લ્સ ન્યુ લાઇટ ઓન વેન ગોઝ સેલ્ફ-મ્યુટિલેશન' સંગ્રહિત ૨૦૧૦-૦૫-૨૯ ના રોજ વેબેક મશિન એપોલો તરફથી, સપ્ટેમ્બર 2005, માર્ટિન બેઇલી દ્વારા
- પેઇન્ટેડ વિથ વર્ડ્સઃ વિન્સેન્ટ વેન ગોઝ લેટર્સ ટુ એમિલી બર્નાર્ડ , ન્યુ યોર્ક ટાઇમ્સ, 9 સપ્ટેમ્બર 2007
- પેઇન્ટેડ વિથ વર્ડ્સઃ વિન્સેન્ટ વોન ગોઝ લેટર્સ ટુ એમિલી બર્નાર્ડ — મોર્ગન લાઇબ્રેરી એન્ડ મ્યુઝિયમ ખાતે ફેસિમાઇલ્સ
- આર્ટ હિસ્ટોરિયન્સ ક્લેઇમ વેન ગોઝ ઇટર 'કટ ઓફ બાય ગોગિન' એન્જેલિક ક્રિસાફીસ દ્વારા, ધ ગાર્ડિયન , 4 મે 2009
- "ટ્રીડિંગ ટુવર્ડ સેન્કટિટી" સંગ્રહિત ૨૦૦૯-૧૧-૨૩ ના રોજ વેબેક મશિન એડમિયલ કોસમાન દ્વારા, "હારેત્ઝ", 19 નવેમ્બર 2009
- યુનિયન લિસ્ટ ઓફ આર્ટિસ્ટ નેમ્સ, ગેટી વોકેબ્યુલરિઝ. ULAN વિન્સેન્ટ વેન ગો માટે ફુલ રેકોર્ડ ડિસ્પ્લે, ગેટી વોકેબ્યુલરી પ્રોગ્રામ, ગેટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, લોસ એન્જલસ, કેલિફોર્નિયા લોસ એન્જલસ, કેલિફોર્નિયા